અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
અહેમદ ઈબ્ને હમ્બલનો અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) સંબંધે અભિપ્રાય

અહેમદ ઈબ્ને હમ્બલનો અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) સંબંધે અભિપ્રાય

શંકા: કેટલાક મુસલમાનો આક્ષેપ કરે છે કે શીઆઓ સહાબા અને પયગમ્બર (સ.અ.વ.)ની પત્નિઓ પ્રત્યે દુર્ભાવના અને વેર રાખે છે. મુસલમાનો કહે છે કે સહાબા અને પયગમ્બર (સ.અ.વ.)ની પત્નિ પ્રત્યેના તબર્રાને ઈસ્લામમાં કોઈ સ્થાન નથી. તેઓ એવો પણ અભિપ્રાય ધરાવે છે કે તબર્રા મુસલમાનો વચ્ચે ઈત્તેહાદને નુકસાન પહોંચાડે છે અને શીઆઓએ મુસલમાનો વચ્ચે ઈત્તેહાદ કરવું જોઈએ  અને તબર્રાથી દૂર રેહવુ જોઈએ. તેઓ કહે છે કે ચાર ખલીફા જેને સંયુકત રીતે ખોલફાએ રાશેદીન કહેવામાં આવે છે આ અકીદો ટીકાથી પર છે અને બધા મુસલમાનોએ આ અકીદાને સ્વિકારવો જોઈએ. તેમનો ઈન્કાર કરવાથી ‘રાફેઝી’થઈ જવાય. આ એક મેણું છે જેનાથી શીઆઓને સંબોધન કરવામાં આવે છે.

જવાબ: શીઆઓની તબર્રા અંગે ટીકા કરતા પહેલા અને ઈત્તેહાદ અંગે ઉંચી ઉંચી વાતો કરતા પહેલા મુસલમાનોએ એ જોવું જોઈએ કે તેમના નેતાઓ તબર્રાનો વિષય કઈ રીતે લે છે. જો અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) ને કહેવાતા બીજા ખલીફાઓની જેમ બીનશરતી રીતે સ્વિકારવામાં આવે અને અલી (અ.સ.)ને હકીકતમાં માન આપવામાં આવ્યું છે તો પછી એહલે સુન્નતના કહેવાતા વિધ્વાનો અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની યોગ્યતા શા માટે ઘટાડે છે? અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના અસ્વિકાર માટે આ ઈમામો અને વિધ્વાનોને શા માટે ‘રાફેઝી’કહેવામાં આવતા નથી?

1) અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) પ્રત્યે ઘૃણા ઉભી કરતા એહમદ ઈબ્ને હમ્બલના વિચારો.

2) શા માટે એહમદ ઈબ્ને હમ્બલ નાસેબી હતો?

3) ઈબ્ને તયમીયા હમ્બલી અને નાસેબી હતો.

4) શા માટે અહેમદ ઈબ્ને હમ્બલે અલી બીન અબી તાલિબ (અ.સ.)ના સદગુણોને વર્ણવ્યા છે?

1) અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) પ્રત્યે ઘૃણા ઉભી કરતા અહેમદ ઈબ્ને હમ્બલના વિચારો:

અહેમદ ઈબ્ને હમ્બલ (વફાત 241 હી.સ.) એહલે તસન્નુનના ચાર પૈકીના એક ઈમામ હતા. તેના અનુયાયીઓ-હમ્બલીઓ ફિકહ અને અકાએદમાં પણ તેના વિચારો અને અભિપ્રાયોને ચુસ્ત રીતે વળગી રહે છે. આજે બીજા દેશો ઉપરાંત સાઉદી અરબીયા, કતાર અને યુનાઈટેડ અરબ અમીરાત (યુ.એ.ઈ.) માં હમ્બલી વિચારધારા પ્રભુત્વ ધરાવે છે.

એક સૌથી મહત્વનો બનાવ જે અહેમદ ઈબ્ને હમ્બલનો અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) પ્રત્યેનો અભિપ્રાય દર્શાવે છે.

અલી બીન હયસમ નકલ કરે છે કે હું અહેમદ ઈબ્ને હમ્બલની મજલીસમાં હતો અને અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) વિશે ચર્ચા થઈ. પછી અહેમદ ઈબ્ને હમ્બલે કહ્યું: “માણસ ત્યાં સુધી ઉંચા સ્થાને નથી પહોંચતો કે જ્યાં સુધી તે અલી બીન અબી તાલિબ (અ.સ.) પ્રત્યે થોડીક ઘૃણા ન રાખે.” અલી બીન હયસમ કહે છે કે પછી હું બોલ્યો કે માણસ ત્યાં સુધી ઉંચા સ્થાને નથી પહોંચતો કે જ્યાં સુધી અલી બીન અબી તાલિબ (અ.સ.) પ્રત્યે ખુબજ મોહબ્બત રાખે અને એક બીજા લખાણમાં અલી બીન હયસમ કહે છે કે પછી તેઓએ મને માર્યો અને મજલીસમાંથી કાઢી મુકયો. બેહારુલ અન્વાર ભાગ ૪૯, પેજ ૨૬૧ – અલુંશ્શરાએ માંથી

બનાવ અહેમદ ઈબ્ને હમ્બલની અલી (અ.સ.) અને તેમના માસુમ પુત્રો પ્રત્યે દુશ્મનાવટ દર્શાવે છે.

