અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
શું મુસ્લિમો લય્લતુલ કદ્રની મંઝેલતથી માહિતગાર છે?

 

શું મુસ્લિમો લય્લતુલ કદ્રની મંઝેલતથી માહિતગાર છે?

લય્લતુલ કદ્રમાં મુસ્લિમો માટે અસંખ્ય ફાયદાઓ રહેલા છે. પવિત્ર કુરઆનમાં ૨ મૌકા પર તેનો ઝીક્ર થયેલો છે. એક સુરે કદ્રમાં અને બીજું સુરે દોખાનની શરૂઆતની આયતોમા. લય્લ્તુલ કદ્રની અમુક સામાન્ય ફઝીલતોને બાદ કરતા મુસલમાનો તેની અમુક અગત્યની ફઝીલતથી અજાણ છે. આ એજ ફઝીલત કે જેને રસુલે ખુદા સ.અ.વ અને તેની પવિત્ર એહલેબૈત અ.મુ.સ ખાસ મહત્વ આપે છે. અસંખ્ય રીવાયતોમા જોવા મળે છે કે જેમાં લય્લતુલ કદ્ર અને માસુમીન અ.મુ.સ નાં ધનિષ્ટ સંબંધો પર ભાર મુકે છે. સંક્ષિપ્તમાં અમે તેમાંથી અહી રજુ કરીએ છીએ.

. સુરે કદ્ર કુરઆન એ કરીમ ના બીજા સુરાઓ કરતા વધારે ફઝીલત ધરાવે છે. 
. અમીરૂલ મોઅમેનીન(અ.સ) નો ખાસ મરતબો. 
. જ.ફાતેમા ઝહરા (.) નો ખાસ મરતબો. 
. ફરીશ્તા આલે મોહમ્મદ(અ.મુ.સ.) ને માન આપે છે. 
. દુશ્મનો પણ લય્લતુલ કદ્ર ના મહત્વ થી માહિતગાર હતા.

. સુરે કદ્ર કુરઆન એ કરીમ ના બીજા સુરાઓ કરતા વધારે ફઝીલત ધરાવે છે
(અ.) મુફઝ્ઝલ બિન ઉમર થી રિવાયત છે કે સુરે કદ્રનુ ઈમામ સાદિક (અસ) ની હાજરી માં વર્ણન થયું. આપ (અસ) ફરમાવ્યું: “તેની ફઝીલત બીજા સુરા ઉપર કેટલી સ્પષ્ટ છે?”

મેં સવાલ કર્યો “કઈ રીતે તેની  ફઝીલત સ્પષ્ટ છે?” 

ઈમામ (અ.સ)એ જવાબ આપ્યો “અલી(અસ) ની વિલાયત આ સુરામાં નાઝીલ થઈ છે”  

મેં સવાલ કર્યો “જેની ઉમ્મીદ માહે રમઝાનમાં કરવામાં આવે છે?”

ઈમામ (અ.સ)ફરમાવ્યું “હા તેજ રાતમાં જેમાં ઝમીન અને આસમાનની બાબતો નક્કી થાય છે અમીરૂલ  મોઅમેનીન (અ.સ)ની વિલાયત પણ નક્કી થાય છે” ( મઆનીલ અખબાર પેજ ૩૧૬).

 
(બ.) ઈમામ સાદિક (અ.સ)એ રાવીને સવાલ કર્યો “એક વર્ષ માં કેટલા મહીના હોય છે?” 
રાવી – ૧૨ મહીના 
ઈમામ (અ.સ) સવાલ કરે છે – “તેમાંથી કેટલા મહીનામાં જંગ હરામ છે?”
રાવી – ૪ મહીના 
ઈમામ (અ.સ)એ  સવાલ કર્યો – “તેમાં માહે રમઝાન શામેલ છે?”
રાવી –નહિ 
ઈમામ (અ.સ) ફરમાવે છે માહે રમઝાનમાં એક રાત છે જે હઝાર મહીનાથી અફઝલ છે. અમો એહલેબૈત (અ.મુ.સ) છીએ અને કોઈની સરખામણી અમારી સાથે થઈ શકે નહિ.
 

