અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
ઈમામ અલી બીન હુસૈન (અ.સ.) એહલે સુન્નતની નજરોમાં

ઈમામ અલી બીન હુસૈન (..) એહલે સુન્નતની નજરોમાં

 

મુસલમાન જગત ઈમામ અલી બીન હુસૈન (અ.સ.)ના ખુબજ વધારે વખાણ અને તેમના ઉચ્ચ દરજ્જા, ઈમાન, કિરદાર અને તેમની મહાન પ્રતિભા બાબતે એકમત છે. આપ (અ.સ.)ને ઈબાદત કરનારાઓની ઝિનત (ઝયનુલ આબેદીન), સજદા કરનારાઓના આગેવાન (સૈયદુસ્સાજેદીન), અલ્લાહની સામે ખુબજ સજદા કરનાર (સજ્જાદ) વગેરે લકબોથી યાદ કરવામાં આવે છે. તેમની ફઝીલતોને  અસંખ્ય સહાબા, તાબેઈન (બીજી પેઢીના સહાબીઓ) અને એહલે તસન્નુન (એટલે કે સુન્નીઓ)ના વિધ્વાનો દ્વારા બહોળો સ્વિકાર કરવામાં આવ્યો છે.

 

નીચે રજુ કરેલા સંદર્ભો એહલે તસન્નુનના અસંખ્ય સંદર્ભો પૈકી અમૂક છે.

(1) અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ કે જે પ્રખ્યાત સહાબી અને પયગમ્બર (સ.અ.વ.)ના પિતરાઈ ભાઈ, આપની મોટી ઊમ્ર અને ઈમામ અલી બીન હુસૈન (અ.સ.) આના પુત્રની વય જેટલા નાના હોવા છતાં તેઓ આપ (અ.સ.)ને ખુબજ માન આપતા અને તેમને વહાલા તરીકે સંબોધન કરતા.

(તારીખે દમીશ્ક, ભાગ-36, પા. 147)

 

(2) મોહમ્મદ ઈબ્ને મુસ્લીમ ઝોહરી, પ્રખ્યાત ફકીહ કહે છે: ‘મેં અલી ઈબ્ને હુસૈન (અ.સ.) જેવા કોઈ હાશમીને જોયા નથી.’   (અલ બેદાયા વન્નેહાયા, ઈબ્ને કસીર, ભાગ-9, પા. 104)

 

(3) ઝોહરી પણ કહે છે: ‘અલી ઈબ્ને હુસૈન (અ.સ.) તેમના ઝમાનાના શ્રેષ્ઠ વ્યકિત છે.’

(સેયારો આલમ અલ નોબાલા, લેખક: ઝહબી, ભાગ-4, પા. 38)

 

  • તેણે એમ પણ કહ્યું છે કે: ‘મેં તેમના કરતા વધુ કોઈ સારા ફકીહને કયારેય નથી જોયા.’

(તઝકેરહ અલ હુફફાઝ, લેખક: ઝહબી, ભાગ-1, પા. 75)

 

(4) સઈદ ઈબ્ને મુસય્યબ-પ્રખ્યાત તાબેઈન કે જે હકીકતે ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.)ના સહાબી હતા તેમણે કહ્યું: ‘મેં અલી ઈબ્ને હુસૈન (અ.સ.) કરતા શ્રેષ્ઠ બીજા કોઈને ન જોયા.’

(તારીખે યાકુબી, ભાગ-3, પાના. 46)

 

(5) માલિકી ફિકહના ઈમામ માલિક ઈબ્ને અનસે કહ્યું: ‘મદીનાના લોકોમાં કોઈ અલી ઈબ્ને હુસૈન (અ.સ.) જેવા નથી.’ (સેયારો આલમ અલ નોબાલા, લેખક: ઝહબી, ભાગ-4, પા. 38)

 

(6) શાફેઈ ફિકહના ઈમામ મોહમ્મદ ઈબ્ને ઈદરીસે કહ્યું: ‘તેઓ મદીનાના ફકીહોમાં સૌથી શ્રેષ્ઠ હતા.’  (જાહિઝની અરરસાએલ, પા. 106)

 

(7) હમ્બલી ફિરકાના સ્થાપક એહમદ બીન હમ્બલ કે જે હદીસે સીલસીલતુઝ ઝહબ - જે ઈમામ અલી રેઝા (અ.સ.)થી નકલ થઈ છે. તેને વર્ણન કરનારની શ્રૃંખલામાં ઈમામ અલી બીન હુસૈન (અ.સ.)નો પણ સમાવેશ થાય છે. ઈબ્ને હમ્બલે કહ્યું: ‘જો રાવીઓની શ્રૃંખલાનું વર્ણન એક પાગલની સામે કરવામાં આવે તો પાગલ પણ સાજો થઈ જાય.