હદીસો મુજબ જે અલી (અ.સ.) અને તેમના પુત્રો પ્રત્યે દ્વેશભાવ ધરાવે તેને નાસેબી કહેવામાં આવે છે. હકીકતમાં મઅસુમ ઈમામોએ જણાવી દીધું છે કે નાસેબી કયારેય આલે મોહમ્મદ (અ.મુ.સ.)ની સામે ખુલ્લમ ખુલ્લા નહીં આવે અને તે આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના શીઆઓ પ્રત્યે દ્વેશ રાખશે. જો કે આપણે જોઈએ છીએ કે અહેમદ ઈબ્ને હમ્બલે કોઈ દંભ નથી કર્યો અને અલી બીન અબી તાલિબ (અ.સ.) પ્રત્યે ખુલ્લમ ખુલ્લા દુશ્મનાવટ ધરાવે છે.

અલી બીન અબી તાલિબ (અ.સ.) પ્રત્યેની આજ ઘૃણા અને દુશ્મનાવટ હમ્બલીઓમાં પ્રસરી ગઈ છે. આજે સાઉદી અરબીયા અને કતાર કે જે હમ્બલી વિચારધારાના કેન્દ્રો છે. નાસેબી વિચારધારામાં આગળ પડતા છે. તેઓ શીઆઓને તેમની આલે મોહમ્મદ (અ.મુ.સ.) પ્રત્યેની મોહબ્બત માટે નિશાન બનાવે છે તેમાં કોઈ નવાઈ નથી.

2) અહેમદ ઈબ્ને હમ્બલ નાસેબી શા માટે હતો?

એહમદ ઈબ્ને હમ્બલ અલી બીન અબી તાલિબ (અ.સ.) પ્રત્યે શા માટે અતિશય દુશ્મનાવટ અને ઘૃણા રાખતો હતો તેનું એક કારણ એ છે કે કુરૈશે અલી બીન અબી તાલિબ (અ.સ.) પ્રત્યે દુશ્મની કરી કારણ કે અલી(અ.સ.)એ  બદ્ર અને ઓહદની જંગમાં તેમના ઘણા વડવાઓને કત્લ કર્યા. એહમદ ઈબ્ને હમ્બલના દાદા પણ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની તલવારનો શિકાર બન્યો હતો.

રાવી બયાન કરે છે કે અહેમદ ઈબ્ને હમ્બલની અલી (અ.સ.) પ્રત્યે દુશ્મનાવટ એટલા માટે  હતી કે તેના દાદા ઝુલ યુદદીયાને નહેરવાનમાં અલી (અ.સ.) એ કત્લ કર્યા હતા કે જે ખવારીજોનો સરદાર હતો. (બેહારૂલ અન્વાર, ભાગ-49, પા. 261, એલલુશ્શરાએઅમાંથી)

3) ઈબ્ને તયમીયા હમ્બલી હતો અને નાસેબી હતો:

બીજો નોંધપાત્ર મુદ્દો એ છે કે નાસેબી વિચારધારાની રૂહ ઈબ્ને તયમીયામાં સ્પષ્ટ હતી કે જે હમ્બલી હતો અને અહેમદ ઈબ્ને હમ્બલના નકશે કદમ પર ચાલનાર. ઈબ્ને તયમીયા પણ માનતો હતો કે મહાનતા મેળવવા અલી બીન અબી તાલિબ (અ.સ.) પ્રત્યે દુશ્મનાવટ રાખવી જરૂરી છે.

તેણે પોતાના પુસ્તક મીન્હાજ અસ સુન્નહમાં અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના કાતિલ અબ્દુર રહમાન બીન મુલ્જીમ (લ.અ.)ની પ્રશંસા કરી છે.

