અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
તવલ્લા કે તબર્રા

તવલ્લા કે તબર્રા

 

શિયાઓ ઉપર અત્યાચાર નું ખરું કારણ શું છે?

 

પ્રસ્તાવના

         અમુક લોકો શિયા સમાજનાં વિખવાદ ઉભા કરવાના બહાના હેઠળ હંમેશા સ્થાપિત માન્યતાઓને પડકારે છે તેમના અમુક ગેરવ્યાજબી દાવાઓ માંથી એક એ છે કે તબર્રા (આલે મોહમ્મદ સ.અ.વ. નાં દુશ્મનો થી દુરી) કરવાના કારણે આખી દુનિયામાં નિર્દોષ શિયાઓ ઉપર ઝુલ્મ થાય છે બીજા શબ્દોમાં તેઓ એવો સંકેત આપે છે કે શિયાઓએ તબર્રા કરવું છોડી દેવું જોઈએ અને આ તબર્રાની સુન્નતને ત્યજી દેવી જોઈએ જેથી લોકોની સલામતી અને સુરક્ષા બાકી રહે.

         એક સમૂહ પણ છે જે એવો પ્રચાર કરે છે કે શિયાઓએ મુસલમાનોની એકતા માટે તબર્રા છોડી દેવું જોઈએ કારણકે જ્યારે આપણે એહલેબૈત (અ.મુ.સ) નાં દુશ્મનો પર લાનત કરીશું કે જેઓએ એહલેબૈત(અ.મુ.સ.) ને શહીદ કર્યા અને તેઓનો હક છીનવી લીધો તો મોટા ભાગના મુસલમાનોની લાગણી દુભાશે અને તેના કારણે સબંધોમાં કડવાશ પૈદા થશે અને વીખવાદ ઉભો થશે

આ પાયા વિનાના અને બિન તાર્કિક આરોપ નો જવાબ આપવા માટે ચાલો આપણે પેહલા એ સમજીએ કે શિયા કોણ છે?

    શિયા તે છે કે જે કુરઆન ની આયત નાં બતાવ્યા પ્રમાણે અને પવિત્ર પયગંબર હ.મોહમ્મદ સ.અ.વ. અને તેમના માસુમ જાનશીનોની  સમજણ નાં આધારે ઇસ્લામ ને કબુલ કરે છે.

         બીજું આપણે તે સમજીએ કે શિયાઓ ઉપર ઝુલ્મ કોણ કરી રહ્યું છે? રીવાયાતોમાં તે મુસલમાનો કે જે શિયાઓને પરેશાન કરે છે તેને એક ખાસ નામ આપવામાં આવ્યું છે જેને નાસેબી તરીકે ઓળખવામાં આવે છે.

જવાબ:

આવો આપણે નીચેના મુદ્દાઓ નો અભ્યાસ કરીએ  

(૧) નાસેબી કોણ છે?

(૨) સૌથી મોટો નાસેબી?

(૩) તવલ્લા ખરું કારણ છે તબર્રા એ સાચું કારણ નથી

(૪) નાસેબીએ અલી અ.સ.થી નફરત કરવાની પ્રતિજ્ઞા (અહદ) લીધી છે.

(૫) એકતા ખાતર શિયાઓ શું જતુ કરવા માંગે છે?

(૬) શું મોટાભાગનાં લોકોની અપેક્ષાઓ પૂરી કરવા માટે શિયાઓએ પોતાનો અકીદો/ઈમાન છોડી દેવું જોઈએ?

 

        

 

(૧) નાસેબી કોણ છે?

