અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
عَلِیٌّ مَعَ الْحَقِّ وَ الْحَقُّ مَعَ عَلِیٍّ અલી અ.સ. હકની સાથે અને હક અલી અ.સ.ની સાથે

عَلِیٌّ  مَعَ الْحَقِّ وَ الْحَقُّ مَعَ عَلِیٍّ

અલી અ.સ. હકની સાથે અને હક અલી અ.સ.ની સાથે

તે હદીસો કે જે મૌલા એ કાએનાત ઈમામ અલી (અ.સ.)ની ઈમામત, દીની અને તેમની પાકીઝગી (ઈસ્મત)ને વર્ણવે છે, તેમાંની એક હદીસ ‘અલીય્યુન મઅલ હક્ક વલ હક્ક મઅલ અલી’ પણ છે. પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની આ હદીસથી મળતી બીજી હદીસ પણ છે કે જેને એહલે સુન્નત અને શીઆની કિતાબોમાં વર્ણવવામાં આવી છે. જેના શબ્દો આ પ્રમાણે છે ‘અલીય્યુન મઅલ કુરઆન વલ કુરઆનો મઅલ અલી’. કારણ કે આ હદીસને શીઆ તેમજ એહલે સુન્નત બન્ને એ અગત્યતા આપી છે અને ખાસ કરીને શીઆ મુત્તકલ્લીમે આના ઉપર વધારે ધ્યાન કેન્દ્રીત કર્યુ છે અને આજ હદીસની થકી દલીલો પેશ કરેલ છે તેથી આજ હદીસ પર આપણે સંશોધન રજુ કરીશું.

હદીસના શબ્દો:

1) ખતીબ બગદાદી પોતાની સનદની સાથે અબુ સાબીતથી કે જે જ. અબુઝર (અ.ર.)ના ગુલામ છે તેનાથી વર્ણવે છે કે તેણે ફરમાવ્યું: હું જ. ઉમ્મે સલમા (સ.અ.)ની પાસે હતો તો જોયું કે ઉમ્મુલ મોઅમેનીન અલી (અ.સ.)ને યાદ કરીને રડી રહ્યા છે અને ફરમાવી રહ્યા છે કે મેં રસુલે ખુદા (સ.અ.વ.)થી સાંભળ્યું કે તેમણે ફરમાવ્યું: “અલીય્યુન મઅલ હક્ક વલ હક્કો મઅલ અલીયીન લયફતરેકા હત્તા યરેદા અલયલ હવઝે.”1

તરજુમો: “અલી હક્કની સાથે છે અને હક્ક અલીની સાથે અને આ બન્ને એકબીજાથી કયામત સુધી જુદા નહી થાય ત્યાં સુધી કે હૌઝે કવસર પર મારાથી મુલાકાત કરે.”

2) હયસમી એ પણ આજ વિષયને પોતાની સનદથી સઅદ ઈબ્ને અબી વક્કાસથી અને સઅદે ઉમ્મે સલમાથી વર્ણવ્યું છે.2

3) ઈબ્ને કોતયબા દિનવરીએ મોહમ્મદ બીન અબીબકરથી વર્ણવ્યું છે કે તેઓ તેમની બહેન આયેશાની પાસે ગયા અને તેનાથી સવાલ કર્યો કે શું રસુલે ખુદા (સ.અ.વ.)થી આ નથી સાંભળ્યું કે તેમણે ફરમાવ્યું: “અલીય્યુન મઅલહક્ક વલ હક્કો મઅ અલીય્યુન” તેના પછી શા માટે તેમના વિરૂધ્ધમાં નિકળ્યા અને શા માટે તેમનાથી જંગ કરી’?3

