શું અલી (અ) તરાવીહના હિતમાં હતા?

વાંચવાનો સમય: 2 મિનિટ

શું અલી (અ) તરાવીહના હિતમાં હતા?

મોટાભાગના મુસલમાનોએ તરાવીહને અપનાવી લીધું છે એટલા માટે કે તે રસૂલના અસ્હાબની સુન્નત છે. તરાવીહ કે જેનો ઉલ્લેખ કુરઆન કે રસૂલે ખુદા (સ) અથવા રસૂલ (સ)ના નેક સહાબી અમીરુલ મોઅમેનીન ઇમામ અલી (અ)ની સુન્નતમાં જોવા મળતી નથી.

વિરોધીઓ કે જેઓ હઝરત ઇમામ અલી(અ)ને એક સલફ  અને શૈખૈન ના સુન્નત ઉપર અમલ કરવા વાળા સમજે છે તેમનાથી એકપણ હદીસ લાવી શકતા નથી કે જે તરાવીહની તરફેણમાં હોય  અને ઇમામ અલી(અ)એ આ સુન્નતની તસ્દીક કરી હોય.

વિરોધીઓએ પોતાની જાતને સવાલ કરવો જોઈએ કે અગર ઇમામ અલી(અ) શૈખૈનની સુન્ન્તના હિતમાં હતા તો પછી શા માટે તેમણે (અલી અ.સ.) મુસલમાનોની આ સુન્નત ઉપર મોહર ન મારી?

બલ્કે એનાથી વિરુદ્ધ ઘણી બધીઓ રિવાયતો મળે છે કે જેમાં ઇમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ)એ તરાવીહ માટે નારાઝગી બતાવી છે.

1) અમીરુલ મોમેનિન (અ) તરાવીહ વિષે:

અમીરુલ મોમેનિન (અ)એ ઘણી વખત મુસલમાનોની તરાવીહ વિશેની લોકોની હઠધરમી પર્ત્યે નારાજગી વ્યક્ત કરી છે અને તરાવીહ એ બિદઅત છે એવું જાહેરમાં કહ્યું છે.

અલ્લાહ ની કસમ! અગર હું તેઓને માહે રમઝાનમાં ફક્ત વાજીબ નમાજ સિવાય બીજી કોઈ બાબતે ભેગા ન થવાના નો હુકમ આપતે, અને અગર તેઓને ફરમાવતે કે તેઓનું નવાફીલ માટે ભેગા થવું (તરાવીહ માટે) એક બિદઅત છે, તો તેઓ મારા લશ્કરના અમુક લોકોને મારી વિરુદ્ધ લડાઈ માટે ભેગા કરતે અને તે લોકો કેહ્તે કે “અય મુસલમાનો! ઉમરની સુન્નત બદલાઈ ગઈ છે. તેઓ (અલી અ.સ.) આપણને માહે રમઝાનના નવાફીલ નમાઝોથી (તરાવીહ) થી રોકી રહ્યા છે.” અને મને (અલી અ.સ.ને) ડર હતો કે મારા લશ્કરનો એક ટુકડો મારી વિરુદ્ધ થઇ જશે.

  • અલ કાફી ભાગ-8, પેજ 63
  • કિતાબ અલ-સુલૈમ ભાગ 2, પેજ 723
  • વસાઈલ અલ-શિયા ભાગ 8, પેજ 47
  • બિહાર અલ-અનવર  ભાગ 34, પેજ 174

 

2) તરાવીહની દરખ્વાસ્તને અમીરુલ મોમેનિન (અ) ઠુકરાવે છે

રિવાયતમાં છે કે કુફાના લોકોએ અલી(અ) ને દરખ્વાસ્ત કરી કે એક ઇમામ મુઅય્યાન કરે કે જે તરાવીહ નમાઝો પઢાવે. અલી(અ) એ તેઓને મનાઈ કરી અને જણાવ્યું કે તરાવીહ સુન્નત ની વિરુદ્ધ છે અને તે એક બિદઅત છે. ત્યાર બાદ અલી અ.સ. તેઓને છોડીને ચાલ્યા ગયા.

ત્યાર બાદ લોકોએ પોતાની રીતે તરાવીહ માટે એક ઇમામને નીમી દીધા.

ત્યાર બાદ અલી(અ) તેમના દીકરા હસન (અ)ને મસ્જિદમાં એક કોરડની સાથે મોકલ્યા. જયારે લોકોએ તેમને જોયા તો તેઓ ચિસો પાડતા મસ્જિદના દરવાજા તરફ ભાગ્યા.

  • નહજ અલ-હકક પેજ  289-290
  • તકરીબ અલ-મારિફ પેજ 347 (અમુક ફેરફાર સાથે)

ઘણી બધી હદીસો મળે છે કે જેમાં અમીરુલ મોમેનિન(અ)એ રસુલે ખુદા (સ) ની સુન્ન્તના મુતાબિક લોકો ને તરાવીહથી રોકે છે. જયારે કે એક પણ રિવાયત નથી મળતી કે જેમાં રસુલે ખુદા (સ) અથવા અમીરુલ મોમેનિન (અ) તરાવીહ પડતા હોઈ. પરંતુ તેઓ તેને એક બિદઅત તરીકે વખોડે છે. તે આશ્ચર્યજનક છે કે કેવી રીતે તરાવીહ એ ઇસ્લામમાં એટલા મોટા પાયે પોતાની જગ્યા કરી લીધી અને તે પણ એક સુન્નતે-મોઅક્કેદાહ તરીકે. એટલું તો સાબિત થઇ છે કે કે બિદઅતનો ઇલ્ઝામ ફક્ત શીઆઓ સુધી મર્યાદિત નથી.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*