અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
અકબાહના બનાવમાં રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ઝીંદગી ઉપર જોખમ

અકબાહના બનાવમાં રસુલુલ્લાહ (સ.અ.વ.)ની

ઝીંદગી ઉપર જોખમ

સહાબીઓ / મુનાફીકો દ્વારા ઈસ્લામ અને રસુલુલ્લાહ (સ.અ.વ.)ને ઈજા પહોંચાડવાની કોશિશો ઈસ્લામના ઈતિહાસમાં સતત જોવા મળે છે. આપણે આ રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ઝીંદગીના ઘણા બધા બનાવોમાં જોયુ છે. આવી કોશિશો રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ઝીંદગીના અંતીમ વર્ષોમાં ખુબ વધારે જોવામાં આવી, ખાસ કરીને અકબાહના બનાવ ઉપર ઈતિહાસકારોએ ઘણી રોશની નાખી છે.

ઈતિહાસકારો દ્વારા નોંધાએલ અકબાહનો બનાવ:

અકબાહનો બનાવ રસુલુલ્લાહ (સ.અ.વ.)ને દૂર કરવા માટેના ષડયંત્રો પૈકી એક મોટા પુરાવા છે.

આ બનાવ જંગે તબુક, હી.સ. 9 માં સામે આવ્યો, જ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.)ને અકબાહ (અરબીમાં ખડકની ખીણ)થી પસાર થવાનું થયું.

મુનાફીકોના બે સમુહો તે રસ્તાની કોઈ એક બાજુ છુપાઈ ગયા જેથી રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ઉંટને ભડકાવે. રસુલુલ્લાહ (સ.અ.વ.) જીબ્રઈલની ચેતવણીથી બચી ગયા અને ષડયંત્ર તથા ષડયંત્ર ઘડનારાઓ ખુલ્લા પડી ગયા.

હુઝૈફા ઈબ્ને યમાન જેઓ રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ઉંટને પાછળથી ચલાવી રહ્યા હતા તેઓને આની જાણ થઈ અને અમુક રિવાયતો પ્રમાણ અમ્માર ઈબ્ને યાસીર કે જેઓ ઉંટને આગળથી તરફથી ચલાવી રહ્યા હતા, તેમને પણ આ લોકોના નામોની જાણ થઈ. ફર્ક ફકત એટલો જ હતો કે હુઝૈફા પાસે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ આ બાબત જાહેર ન કરવાનો વાયદો લીધો હતો અને અમ્માર ઉપર આવો કોઈ પ્રતિબંધ ન હતો.

અમૂક રિવાયતો મુજબ મુનાફીકોની સંખ્યા 12 થી 24 હતી. તેમાં હંમેશા શક કરનારાઓ, રસુલુલ્લાહ (સ.અ.વ.)ને કત્લ કરી પોતે ખિલાફત વાંટી લેવા માટે કરાર કરેલ 5 સહાબીઓ, શૂરાના 5 સભ્યો, મોઆવીયાઅને અમ્રે ઈબ્ને આસનો સમાવેશ થાય છે.

મોટા ષડયંત્ર રૂપે અલગથી મુનાફીકોના બીજા સમુહે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ને મદીનામાં કત્લ કરવાની કોશિશ કરી.

અલ્લાહે બન્ને વ્યક્તિઓની મુનાફીકોનાદ્રુષ્ટ કાવત્રાઓથી મહેફુઝ રાખ્યા.

 • તફસીરે કુમ્મી, સુરએ આલે ઈમરાન 5:67 ની તફસીરમાં.
 • તફસીરે ઈમામ હસન અસ્કરી (અ.સ.), પા. 387-389
 • કિતાબ અલ સુલૈમ, ભા. 1, પા. 429, 729
 • ખેસાલ, ભા. 2, પા. 499, 24 સિફતોનાપ્રકરણ હેઠળ

અકબાહનો બનાવ કોઈ શીઆએ ઘડી કાઢેલું નથી જે કોઈપણ બાબતમાં મુસલમાન બહુમતી દ્વારા બચવા માટે પ્રથમ આરોપ હોય છે. એહલે તસન્નુનની ભરોસાપાત્ર કિતાબોમાં આનું વ્યવસ્થિત વર્ણન જોવા મળે છે, જેમાં સિહાહ પણ સામેલ છે.

 • સહીહ મુસ્લીમ, પા. 1282, હ. 2879
 • તારીખે ઈબ્ને કસીર, ભા. 4, પા. 181-182
 • અસ્સીરહ અલ હલબીય્યાહ, ભા. 3, પા. 121
 • ઈબ્ને હજરની મતાલીબેઅલ આલીયા, ભા. 14, પા. 272

શા માટે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ઉકબાહના મુનાફીકોને ઉઘાડા ન પાડયા?

