અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
ઈમામ હુસૈન (અ.સ.)ની અઝાદારીની અસરો અને ફાયદાઓ

ઈમામ હુસૈન (અ.સ.)ની અઝાદારીની અસરો અને ફાયદાઓ

ઈમામ હુસૈન (અ.સ.)ની અઝાદારીની અસરો અને ફાયદાઓ

તેમાં કોઈ શક નથી કે સય્યદુશ્શોહદા હઝરત ઈમામ હુસૈન (અ.સ.) ની અઝાદારીની અસરો અને ફાયદાઓ અસંખ્ય છે. આવો આપણે અમૂક અસરો તરફ નજર કરીએ અને આ અઝાદારી થકી ઈમામ હુસૈન (અ.સ.) ની કુરબત અને શફાઅતના હકદાર થઈએ:

(1)     હુસૈની કુરબાનીઓ અન્યાય અને ઝુલ્મ સામે પ્રતિક ચિન્હ છે:

તે વાત ચચર્નિે પાત્ર છે કે શા માટે એહલેબૈત (અ.મુ.સ.) ની મજલીસો ખાસ કરીને સય્યદુશ્શોહદા ઈમામ હુસૈન (અ.સ.)ની મજલીસોને ઝાલીમ ખલીફાઓ અને બાદશાહોએ રોકવાની કોશીષો કરી છે? તેનું કારણ એ છે કે ઈમામ હુસૈન (અ.સ.) અને બીજા ઈમામો (અ.મુ.સ.) ની અઝાદારી ઝાકીરો અને સ્વતંત્ર વિચારો ધરાવનારાઓ માટે જાગૃતિ લાવવાનું માધ્યમ બને છે. હઝરત ઈમામ હુસૈન (અ.સ.)ની શહાદત અમ્ર બિલ મઅફ અને નહ્ય અનિલ મુન્કરની દાવત આપે છે.

બેશક આ મજલીસો કે જેમાં અખ્લાક અને અકીદાનું વર્ણન થાય છે શ્રેષ્ઠ શાળાઓ અને યુનિવર્સીટીઓ છે જેઓ જેહાલતને દૂર કરવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. જેઓ આ મજલીસોમાં શિરકત કરે છે તેઓના ઈમાન અને અમલ કે જે કુરઆન અને એહલેબય્ત (અ.મુ.સ.) એ શીખવ્યા છે તે બતાવવામાં આવે છે.

(2)    ઈમામ (અ.સ.)ની મોહબ્બતમાં અને તેમના દુશ્મનોથી નફરતમાં વધારો:

સય્યદુશ્શોહદા (અ.સ.)ની મજલીસો થકી એહલેબય્ત (અ.મુ.સ.)થી મોહબ્બત અને કુરબતમાં વધારો થાય છે. તદ્ઉપરાંત, ઈમામ હુસૈન (અ.સ.) ના મસાએબનું સતત વર્ણન કરીને ઈસ્લામ અને એહલેબય્ત (અ.મુ.સ.)ના દુશ્મનો પ્રત્યે નફરતમાં વધારો થાય છે. અઝાદારી આપણને દરેક પ્રકારના ઝુલ્મ, અન્યાય અને ગુનાહને પ્રત્યે બરાઅત કરવાનું પ્રોત્સાહન આપે છે.

(3)    હકીકી દીનની ઓળખાણ અને તેનો પ્રચાર:

અઝાદારી અને સય્યદુશ્શોહદા (અ.સ.)ની મજલીસોની બીજી અસર એ છે કે લોકો ઈસ્લામ અને તેના સિધ્ધાંતોથી માહિતગાર થાય છે. દીને ઈસ્લામની તઅલીમાત લોકો તરફ રજુ થાય છે. મજલીસોમાં તેઓ કુરઆને કરીમ અને મોહમ્મદ વ આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના અમુલ્ય શિક્ષણો જાણે અને શીખે છે.

(4)    ગુનાહોનું માફ થવું:

રય્યાન ઈબ્ને શબીબ ઈમામ રઝા (અ.સ.) થી વર્ણન કરે છે:

‘અય ફરઝંદે શબીબ, અગર તમે ઈમામ હુસૈન (અ.સ.) પર રડો કે તમારા આંસુ તમારા ગાલ ઉપર વહે તો અલ્લાહ તમારા બધા ગુનાહો માફ કરી દેશે ભલે પછી મોટા હોય કે નાના હોય, વધારે હોય કે ઓછા.’

(મુન્તખબ કામીલુઝઝીયારાત, પાના નં. 164, લેખખ: ઈબ્ને કુલવૈહ અલ કુમ્મી)

ઈમામ (અ.સ.) એ પણ ફરમાવ્યું:

‘જે કોઈને રડવું હોય તે ઈમામ હુસૈન (અ.સ.) જેવા પર રડે કારણકે આપ (અ.સ.) પર રડવાથી ગુનાહે કબીરા દૂર થઈ જાય છે.’

