અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
શું અલ્લાહ દરેક જગ્યાએ હાજર છે? ભાગ-૧

શું અલ્લાહ દરેક જગ્યાએ હાજર છે? ભાગ-૧

અમુક મુસલમાનો દાવો કરે છે કે અલ્લાહ દરેક જગ્યાએ હાજર નથી. તેઓ આગ્રહ રાખે છે કે અલ્લાહ શરીર ધરાવે છે અને તે અર્શ ઉપર કાયમી બેઠો છે અને સંભવત: એક સમયે બે જગ્યા ઉપર હાજર ન હોય શકે. તેઓ કહે છે કે આ દુનિયા અલ્લાહની સરખામણીમાં ખૂબજ નાની છે. કીડી જેટલી અને અલ્લાહ જેવી હસ્તીને સમાવી ન શકે.

કુરઆની આયતો જે વર્ણવે છે કે અલ્લાહ ઈન્સાનથી તેની ધોરી નસ કરતા વધારે નજીક છે અને અલ્લાહ દુનિયામાં હાજર છે, તેને તેઓ એમ કહી નકારે છે કે આ આયતો અલ્લાહના ફરીશ્તાઓ માટે છે અને એ ફરીશ્તાઓ છે જે દરેક જગ્યાએ હાજર છે.

જવાબ:

મુસલમાનોના આ જુથનો આ સૌથી ગેરવ્યાજબી વાંધો છે અને તૌહિદની મુળભુતમાં ભુલો સુચવે છે. અલ્લાહ દરેક જગ્યાએ હાજર નથી તેમ સુચવવુ એ કુરઆન, સુન્નત અને મુળભુત બુધ્ધિની વિરૂધ્ધ છે અને તૌહિદમાંની આવી સમિશ્રિત માન્યતાને કુરઆનની દેખીતી આયતોથી રદ કરીએ છીએ જેનો ઈન્કાર કરવો કુરઆનના ઈન્કાર કરવા સમાન છે.

અલ્લાહ દરેક ચીજ-વસ્તુ ઉપર પ્રભુત્વ ધરાવે છે.

એવું માનવું કે અલ્લાહ દુનિયામાં નથી કારણકે તે દુનિયા કીડી સમાન છે અથવા તો તે અલ્લાહ બહુ મોટો છે, આવી દરેક મૂર્ખામણી ભરેલી ચર્ચાઓ કુરઆને શરીફની નિર્ણાયક આયતો અને તૌહિદની વિરૂધ્ધ છે.

"નિશંસય અલ્લાહ દરેક વસ્તુ પર સંપૂર્ણ કાબુ ધરાવનારો છે."  (સુરએ બકરહ-૨, આયત નં. ૨૦)

થોડાજ ફેરફાર સાથે આ આયત કુરઆને શરીફમાં ૧૪ વખત નોંધાયેલ છે. જે કુરઆને શરીફમાં સૌથી વધુ પૂનરાવર્તન થયેલ છે સિવાય કે સુરએ રહેમાનમાં જેમાં ૩૧ વખત નોંધાયેલ છે.

અલ્લાહ દરેક જગ્યાએ હાજર છે. આ આયત દરેક એ વિચાર અને માન્યતાને નકારે છે જે જણાવે છે કે અલ્લાહમાં તાકત નથી કે તે દરેક જગ્યાએ હાજર રહી શકે. આ મુસલમાનોએ સર્વ પ્રથમ પોતાની તૌહિદની માન્યતાને ચકાસવી જોઈએ જેને કુરઆને શરીફે એકજ આયત દ્વારા ૨૮ વખત પડકારેલ છે અને આવી ઘણી આયતો છે જેને સૌથી વધુ નિર્ણાયક ગણાવી શકાય. થોડી કુરઆનીક રૂપકાત્મત આયતો ઉપર આધારિત માન્યતા અને તે પણ બહુ વિશ્વસનીય ના ઉલ્લેખ વિના.

શું અલ્લાહને શરીર છે?

આ અગત્ય બાબત વિષે ચર્ચા શરૂ કરતા પહેલા જરૂરી છે કે કુરઆને શરીફની સુરએ આલે ઈમરાનની આયત ૭ ઉપર વિચાર કરીએ.