જ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ હુઝૈફા અને અમ્મારને તે બે મુનાફીકોના બારામાં જાણ કરી જેઓએ આપ (સ.અ.વ.)ને ઉકબાહમાં કત્લ કરવાની કોશિશ કરી હતી, તેઓએ રસુલુલ્લાહ (સ.અ.વ.)ને મશ્વેરો આપ્યો:

શા માટે આપ તેઓને ખત્મ કરવાનો હુકમ નથી આપતા? જ્યારે લોકો તમારી પાસે આવે તો તેઓના બારામાં જાણ કરો અને તેઓના સરોને ઉડાડી દો.

રસુલુલ્લાહ (સ.અ.વ.): હું નથી ઈચ્છતો કે લોકો કહે કે પહેલા મોહમ્મદ પોતાના હાથો સહાબીઓના હાથોમાં આપે છે અને પછી તેઓને કાવત્રાખોરો કહે છે.

 • મજમઉલ બયાન, ભા. 5, પા. 68 સુરએ તૌબા 9:74 ની તફસીર હેઠળ
 • બૈહકીની દલાએલુલ નબુવ્વાહ, ભા. 5, પા. 259
 • અલ બીદાયાહ વલ નિહાયાહ, ભા. 5, પા. 20

ગદીરના ખુત્બામાં રસુલુલ્લાહ (સ.અ.વ.) મુનાફીકોની નીતિની સમજુતી આપે છે:

અગર હું મને તકલીફ દેનારાઓના નામો કહેવા ચાહતો હોત અથવા તેઓ તરફ નિર્દેશ કરવા અથવા તેઓની નિશાની બતાવવા, હું કરી શકતો હતો. પરંતુ અલ્લાહની કસમ! મેં તેઓ સાથે ઉદારતાથી કામ લીધું.

 • અલ એહતેજાજ, ભા. 2, પા. 56-66

મુસલમાન ઉમ્મતના હાકીમો અને અકબાહનો બનાવ:

મુસલમાન હાકીમો જેઓએ રસુલુલ્લાહ (સ.અ.વ.)ની શહાદત બાદ ખિલાફત ગસ્બ કરી, અકબાહના કાવત્રાખોરોથી ઘણો ફાયદો હાસીલ કર્યો. અલબત્ત, અકબાહના કાવત્રાખોરોની મદદ વગર તેઓ કયારેય ખિલાફત ઉપર બેસી ન શકત.

પહેલા હાકીમે શરૂઆતના સમયમાં જ, મુસલમાનોના પ્રતિકારનો સામનો કરવો પડયો જેઓએ ખુલ્લી રીતે મુલમાનોની આગેવાની માટે તેની લાયકાતને પડકારી હતી.

12 સહાબીઓ જેમાં સલમાન, અબુઝર, મિકદાદ, અમ્માર ઈબ્ને યાસીર (જેઓ અકબાહના કાવત્રાખોરો ઉપર ગવાહ હતા)એ પહેલાના વિરોધમાં મસ્જીદે રસુલ (સ.અ.વ.)માં જોશીલી તકરીરો કરી.

આની તેના ઉપર એવી અસર થઈ કે તે મિમ્બર ઉપરથી નીચે આવી ગયો અને પોતાને ઘરમાં ત્રણ દિવસ સુધી પુરી રાખ્યો.

અકબાહના કાવત્રાખોરો ત્રીજા દિવસે તેના ઘરે ગયા, તેને બહાર લાવ્યા અને મિમ્બર ઉપર બેસાડયો. તેઓએ પોતાની તલ્વારો કાઢી અને મુસલમાનોને ચેતવણી આપી કે અગર તેઓ આવી રીતે બોલવાની હિંમત કરશે તો તેઓને કત્લ કરી દઈશું.

 • અલ ખેસાલ, 12 સિફતોનું પ્રકરણ, હદીસ 4

બીજો હાકીમ હંમેશા હુઝૈફા દ્વારા ઉઘાડો પડી જવાના ભયમાં રહ્યો. તે કયારેય એ જાણવાનો મૌકો ચુકતો નહિ કે તેઓના નામો અકબાહના મુનાફીકોમાં છે કે નહિ.

 • અલ તમ્હીદ, પા. 196
 • બહજાહુન્નોફુસ, ભા. 4, પા. 48
 • અલ ગદીર, ભા. 6, પા. 340

બીજો હાકીમે અકબાહના કાવત્રાખોરો સાથે શૂરા કમીટી બનાવી જેમાં તેઓને ઉસ્માનને હાકીમ તરીકે નિમવાનો સ્પષ્ટ આદેશ આપ્યો અને મુળ ષડયંત્ર મુજબ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ને ખિલાફતથી વંચીત રાખવા.

ઉસ્માનને ઉઘાડો પડી જવાના બારામાં વધુ ડર ન હતો કારણકે તેણે પોતાની જાતને હાકીમ તરીકે મજબુતીથી સ્થાપીત કરી દીધી હતી, જેમાં ઉંચા હોદ્દાઓની જગ્યાઓ ઉપર બની ઉમય્યામાંથી પોતાના સભ્યોને નિમ્યા હતા.