(જીલા અલ ઉયુન, પાના નં. 462, લેખક: અલ્લામા મજલીસી અ.ર.)

(5)    જન્નતમાં રહેઠાણ:

ઈમામ બાકીર (અ.સ.) એ ફરમાવ્યું:

‘જે કોઈ ઈમામ હુસૈન (અ.સ.) ના ગમમાં આંસુ વહાવે  તો અલ્લાહ તેને જન્નતમાં જગ્યા આપશે.’

(બેહાલ અન્વાર 44/293, લેખક: અલ્લામા મજલીસી અ.ર.)

ઈમામ સાદિક (અ.સ.) એ ફરમાવ્યું:

‘જે કોઈ ઈમામ હુસૈન (અ.સ.) નો નૌહો પડે, પોતે રડે અને બીજાને રડાવે, અલ્લાહ તે બંને માટે જન્નત વાજીબ કરી દે છે.’

(6)    શિફા:

સય્યદુશ્શોહદા ઈ.હુસૈન (અ.સ.)ની અઝાદારીની બીજી ચમત્કારીક અસર બિમારો માટે સેહત અને લાઈલાજ રોગો માટે શિફા છે.

આયતુલ્લાહ બુજર્દી (અ.ર.) વર્ણન કરે છે કે નેવુ વર્ષની ઉમરે હું જીણાં અક્ષરો ચશ્મા વગર વાંચી શકું છું. આંખની આ રોશની માટે હું સય્યદુશ્શોહદા ઈમામ હુસૈન (અ.સ.) નો આભારી છું. અમૂક વર્ષો પહેલા હું બુજર્દમાં હતો જ્યાં મને આંખનો સખ્ત દુખાવો શ થયો. તબીબોએ દવા દીધી પરંતુ દવાઓએ કાંઈ અસર ન કરી. પછી મોહર્રમ શ થયો. આયતુલ્લાહ મોહર્રમના પહેલા દસ દિવસ બુજર્દમાં આવ્યા અને ઘણી બધી મજલીસોમાં શિરકત કરી. આશુરાના દિવસે ઘણા બધા લોકો માતમી જુલુસ લઈને આવતા. જેમાં સાદાત, આલીમો અને મોઅમીનો હાજર હતા. દરેક કમરમાં સફેદ કપડું અને માથામાં ધૂળ નાંખી માતમ કરતા અને નૌહા પડતા પસાર થતા હતા. આયતુલ્લાહ (અ.ર.) વર્ણન કરે છે: જ્યારે તેઓ મારા ઘરમાં આવ્યા અને મજલીસ કરી તો મારી અજીબ હાલત થઈ. હું ખુણામાં બેસી ધીમે ધીમે રડતો હતો. પછી મેં જુલુસના લોકોના કદમોની ધૂળ ઉપાડી અને મારી દુ:ખતી આંખો ઉપર લગાડી. અઝાદારોના પગની ધૂળે મારી આંખોને એવી શિફા આપી કે આજ સુધી ક્યારેય મને આંખનો દુ:ખાવો થયો નથી એટલું જ નહિં મારી આંખોની રોશની તેજ થઈ ગઈ અને ઈમામ હુસૈન (અ.સ.) ના સદકાથી ચશ્મા પહેરવાની પણ જર પડતી નથી.

(7)    જે ઈમામ હુસૈન (અ.સ.) પર રડે તે કયામતના દિવસે નહિં રડે:

રસુલે ખુદા (સ.અ.વ.) એ જ. ફાતેમા ઝહરા (સ.અ.) ને ફરમાવ્યું:

‘તમામ આંખો કયામતના દિવસે રડશે સિવાય તે આંખો ઈમામ હુસૈન (અ.સ.)ની મુસીબતો પર રડી હોય. તેઓ હસતી હશે અને જન્નતની નેઅમતોથી ખુશ હશે.’

(ઈખ્તેયાદે મઅરેફત, અલ રેજાલ, પાના નં. 89, શૈખ તુસી)

(8)    મૌતના સમયની મુશ્કેલીઓથી રક્ષણ:

જે કોઈ ઈમામ હુસૈન (અ.સ.) પર રડે તો મલેકુલ મૌત તેના માટે તેની મૌતના સમયે માં કરતા પણ વધારે મહેરબાન રહેશે.

(ખુલાસા અઝ મકાલએ આશુરા, લે. જવાદ મોહદ્દેસી)

આવો આપણે અલ્લાહ (ત.વ.ત.) ની બારગાહમાં દોઆ કરીએ કે તે આપણને સય્યદુશ્શોહદા ઈમામ હુસૈન (અ.સ.)ની અઝાદારી વધારેમાં વધારે કરવાની તૌફીક અતા કરે.