અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના ટીકાદારો સામે એક દલીલ

વાંચવાનો સમય: 3 મિનિટ

મુસલમાનોનું એક જૂથ અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના મઅસુમ વ્યકિતત્વને નુકશાન  પહોંચાડવા કોશીષ કરતું રહે છે. તેઓના અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના સ્થાનને નીચા દર્શાવવાના પ્રયત્નોનો હેતુ કોઈપણ ભોગે પોતાના નેતાઓ, બની બેઠેલા ખલીફાઓને અને પયગમ્બર (સ.અ.વ.)ની પત્નિઓને સારા દર્શાવવાનો છે.

જવાબ:

અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) વિરૂધ્ધ દ્રેશપુર્ણ અને નુકસાનકારક વાતો સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરનારી અને મુસલમાનોને ગુંચવણમાં નાખનારી છે. આ પ્રકારની વાતો બની બેઠેલા ખલીફાઓ સાથે અને (પયગમ્બર સ.અ.વ.)ની પત્નિઓ અને સહાબાની તરફેણમાં કરવામાં આવે છે. અને આ પ્રકારની વાતો વડે અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને ઈલાહી હકથી દૂર કરનારી છે. આ જુઠાણું એ કારણે ચાલ્યુ કેમ કે મુસલમાનો અજ્ઞાનતાના કારણે સત્યથી જાણકાર ન હતા અથવા ઐતિહાસિક હકીકતો જાણવામાં રસ ધરાવતા ન હતા. હકીકતો તરફ ધ્યાન દોરવાથી તેઓએ તેમના સત્તાની ભૂલને અનુભવી અને પસ્તાવો કર્યો.

ઈમામ મોહમ્મદે બાકીર (અ.સ.) એ ભટકી ગયેલા મુસલમાનોને રસ્તો બતાવે છે.

રિવાયત છે કે સાલીમ નામનો શખ્સ ઈમામ બાકીર (અ.સ.) પાસે આવ્યા અને કહ્યું હું તમને તે વ્યકિત વિષે પુછવા આવ્યો છું.

ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું: કોના વિષે?

સાલીમ: અલી બીન અબી તાલિબ (અ.સ.) ના બારમાં

ઈમામ (અ.સ.): કઈ બાબત વિષે?

સાલીમ: તેમની ભૂલો વિશે – (અલ્લાહ માફ કરે).

ઈમામ (અ.સ.): તે હદીસો પર ચિંતન-મનન કરો કે જે તારી પાસે રાવીઓ દ્વારા પહોંચી છે.

ઈમામ (અ.સ.) કહ્યું: શું તમારી પાસે આ હદીસ પહોંચી છે કે ખૈબર ની જંગના દિવસે અલ્લાહના પયગમ્બરે અન્સારનો અલમ સાદ બીન માઝને આપ્યો હતો અને તેનો હુમલોને નિષ્ફળ કરવામાં આવ્યો? પછી આપે હ.ઉમર ઈબ્ને ખત્તાબને મુહાજીરના અલમ સાથે મોકલ્યા હતા. સાદને ઘાયલ સ્થિતિમાં લાવવામાં આવ્યા અને હ.ઉમર એ હાલતમાં પાછા આવ્યા કે તેઓ તેમના સાથીઓને નામર્દ કહેતા હતા અને તેમના સાથીઓ તેમને નામર્દ કહેતા હતા.

આવું મોહાજીર અને અન્સારોએ કર્યું ત્યાં સુધી કે આપ (સ.અ.વ.) એ ત્રણ વખત ફરમાવ્યું કે હું આવતી કાલે એવી વ્યકિતને અલમ આપીશ કે જે જોશીલો હશે અને મૈદાને જંગમાંથી નહી ભાગે. અલ્લાહ અને તેના પયગમ્બર તેને ચાહે છે અને તે અલ્લાહને અને તેના પયગમ્બરને ચાહે છે.

સાલીમે કહ્યું: હા, સમગ્ર ઉમ્મત પણ સહમત છે કે પયગમ્બર (સ.અ.વ.)એ તેમ કહ્યું.

ઈમામ (અ.સ.): અય સાલીમ! અગર તું કહે કે અલ્લાહ અલી (અ.સ.)ને ચાહે છે પણ અલ્લાહ જાણતો નથી કે અલી (અ.સ.) શું કરશે તો તમે બેઈમાની કરી કહેવાય અને જો તમે એમ કહો કે અલ્લાહ અલી (અ.સ.)ને ચાહે છે અને અલ્લાહ પણ જાણે છે કે તેઓ શું કરશે તો પછી તું જે દાવો કરે છે કે અલી અ.સ.માં ભૂલ છે તે ભૂલ ક્યાં છે?

સાલીમ: મને ફરીથી કહો.

ઈમામ (અ.સ.) એ તેને ફરીવાર ફરમાવ્યું.

સાલીમ: હું સીત્તેર વરસ સુધી ગુમરાહીની હાલતમાં અલ્લાહની ઈબાદત કરતો હતો.