     ઈમામ સાદિક અ.સ ફરમાવે છે કે નાસેબી તે નથી કે જે અમો એહલેબૈત (અ.મુ.સ) પ્રત્યે દુશ્મની ધરાવતો હોય કારણકે બેશક તમે કોઈને પણ એવું નહી કેહતા પામો કે “હું મોહમ્મદ સ.અ.વ. થી અને આલે મોહમ્મદ સ.અ.વ. થી નફરત કરું છું” પરંતુ નાસેબી તે છે કે જે તમારાથી (શિયાઓથી) દુશ્મની રાખતો હોય તે જાણીને કે તમોએ અમારી વિલાયત ને કબુલ કરી છે અને તમો અમારા શીયાઓમાંથી છો

(મઆની અલ અખબાર પા.૩૬૫, સવાબુલ આમાલ પા,૨૦૭)

શિયા અને નાસેબી ની વ્યાખ્યા પરથી બે બાબતો સ્પષ્ટ થાય છે

  1. શિયા તે છે કે જે મોહમ્મદ સ.અ.વ. અને આલે મોહમ્મદ સ.અ.વ. ને વળગીને રહે છે.
  2. નાસેબી તે છે કે જે શિયાઓ થી નફરત કરે છે એહલેબૈત (અ.મુ.સ) થી સંબંધ નાં કારણે

(૨) સૌથી મોટો નાસેબી

આવો આપણે ઈતિહાસ તરફ નઝર કરીએ અને સમજીએ કે શિયાઓ ઉપર નાસેબીઓના ઝુલ્મ નું કારણ શું છે? તે તબર્રા નાં કારણે છે જેમકે મુસલમાનો આજે દાવો કરે છે અથવા તેનું બીજું કોઈ કારણ છે? આપણે અબુ સુફયાન નાં દીકરા મોઆવિયા (લા.અ) થી વધુ આગળ જોવા જવાની જરૂર નથી એ સૌથી મોટો નાસેબી છે કે જેનાથી વધીને દુનિયાએ કદી મોટો નાસેબી જોયો નથી

         કઈ બાબતે મોઆવિયા (લ.અ) નેઆલે મોહમ્મદ અ.મુ.સ. નાં શિયાઓ પર ઝુલ્મ કરવા માટે ઉત્તેજીત કર્યો? આપણે તેનો જવાબ અહી જોશું:

મોઆવિયા (લા.અ) એ લોકો ને હુકમ કર્યો કે અમીરુલ મોઅમેનીન(અ.સ) પર લાનત કરે (નઉઝોબીલ્લાહ) અને જે શિયાઓ તેમના ફઝાએલ બયાન કરે તેને ખત્મ કરી નાખે

મોઆવિયાએ ચેતવ્યા: આગાહ થઇ જાવ અગર કોઈ અલી ઇબ્ને અબી તાલિબ અ.સ અને તેની એહલેબૈત અ.મુ.સ ની ફઝીલતો અને શ્રેષ્ઠતાઓ ને વર્ણવશે તો તેની કોઈ જવાબદારી (અમારા ઉપર) નહિ રહે અને તે (બયાન કરનાર) પોતેજ પોતાની ઉપર સજા અને અઝાબ ને લાગુ કરશે

          અને જેટલા ખતીબો મીમ્બર પરથી ખુત્બો/પ્રવચન આપનાર હતા દરેક નાના ગામડામાં પણ દરેક જગ્યા એ તમામ મીમ્બરો ઉપરથી અલી અ.સ ને બુરું ભલું કેહવાનું શરુ કરી દીધું અને તેમની એહલેબૈત (અ.મુ.સ) ને ઉતારી પાડવાનું અને તેમના ઉપર લાનત કરવાનું શરુ કરી દીધું અને તેમની સાથે એવા દુર્ગુણો જોડવા લાગ્યા જે તેઓમાં જોવા મળતા ન હતા (નઉઝોબીલ્લાહ)