(મતલબ એહલેબૈત (અ.મુ.સ)નો મરતબો બીજા કરતા એ રીતે અફ્ઝલ છે જે રીતે માહે રમઝાન કારણકે તે મહીનામાં લય્લતુલ કદ્ર છે.તેના કારણે તે મહીનાઓ જેમાં જંગ હરામ છે તેના કરતા પણ અફઝલ છે) (મઆનીલ અખબાર પેજ ૧૭૯)
 

. અલી(અસ) નો ખાસ મરતબો 

 • બુરેદાહથી રિવાયત છે કે “હું અલ્લાહના નબી (સ.અ.વ) અને અલી (અ.સ) ની સાથે બેઠો હતો. ત્યારે મેં જોયુ કે આપ(સ.અ.વ)એ ફરમાવ્યું  “અય અલી શું મેં તમને મારી સાથે ૭ પ્રસંગ પર ગવાહ નથી બનાવ્યા? તેમાંથી પાંચમો પ્રસંગ લય્લતુલ કદ્ર છે કે જેની બરકત ખાસ કરીને આપણા સિવાય કોઈની માટે નથી.”
  • બસાએરુદ દરજાત ભાગ ૧ પેજ ૨૨૧
  • બેહાર ઉલ અન્વાર ભાગ ૯૪ પેજ ૨૪
   
 • ઈમામ સાદિક (અ.સ) એ મને આ આયત ની તફસીર માં ફરમાવ્યું 
  بِإِذْنِ رَبِّهِم مِّن كُلِّ أَمْرٍ سَلَٰمٌ

મતલબ  દરેક બાબત (ઉમુર) ને મોહમદ (સ.અ.વ) અને અલી (અ.સ.) તરફ સુપુર્દ કરવામાં આવે છે. (તફસીરે ફૂરાત અલ  કુફી પેજ ૫૮૧ સુરે કદ્ર ની તફસીર માં)
 

. જનાબે ફાતેમા ઝહરા (.) નું ખાસ મકામ. 

 • ઈમામ સાદિક (અસ) એ આયત ની તફસીર માં ફરમાવ્યું 
  إِنَّآ أَنزَلْنَٰهُ فِى لَيْلَةِ ٱلْقَدْرِ
  રાત્રી થી મુરાદ જ.ફાતેમા ઝહરા(સ.અ) છે અને કદ્ર થી મુરાદ અલ્લાહ નો અમ્ર (હુકમ) છે. તેથી જે જનાબે ફાતેમા ઝેહરા (સ.અ) ને તેની મારેફત ની સાથે ઓળખે તેને લય્લતુલ કદ્ર ને પામી. ખરેખર ફાતેમા (અ.સ) ને આ નામ એટલે છે મખ્લુક ને તેમની માઅરેફત થી દુર રાખવામાં આવ્યા છે

. મલાએકા આલે મોહમદ(..) ની તાઅઝીમ કરે છે. 

 • ઈમામ બકીર (અ.સ.) થી રિવાયત છે “અય અબા હુઝેલ લય્લતુલ કદ્ર અમારાથી છુપી નથી બેશક મલાએકા આ રાત માં અમારો તવાફ કરે છે” (બસાએરુદદરજાત ભાગ ૧ પેજ ૨૨૧)
   

. દુશ્મનો પણ લય્લતુલ કદ્રના આ મરતબાથી માહિતગાર છે.