(મીન્હાજ અસ સુન્નહ, ભાગ-1, પા. 68, મીન્હાજ અસ સુન્નહ, ભાગ-5, પા. 47)

ઈબ્ને તયમીયાએ એ હકીકતનો ઈન્કાર નથી કર્યો કે ઈમામ અહેમદ ઈબ્ને હમ્બલ ખારજીઓની નસ્લથી હતો. તેથી એ વાત આશ્ચર્ય નથી ઉપજાવતી કે તે ખારજીઓ અંગે સારા શબ્દો વાપરે છે. એ પણ આશ્ર્ચર્યજનક નથી કે ખારજીઓ અને સલફીઓના કરેલા ઉગ્ર અને ખોટા વિચારો વચ્ચે ઘણી સમાનતા છે. જેને નવા ખારજી પણ કહેવામાં આવે છે.

4) અહેમદ ઈબ્ને હમ્બલે શા માટે અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના સદગુણોના વખાણ કર્યા છે?

હમ્બલી ઝડપથી તેમના ઈમામને બચાવવા એ ધ્યાન દોરશે કે અહેમદ ઈબ્ને હમ્બલે તેની મુસ્નદ અને અલ ફાઝીલ અલ સહાબામાં અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના ઘણા સદગુણોનું વર્ણન કર્યું છે. જો તે નાસેબી હોતતો તેણે તેની નોંધ ન લીધી હોત.

અમારો પહેલો જવાબ એ છે કે અગર હમ્બલી એહમદ ઈબ્ને હમ્બલના સન્માનનું રક્ષણ કરવા ઈચ્છતા હોય તો અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના સદગુણોનો સ્વિકાર કરવો જોઈએ. અહેમદ ઈબ્ને હમ્બલે નોંધેલા અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના ઘણા સદગુણો આપ (અ.સ.)ને બીજા સહાબા કરતા ઉંચો મકામ પર અને ખિલાફત માટે સૌથી લાયક બતાવે છે. તો પછી શા માટે હમ્બલીઓ અલી (અ.સ.)ને તેમના સ્થાનેથી હટાવીને બીજાઓને ખલીફા સ્વિકારે છે?

વળી અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના સદગુણોની નોંધ લેવા માત્રથી ઈબ્ને તયમીયા નિર્દોષ સાબિત નથી થઈ જતો. અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના સદગુણોની સરખામણી તો મધ્યાહને તપતા સુરજની સાથે થઈ છે. માત્ર કોઈ જૂઠો અથવા અજ્ઞાનીજ આ સદગુણોનો ઈન્કાર કરશે. હકીકતમાં અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના મોઅજીઝામાંથી એક મોઅજીઝો એ છે કે આજે હજારો વર્ષ પછી પણ તેમના સદગુણોની નોંધો જોવા મળે છે. એ છતાં પણ કે મોઆવીયા જેવા દુશ્મનોએ પહેલા તો તેને ભુંસી નાખ્યા અને પછી તેને બીજા સહાબાઓ સાથે જોડી દીધા જેથી તેમની ખિલાફતને ન્યાયોચિત કરાવી શકાય.

એક સ્થાપિત હકીકતને બીજી સ્થાપિત હકીકતના આધારે રદ ન કરી શકાય. જ્યારે કે તે બન્નેનું સાથે હોવું અશક્ય ન હોય. દા.ત. કુરઆન બની ઈસ્રાઈલનો ઉલ્લેખ કરે છે કે જેમણે પોતાની કિતાબમાં પયગમ્બર (સ.અ.વ.)ના ઉલ્લેખ જોઈ તેમના આવવા માટે દોઆ કરી જેથી બેઈમાન ઝુલ્મનો અંત આવે, પણ જ્યારે પયગમ્બર (સ.અ.વ.) આવ્યા તો તેમણે તેમને માનવાનો ઈન્કાર કરી દીધો. (સુરએ બકરહ 289)

કોઈ કુરઆનની આયતમાં વિરોધાભાસ દર્શાવી તેનો ઈન્કાર કરી શકે કે જો યહુદીઓ પોતાની કિતાબમાં જોઈ પયગમ્બર (સ.અ.વ.) પર ઈમાન લઈ આવ્યા તો પછી તેમણે આપ (સ.અ.વ.) ના આવવા પછી આપને માનવુંજ જોઈતું હતું અને જો તેઓ આપ (સ.અ.વ.)ના આવવા પછી આપને ન માન્યા તો તેમણે આપનો કયારેય સ્વિકાર કર્યો જ નથી.

તેજ રીતે અહેમદ ઈબ્ને હમ્બલ નાસેબી હોવા છતાં તેણે અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની વિશિષ્ટતા લખવાજ પડયા કેમ કે ઈસ્લામીક ઈતિહાસ અને અકાએદ આપ (અ.સ.)ના અસંખ્ય સદગુણોથી ભરપૂર છે. અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના ઉલ્લેખ વગર ઈસ્લામ અધુરો રહી જશે અને કોઈપણ લેખક માટે આ અધુરો ઈસ્લામ  સમજાવવો અશકય છે.