         ત્યાર બાદ દરેક ગામમાં અલી અ.સ અને તેમની એહલેબૈત અ.મુ.સ. નાં શિયાઓ માટે તકલીફો વધી ગઈ કુફા નાં લોકો માટે એ સૌથી સખ્ત સમય હતો કારણકે કુફામાં ઘણા શિયાઓ હતા અને મોઆવિયા નો ભાઈ ઝીયાદ ત્યાં નો હાકીમ હતો બસરા, કુફા અને આખું ઈરાક ઝીયાદ  કબ્જા હેઠળ સોપવામાં આવ્યું હતું શિયાઓ ઝીયાદ ની નજરમાં હતા તે બધા ને ઓળખતો હતો કારણકે એક સમયમાં તે પોતે શિયા હતો તે સારી પેઠે તેના અકીદા થી વાકિફ હતો તેણે શિયાઓને દરેક ઝાડની નીચે પત્થર ઉપર અને માટીનાં ભાગ ઉપર શહીદ તેઓ ડરેલા હતા તેઓ ના હાથો અને પગોને કાપવામાં આવ્યા તેઓને ખજુરનાં ઝાડની ડાળીઓ ઉપર લટકાવવામાં આવ્યા તેમની આંખોમાં ગરમ લોખંડનાં સળીયાઓ પોરવવામાં આવ્યા અને તેમને ફેકી દેવામાં આવ્યા તેઓને શહેરની બહાર કાઢી મુકવામાં આવ્યા ત્યાં સુધી કે તેઓ અલીઅ.સની વિલાયતને છોડીદે ઈરાકમાં એકપણ લોકપ્રિય વ્યક્તિ એવો ન હતો કે જેને કત્લ કરવામાં ન આવ્યો  હોય અથવા તેને લટકાવવામાં કે શહેર ની બહાર ફેકવામાં ન આવ્યો હોય ઘણા પ્રસંગોમાં તો નબળાદિલ ના શિયાઓએ તો અલીઅ.સની વિલાયતને છોડી પણ દીધી જેથી તેઓ પોતાને અને ઘરવાળાઓને ઈજાઓથી બચાવી શકે મોઆવિયાએ તો તેના ન્યાયધીશો/હાકીમો ને દરેક જગ્યાએ લખીને મોકલ્યું કે કોઈપણ અલી અ.સ નાં શિયા ની તેમના ઘરવાળા ની અને જે કોઈ તેમના મિત્રો હોય કે જે અલી અ.સ ની ફઝીલતો બયાન કરે તેમની કોઈની ગવાહી ને કબુલ કરવી નહિ (માન્ય રાખવી નહિ)

(કિતાબ સુલૈમ બિન કૈસ હદીસ નં.૨૬)

         તેથી સ્પષ્ટ થાય છે કે મોઆવિયા લા.અ.નું શિયાઓ ઉપર ઝુલ્મ કરવાનું કારણ તબર્રા નહિ પણ તવલ્લા હતું. અલીઅ.સની મોહબ્બત શિયાઓ માટે ઝુલ્મનો ભોગ બનવા માટે પુરતી હતી

         આજ બાબત બીજા ઝાલીમો માટે પણ હતી પછી તે ઝીયાદ બિન અબીહ (લા.અ),ઉબૈદુલ્લાહ બિન ઝીયાદ(લા.અ), કે હુજ્જાજ બિન યુસુફ(લા.અ), હોય તેજ રીતે બની અબ્બાસ ના ઝાલીમો જેમકે મનસુર(લા.અ),હારુન(લા.અ)મુતવક્કીલ (લા.અ),વિગેરે હતા ફક્ત આલે મોહમ્મદ (અ.મુ.સ)નાં મોહીબ હોવું તે શિયાઓ ને ઝુલ્મ અને મૃત્યુ સુધ્ધાનાં શિકાર બનાવતું હતું.

         ઘણા સહાબીઓ જેમકે અબુઝર્ર(ર.અ), અમ્માર બિન યાસીર(ર.અ), ઇબ્ને અબ્બાસ અને તાબેઈન જેમકે ઓવૈસ(ર.અ) ને સતાવવામાં આવ્યા અથવા તો દેશવટો આપવામાં આવ્યો અથવા તો શહીદ કરવામાં આવ્યા ફક્ત તવલ્લા નાં કારણે