"અય રસુલ એજ તે છે કે જેણે તારા ઉપર આ કિતાબ ઉતારી છે જેની કેતલીક આયતો સાફ છે અને એજ આયતો કિતાબનું મૂળ છે બીજી બહુઅર્થી છે; હવે જે લોકોના અંત:કરણોમાં અવળાઈ છે તેઓ તેમાંની બહુઅર્થી આયતોને અનુસરે છે, ફિત્નો ફેલાવવાના હેતુથી અને તેનો અર્થ ઈચ્છા મુજબ કરવાના હેતુથી જો કે તેનો અર્થ અલ્લાહના અને તેમના સિવાય કે જેઓ જ્ઞાનમાં પ્રવીણ છે અન્ય કોઈ જાણતું નથી અને તે કહે છે કે અમે તેના ઉપર ઈમાન લાવ્યા, દરેક અમારા પરવરદિગાર તરફથી છે અને બુધ્ધિશાળીઓ સિવાય અન્ય કોઇ બોધ ગ્રહણ કરતા નથી."

આ આયત ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે કુરઆને શરીફની દરેક આયત મોહકમ પ્રતિપાદક નથી. પરંતુ અમૂક આયતો મુતશાબેહ રૂપકાત્મક છે. જ્યારે મોહકમ આયતો સ્પષ્ટ અર્થઘટના ધરાવે છે. જો કે તે પણ જરૂરી છે કે આ કિસ્સામાં પણ વિશ્વસનીય તફસીરનો સંદર્ભ મુતશાબેહ આયતોનો અર્થ જો સ્પષ્ટ રીતે ન લેવામાં આવે તો તે કયારેક ગેરમાર્ગે દોરી શકે. આજ કારણોસર મુતશાબેહ આયતોનો અર્થ મોહકમ આયતો અને વિશ્વસનીય તફસીરની મદદથી કરવો જોઈએ.

અલ્લાહના ભૌતિક શરીરની માન્યતા કુરઆને શરીફની મોહકમ આયતોની વિરૂધ્ધ છે અને ખુલ્લી અમાન્યતા છે.

નીચે દર્શાવેલ આયતો અલ્લાહના ભૌતિક શરીરને સ્પષ્ટપણે નકારે છે. એ જાણવું જરૂરી છે કે મુસલમાનોની બહુમતી આ આયતોને મોહકમ ગણે છે અને આ આયતોનું બીજું અર્થઘટન શકય નથી.

૧. "કોઈ વસ્તુ તેના જેવી નથી.."

(સુરએ શુરા-૪૨, આયત નં. ૪૪)

આ આયત ઉપરથી એ સ્પષ્ટપણે સાબીત થાય છે કે અલ્લાહમાં કોઈ ચીજ જેવી સમાનતા નથી, તેની મખ્લુક સાહેત, તેથી જો મખ્લુક ભૌતિક સ્થિતિમાં હોય શરીર ધરાવતા હોય તો પછી અલ્લાહના ભૌતિક અસ્તિત્વને નકારવા માટે આ પુરતું છે.

૨. આ આયતથી એ સ્પષ્ટ થાય છે કે અલ્લાહને જોઈ શકાતો નથી. તેથી આવા મુસલમાનોની માન્યતા કે અલ્લાહને કયામતના દિવસે જોઈ શકાશે તેને રદીયો મળે છે.

૩. ફરીથી આ આયત ઉપરથી સ્પષ્ટપણે સાબિત થાય છે કે અલ્લાહને જોવા અશ્કય છે. હ. મુસા અને બની ઈસ્રાઈલના ૭૦ ચુંટી કાઢેલ માણસો માટે પણ. જો દુનિયાની અંદર રહીને હ. મુસા અ.સ. જેવા ઉલુલ અઝમ નબી માટે અલ્લાહને જોવા શકય નથી તો પછી કયામતના દિવસે નીચે દરજ્જાવાળા લોકો માટે અલ્લાહને જોવો કઈ રીતે શકય હોય?

