અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
ઈમામ મુસા કાઝીમ અ.સ અહલે તસન્નુંન(સુન્નીઓ) ની કિતાબ માં

ઈમામ મુસા કાઝીમ અ.સ અહલે તસન્નુંન(સુન્નીઓ) ની કિતાબ માં

       કેટલાક મુસલમાનો આક્ષેપ મુકે છે કે શિયાઓ માસુમ ઈમામ અ.સ. કે જે એહલેબેત અ.સ. માંથી છે તેમા તેમનો પહેલો આરોપ છે કે ઇમામો એ ક્યારેય ઇમામતનો દાવો કર્યો ન હતો માત્ર શિયાઓ એ જ તેમના સ્થાનોને ઇમામત સુધી વધારી દીધું છે.

     જવાબ : આપણે અહલે તસન્નુંન (જેમને ભૂલ થી “સુન્ની” કેહવામાં આવે છે)  ના નોંધ પાત્ર વિદ્વાનો ના હવાલા ઓ થી આપણે જોશું કે તેઓએ સાતમાં ઈમામ ઈમામ મુસા કાઝીમ અ.સ વિષે શું કહ્યું છે? અને આપણે સાબિત કરશું કે તેમનો આ દાવો કેટલો પાયા વિહોણો છે.

૧, તેમની ઇમામત

૨,તેમના સદગુણો

૩,તેમની ઈબાદત

૪,તેમની શહાદત

૫,મુસલમાનો માટે બોધ

 

     ૧, તેમની ઇમામત  : એટલે તસન્નુંનના આલીમોએ ઈમામ મુસા કાઝીમ અ.સ. ની ઇમામત નો સ્વીકાર કરીને એ શંકાશીલ લોકો ના દાવા ને રદ કર્યો છે કે જેઓ માસુમ ઇમામો ના મનસબ  નો ઇન્કાર કરે છે

૧, ફેઝ ઇબ્ને અલ મુખ્તાર : વર્ણવે છે કે મેં અબુ અબ્દીલ્લાહ ઈમામ જાફરે સાદિક અ.સ ને પૂછ્યું કે  મહેરબાની કરી મને માર્ગદશન આપો  અને જહન્નમ ની આગ થી બચાવો તમારા પછી ઈમામ કોણ છે ? તે સમયે મુસા કાઝીમ અ.સ જેઓ એક નાના બાળક હતા રૂમ માં દાખલ થયા ઈમામ સાદિક અ.સ એ કહ્યું તે તમારા ઈમામ (મૌલા) છે તેમને વળગીને રહો.

(અલ કુસુસુલ અલ મોહિમ્મા ફી મઆરીફ ઉમુર અલ અઈમ્મા પાના -૨૧૩)

 

૨, મુહંમદ ઇબ્ને ઇદ્રીસ ઇબ્ને મુન્ઝીર અબી હાતિમ અલ રાઝી વફાત ૨૭૫ હિજરી :

 તેઓ ભરોસા પાત્ર ખુબજ સાચા અને મુસલમાનો ના  ઇમામો માંથી એક ઈમામ હતા 

(અલ જરર્હ વ અલ તાદીલ ભાગ -૮ પેજ –૧૩૮)

૩, ઇબ્ને અબી હાતિમ અલ રાઝી વફાત ૩૨૭ હિજરી:

      ઈમામ સાદિક અ.સ ની ઇમામત ને સ્વીકાર્યા પછી તેઓ ઈમામ મુસા કાઝીમ અ.સ વિષે લખે છે કે આપ ઘણાજ સાચા હતા (અલ જરર્હ વ અલ તાદીલ ભાગ ૮ પેજ ૧૩૯)

૪, ઇબ્ને તય્મીયા વફાત હિજરી સન ૭૨૮ :

          “મુસા ઇબ્ને જાફર અ.સ પોતાની ઈબાદત અને પવિત્ર કાર્યો માટે જાણીતા હતા” તે ઉમેરે છે કે જાફર અ.સ ને મુસા ઇબ્ને જાફર (અ.સ)ને અનુસર્યા. અબુ હાતિમ અલ રાઝી લખે છે કે તેઓ ભરોસાપાત્ર, સાચા અને તેઓ  મુસલમાનોના ઇમામો માંથી એક ઈમામ હતા (મીનહાજ અલ સુન્નાહ ભાગ ૩ પાના ૧૨૪)

૫,શમ્સ અલ દ્દીન ઝહબી વફાત ૭૪૮ હિજરી :

                     “ઈમામ કાએદ અલ સૈયદ અબુ અલ હસન અલ અલવી ઈમામ અલી બિન મુસા રેઝા અ.સ અલ મદની ના પિતા ...” (સેયર અલ અઅલામ અનનોબલા ભાગ -૬ પાના ૨૭૦)

૬,ઇબ્ને સબ્બાગ અલ માલિકી વફાત ૮૫૫ હીજરી :