(૩) તવલ્લા ખરું કારણ છે તબર્રા સાચું કારણ નથી  

         ઈતિહાસ સ્પષ્ટ પણે દર્શાવે છે કે અલી ઇબ્ને અબી તાલિબ અ.સ ની મોહબ્બત એટલે કે તવલ્લા શિયાઓ ઉપર અત્યાચારનું ખરું કારણ છે આપણે કદીપણ એવું નથી જોયું કે તબર્રા નાં કારણે શિયાઓ મરતા હોય તબર્રા ફક્ત એક અનુકુળ બહાનું છે ડરપોક અને નબળા દિલનાં લોકો માટે તેઓ ચાહે છે કે શિયાઓ પોતાના અકીદાને ત્યજી દે અને બહુમતી એટલેકે કેહવાતા એહલે સુન્નત સાથે જોડાય જાય તેઓ ત્યાંસુધી સંતુષ્ટ નહિ થાય જ્યાં સુધી તેઓ આ બાબતને ન જુએ

          જેવીરીતે યહુદીઓ અને ઈસાઈઓ મુસલમાનોથી ત્યાં સુધી રાજી નથી થતા જ્યાં સુધી તેઓ તેમને તેમનો અકીદો ત્યજી દેતા ન જુએ

 

 

 

“અને યહૂદીઓ તથા ખ્રિસ્તીઓ તારાથી કદાપિ રાજી થશે નહિ જ્યાં સુધી કે તું તેમના ધર્મ ઉપર ચાલે; કહે કે નિસંશય અલ્લાહની હિદાયત એજ (સાચી) હિદાયત છે; અને જો તને (અંતર) જ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી (પણ) તું તેમની ઈચ્છાઓને અનુસરશે તો તને (અલ્લાહના કોપથી બચાવનાર) કોઈ દોસ્ત કે મદદગાર રહેશે નહિ”.(સુ.બકરહ,૧૨૦)

 (૪) નાસેબીઓ એ અલી ઇબ્ને અબી તાલિબ અ.સ થી નફરત કરવાનો અહદ લીધો છે

         ઘણી રીવાયાતો આપણને જણાવે છે કે નાસેબીઓ ની તકરાર નું ફક્ત એક કારણ અલી ઇબ્ને અબી તાલિબ અ.સની મોહબ્બત છે તબર્રા થી તેઓ બે પરવા છે બીજાશબ્દો માં અગર શિયાઓ તવલ્લા પણ છોડીદે તો પણ નાસેબી રાજી નહિ થાય નાસેબી કે  જે પોતાના સંપૂર્ણ અસ્તિત્વ વડે અલી અ.સ થી નફરત કરે છે તે ચાહે છે કે શિયાઓ તેમની મોહબ્બત છોડી દે

         અમીરુલ મોઅમેનીન (અ.સ) હ.ઈમામ હસન(અ.સ) ને ફરમાંવ્યુ કે “.....બેશક અલ્લાહે તારા પિતા પાસેથી અહદ લીધો છે કે તે દરેક મુનાફિક અને ફાસિકથી નફરત કરે અને તેણે દરેક મુનાફિક અને ફાસિક થી  અહદ લીધો છે કે તેઓ તમારા પિતાથી નફરત કરે (આમાલીએ તુસી પા.૨૪૬ અને ૩૦૯)

         આ હદીસ બીજી હદીસો પ્રમાણે સ્પષ્ટ છે કે અલી ઇબ્ને અબી તાલિબ અ.સ ની મોહબ્બત નાસેબી અને શિયાઓ ને વિભાજીત કરતી રેખા છે

         તેથી અગર શિયાઓ તબર્રા છોડી દે તો પણ તે નાસેબી ને સંતુષ્ટ નહિ કરી શકે કારણકે જેણે અલી ઇબ્ને અબી તાલિબ અ.સ થી નફરત કરવાનો અહદ કર્યો છે તે ત્યાં સુધી રાજી નહિ થાય જ્યાં સુધી શિયા તેની જેમ બની જાય એટલે કે અલી ઇબ્ને અબી તાલિબ અ.સથી નફરત કરવા લાગે (નઉઝોબીલ્લાહ)

(૫) એકતા ખાતર શિયાઓ શું જતું કરવા માંગે છે

         નાસેબી ની શિયાઓ પ્રત્યે નફરત તે પાયા વિનાની દલીલોનાં આધારે છે કે જે ઇસ્લામ અને સુન્નતેનબવી અને અધુરી સમજણનાં કારણે ખોટા રસ્તે દોરાય જવાના કારણે છે ઉદાહરણ રૂપે લોકો હવે આ પ્રકારની દલીલો રજુ કરે છે

અ, શિયાઓ પોતાના ઇમામોઅ.સની તરફેણમાં કેહવાતા ખોલફાએ રાશેદીન નો ઇન્કાર કરે છે

બ, તેઓ તેમના રોઝા મુબારકની ઝીયારત કરીને તેઓની ઈબાદત કરે છે.