આ અને બીજી મોહકમ આયતો એ વાત ઉપર ધ્યાન દોરે છે જે મુતશાબેહ આયતોથી અલગ છે. જેના મુતશાબેહ આયતો મુજબ અલ્લાહને શરીર છે. હાથ અને તેને જોવામાં આવશે અને અલ્લાહને ન તો આ દુનિયામાં જોઈ શકાશે ન તો આખેરતમાં પરંતુ લોકો તેની નિશાનીઓને જોઈ શકશે અને તેના નબીઓને કે જેઓ પણ તેની નિશાનીઓ છે.

એવી અઢણક મોહકમ સ્પષ્ટ આયતો છે જે અલ્લાહનું સર્વ વ્યાપી હોવું દર્શાવે છે. આ આયતો પછી આ વિષય ઉપર ચર્ચાનો કોઈ અર્થ નથી. કોઈ સંદેહ બાકી નથી રહેતો.

"અને જ્યાં પણ તમે હો છો તે તમારી સાથેજ હોય છે."

(સુરએ હદીદ-૫૭, આયત નં. ૪)

"શું તું નથી જોતો કે અલ્લાહ જે કાંઇ આકાશોમાં છે તેને જાણે ચે અને જે કાંઇ પૃથ્વીમાં છે તેને પણ? કોઈપણ ત્રણ જણાં વચ્ચે ખાનગી સલાહ થતી નથી કે જે માંહેનો ચોથો તે ન હોય, તેમ પાંચ નથી હોતી કે તેઓ માંહેનો છઠ્ઠો તે ન હોય અને ન તે કરતાં ઓછા હોય કે વધારે, જ્યાં હોય તેમની સાથે અલ્લાહ પણ હોય છે; પછી તેઓ જે કાંઇ કરી ચૂકયા છે તે તેમને કયામતના દિવસે જણાવી દેશે; નિસંશય અલ્લાહ દરેક વસ્તુનો જાણકાર છે."

(સુરએ મુજાદેલા-૫૮, આયત નં. ૭)

"કે અલ્લાહે પોતાના જ્ઞાનની રૂએ વસ્તુને અવશ્ય ઘેરી રાખી છે."

(સુરએ તલાક-૬૫, આયત નં. ૧૨)

આ આયતો સાબિત કરે છે કે અલ્લાહ સર્વવ્યાપી છે. આ દુનિયામાં અને જન્નતોમાં અને તેણે દરેક ચીજને ઘેરેલી છે. આ કાર્ય તેણે ફરીશ્તાઓને સોંપેલ નથી અને ન તો તેનો ઉલ્લેખ આ આયતોમાં છે.

અલ્લાહના અનન્ય લક્ષણો

અલ્લાહના અનન્ય લક્ષણો જેવા કે તેનો કોઈ સાથીદાર નથી, જોનાર અલ બસીર, સાંભળનાર સમીઅ, જાણનાર અલ અલીમ, જ્ઞાની ખબીરનો અર્થ એ થાય છે કે તેનું ઈલ્મ અને તેનું સર્વવ્યાપીપણુ જમીન અને આકાશને આવરી લે છે. એવું અર્ટઘટન ન કરવું કે તેનું જોવું, જાણવું, સાંભળવું ફરીશ્તા થકી છે. આ શીર્ક છે કારણકે આમ માનવાથી એમ થશે કે અલ્લાહ ફરીશ્તાની મદદથી સાંભળે છે, જોવે છે અને જાણે છે અને તે પોતે ઉપરોકત કાર્યો કરવા માટે ભૌતિક પરિમાણોને લીધે અસમર્થ છે.

આનો અર્થ હરગીઝ એમ નથી કે અલ્લાહ ફરિશ્તા દ્વારા કામ કરાવે છે જેનો ઉલ્લેખ કુરઆનમાં ઘણી જગ્યાએ કરવામાં આવેલ છે જેમકે અલ્લાહને ફરીશ્તા વિના ચલાવી શકે અને સર્વ કાર્યો પોતે કરી શકે. જ્યારે કે આ મુસલમાનોના મત અનુસાર અલ્લાહ પોતાના મર્યાદિત ભૌતિક અસ્તિત્વને લીધે ફરિશ્તા વગર દુનિયાના હાલતો નથી જાણી શકતો કારણકે તે પોતાના ભૌતિક પરિમાણોને લીધે દુનિયામાં દાખલ થઈ શકતો નથી.