             અલ કાઝીમ આલિમોમાંથી  એક આલીમ હતો  એક ઉચ્ચ દરજ્જા ના ઈમામ હતા સૌથી આગળ પડતા હતા (અલ્લાહની) નિશાની હતા , તે આલીમકે  જેઓ રાત્રીઓ ઈબાદતમાં અને દિવસો રોઝામાં ગુજારતા હતા

(અલ કુસુસુલ અલ મોહિમ્મા ફી મઆરીફ ઉમુર અલ અઈમ્મા પાના -૨૨૧)

 

૨,તેમના સદગુણો :એહલે તસન્નુંન ના વિદ્વાનો એ ઈમામ મુસા કાઝીમ અ.સ ના સદગુણો અને શ્રેષ્ઠતાને વિસ્તારપૂર્વક નોંધી છે તેમના કેટલાક નિવેદનો નીચે પ્રમાણે છે

 

 

૧,મોહમ્મદ ઇબ્ને ઉમર અલ રાઝી વફાત ૬૦૪ હિજરી  :

                જેને તેમના અનુયાયીઓ ફખરુદ્દીન કહે છે તેઓ વર્ણવે છે. “તેઓની  દરમ્યાન કેટલાક મહાન આલિમો હતા જેવા કે અલ બાકીર, અલ સાદિક, અલ કાઝીમ, અલ રેઝા (તફસીર મફાતિહ અલ ગેબ તફ્સીરે કબીર તરીકે જાણીતી ભાગ ૩૨ પાના ૧૨૫)

૨, ઇબ્ને અસીર  મૃત્યુ ૬૩૦ હિજરી :

      તેમને અલ કાઝીમ નો લકબ આપવામાં આવ્યો કારણકે તેઓ બુરાઈ નો પ્રત્યુત્તર ભલાઈથી આપતા હતા અને આ તેમનો કાયમી સ્વભાવ હતો (અલ કામિલ ફી અલ તારીખ ભાગ ૬ પાના ૧૧૪)

૩,સિબ્ત ઇબ્ને જવજી મૃત્યુ ૬૫૪ હિજરી :

       તેઓ મુસા –ઉદાર, સહનશીલ હતા અને તેમને કાઝીમ કેહવામાં આવતા કારણકે જયારે તેઓ સાંભળતા કે કોઈ તેમના માટે બુરો ઈરાદો રાખે છે તો તેઓ તેને પૈસા મોકલતા હતા”

(તઝકેરેઅલ ખવાસ પાના ૩૧૨)

૪,ઇબ્ને અબી અલ હદીદ : વફાત ૬૫૫ હિજરી

            અને આપણા લોકોમાંથી મુસા ઇબ્ને જાફર ઇબ્ને મોહમ્મદ અ.સ છે તેમને “સાચા બંદા”

(અબ્દે સલેહ) નું લકબ આપવામાં આવ્યો હતો તેમના વ્યક્તીત્વ્ય માં ફીકહ, દિન,ઈબાદત સહનશીલતા  અને સબ્ર નો સમાવેશ થતો હતો....

(શર્હે નહ્જુલ બલાગાહ  ભાગ-૧૫ પાના -૨૯૧)

૫,શમ્સુદ્દીન ઝહબી મૃત્યુ ૭૪૮ હિજરી :

     “તેઓ પ્રમાણિક, આલીમ, આબિદ, ઉદાર,સહનશીલ અને ઉચ્ચ દરજ્જો ધરાવતા હતા” 

(અલ એબાર ભાગ-૧ પાના ૨૨૨)

૬, ઇબ્ને હજર અલ અસ્કલાની મૃત્યુ ૮૫૨ હિજરી:

        તેમને યહ્યા ઇબ્ને હસન ઇબ્ને જાફર ના હવાલા થી લખ્યું છે કે મુસા ઇબ્ને જાફરને તેમની ઘણી વધારે ઈબાદત અને કોશિશોના કારણે સાચા બંદા તરીકે ઓળખવામાં આવતા હતા .........અને આપના સદગુણો બહુજ વધારે છે (તેહઝીબ અલ તેહઝીબ ભાગ-૭ પાના ૩૯૩)

૭, ઇબ્ને હજર અલ હયસમી  :

       મુસા અલ કાઝીમ ઈમામ સાદિક અ.સના ઇલ્મ માં, ઈમાનની પરિપૂર્ણતા અને શ્રેષ્ઠતાના વારસદાર હતા તેઓને તેમની ઘણી વધારે તકવા અને સહનશીલતા ના લીધે અલ કાઝીમ કેહવાતા હતા.તેઓ ઈરાક ના લોકો માં અલ્લાહ ના બાબે કઝા અલ હવાએજ (હાજતો પૂરી થવાના અલ્લાહના દરવાજા) તરીકે જાણીતા હતા તેઓ ઈરાકના લોકોમાં સૌથી વધુ ઈબાદતગુઝાર સૌથી વધુ ઉદાર સૌથી વધારે આલીમ હતા (અલ સવાએક અલ મોહર્રેકા પાના -૩૦૭,૩૦૮)