 • ઈમામ જાફરે સાદિક (અ.સ) થી રિવાયત છે અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ) ઘણી વખત કેહતા જયારે અમે રસુલે ખુદા (સ.અ.વ) ને મળતા : અત-તય્મી (અબુ બક્ર) અને તેનો સાથી (ઉમર) તેમની સાથે હતા જયારે આપ (સ.અ.વ) આ આયત ની તિલાવત  (બેશક અમે આને કદ્ર ની રાતે નાઝીલ કર્યું) કરીને આંસુ વહાવતા.

તે બન્નેએ સવાલ કર્યો – “આપ આ સુરા થી શા માટે ખુબ વધારે પ્રભાવિત છો?” 


આપ (સ.અ.વ) એ ફરમાવ્યું “ હું તે ચીઝ થી પ્રભાવિત છુ જે મારી આંખે જોયું અને જે મારા દિલે સંગ્રહ કર્યો અને તેમનું (અલી (અસ) નું દિલ મારા બાદ અનુભવશે”
 

તે બન્ને એ કહ્યું “આપે શું જોયું અને તેનું દિલ શું અનુભવ કરશે? 
 

આપ (સ.અ.વ) આ આયત ની તિલાવત કરી “મલાએકા અને રુહુલ કુદ્દુસ તેમના પરવરદિગાર ની રજા થી નાઝીલ થાય છે દરેક અમ્ર ની સાથે ત્યાં સુધી કે ફજ્ર થાય”
 

આપ (સ.અ.વ) એ સવાલ કર્યો કે શું “દરેક અમ્રની સાથે” તેના બાદ પણ કોઈ ચીઝ બાકી રહે છે?

તે બન્ને એ જવાબ આપ્યો “નહિ” 
 

આપ (સ.અ.વ) એ સવાલ કર્યો “ શું તમો બન્ને જાણો છો આ કોના ઉપર નાઝીલ થાય છે? 
 

તે બન્ને એ જવાબ આપ્યો “અલ્લાહની કસમ,નહિ ” 
 

આપ (સ.અ.વ) એ સવાલ કર્યો “મારા બાદ શબે કદ્ર હશે”?
 

તે બન્ને એ જવાબ આપ્યો “હા”

આપ (સ.અ.વ) એ સવાલ કર્યો “શું તેમાં અમ્ર નાઝીલ થશે”?
 

તે બન્ને એ જવાબ આપ્યો “હા”
 

આપ (સ.અ.વ) એ સવાલ કર્યો “કોના ઉપર”?
 

તે બન્નેએ અજ્ઞાનતા બતાવીને જવાબ આપ્યો “અમને ખબર નથી”
 

આપ (સ.અ.વ) મારા (અલી(અસ)) ના માથા પર હાથ રાખીને ફરમાવ્યું “અગર તમને ખબર ન હોઈ તો જાણી લ્યો આ મારા બાદ છે” 
 

આપ (સ.અ.વ) ની બાદ જયારે પણ શબે કદ્ર આવતી તો તે બન્ને તેને ઓળખી લેતા તે હયબતના કારણે જે તે બંને પર આવી પડતી”
• બસાએરુદદરજાત ભાગ ૧ પેજ ૨૨૪
• બેહાર ઉલ અન્વાર ભાગ ૯૪ પેજ ૨૧
 

તે સાબિત છે કે લય્લતુલ  કદ્ર આલે મોહમદ(અ.મુ.સ)ની ઈમામતથી સંબધિત છે અને તે એવી અટલ સાબિતી છે કે  રસુલે ખુદા (સ.અ.વ) ના બાદ તેમની ઇમામત અને જાનશીન હોવાનું દરેક દોર માં ઈમામ(અ.સ.) ના વુજુદ ની એક મોટી દલીલ છે કે ઈમામના વજુદની  કે જેમના ઉપર મલાએકા નાઝીલ થાય છે દરેક અમ્ર ની સાથે આ સૌથી મહત્વનો આધાર છે. દરેક ઝમાનામાં ઈમામના વજુદને સાબિત કરવા જેના ઉપર તમામ ઝમીન અને આસમાનોના ઉમુર નાઝીલ થાય છે.