4) ઝમખશરી એ વર્ણવ્યું છે અબુ સાબિતે રજા મેળવી લીધા પછી ઉમ્મે સલમાની  ખિદમતમાં પહોંચ્યા તો ઉમ્મે સલમા એ કહ્યું: “ભલે પધાર્યા અય અબુ સાબીત! જ્યારે લોકોના દિલ અલગ અલગ દિશામાં ફંટાય રહ્યા છે તો તમાંરૂ દિલ કઈ તરફ આકર્ષી રહ્યું છે? અબુ સાબિતે કહ્યું: અલી (અ.સ.)ની તરફ. ઉમ્મે સલમાએ કહ્યું: તમે સફળતા પામ્યા. તે જાતની કસમ કે જેના હાથમાં મારી જાન છે મેં રસુલે ખુદા (સ.અ.વ.)થી સાંભળ્યું છે કે તેમણે ફરમાવ્યું: અલીય્યુન મઅલ હક્કે વલ કુરઆને વલ કુરઆનો મઅ અલીયીન વલ લયયફતરોકા હત્તા યરેદા અલય્યલ હવઝ.”4

5) તબરાની અને બીજા આલીમોએ સાચી સનદની સાથે રસુલે ખુદા (સ.અ.વ.)થી વર્ણવ્યું કે ગદીરના દિવસે ફરમાવ્યું કે “અલ્લાહુમ્મ વાલે મન વાલાહો વ આદે મન આદાહો... વાદરીલ હક્કે મઅહુ હયસો દારા.”5

6) હાકીમ નિશાપૂરી, તીરમીઝી અને બીજા આલીમોએ સાચી સનદના સાથે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)થી નકલ કર્યું છે કે આપે ફરમાવ્યું: “રહેમલ્લાહો અલીય્યન અલ્લાહુમ્મ અદરીલ હક્ક મઅહુ હયસો દાર.”6

તરજુમો: “ખુદાવંદે આલમ અલી (અ.સ.) પર રહેમત નાઝીલ ફરમાવ. ખુદાયા હક્કને અલીની સાથે કરી દે જ્યાં જ્યાં અલી જાય હક્ક પણ તેમના પાછળ પાછળ જાય.”

7) ફખરૂદ્દીન રાઝી એ પોતાની તફસીરમાં લખ્યું છે કે અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) ‘બિસ્મીલ્લાહીર રહમાનીર રહીમ’ને હંમેશા મોટા અવાઝથી પઢતા હતા અને આ વાત તવાતૂરની સાથે સાબિત થયેલ છે કે જે કોઈ શખ્સ પોતાના દીન અને મઝહબમાં અલી બીન અબી તાલિબ (અ.સ.)નું અનુસરણ કરશે તે હિદાયત પામશે અને કામ્યાબ થશે.’ કારણકે રસુલે ખુદા (સ.અ.વ.) મેં તેમના બારામાં ફરમાવ્યું છે: “અલ્લાહુમ્મ અદરીલ હક્કે મઅહુ હયસો દાર.” જે આ વસ્તુના બારામાં સ્પષ્ટ અને પ્રકાશીત દલીલ છે.7

8) હાફીઝ ગંજી અને ખતીબે ખ્વારઝમી બન્નેએ ઝયદની સનદથી વર્ણવ્યું છે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ અલી (અ.સ.)ની શાનમાં ફરમાવ્યું: “કે બેશક હક્ક તમારી સાથે છે, હક્ક તમારી ઝબાન પર છે, તમારા દિલમાં અને તમારી બન્ને આંખોની દરમ્યાન છે. ઈમાન તમારા ગોશ્ત અને ખુનની સાથે એવી રીતે ભળી ગયું છે જેવી રીતે મારા ગોશ્ત અને ખૂન સાથે ભળી ગયું છે.”8

અબુ યઅલી અને બીજા લોકોએ અબુ સઈદ ખુદરીની સનદથી વર્ણવ્યું છે કે રસુલે ખુદા (સ.અ.વ.) એ અલી (અ.સ.)ની તરફ ઈશારો કરતા ફરમાવ્યું: “હક્ક તેના સાથે છે, હક્ક તેના સાથે છે.”9

10) હયસમી પોતાની સનદના સાથે ઉમ્મે સલમાથી નકલ કરે છે કે તેમણે ફરમાવ્યું: “અલી (અ.સ) હક્ક ઉપર છે. જે કોઈ અલી (અ.સ.)ની પયરવી અને અનુસરણ કરશે તો તેણે હક્કની પયરવી અને અનુસરણ કર્યું અને જેણે અલી (અ.સ.)ને છોડી દીધા જાણે કે તેણે હક્કને છોડી દીધું. આ તે વાયદો છે કે આજથી પહેલા લઈ લેવામાં આવ્યો છે.”10

11) આજ પ્રકારનો અર્થ ધરાવતો સાચી સનદની સાથે બીજા શબ્દોમાં જનાબે ઉમ્મે સલમાથી વર્ણવવામાં આવ્યું છે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) મે ફરમાવ્યું કે “અલીય્યુન મઅલ કુરઆને વલ કુરઆનો મઅહુ, લા યગતરેકાને હત્તા યરેદા અલયલ હવઝે.”