અને કુરઆને શરીફમાં ઘણી આયતો એવી છે જે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે અલ્લાહ પોતે રસુલોની સાથે છે અને તેણે પોતાની જગ્યાએ ફરિશ્તા મોકલેલ નથી.

"તે વેળાએ (રસુલ) પોતાના સાથીને કહી રહ્યા હતા કે હાયવોય કર નહિં, નિસંશય અલ્લાહ આપણી સાથે છે. જેથી અલ્લાહે તેમના ઉપર પોતાની શાંતિ ઉતારી અને એવા લશ્કરો વડે તેને સબળ બનાવ્યો કે જેમને તમે જોઈ શકતા ન હતા અને નાસ્તિકોનો બોલ તેણે હેઠે પાડયો અને અલ્લાહનીજ બોલબાલા રહી અને અલ્લાહ ઝબરદસ્ત હિકમતવાળો છે."     (સુરએ તૌબા-૯, આયત નં. ૪૦)

આ આયત દ્વારા રસુલ સ.અ.વ. અબુબક્રને દિલાસો આપતા વર્ણવે છે કે અલ્લાહ તેમની સાથે છે ન કે ફરિશ્તા અને રસુલ સ.અ.વ. ઉપર શાંતિ સલવાત મોકલનાર અલ્લાહ છે, ન કે ફરિશ્તા.

"ફરમાવ્યું, તમે બીઓ મા, નિસંશય હું તમારી સાથેજ છું, ખરેશ હું સાંભળું અને જોઉં છું."

(સુરએ તાહા-૨૦, આયત નં. ૪૬)

અલ્લાહ મુસા અ.સ. થી ડરને દુર કરી પુન: ખાતરી આપતા ફરમાવે છે કે તે ન કે અમૂક ફરિશ્તા તેની અને તેના ભાઈ હારૂન અ.સ. ની સાથે છે અને તે દરેક વસ્તુ જોનાર અને સાંભળનાર છે.

"તેણે ફરમાવ્યું, હરગીઝ તેમ નહિ થાય, નિસંશય મારો પરવરદિગાર મારી સાથે છે."

(સુરએ શોઅરા-૨૬, આયત નં. ૬૨)

અહીં હ. મુસા અ.સ. તેમની કૌમને પુન: ખાતરી આપતા કહે છે કે અલ્લાહ તેમની સાથે છે.

આ અને બીજી ઘણી આયતો એ સ્પષ્ટ કરે છે કે નબીઓના જરૂરતના સમયે અલ્લાહ પોતે તેમની સાથે હતો અને રસુલોએ આ વાત સમજી અને તેમના સાથીદારોને પણ આ વાતની પુન: ખાતરી અપાવી. તેમના સાથીઓ પણ સમજી ગયા કે અલ્લાહ પોતે તેમની સાથે છે ન કે કોઈ ફરિશ્તા જેમકે બની ઈસ્રાઈલના લોકોએ હ. ઈબ્રાહીમ અ.સ. ને માં દાખલ થતી વખતે કહ્યું:

"જેથી તું અને તારો પરવરદિગાર જાઓ અને બંને લડો; અમે તો અહીંજ બેસી રહીશું."

(સુરએ માએદા-૫, આયત નં. ૨૪)

અહી બની ઈસ્રાઈલથી મુરાદ ફરીશ્તો નથી પરંતુ તેમના ટોળા ખુદ અલ્લાહ ઉપર નિર્દેશિત કરવામાં આવેલ.

અલ્લાહ પોતે કાર્યો કરે છે.

કુરઆને શરીફમાં ઘણી એવી આયતો છે જે સ્પષ્ટપણે દર્શાવે છે કે અલ્લાહ પોતે કાર્યો કરે છે. જે અલ્લાહના દુનિયામાં હાજર હોવાને પુરવાર કરે છે. આ આયતોને ફકત એમ કહીને ઠુકરાવવી કે ફરિશ્તાઓ કાર્ય કરે છે, ન કે અલ્લાહ એ ખુલ્લમ ખુલ્લી ગુમરાહી છે.