(અલ એહતેજાજ, ભાગ-2, પાના નં. 328)

આ બનાવ ઘણા અગત્યના મુદ્દા તરફ ધ્યાન દોરે છે:

  1. અલી બીન અબી તાલિબ (અ.સ.) અલ્લાહ અને તેના નબી (સ.અ.વ.)ને ચાહે છે અને તેમના ચહીતા છે. તે કારણે ઈસ્લામનો અલમ તેમને આપવામાં આવ્યો હતો.
  2. જે લોકોને અલી (અ.સ.) પહેલા અલમ આપીને મોકલવામાં આવ્યા હતા તેઓ આ ગુણો ધરાવતા ન હતા.
  3. જો અલી બીન અબી તાલિબ (અ.સ.)ના દુશ્મનો એવી ખબરો ઘડી કાઢે કે અલી (અ.સ.)એ પયગમ્બર (સ.અ.વ.) અથવા જનાબે ફાતેમા (સ.અ.)ને ગુસ્સે કર્યા અથવા કોઈ ભૂલ કરી જેવું કે દારૂ પીવું (મઆઝલ્લાહ) તો આપણે જાણવું જોઈએ કે આ એ ખૂબજ વધારે દુશ્મનાવટ અને ઈર્ષાનું પરિણામ છે કે જે અલી બીન અબી તાલિબ (અ.સ.)ના એ સદગુણોને કારણે છે.
  4. મોટા વિધ્વાનો અને તેમની કિતાબોનું નામ આપવું એ સાબિત નથી કરતું કે અલી બીન અબી તાલિબ (અ.સ.) એ દીનમાં ભૂલ (મઆઝલ્લાહ) કરી. કારણકે અલી બીન અબી તાલિબ (અ.સ.)નું અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.)ના હુકમ મુજબ ચાલતા હોવાની અને તેઓ સાચા હોવાની (અલી હકની સાથે છે) અને કુરઆન અલી અ.સ.નું  મઅસુમ હોવું બાબતે ગવાહી આપે છે.(સુ. અહઝાબની આયત 33 , આયતે તત્હીર)
  5. જે લોકો અલી બીન અબી તાલિબ (અ.સ.)ની આ કહેવાતી ભૂલો અને ક્ષતીઓથી આંચકો અનુભવે, ચાહે નિર્દોષતાથી અથવા અન્ય કોઈ રીતે, તેમને અમે કહેવા માંગીએ છીએ કે આવા અહેવાલોથી ગભરાવ નહીં. કોઈના વ્યકિતત્વ પર મરણતોલ હુમલો કરવાની આ પ્રથા એટલી જૂની છે કે જેટલો આપણો મઝહબ જૂનો છે. અગાઉની ઉમ્મતોએ માનનીય ફરીશ્તા જીબ્રઈલ કે જેની માઅસુમીય્યત વિશે કોઈ શંકા નથી તેમને પણ આમાંથી બાકાત ન્હોતા રાખ્યા. જ. જીબ્રઈલ પર ખોટો આરોપ હતો કે તેઓ બની ઈસ્રાઈલ માટે ખરાબ સમાચાર લાવવાવાળા ફરીશ્તા હતા. અલ્લાહે આ ઘટનાની પવિત્ર કુરઆનમાં બે જગ્યાએ નોંધ લીધી છે. “તું કહે કે જે કોઈ જીબ્રઈલનો દુશ્મન હશે (તે અલ્લાહનો દુશ્મન છે) કારણ કે જીબ્રઈલ તે છે કે જેણે અલ્લાહના હુકમથી તારા દિલ પર તે કુરઆન ઉતાર્યું છે, જે પોતાની પહેલાની કિતાબોની સત્યતા બતાવનાર છે અને ઈમાન લાવનારાઓ માટે હિદાયત અને ખુશખબર છે. જે કોઈ અલ્લાહ તથા તેના ફરિશ્તા તથા તેના રસૂલો તથા જીબ્રઈલ તથા મીકાઈલનો દુશ્મન છે તો નિસંશય અલ્લાહ પણ તે નહિ માનનારાઓનો દુશ્મન છે.” (સુ. બકરહ, આયત 97-98)

માત્ર જ. જીબ્રઈલ જ નહીં પરતું પયગમ્બર મુસા (અ.સ.) સાથે પણ ઘણા જૂઠ અને આક્ષેપોને જોડવામાં આવ્યા જેનો અલ્લાહે કુરઆને મજીદમાં ઉલ્લેખ કર્યો છે:

“અય ઈમાન લાવનારાઓ! તમે તેમના જેવા ન થાઓ કે જેમણે તકલીફ (ઈજા) આપી પછી અલ્લાહે તેઓના આળોમાંથી તેને નિર્દોષ ઠરાવ્યો હતો, અને તે અલ્લાહની પાસે માનવંત હતા.”(સુ. અહઝાબ, 69)

જે લોકો કુરઆનથી પરિચિત છે તેઓ ગવાહી આપશે કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ને પણ મુનાફીકો, અસ્હાબો, પત્નિઓ અને એહલે કિતાબ દ્વારા મેણા મારવામાં આવતા અને તોહમતો મૂકવામાં આવી હતી.

આ બધું ધ્યાનમાં લીધા પછી એમ કહેવા પર મજબુર છીએ કે જો અલી બીન અબી તાલિબ (અ.સ.)ની ભૂલો અને ક્ષતિઓ વિશે વાતો ફેલાવવામાં આવતી હોય તો અલી (અ.સ.) સારા લોકોના સાથી છે અને તેમનો અજ્ર અનેક ગણો વધશે. જે લોકો આ જુઠાણા છતાં આપ (સ.અ.વ.) પર ઈમાન રાખશે તેમનો અજ્ર પણ અનેક ગણો વધશે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*