તરજુમો: “અલી (અ.સ.) કુરઆનની સાથે છે અને કુરઆન અલી (અ.સ.)ની સાથે. આ બન્ને એકબીજાથી જુદા નહી થાય ત્યાં સુધી કે હૌઝે કવસર પર મારાથી મુલાકાત કરે.”

આ બન્ને હદીસો હદીસે સકલૈનની સમજ બતાવે છે, જે રસુલે ખુદા (સ.અ.વ.)થી નકલ થઈ છે અને હદીસે સકલૈન સનદ પ્રમાણે સાચી અને મુતવાતીર છે. જેમાં રસૂલે મકબુલ (સ.અ.વ.) એ ઈરશાદ ફરમાવ્યું છે: “હું તમારી વચ્ચે બે મહાભારે કિંમતી વસ્તુ મુકીને જાવ છું, અલ્લાહની કિતાબ અને મારી ઈતરત જે મારી એહલેબૈત છે. આ બન્ને એકબીજાથી કયારેય જુદા નહી થાય ત્યાં સુધી કે બન્ને મારી પાસે હૌઝે કવસર પર મારાથી મુલાકાત કરશે.”11

અસ્હાબમાંથી હદીસે સકલૈનના રાવી:

આ હદીસને રસુલે ખુદા (સ.અ.વ.)ના અસ્હાબોમાંથી એક મોટી સંખ્યામાં અલગ અલગ શબ્દોમાં રસુલે ખુદા (સ.અ.વ.)થી વર્ણવી છે. જેમકે

1) ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)

2) ઈમામ હુસૈન ઈબ્ને અલી (અ.સ.)

3) અબુ બકર ઈબ્ને અબી કહાફા

4) સાદ ઈબ્ને એબાદહ

5) અબુઝર ગફફારી

6) હોઝયફા બીન યમાની

7) સલમાને ફારસી

8) અમ્માર ઈબ્ને યાસીર

9) અબુ મુસા અશઅરી

10) કાઅબ ઈબ્ને અજરહ

11) અબુ અય્યુબ અન્સારી

12) સાદ ઈબ્ને અબી વક્કાસ

13) કાઅબ ઈબ્ને ઉમરૂ

14) આએશા બીન્તે અબી બકર

15) ઉમ્મે સલમા ઉમ્મુલ મોઅમેનીન

16) અબુ સઈદ ખુદરી

17) ઝયદ ઈબ્ને અરકમ

18) અબ્દુલ્લા ઈબ્ને અબ્બાસ

19) બરાઅ ઈબ્ને આઝબ

20) જાબીર ઈબ્ને અબ્દુલ્લાહે અન્સારી

21) સહેલ ઈબ્ને સઅદ

22) અબુ લયલા ગફફારી

23) અબુ તફીલ આમરી ઈબ્ને વાસેલા

હ્દીસે સકલૈનના રાવીઓ એહલે સુન્નતમાંથી:

એહલે સુન્નતના ઘણા બધા આલીમોએ પોત પોતાની કિતાબોમાં આ હદીસને વર્ણવી છે જેમકે

1) તિરમીઝી12

2) ઈબ્ને અસીર13

3) કાઝી નિશાપુરી14

4) ઝહબી15

5) શેહરીસ્તાની16

6) મુત્તકી હિન્દી17

7) ફખ્રે રાઝી18

8) ગંજી શાફઈ19

9) અબુ યઅલી મવશુલી20

10) બદ ખશાની21

11) હાફીઝ હયસમી22

12) તબરાની23

13) હયસમી24

14) સિયુતી25

15) સવકાની26

16) હમવઈ27

17) ઝમખ્શરી28

18) ઈબ્ને કુતૈબા દિનુરી29

19) ઈબ્ને અસાકીર30

20) ખતીબે બગદાદી31

21) ઈબ્ને અબીલ હદીદે મુઅતઝલી32

22) અબુ જઅફર અસ્કાની33

23) ખ્વારઝમી હનફી34

આ હદીસ સાચી હોવા ઉપર આલીમોની જાહેરાત:

અહલેસુન્નતના ઘણા બધા આલીમોએ આ મુબારક હદીસને વર્ણવી છે અને તેમાં પણ એક મોટી સંખ્યામાં આ હદીસને સનદના પ્રમાણમાં સાચી જાણી છે. એમાંથી આપણે અમુકની તરફ ઈશારો કરીએ છીએ.

1) હાકીમ નિશાપુરીએ પોતાની કિતાબ ‘અલ મુસ્તદરક અલા સહીહૈનમાં’આ હદીસને સાચી હોવાની ઘોષણા કરી છે.

2) ઝહબીએ પોતાની કિતાબ ‘તલખીસુલ મુસ્તદરક’માં આના સાચા હોવાની જાહેરાત કરી છે.

3) હાફીઝ તિબરાનીએ પણ આ હદીસની સનદને હસન હોવાનું કબુલ્યું છે.

હદીસની સનદ (સાંકળ)ની સચ્ચાઈ:

અમૂક એહલે સુન્નતના આલીમોના લખાણના પ્રમાણે આ હદીસ સાચી છે. એમાંથી જ નીચે આપેલી સનદ (સાંકળ) ને રજુ કરી શકાય.

1) તિરમીઝીની સનદ: જે તેમણે ‘જામેઉલ સહીહ’માં વર્ણવી છે અને તેને ગરીબ ગણવામાં આવી છે. પરંતુ એહલે સુન્નતના આલીમો પ્રમાણે તિરમીઝીની ગરીબ હદીસોથી પણ દલીલ પેશ કરી શકાય છે. બીજી તરફ આ પણ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે કદાચ ગરીબ એટલા માટે કહી હોય કે આ હદીસ તિરમીઝીના અકીદાથી વિપરીત છે કારણ કે હદીસના શબ્દોમાં ઈમામે અલી (અ.સ.)ને હક્કના ધરી (કેન્દ્ર) કહેવામાં આવ્યા છે.

2) અબુ યાઅલી મૌસુલીની હદીસની સનદ એહલે સુન્નતના નજદીક આના દરેકે દરેક રાવી સાચા અને વિશ્વાસપાત્ર છે.

3) ‘મજમઉલ જવાહેદમાં હયસમીની સનદ હાલાંકે તેઓ હદીસના નીચે કહે છે: આ હદીસની સનદમાં સઅદ ઈબ્ને શોએબ હાજર છે તે શખ્સને નથી જાણતો અને બાકી બધાજ લોકો સહીહ છે પરંતુ અલ્લામા અમીની (ર.અ.)ના પ્રમાણે તે વ્યકિત કે જેને હયસમી નથી ઓળખતા તે સઈદ ઈબ્ને શેએબ હજરમી છે. કારણ કે તેમાં થોડી ફર્ક અને તેહરીફના કારણે હયસમીથી ઓળખાણ ના થઈ જ્યારે કે એહલે સુન્નતના પાસે સઈદ ઈબ્ને શોએબ એઅતેમાદ અને ભરોસામંદ વ્યકિત છે. શમ્સુદ્દીન ઈબ્રાહીમ જવજાની કહે છે: ‘તે બુર્ઝુગવાર નેક અને સાચો માણસ છે.’35

અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની આ હદીસ થકી દલીલ રજુ કરવી:

ઉમર ઈબ્ને ખત્તાબના મૃત્યુ પછી છ માણસોની શૂરા કમીટીમાં કે જેમાં ઉસ્માન, તલ્હા, સઅદ બીન અબી વક્કાસ, અબ્દુર રહેમાન બીન ઔફ હાજર હતા. મૌલાએ કાએનાત (અ.સ.)એ ફરમાવ્યું:

36اَشْہَدُ کُمُ اللہ! اَتَعْلَمُوْنَ اَنَّ رَسُوْلَ اللہِ ﷺ قَالَ: اَلْحَقُّ مَعَ عَلِیٍّ وَ عَلِیٌّ مَعَ الْحَقِّ یَدُوْرُ الْحَقَّ مَعَ عَلِیٍّ کَیْفَمَادَارَ

તરજુમો: “તમને ખુદાની કસમ આપું છું! શું તમે લોકો જાણો છો કે રસૂલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું હતું: હક્ક અલીની સાથે છે અને અલી હક્કની સાથે છે. હક્ક અલીની આસપાસ ચક્કર કાપી રહ્યું છે. જે તરફ અલી જશે હક્ક પણ એજ તરફ જશે.”