(ઈબ્ને હજરે હયસમીની સવાએકે મોહર્રેકા, પા. 310)

 

(8) અબુ હાશીમ મોહમ્મદ ઈબ્ને હબ્બાન, સહીહે હબ્બાનના લેખક (સહીહ બુખારી અને મુસ્લીમ પછી સૌથી ભરોસાપાત્ર હદીસોનો સંગ્રહ) અને ઈબ્ને ખુઝૈમાની સહીહમાં કહ્યું: ‘અલી ઈબ્ને હુસૈન ઈબ્ને અલી બીન અબી તાલિબ (અ.સ.) (જેમની કુન્નીયત) અબુલ હસન હતી તેઓ એહલેબૈતના ફકીહોમાંના હતા અને બની હાશીમના ઉમદા પુરુષોમાંથી મદીનાના ઈબાદત ગુઝારોના (સરદાર) હતા. (મશાહીર ઓ ઓલમા અલ અમસાર, પા. 63)

 

(9) ઈબ્ને તૈયમીયાનો હોનહાર વિદ્યાર્થી શમ્સુદ્દીન ઝહબી સ્વિકારે છે કે ‘ઈમામ (અ.સ.) માટે અદભૂત ભવ્યતા હતી. અલ્લાહની કસમ! તેઓ એ બાબતના હક રાખે છે કે તેઓ ઉમ્મતની ઈમામત કરે કેમ કે તેઓ ઉમદાવંશ, ઈલ્મ, ઈબાદત, અને કામીલ અકલ ધરાવે છે.’

(સેયારો આલમ અલ નોબાલા, લેખક: ઝહબી, ભાગ-4, પા. 38)

 

(10) જાણીતા ઈતિહાસકાર ઈબ્ને ખલ્લેકાન નોંધ કરે છે કે ‘આપ (અ.સ.) બાર ઈમામો પૈકીના એક છે અને તાબેઈનના સરદાર હતા અને ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.)ની ફઝીલત અને સદગુણો એટલા વધારે હતા કે તેમની ગણત્રી ન થઈ શકે.

(વફાયત અલ આઅયાન, ભાગ-2, પા. 429)

 

(11) ઈબ્ને અસાકીર શાફેઈ દમીશ્કી પ્રખ્યાત ઈતિહાસકાર કહે છે કે ‘અલી ઈબ્ને હુસૈન (અ.સ.) ભરોસાપાત્ર, વિશ્ર્વસનીય, ઈમાનદાર, ઘણી હદીસો જાણનાર, મહાન, પ્રતિભાશાળી અને અત્યંત મુત્ત્કી હતા.’      (તારીખે દમીશ્ક, ભાગ-36, પા. 142)

(12) ઈબ્ને હજર અલ અસ્કલાની કે જે પ્રખ્યાત આલીમ અને ઈતિહાસકાર હતા તે નોંધે છે કે ‘અલી ઈબ્ને હુસૈન ઈબ્ને અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) કે જેમનો લકબો પૈકી ઝયનુલ આબેદીન હતો. તેઓ ભરોસાપાત્ર, ઈબાદતગુઝાર, ફકીહ, સદગુણી, લોકોમાં પ્રખ્યાત હતા.’

 

ઈબ્ને ઓયેયના ઝોહરીથી વર્ણન કરે છે: ‘મેં કોઈ કુરૈશીને તેમના કરતા વધુ અફઝલ જોયા નથી.’

(તહેઝીબ અલ તહેઝીબ, ભાગ-2, પા. 35)

 

(13) ઈબ્ને હજર હૈસમી મક્કી, નાસેબી જેણે શીઆઓ વિરુધ્ધ સવાએકે મોહર્રેકા પુસ્તક લખ્યું, તે કહે છે ‘ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.) ઈલ્મ, તકવા અને ઈબાદતમાં તેમના પિતાના વારસદાર હતા અને તેઓ ઝયનુલ આબેદીન (અ.સ.) હતા, ગુનાહો માફ કરવાની અને બીજાઓના ગુનાહોને નજરઅંદાજ કરવાની અદભૂત વૃતિ ધરાવતા હતા.’