તે અમ્માર અને અબુઝર ઉપર ખાસ કરીને વધુ ઉગ્ર હતો. તેઓએ ઉસ્માનની ખિલાફતને ઘણા બધા સમયે પડકારી હતી અને તેને મુસલમાનોના ઉપર હુકુમત કરવા માટે અયોગ્ય કહ્યો હતો. ઉસ્માને અમ્મરને ગંભીર રીતે માર્યો હતો જ્યારે કે અબુઝરને જીલાવતન કર્યો હતો જેના પરિણામે તેમનું મૃત્યુ થયું હતું.

કેવી રીતે મોઆવીયાએ અકવાહના બનાવથી ફાયદો મેળવ્યો:

મોઆવીયાને પણ ઉસ્માનની જેમ જ અકબાહના કાવત્રાખોરો તરીકે ઓળખાય જવાનો ડર ન હતો કારણકે તેની સીરીયામાં મઝબુત રીતે સ્થાપીત હતો અને તેને કોઈપણ તરફથી જોખમ ન દેખાણું. જ્યારે અમ્મારનું કત્લ કરવાથી મોઆવીયાને કોઈ નુકશાન ન થયું એ છતાં કે રસુલ (સ.અ.વ.)એ હદીસમાં સ્પષ્ટ રીતે અમ્મારના કાતીલને વખોડયો છે, તો પછી તેને પોતાની હુકુમત માટે અકબાહ જેવા છુપા ષડયંત્રથી શું ખતરો હોય શકે કે જેને 30 વર્ષો પસાર થઈ ગયા હતા.

અલબત્ત મોઆવીયાએ અકબાહનું કાવત્રુ અમીરૂલ મોઅમેનીન (અ.સ.) વિરૂધ્ધ વાપર્યું જે નીચે મુજબ દેખાઈ છે:

ઉમર ઈબ્ને સાબીત, મોઆવીયાનો જાસુસ સીરીયાના ગામડાઓમાં સફર કરતો જ્યાં તે ગામવાસીઓને ભેગા કરતો અને કહેતો: અય લોકો! અલી ઈબ્ને અબી તાલિબ મુનાફીક છે (નઉઝોબિલ્લાહ). તે ચાહતા હતા કે અકબાહની રાત્રે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની નસ કાપી નાખે, તેથી તેના ઉપર લઅનત કરો. લોકોએ તેના કહેવા મુજબ કર્યું. પછી તે બીજા ગામડે જતો, જ્યાં આજ વાર્તાનું પુનરાવર્તન કરતો. આ મોઆવીયાના શાસનમાં હતું.

 • અલ ગૈરત, ભા. 2, પા. 397, ભા. 2, પા. 581
 • મુસ્તદરેકુલ વસાએલ, ભા. 7, પા. 547

સ્પષ્ટપણે અકબાહનો બનાવ ઈસ્લામી ઈતિહાસમાં ચાવીરૂપ છે જે બતાવે છે કે મુનાફીકો ઈસ્લામ અને મુસલમાનો માટે ખુબજ ખતરારૂપ હતા અને તે તાજેતરમાં હી.સ. 9 માં હતું.

અકબાહના ષડયંત્ર એ ત્રણ દાયકાઓ માટે સાચા વારસદાર પાસેથી તેનો હક્ક છીનવી લેવા માટેનો પાયો નાખ્યો.

આ ષડયંત્ર એ જૂઠને પણ ઉઘાડું પાડે છે કે જેઓ દાવો કરે છે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના ઘરનો હુમલો શીઆઓએ ઘડી કાઢયું છે. સ્પષ્ટ હકીકત કે જેને તેઓએ નઝરઅંદાઝ કરી છે તે છે કે અગર મુનાફીકો હી.સ. 9 માં રસુલુલ્લાહ (સ.અ.વ.)ને ખત્મ કરવાની કોશિશ કરી શકે, તો પછી કઈ ચીજ તેમને બે વર્ષ પછી બીજી ગંભીર ગુસ્તાખી, આપ (સ.અ.વ.)ની દુખ્તર જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના ઘર ઉપર હુમલો કરવાથી રોકવાની હતી, ખાસ કરીને ત્યારે કે જ્યારે તેઓ પહેલા બચી ગયા હતા. અલબત્ત, મુનાફીકોથી આવા જ હુમલાની અપેક્ષા રાખી શકાય છે.

જ્યારે અકબાહના કાવત્રાખોરોએ પોતાના ષડયંત્ર વિરૂધ્ધ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ને ખલીફા બનતા જોયા, તેઓએ આપ (અ.સ.)ને એક યા બીજી રીતે બે જંગોમાં પડકાર્યા અને ત્રીજી જંગનો પાયો નાખ્યો.