ક, તેઓ અલ્લાહ સુ.વ.ત.નાં બદલે ઈમામ(અ.સ)પાસે માંગે છે

ડ, શિયાઓ કુરઆનમાં તેહરીફ (ફેરફાર) નો અકીદો ધરાવે છે

ઈ, શિયાઓ આલે મોહમ્મદ સ.અ.વ નો ગમ મનાવે છે

ફ, શિયાઓ સહાબીઓ અને પત્નીઓ ને વખોડે છે

 ઉપરોક્ત બધાજ આક્ષેપો માં ફક્ત છેલ્લી બાબતજ  ‘સહાબીઓ  અને પત્નીઓ ને વખોડવું’ તબર્રા સંબંધી છે બીજા બધા મુદ્દાઓ તવલ્લા સબંધી છે અને તવલ્લા સાથે જોડાયેલા છે તેથી અગર શિયાઓ ફક્ત તબર્રા ને ઓછું  કરી નાખે કે ત્યજી દે તો પણ મુસલમાનો ત્યાં સુધી રાજી નહિ થાય અગર શિયાઓ એહલેબૈત(અ.મુ.સ) થી તવલ્લા અને તબર્રા છોડી દે તો અને તો જ  અન્ય મુસલમાનો શિયાઓ થી રાજી થશે અગર શિયાઓ તેમના અકીદામાંથી એહલેબૈત(અ.મુ.સ) પ્રત્યે ની મોહબ્બત અઝાદારી અને તેમના દુશ્મનો પ્રત્યે ની નફરત ને તર્ક કરે તો ઇસ્લામ બાકી શું રહ્યું? આમ શિયાઓ ને એકતા માટે ફક્ત તબર્રા જ નહિ પરંતુ તવલ્લા પણ છોડવું પડશે અગર દીને ઇસ્લામ ની રૂહ (તવલ્લા-તબર્રા) જ ચાલી જાય તો કંઈપણ બાકી રહે નહિ.

(૬) શું શિયાઓ એ બહુમતીની અપેક્ષા ઓ પૂરી કરવા માટે પોતાની માન્યતા છોડી દેવી જોઈએ?

         અલ્લાહે આપણને આપણા અકીદાને ત્યજી દેવા બાબતે અગાઉ ઉલ્લેખ કરેલ આયતમાં ચેતવ્યા છે “અને તમારી પાસે ઈલ્મ આવ્યા પછી અગર તમે તેમની(યહૂદી અને ઈસાઈઓ)ની ઈચ્છાઓને અનુસરશો તો તમારા માટે અલ્લાહ તરફથી કોઈ સરપરસ્ત કે મદદગાર નહિ હોય” (૨:૧૨૦)

         શિયાઓ અત્યાચારની ધમકીથી ડરવું ન જોઈએ અને તેની માન્યતા અને આદર્શોને ભયમાં ત્યજી ન દેવા જોઈએ તબર્રા તેની ઓળખનો એક અવિભાજ્ય અંગ છે આપણે અઈમ્મા અ.મુ.સ નો એક પણ પ્રસંગ નથી જોતા કે તેમણે અત્યાચારનાં કારણે  શિયાઓને તબર્રા છોડી દેવાનો હુકમ આપ્યો હોય અને તે સ્વીકારવું પડશે કે ઇમામો અ.સ.થી વધીને ઝુલ્મને સમજનાર કોઈ નથી તેથી જેઓ અત્યાચારની દલીલ રજુ કરીને શિયાઓને તબર્રા છોડવાનું કહે છે તેઓ ખોટા ઝાડ પર ભસી રહ્યા છે.