અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
આશૂરા શું છે?

આશૂરા શું છે?

આ સવાલ હઝરત મુસા (અ.સ.) એ અલ્લાહને કરેલ છે જ્યારે તેમને આશૂરાના બારામાં જણાવવામાં આવ્યું.

અને અલ્લાહનો આ સવાલનો જવાબ ઈસ્લામમાં આ દિવસના મહત્વ તથા શા માટે મુસલમાનો અને શા માટે ખાસ કરીને શીઆઓ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે તેની યાદદહાની આપે છે, જેમકે:

 • આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના ગમમાં શોક સમારોહ અને મજલીસોનું આયોજન
 • મરસીયા, નૌહાનું પઢવું
 • તઅઝીય્યાહ
 • તકર્રૂક (ન્યાઝ)ની વહેંચવી, જેના વડે અઝાદારો ઈલાહી બરકતો હાંસીલ કરે છે.
 • ઉપરોકત કાર્યો માટે આર્થિક સહાય કરવી.

શા માટે ઈસ્લામે તમામ ઉમ્મતો ઉપર સર્વપરિતા મેળવી?

હઝરત મુસા (અ.સ.)એ અલ્લાહને સવાલ કર્યો: અય મારા પરવરદિગાર! કેવી રીતે હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની ઉમ્મતે તમામ ઉમ્મતો ઉપર સર્વપરિતા હાંસીલ કરી?

અલ્લાહે કહ્યું: મેં તેઓને 10 સિફતોના કારણે શ્રેષ્ઠતા અતા કરી છે.

હઝરત મુસા (અ.સ.): તે 10 સિફતો કઈ છે કે જે તેઓ બજાવી લાવશે? જેથી હું પણ બની ઈસ્રાઈલ તેના ઉપર અમલ કરવાનો હુકમ કરું.

અલ્લાહ અઝઝ વ જલ્લએ તે સિફતો જણાવી:

1) નમાઝ

2) ઝકાત

3) રોઝા

4) હજ

5) જેહાદ

6) જુમ્આ

7) જમાઅત

8) કુરઆન

9) ઈલ્મ

10) આશૂરા

હઝરત મુસા (અ.સ. કહ્યુંઅય મારા પરવરદિગારઆશૂરા શું છે?

અલ્લાહે બયાન કર્યું, તે છે:

 • રોવા અથવા (કમ સે કમ) રોવા જેવી શકલ બનાવી અથવા એક બીજાને રડાવવા અને
 • હઝરત મુસ્તફા (સ.અ.વ.)ના ફરઝંદ ઉપર ગીર્યા અને
 • નૌહા અને
 • હઝરત મુસ્તફા (સ.અ.વ.)ના ફરઝંદ ઉપર પડેલી મુસીબતો ઉપર અઝા.

અય મુસા! મારા બંદાઓમાંથી કોઈ બંદો એ ઝમાનામાં નહિ રડે અથવા કમ સે કમ રડવાવાળી શકલ નહિ બનાવે અથવા એકબીજાને નહિ રડાવે અને હઝરત મુસ્તફા (સ.અ.વ.)ના ફરઝંદની શહાદતની તઅઝીય્યત નહિ પેશ કરે પરંતુ તેઓ જન્નતમાં સ્થાન પામશે.

અને કોઈ બંદો રસુલુલ્લાહ (સ.અ.વ.)ની દુખ્તરના ફરઝંદની મોહબ્બતમાં પોતાની દૌલતમાંથી ન્યાઝ, વિગેરે માટે નહિ ખર્ચે સિવાય કે:

 • હું તેને આ દુનિયામાં 70 દિરહમથી વધારી દઈશ અને
 • તેને માફ કરી દેવામાં આવશે અને
 • તે જન્નતમાં જશે અને
 • હું તેના ગુનાહોને બક્ષી દઈશ.

અને મારી ઈઝઝત અને જલાલની કસમ, કોઈ મર્દ કે ઔરત આશૂરાના દિવસે અથવા બીજા કોઈ દિવસે આંસુ નહિ વહાવે ત્યાં સુધી કે ફકત એક આંસુ કેમ ન હોય, સિવાય એ કે હું તેના માટે 100 શહીદોનો સવાબ લખીશ.

 • મુસ્તદરક અલ વસાએલ ભાગ 10 પા. 318, મજમઉલ બહરૈન પા. 403.

 

આ હદીસ પછી, તમામ મુસલમાનોને આ ગમનું મહત્વ તથા ઈસ્લામમાં તેના સ્થાનના બારામાં વધુ સમજણ મળશે.

તેઓએ દરેક પ્રયત્ન કરવા જોઈએ જેથી આ અઝાદારીને જીવંત રહે કારણકે આના વગર તેઓના ઈસ્લામ ઉપર પ્રશનાર્થ છે.

ઓછામાં ઓછું તેઓએ અઝાદારીની મજલીસો અને રસ્મોને અડચણરૂપ નિરર્થક (પાયાવિહોણા) વાંધાઓ અને નબળા બહાનાઓ ન બનાવવા જોઈએ. ખાસ કરીને અગર તેઓને આખેરતમાં નજાત અને જન્નતની ઉમ્મીદ હોય. કારણકે આપણે જોયું કે તે લોકો માટે આરક્ષિત છે જેઓ આશૂરામાં તેમજ બીજા મૌકાઓ ઉપર અઝાદારી કરે છે.