(ઈબ્ને હજરે હૈસમીની સવાએકે મોહર્રેકા, પા. 119)

 

(14) ઈસ્માઈલ બીન કસીર દમીશ્કી ઈબ્ને તૈયમીયાનો હોનહાર વિદ્યાર્થી, ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.) બાબતે વિધ્વાનોના અભિપ્રાયોને નોંધ્યા પછી તેમના સદગુણો અને શ્રેષ્ઠતાને વિસ્તારથી તેણે પોતે નોંધ્યા છે.

(અલ બેદાયા વન્નેહાયા, ભાગ-9, પા. 121-134)

 

(15) ઈબ્ને સબ્બાગ અલ માલીકી, પ્રખ્યાત વિધ્વાન કહે છે કે ‘તેમના સદગુણો અત્યંત વધારે અને તેમના સિફતો પણ ખૂબજ મશહુર છે.’

(અલ ફુસુલ અલ મોહીમ્મા ફી મઆરીફે ઉમુરે અઈમ્મા, પા. 190)

 

આમ ઉપરોકત સંદર્ભો પૈકી માલુમ પડે છે કે ઈમામ અલી બીન હુસૈન (અ.સ.)ની ફઝીલત બાબતે બધાજ મુસલમાનો એકમત છે.

 

ઈમામ ઝયનુલ આબેદીન (..)ની શહાદત:

 

એહલે તસન્નુને ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.)ની શહાદતની નોંધ લીધી છે. દાખલા તરીકે શબરાવી નોંધે છે કે: ‘ઈમામ સજ્જાદ (અ.સ.)ને ઝેર અપાયા પછી આપ આ દુનિયાથી કૂચ કરી ગયા.’   (અલ અત્હાફ બે હુબ્બ અલ અશરાફ, પા. 43)

 

મુસલમાનો માટે સબક:

  • આગળ દશર્વિેલા ઉલ્લેખો જે એક લાંબી યાદીનો એક ભાગ છે. મુસલમાનોને ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.)ના દરજ્જા અને ભવ્યતા વિશે અને તેમની ખિલાફત અને ઈમામતના દાવેદાર હોવા થોડુ વર્ણન કરે છે.
  • સુન્ની પંથના ઈમામો, તેમના ઈતિહાસકારો, રાવીઓ અને ફકીહો એ બહું સ્પષ્ટ રીતે કહ્યું છે કે ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.) એક અસામાન્ય વ્યકિત હતા. તેમના ઝમાનાના મુસલમાનો કરતા ઘણા મહાન હતા.
  • આવા જબરદસ્ત પુરાવાઓ સામે મુસલમાનોની ફરજ છે કે તેઓ ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.)ને તેમના ઈમામ અને ખલીફા તરીકે સ્વિકારે. જ્યારે દુનિયામાં તેમના જેવું કોઈજ ન હતું અથવા આસમાનમાં પણ. તો શા માટે મુસલમાનો તેમના અકીદાને અને આખેરતને યઝીદ અને અબ્દુલ મલીક બીન મરવાન જેવા કહેવાતા બદનામ ખલીફાઓ પાછળ વેડફે છે? મુસલમાનોએ મદીનાના યહુદીઓની જેમ દુશ્મનીનો શિકાર ન થવું જોઈએ જેમણે ઘણી બધી બશારતો જોવા છતાં પયગમ્બર (સ.અ.વ.)ને જુઠલાવ્યા હતા.
  • અગર તેઓ ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.)ને ઈમામ તરીકે સ્વિકારવા ન માંગતા હોય તો ઓછામાં ઓછું તેઓએ તેમને હાદી અને ઈમામ માનવા બાબતે શીઆઓની ટીકા ન કરવી જોઈએ. તેમણે ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.)ની કબ્ર મુબારકની ઝિયારત અંગે અને બીજા ઈમામોની કબ્ર મુબારકની ઝિયારત અંગે અને તેમને અલ્લાહની કુરબતનું માધ્યમ તરીકે ગણવા અંગે શીઆઓની ટીકા ન કરવી જોઈએ. ઈમામો અલ્લાહની રાહમાં શહીદ થયા હોવાથી અલ્લાહની પાસે તેમનું મકામ ઘણું ઉંચુ છે. તેઓ જીવંત છે અને અલ્લાહ પાસેથી રોઝી મેળવી રહ્યા છે.