 1. તારીખે બગદાદી, ભાગ-14, પા. 321
 2. મજમઉલ જવાએદ, ભાગ-7, પા. 236
 3. અલ ઈમામતો વ સિયાસા, ભાગ-1, પા. 73
 4. રબીઉલ અબરાર, ભાગ-1, પા. 828
 5. અલ મજમઉલ અવસત, ભાગ-5, પા. 455, હદીસ 4877
 6. મુસ્તદરક હાકીમ, ભાગ-3, પા. 135, જામેઅ તીરમીઝી, ભાગ-5, પા. 592, હ. 3724
 7. અત્તફસીરે કબીર, ભાગ-1, પા. 205
 8. કિફાયતુલ તાલીબ, પા. 265, પ્ર. 62, મનાકીબે ખ્વારઝમી
 9. મુસ્નદે અબી યાઅલી, ભાગ-2, પા. 218, હદીસ 1052, મજમઉલ જવાએદ, ભાગ-7, પા. 35
 10. મજમઉલ જવાએદ, ભાગ-9, પા. 134
 11. મુસ્તદરક હાકીમ, ભાગ-3, પા. 134, અલ મઅજમુલ અવરાત, ભાગ-5, પા. 405, સવાએકુલ મોહર્રેકા, પા. 71, અલ જામેઅલ સગીર, ભાગ-2, પા. 177, હ. 5594
 12. અલ જામેઅુલ સહીહ, ભાગ-5, પા. 592, હદીસ 371
 13. જામેઅુલ ઉસૂલ, ભાગ-5, પા. 592, હ. 3714
 14. અલ મુસ્તદરક અસસ્સહીહૈન, ભાગ-3, પા. 134, હ. 4628
 15. તલખીસે મુસ્તદરક
 16. નિહાયતલ અકદામ, પા. 493
 17. ક્ધઝુલ ઉમ્માલ, ભાગ-11, પા. 642, હ. 3322
 18. અલ તફસીલ કબીર, ભાગ-1, પા. 205
 19. કિફાયતુલ તાલીબ, પા. 265, પ્ર. 62
 20. મસનદે અબુ યઅલી, ભા-2, પા. 318, હ. 1052
 21. નજુલુલ અબરાર, પા. 58
 22. મજમઉલ જવાહેદ, ભાગ-7, પા. 35
 23. અલ મઅજમુલ અવકાત, ભાગ-5, પા. 455, હ. 4877
 24. સવાએકુલ મોહર્રેકા, પા. 124
 25. અલ જામેઅુલ સગીર, ભાગ-2, પા. 177, હ. 5594 તારીખુલ ખોલફા, પા. 124
 26. ફત્લ કદીર, ભાગ-2, પા. 356
 27. ફરાએદુસ્સીમતૈન, ભાગ-1, પા. 177, હ. 140
 28. રબીઉલ અબરાર, ભાગ-1, પા. 282
 29. અલ ઈમામતો વસ્સીયાસત, ભાગ-1, પા. 73
 30. તારીખુલ ઈમામ અલી (અ.સ.), ભાગ-3, પા. 153
 31. તારીખે બગદાદી, ભાગ-14, પા. 321
 32. શર્હે નહજુલ બલાગાહ, ભાગ-18, પા. 24
 33. અલ મેયારે વલ માવેઝેનાહ, 119
 34. અલ મેનાકબ, પા. 129, હ. 143
 35. તેહઝીબુ તેહઝીબ, ભાગ-4, પા. 42, ખુલાસતુલ કમાલ, ભાગ-1, પા. 382, 2479
 36. મનાકેબુલ ખ્વારઝમી, પા. 218