૮, અબ્દુલ્લાહ ઇબ્ને મોહમ્મદ ઇબ્ને અમીર અલ શબરવી અલ શાફેઈ મૃત્યું ૧૧૭૧ હિજરી :

    તેઓ સૌથી વધુ મહાન સૌથી વધુ ઉદાર હતા અને તેમના પિતા જાફર અ.સ તેનાથી ઘણી મહોબ્બત  કરતા હતા

(અલ અતહાફ બે હુબ્બે અલ અશરાફ પાના ૧૪૧)

   ૩,તેમની ઈબાદત  ખતીબ અલ બગદાદી લખે છે કે જયારે ઈમામ મુસા કાઝીમ અ.સને  સિન્દીએ કૈદ કર્યા “તેઓ નમાઝે ઈશા પછી ઈબાદત કરતા હતા ત્યાં સુધી કે સવાર પડી જતી અને સવાર ની નમાઝના સમય સુધી ઈબાદતમાં ડૂબેલા રેહતા ત્યાર બાદ તેઓ સુરજ ઉગે ત્યાં સુધી અલ્લાહના ઝીક્રમાં તલ્લીન રહેતા.સુરજ ઉગે અને દિવસ ચડે ત્યાં સુધી ઈબાદત માટે તૈયાર થતા તે બહુ થોડું ખાતા તે બપોર પેહલા થોડીક વારજ આરામ કરતા પછી વઝું કરતા અને અસર ની નમાઝ સુધી ઈબાદત કરતા તેઓ કિબલા રૂખ ફરતા અને મગરીબની નમાઝ પડતા આ તેમની રોજીદી જીવનશૈલી હતી.

 (તારીખે બગદાદ ભાગ ૧૩ પાના ૨૭,૩૧)

૪,આપની શહાદત  સિબ્ત ઇબ્ને ઝવ્જી નકલ કરે છે કે હારુન ખુદ પોતે મદીના આવ્યો અને પોતાની સાથે મુસા અલ કાઝીમ (અ.સ) ને બગદાદ લઇ ગયો શહાદત ના સમયે આપ(અ.સ) તેની કૈદ માં હતા આપ(અ.સ) ૨૫ રજબ ૧૮૩ હિજરી માં શહીદ થયા

 

૫,મુસલમાનો માટે બોધ અગાઉ જણાવેલ સંદર્ભો નું લીસ્ટ માત્ર સંક્ષિપ્ત છે જે મુસલમાનોને ઈમામ મુસા કાઝીમ અ.સ ની ભવ્યતા અને ઉચ્ચ સ્થાન વિષે અને તેમની ખિલાફત અને ઇમામત નાં અફઝલ દાવા વિષે જણાવે છે

          આવા જબરદસ્ત પુરાવાઓથી મુસલમાનો માટે જરૂરી થઈ પડે છે કે તેઓ ઈમામ મુસા કાઝીમ અ.સ ની ખિલાફત અને ઇમામત ને સ્વીકારે જયારે દુનિયામાં તેમના જેવું કોઈ ના હતું અથવા કાએનાતમાં પણ, તેમના સમાન કોઈ ન હતું શા માટે મુસલમાન તેમના ઈમાન ને અને આખેરતને હારુન જેવા શર્મનાક નેતાઓ અથવા ઈસ્માઈલ બિન જાફર જેવા નેતાઓ જે ઈમામ સાદિક અ.સની શહાદત ના ઘણા સમય  પેહલા વફાત પામ્યા હતા તેમની ઇમામત પાછળ વેડફી નાખે છે

                      અગર મુસ્લિમો  ઈમામ મુસા અલ કાઝીમ અ.સ ને ઈમામ તરીકે સ્વીકારવા ઇચ્છતા ન હોય તો કમસે કમ તેઓએ શિયાઓને આપ(સ.અ)ને અલ્લાહની નિશાની અને માર્ગદર્શક તરીકે સ્વીકારવાની બાબતે ટીકા ન કરવી જોઈએ તેઓએ ઈમામ મુસા કાઝીમ અ.સની કબ્ર અને બીજા ઇમામો અ.સનો દરજ્જો ઝીયારત કરવા માટે અને તેમને અલ્લાહની કુરબતનો વસીલો બનાવવાની ટીકા ન કરવી જોઈએ ઇમામો (અ.સ)નો દરજ્જો અલ્લાહ પાસે બલંદ છે અને તેઓ તેમની રાહમાં શહીદ થવાને લીધે તેઓ જીવંત છે અને અલ્લાહ પાસેથી રીઝ્ક મેળવે છે.