અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
જનાબે હમઝા (અ.સ.)ની શહાદત અને ઈમામ હુસૈન (અ.સ.) પર રુદન કરવું

 

જનાબે હમઝા (અ.સ.)ની શહાદત અને ઈમામ હુસૈન (અ.સ.) પર રુદન કરવું

ગીર્યા  (અઝાદારી)ને વખોડવાવાળા નીચે મુજબની દલીલ બયાન કરે છે

  • (૧) મય્યત ઉપર રૂદન કરવું  બિદઅત છે. ઇસ્લામે તેની ઈજાઝત નથી આપી અને    રસુલુલ્લાહ (સ.અવ.)ની સુન્નતમાં કોઈ પુરાવો નથી મળતો.
  • (૨)મય્યત પર રૂદન કરવું  મય્યતના અઝાબનો સબબ બને છે.
  • (૩) અગર રોવાની ઈજાઝત પણ હોઈ, તો તે પણ ફક્ત ૩ દિવસ માટે છે.

જવાબ:-

ઉપરોક્ત દરેક વાંધાઓ માટે એકજ વાકયમાં જવાબ મળે છે.- જનાબે હમઝા રસુલેખુદા (સ.અ.વ.)ના કાકાની શહાદત

(૧) રસુલેખુદા (સ.અ.વ.)નું  ગમગીન થવું.

જ.હમઝા કે જે ઇસ્લામ અને રસુલેખુદા (સ.અ.વ.)ના મજબૂત ટેકેદાર હતા, તેમની શહાદતથી  રસુલેખુદા(સ.અ.વ.)ઉપર અત્યંત ગમનાક અસર થઇ અને ગમમાં મુબ્તેલા થયા અને રસુલેખુદા (સ.અ.વ.) જ.હમઝાની  જુદાઈમાં અત્યંત ઝારોકતાર ગીર્યા કરવા લાગ્યા.

- અલ મોજમ અલ કબીર,ભાગ-૩, પાના:- ૧૫૧.

- નસબ અલ રયાહ લે હદિસ અલ હિદાયા,ભાગ-૩, પાના:-૩૦૯.

જયારે રસુલેખુદા(સ.અ.વ.)ને જ.હમઝાની લાશ ખૂનમાં ડૂબેલી મળી, રસુલેખુદા(સ.અ.વ.)એ એમના ઉપર રૂદન કર્યું અને જયારે તેમને જાણ થઇકે તેમના જીસ્મને પામાલ કરવામાં આવ્યું હતું તો તેઓ (સ.અ.વ.) ચીખ પુકારીને રોવા લાગ્યા.

- અલ કામિલ ફી ઝોઅફા અલ રેજાલ, ભાગ:- ૬, પેજ:- ૪૦૯.

રસુલેખુદા (સ.અ.વ) નું જ.હમઝાની શહાદત  ઉપર ગિરયા કરવું આ વાત મુસલમાનો માટે ગિરયા કરવા માટે દાખલારૂપ છે.

ઈબ્ને મસૂદ ફરમાવે છે :

અમે ક્યારેય રસુલેખુદા (સ.અ.વ.)ને આની પેહલા આવી રીતે કોઈ ના ઉપર ગિરયા કરતા નથી જોયા જેવી રીતે તેઓ તેમના કાકા જ.હમઝાની શહાદત ઉપર રૂદન કર્યું હતું.આપ (સ.અ.વ.)એ તેમની મય્યતને કીબ્લારૂખ રાખીને તેમની પાસે બેસી ગયા અને એવી રીતે ચીખ મારી ને રડવા લાગ્યા કે જાણે તે બેહોશ થઇ જાત.

આપ(સ.અ.વ.) આપના કાકાની મય્યત તરફ રૂખ કરીને ફરમાવ્યું  :"અય અલ્લાહના રસુલના કાકા! અય શેરે ખુદા! અય હમઝા! અય તે કે જેમણે સારા કાર્યો કર્યા તકલીફો અને મુસબતોને દૂર કર્યા! તમે નબી(સ.અ.વ.)ની  મુસીબતો ને દૂર કરી."

- ઝખાએર અલ ઉકબાહ  ભાગ-૧, પાનાં:- ૧૮૧.

- અલ સીર્રહ અલ હલબીય્યહ,ભાગ-૨,પાનાં:- ૫૩૪.

શું રસુલેખુદા (સ.અ.વ.)નું આવી રીતે જ.હમઝાની મય્યત ઉપર રૂદન અને નૌહા કરવું, શીઆઓ નું ઇમામ હુસૈન(અ.સ) ઉપર રુદન અને નૌહા જેવું નથી ?

() મુસલમાનોં ને ગીર્યા કરવા માટે પ્રેરિત કરવું

તેવીજ રીતે બીજી રિવાયત વર્ણન છે કે,

જયારે રસુલેખુદા(સ.અ..વ.) જંગ એ ઓહદથી પરત ફર્યા તો તેઓ એ મદીના (અન્સારો)ના ઘરોથી રોવાની અવાજો સાંભળી કે જેઓ પોતાના શહીદો માટે રડી રહ્યા હતા. પરંતુ તેમને તેમના કાકા જ.હમઝાના ઘરેથી કોઈ રડવાનો અવાજ ન સાંભળ્યો તો આપ (સ.અ.વ.)એ ફરિયાદ કરીકે  મારા કાકા ઉપર રોવાવાળુ કોઈ નથી..

- મુસ્નદ એહમદ ભાગ -૨,પાનાં- ૪૦, હદીસ ૪૯૮૪.

- અલ-મોઅજમ અલ-કબીર  ભાગ -૧૧,પાના- ૩૯૧, હદીસ ૨૯૫૮

-   મજમ અલ જવાએદ  ભાગ-૬,પાનાં-૧૨૦.

