અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
શું ગદીર ઇસ્લામી ઈદ છે?

 

શું ગદીર ઇસ્લામી ઈદ છે?

 

સવાલ: શું ઈદે ગદીરની ગણના ઈસ્માલીક ઇદોમાં થાય છે કે પછી  આ ઈદ ફકત શીઆઓ માટે જ મખ્સુસ છે?

જવાબ: આ ઈદ ફકત શીઆઓથી મખ્સુસ નથી,  જો કે શીઆઓ આ ઈદને ખૂબજ વધારે મહત્ત્વ આપે છે. પરંતુ મુસ્લમાનોના બીજા ફીરકાઓ પણ આ દિવસને ઈદનો દિવસ માને છે.

 

અબુ રયહાન બીરુનીએ તેની કિતાબ અલ આસારુલ બાકીયહ અનીલ કુરૂનીલ ખાલીયહમાં  “આ ઇદને  મુસલમાનોની ઈદોમાં શુમાર કરી છે.”

(અલ આસારુલ બાકીયહ અનીલ કુરૂનીલ ખાલીયહ પેજ-૩૩૪)

 

ઈબ્ને તલ્હા શાફેઈએ મતાલેબ સોઉલ નામની કિતાબ લખ્યું છે કે

અમીરૂલ મોએમનીન (અ.સ.)એ પોતાના અશ્આરમાં ગદીરે ખુમને યાદ કર્યું છે. અને  આ દિવસને ઈદના દિવસ તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે આ દિવસે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ હઝરત અલી (અ.સ.)ને તે ઉચ્ચ મરતબાથી  નવાજયા અને તેઓ (અ.સ.)ને જ આ શરફ હાસિલ થયું છે અને બીજાઓને આ શરફ હાસિલ થયું નથી.”

(મતાલેબ સોઉલ ભાગ-૫૩ પેજ-૧૬)

 

આ સિવાય તે કહે છે  કે

“મૌલા શબ્દનો અર્થ જે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) માટે છે તેજ અર્થ હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ હઝરત અલી (અ.સ.) માટે ઉપયોગ કર્યો છે. આ બહુ જ ઉચ્ચ મરતબો છે, જે આપ (અ.સ.)ને અતા કરવામાં આવેલ છે. અને બીજા કોઈને (આ મરતબો) આપવામાં નથી આવ્યો. આજ કારણથી આ દિવસને ઈદ અને હઝરત અલી (અ.સ.)ના ચાહવાવાળા માટે ખુશીનો દિવસ ગણાવામાં આવે છે.”

   (મુદરક પીશીન :પેજ – ૫૬)

 

ઈબ્ને ખુલકાનની કિતાબ વફાયાતનો અભ્યાસ કરવાથી જાણવા મળે છે કે મુસલમાનોની દરમ્યાન આ દિવસને ઈદનો દિવસ ગણવામાં બધા ઓલામાઓ એકમત છે.

(વફાયાતુલ અઅયાન ભાગ-૧ પેજ ૬૦ :ભાગ -૨ પેજ -૨૨૩:૧/૧૮૦ આવૃત્તિ ૭૪ : ૫/૨૩૦ આવૃત્તિ ૭૨૮)

    

મસઉદીએ હદીસે ગદીરને નકલ કરી પછી લખ્યું છે

“હઝરત અલી (અ.સ.)ની ઔલાદ અને આપ (અ.સ.)ના શીઆ આ દિવસની અઝમતને જાણે છે.”      (અત્તનબીયાહ વલ અશરાત પેજ-૨૨૧/૨૨૨)

 

સોઅલબીએ પણ તેમની કિતાબ સમારે કોલુબમાં ઈદે ગદીરની રાતને મુસલમાનોની નજદીક મહાન રાત્રિઓમાં શુમાર કર્યો છે અને કહયું છે કે  

“ગદીરની રાત તે રાત છે, જેની પછીના દિવસે હઝરત પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ ગદીરે ખુમમાં ઉંટોના પલાણોની ઉપર ખુત્બો આપ્યો હતો અને આપ (સ.અ.વ.)એ ખુત્બામાં ફરમાવ્યું  : મન કુન્તો મવલાહો ફ અલીયુંન મવલા અલ્લાહુમ્મ વાલે મન વાલાહો વ આદે મન આદાહો વન્સુર મન નસરહુ વખઝુલ મન ખઝલહ”

    (સમારુલ કોલુબ – ૫૧૧ : પેજ – ૬૩૬ આવૃત્તિ ૧૦૬૮)

 

એટલા માટે જ શીઆઓ આ રાત્રિને મહાન રાત્રિ તરીકે ગણે છે અને આ રાત ઈબાદતમાં પસાર કરે છે.

ગદીર ઈદનો  દિવસ હોવા વિષેની દલીલ એક આ પણ છે કે શેખૈન (અબુ બકર અને ઉમર), પયગમ્બર (સ.અ.વ.)ની પત્નીઓ અને બીજા સહાબીઓએ હઝરત પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના હુકમથી હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ને મુબારક બાદી આપી. અને મુબારકબાદી આપવી તે ઈદ અને ખુશીઓના દિવસોથી મખસુસ છે.

(શાફીયઈ માઝનદરાની /ગઝીદાયે જામે અઝ ગદીર પેજ-૭૬)