અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
શા માટે ઈમામ મહદી અ.સ. ગયબતમાં છે?

શા માટે ઈમામ મહદી અ.સ. ગયબતમાં છે?

 

ઈમામ મહદી અ.સ.ની ગયબત બાબતે  શંકા ઘણા મુસ્લિમોને સંતાપે છે. આ વિષય પર ઘણા સવાલો છે અને ઈમામ અ.સ.ની ગયબતનો મુદ્દો ઘણીવાર વાદવિવાદનો મુખ્ય મુદ્દો હોય છે. કેટલાક ટીકાકારો અને શંકાશીલો ગયબતના લીધે આપ અ.સ.ના અસ્તિત્વ/હયાતનો જ ઇનકાર કરે છે.

જવાબ

હાલા કે ઈમામ મહદી અ.સ.ની ગયબત વિશિષ્ટ પ્રકારની અને આજના મુસ્લિમોએ સાંભળી ન હોય તેવી લાગે છે પણ તે સંપૂર્ણપણે અગાઉ ન બન્યું હોય  તેવું નથી. ઘણા ઇલાહી પયગંબરો અ. .સ. અને મુર્સલીન  અ.સ. અલ્લાહના હુકમથી  ઉમ્મતથી એક લાંબા સમયગાળા સુધી છુપા રહ્યા હતા. આ વિષય પર શેખ મોહમ્મદ ઇબ્ને અલી ઇબ્ને હુસૈન ઇબ્ને બાબવ્યહ ર.અ. જેઓ શેખ સદુક (વફાત હી.સ. ૩૮૧) તરીકે જાણીતા છે તેમના દ્વારા  ઈમામે ઝમાના અ.સ.ની સ્પષ્ટ સુચના નીચે એક આખી કિતાબ ‘કમાલુદ્દીન’ નું સંકલન કરવામાં આવ્યું છે. રસ ધરાવનાર વ્યક્તિઓ આ કિતાબ જોઈ શકે છે.

ઇતિહાસમાં જયારે ગયબતના અસંખ્ય દાખલાઓ મૌજુદ હોય ત્યારે ગયબતને બહાના તરીકે રજુ કરીને ઈમામ મહેદી અ.સ.ની હયાતીનો ઇનકાર ન કરી શકે.

જ્યાં સુધી ગયબતના કારણોનો સવાલ છે તો એક મહત્વના મુદ્દાને રજુ કરવું જરૂરી છે. કાતો મુસ્લિમો ઈમાનની જરૂરતો વિષે જાણતા નથી અથવા તેમને માહિતગાર કરવામાં નથી આવ્યા. તેઓ આનો(ન જાણવાનો) ઉપયોગ ઈમાનની જરૂરતને અવગણવા અથવા ઇનકાર કરવાના બહાના તરીકે ન કરી શકે. તેથી ગયબતના અમુક પાસાઓ વિષે જવાબ ન હોવાના કારણે તેઓ ઈમામ મેહદી અ..સ.ની હયાતનો  ઇનકાર ન કરી શકે.

જે રીતે પયગંબર હ. મુસા અ.સ. ૪૦ દિવસના ટુકા ગાળા માટે તેમનાથી દૂર થયા તો તેમનો ઇન્કાર કરવા બની ઇસરાઇલ પાસે  કોઈ કારણ ન હતું. બની ઇસરાઇલે પણ પોતાની ગુમરાહી માટે પયગમ્બર મુસા સ.અ.ની આશ્ચર્યજનક ગયબતને રજુ કરી.   

જ્યાં સુધી ઈમામ મહેદી અ.સ.ની ગયબતનાં કારણોનો સવાલ છે, જો કે આ વિષય પર હદીસો છે, પણ મુસ્લિમોને હુકમ આપવામાં આવ્યો છે કે તેઓ આના કારણો જાણવા આતુરતા ન રાખે કેમ કે તેમાં કોઈ ફાયદો નથી, પણ ગયબતમાં તેમની જવાબદારીઓ તરફ ધ્યાન કેન્દ્રિત કરે.

કુરઆની આયતો ભાર પૂર્વક જણાવે છે:

 

يَا أَيُّهَا الَّذِينَ آمَنُواْ لاَ تَسْأَلُواْ عَنْ أَشْيَاء إِن تُبْدَ لَكُمْ تَسُؤْكُمْ

“અય ઈમાન લાવનારાઓ એ ચીજો વિષે સવાલ ન કરો કે જે અગર કદાચ તમારી સામે જાહેર કરી દેવામાં આવે તો દુઃખ થાય.”                                                                                                                                     (સુ. માએદાહ-૫/આ.૧૦૧)

બીજા ઘણા વિજ્ઞાનોની જેમ ગયબતના સાચા કારણોની જાણ માત્ર અલ્લાહને જ છે, જે તેને યોગ્ય સમયે  જાહેર કરશે. 

એક મહત્વનો બનાવ આ મુદ્દા તરફ ધ્યાન દોરે છે.

અબ્દુલ્લાહ ઇબ્ને ફઝલ અલ હાશીમી બયાન કરે છે કે મેં ઈમામ સાદિક અ.સ.ને કહેતા સાંભળ્યા કે આ સાહેબે અમ્ર (ઈમામ મહેદી અ.સ.) માટે ગયબત જરૂરી છે, ગુમરાહ થયેલા બધા જ ગયબત વિષે શંકા કરશે. 

અબ્દુલ્લ્લાહ ઇબ્ને ફઝલ: મારી જાન આપના પર કુરબાન થાય, ગયબત શા માટે થશે?

ઈમામ સાદિક અ.સ: સાહેબ અલ અમ્રની ગયબત પાછળ એ જ હિકમત છે જે અગાઉના મુર્સલીન માટે મૌજુદ હતી.અને આ હિકમત ઈમામના ઝહુર બાદ જાહેર થશે જેવીરીતેકે  જ.ખીઝર અ.સ એ વહાણમાં કાણું પાડ્યું,જવાનને કત્લ કર્યો, દીવાલ બનાવી આ બાબતોના કારણો જનાબે મુસા અ.સને  જ.ખીઝર અ.સ થી  અલગ થવા સમયેજ બતાવવામાં આવ્યા હતા.

ઈમામે વાત ચાલુ રાખતા ફરમાવ્યું: અય ફઝલના પુત્ર! આ અમ્ર અલ્લાહના અમ્રોમાંથી છે; તે અલ્લાહના રાઝોમાંથી રાઝ છે, તે અલ્લાહની ગયબતમાંથી એક ગયબત છે. જયારે આપણે જાણીએ કે અલ્લાહ હકીમ છે તો આપણે ગવાહી આપશું કે તેના બધા કાર્યો હિકમતથી ભરેલા છે. ચાહે તેના કારણો જાહેર ન હોય.

(શેખ તબરસી (ર.અ.)ની અલ અહેતેજાજ, ભાગ ૨, પા. ૩૭૬)