 

જયારે મદીનાના લોકોએ રસુલેખુદા(સ.અ.વ.)ના ઉપરોક્ત શબ્દોને સાંભળ્યા તો તેઓએ  આપ (સ.અ.વ.)ની વાતનું અનુસરણ કર્યું .

રસુલેખુદા (સ.અ.વ.)ની આ ફરિયાદ  કે " મારા કાકા હમઝા ઉપર રડવાવાળું   કોઈ નથી." પછી  કોઈ અન્સારની ઔરત એ પોતાના શહીદ ઉપર નથી રૂદન કર્યું  ત્યાંસુધી કે સૌ પ્રથમ  જ.હમઝા ઉપર વિલાપ કરીયો

- અલ ઇસ્તિઆબ ભાગ -૧,પાનાં-૩૭૪.

- અલ તબકiત અલ કુબ્રા ભાગ -૩, પાનાં-૧૧

રસુલેખુદા (સ.અ..વ.)નું રડવૂં અને બીજા લોકોનું  જ.હમઝા  ઉપર રડવું એ રાસુલેખુદા (સ.અ.વ.) ની સુન્નતની સ્પષ્ટ દલીલ છે.

() ૩ દિવસ કે ૩ સદી માટે રડવું?

આ દાવોકે રડવું ફક્ત ૩ દિવસ માટેજ હોવું જોઈએ તે બાબતે જ.હમઝાની શહાદતમાં આવું કોઈ સમર્થન મળતું નથી પરંતુ  નીચે દર્શાવેલ રિવાયત છે કે જે જ.હમઝા પર  લાંબી મુદ્દત સુધી રડવાનુ સાબિત  કરે છે,

(૧) એહલે તસન્નુનના એક પ્રખ્યાત લેખક ઈબ્ને અસીર બયાન કરે છે કે તે દિવસથી લઈને આજ સુધી (જ.હમઝાની શહાદતથી આજસુધી (ત્રીજી હિજરી સન)), ઔરતો પોતાના ઘરની મય્યત ઉપર રડતા પેહલા જ.હમઝા ઉપર રડતા હતા.

- અસદ અલ ગાબા,ભાગ-૨,પાનાં- ૬૮.

(૨) એક બીજા એહલે તસન્નુનના રાવી ઈબ્ને સાદ આજ રીતે બયાન કરે છે કે તે દિવસ થી આજ સુધી અન્સાર ના લોકોં પોતાના મય્યત પર રડતા પહેલા  જ.હમઝા ઉપર રડતા હતા.

- અલ તબકાત અલ-કુબ્રા,ભાગ-૨,પાનાં-૪૪.

 

(૩) ઈબ્ને તૈમીય્યાહના શાગિર્દ ઈબ્ને કથીર બયાન કરે છે તે દિવસ થી આજ સુધી, ઔરતો પેહલા જ.હમઝા ઉપર ગિરયા કરતા પછી પોતાના સગા-સંબંધી ઉપર રડતા હતા.

- અલ બિદાયા વન્નેહાયા,ભાગ -૪,પાના- ૪૭.

ઈબ્ને કથીર આ રિવાયતને મુસ્લિમ નિશાપૂરી (સહીહ મુસ્લિમ ના લેખક) ના સિધ્ધાંતના આધારે  સહીહ અને પ્રમાણભૂત જાહેર કરેલ છે

(૪) શંકાશીલો માટે સંતોષકારક (સ્પષ્ટ) જવાબ  

રિવાયતો અને હદીસો  જ.હમઝાની શહાદતના બારામાં, એ વાત ને સ્પષ્ટ કરે છે કે  

(૧ ) મય્યત ઉપર ગિરયા કરવું તે રાસુલેખુદા (સ.અ.વ.) ની સુન્નત છે.

(૨ ) ફક્ત રસુલેખુદા (સ.અ..વ.) પોતે જ મય્યત ઉપર રડ્યા એટલું નથી પરંતું પોતે ઈચ્છા પણ જાહીર કરી કે આપ (સ.અ.વ.)બીજા ને પણ મય્યત ઉપર રડતા જોવે,.તેથી અન્સારના લોકોએ પોતાના ઉપર જવાબદારી લીધી કે તેઓ જ.હમઝા ઉપર ગિરયા કરશે.

(૩) સુન્નત બિદઅત થી વિરુદ્ધ છે.તો પછી અગર રડવું સુન્નત છે તો પછી  એ (રડવું) બિદઅત નથી થઇ શક્તિ.  આથી હકીકતમાં  મુસલમાનો ને રોવા થી રોકવું બિદઅત છે,

(૪) શંકાશીલોના દાવાની વિરુદ્ધ કે રોવાથી મય્યતના કબરના અઝાબનું કારણ નથી બનતું.(અગર રડવું મૈયતના અઝાબનું કારણ બનતું હોતેતો) શું રસુલેખુદા (સ.અ.વ.) રડવાનું જાએઝ કરાર ઠેરવે? અને પોતાના કાકા -સૈયદુશશોહદા - ના અઝાબ નું કારણ બને ? રોવાથી  અઝાબ થવાનો સંબંધ મુશરેકીનના મય્યત માટે છે.

(૫) ઈતિહાસકારો એ સ્પષ્ટ કરે છે કે મુસલમાનોએ ઘણા વર્ષો સુધી જ.હમઝાની શહાદત પર ગિરયા કર્યું, જેથી આ સાબિત  છે કે રોવું અને ગીર્યા કરવું એ ઘણા દિવસો સુધી  કરી શકાય છે. તેની માટે ૩ દિવસ ની કોઈ કૈદ નથી.