"ફરમાવ્યું, તમે બીઓ મા, નિસંશય હું તમારી સાથેજ છું, ખરેશ હું સાંભળું અને જોઉં છું."

(સુરએ તાહા-૨૦, આયત નં. ૪૬)

અલ્લાહ સ્વતંત્ર રીતે ફરિશ્તા થકી નહી જોવે છે અને છે અને સાંભળે છે.

"ખચીત જ અલ્લાહે તે લોકોનું બકવું સાંભળ્યું છે જેમણે કહ્યું કે અલ્લાહ તો મોહતાજ છે અને અમે તવંગર છીએ; તેમણે જે કાંઇ કહ્યું છે તે અમે અવશ્ય લખી લઈએ છીએ."

(સુરએ આલે ઈમરાન-૩, આયત નં. ૧૮૧)

અલ્લાહે પોતે જ આ લોકોના મેણા સાંભળ્યા અને તેને ફરિશ્તાની જરૂરત નથી આ જાણવા માટે.

"ખચીતજ અલ્લાહે તેણીની વાત સાંભળી કે જે તારી સાથે પોતાના પતિના સંબંધમાં વાદવિવાદ કરે છે."

(સુરએ મુજાદેલા-૫૮, આયત નં. ૧)

અલ્લાહ પોતેજ બંદાઓની આજીજીને સાંભળે છે ન કે ફરિશ્તા દ્વારા

"અલ્લાહ પ્રાણોને તેમના મૃત્યુ સમયે હરી લે છે અને જે પ્રાણો મરણ પામ્યા નથી તેમના ઉંઘતી વખતે હરી લે છે પછી જેમના પર મૃત્યુની આજ્ઞા કરી ચૂકયો છે તેમને તો રોકી રાખે છે અને બીજાઓને એક ઠરાવેલા સમય સુધી પાછા ફેરવી દે છે; બેશક જેઓ ચિંતન કરનારા છે તેમના માટે આમાં નિશાનીઓ મૌજુદ છે."

(સુરએ ઝુમર-૩૯, આયત નં. ૪૨)

અલ્લાહ જાતે રૂહ કબ્ઝ કરે છે. આ આયતમાં ફરિશ્તાને આ કાર્યની સોંપણી વિશે કંઈ નથી વર્ણવેલ. પરંતુ બીજી અમૂક આયતોમાં આ કાર્ય ફરિશ્તા દ્વારા પણ કરવામાં આવે છે તેમ જણાવેલ છે.

"અમોએ કહ્યું કે અય આગ! તું ઈબ્રાહીમ અ.સ. પર ઠંડી અને સલામતિ આપનારી થઇ જા."     (સુરએ અંબીયા-૨૧, આયત નં. ૬૯)

અલ્લાહે પોતે હ. ઈબ્રાહીમ અ.સ. ને આગમાંથી બચાવ્યા જ્યારે હ. ઈબ્રાહીમ અ.સ. ફરિશ્તાની મદદ લેવાનો ઈન્કાર કર્યો. આ સાબિત કરે છે કે અલ્લાહ પોતે આ દુનિયામાં છે કારણકે જો તેણે ફરિશ્તાઓની મદદ લીધેલ હોત પોતાના કાર્યો કરવા તો હ. ઈબ્રાહીમ અ.સ. બળી ચુકયા હોત. હ. ઈબ્રાહીમ અ.સ. ને ખલીલનો લકબ અલ્લાહ ઉપર આધાર રાખવાને લીધે મળ્યો ન કે ફરિશ્તા ઉપર આધાર રાખવાને લીધે. આ ફરીથી સાબિત કરે છે કે અલ્લાહ દુનિયામાં હાજર છે નહિંતર હ. ઈબ્રાહીમ અ.સ. માટે ખલીલુલ્લાહ થવું શકય ન હતું. એટલેકે ફકત અલ્લાહ ઉપર આધારીત ન કે તેની મખ્લુક ઉપર.