અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
જનાબે ફાતેમા ઝહેરા (સ.અ.)ના ઈમામ કોણ છે?

જનાબે ફાતેમા ઝહેરા (..)ના ઈમામ કોણ છે?

 

  • કેહવાતા મુસલમાનો જેમકે ઈબ્ને તયમીયા એવો દાવો કરે છે  કે (આરોપ લગાવે છે) મઆઝલ્લાહ (અલ્લાહની પનાહ) જનાબે ફાતેમા ઝહેરા (સ.અ.) તેમના ફદકના દાવા બાબતે હક ઉપર ન હતા. કોઈ પણ ભોગે તેમણે અબુબક્ર અને ઉમરથી બધા જ સંબંધો (તઆલ્લુકાત) તોડી નાખવા ન જોઈએ. તેઓ ઝમાનાના હાકીમ (શાસકો) હતા. અને આપ (સ.અ.)એ તેઓથી મૈત્રીભર્યુ વર્તન કરવું જોઈતુ હતું.

 

જવાબ

 

આ વિષય ઉપર એક રસપ્રદ બનાવ છે. અંતે વાંચકો ખૂબજ આસાનીથી નિર્ણય કરી શકશે કે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) હક્ક ઉપર હતા કે ન હતા (સાચા હતા કે ખોટા) અને અબુબક્ર અને ઉમર સાથે વાતચીત કરવાની મનાઈ કરીને એમને મુસલમાનોની પેઢીને શું સંદેશો આપ્યો છે. મઅસુમા હોવાના કારણે તેમના (સ.અ.)ના કાર્યમાં એવું શાણપણ હતું કે જે મુસલમાનોને આજ દીન સુધી મુંઝવે છે જ્યારે તેમને એક સવાલનો જવાબ આપવા માટે કહેવામાં આવે છે.

 

જનાબે ફાતેમા ઝહરા (..)ના ઈમામ કોણ છે?

 

અલ્લામા અમીની (અ.ર.) એ મુસ્લિમ વિદ્વાનોને ફસાવ્યા. અમૂક સઉદી સલફી વિધવાનોએ અલ્લામા અમીની (અ.ર.) કે જે અલ ગદીર (ગદીરના બનાવ ઉપર તાર્કીક રીતે નિર્ણાયક કિતાબ છે) ના લેખકને રાત્રી ભોજન માટે દાવત આપી. અલ્લામા અમીની (અ.ર.) એ તેમની દાવતને સ્વીકારી નહી. તેમ છતાં તેઓએ અલ્લામા અમીની (અ.ર.)ને સાથે જોડાવવા માટે આગ્રહ કર્યો. ઘણો આગ્રહ પછી અલ્લામા અમીની (અ.ર.)એ તેમની ભલામણને સ્વિકારી પણ સાથોસાથ તેમણે એ શરત મૂકી કે જમ્યા બાદ કોઈપણ પ્રકારની ચર્ચા કે વાદવિવાદ નહી થાય. તેઓએ સ્વિકાર્યુ. જમ્યા પછી બેઠકમાંના એક સલફી વિદ્વાને (તેઓ લગભગ 70 થી 80 વર્ષના હતા.) ચર્ચાની શરૂઆત  કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ અલ્લામા અમીની (અ.ર.) એ વાદવિવાદમાં પડવાની મનાઈ કરી.

 

તે સાંભળી અમુક લોકોએ એવું સુચન કર્યું કે ઈલાહી રહેમતનો વધારો થાય તે માટે ભેગા થયેલા દરેક વિધ્વાનોએ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની એક હદીસ વર્ણવવી કે જેથી કરીને બેઠક તેનાથી વધારે પ્રકાશીત થઈ જાય.

ત્યાં હાજર રહેલા લોકો પ્રસિધ્ધ હદીસવેત્તાઓ (હાફીઝે હદીસ) હતા. આ ખિતાબ એ લોકોને આપવામાં આવે છે કે જેમણે ઓછામાં ઓછી એક લાખ હદીસો યાદ કરી હોય. તેઓએ એક પછી એક હદીસ વર્ણવવાની શરૂ કરી દીધી ત્યાં સુધી કે અલ્લામા અમીની (અ.ર.)નો વારો આવ્યો.

 

અલ્લામા અમીની (અ.ર.) એ કહ્યું: હું જે હદીસ વર્ણવુ એમાં મારી શરત એ છે કે જ્યારે હું તે હદીસ બયાન કરી લઉં તો દરેક માણસ સમર્થન આપે કે તે એ હદીસને પ્રમાણભૂત (સહીહ) ગણે છે કે નહીં.

 

ત્યાં હાજર બધા લોકોએ શરત સ્વિકારી.

 

પછી અલ્લામા અમીની (અ.ર.) એ પવિત્ર પયગમ્બરે ઈસ્લામ (સ.અ.વ.)ની એક પ્રખ્યાત હદીસ વર્ણવી.

قَالَ رَسُوْلُ اللهِ (صَلَوَاتُ اللهِ عَلَیْهِ وَ آلِهٖ ) :

مَنْ مَاتَ وَ لَمْ یَعْرِفْ اِمَامَ زَمَانِهٖ مَاتَ مِیْتَۃً جَاهِلِیْه

જે કોઈ પોતાના ઝમાનાના ઈમામને ઓળખ્યા વગર મરી જાય તે જાહેલીય્યતની મૌત મરે છે.

 

પછી તેમણે તેમના દરેક આલીમોને આ હદીસના પ્રમાણભૂત હોવા વિશે પુછયું. બધાએ તે જાહેર કર્યું કે આ હદીસ ખરેખર પ્રમાણભૂત છે.

 

પછી અલ્લામા અમીની (અ.ર.) એ કહ્યું હવે જ્યારે તમે બધાએ આ હદીસને સ્વિકારી છે. તો તમારા બધા માટે મારો એક સવાલ છે.

 

શું ફાતેમા ઝહરા (..) તેમના ઝમાનાના ઈમામને ઓળખ્યા હતા કે નહી? અને જો તેમણે ઓળખ્યા હતા તો ફાતેમા ઝહરા (..)ના ઈમામ કોણ હતા?'

 

ત્યાં હાજર બધાજ વિદ્વાનો માથુ નીચુ નમાવીને લાંબા સમય સુધી ચૂપ રહ્યા અને કારણકે તેઓ પાસે કોઈ જવાબ ન હતો એટલે તેઓ એક પછી એક બેઠક છોડીને નીકળવા લાગ્યા.

સ્પષ્ટપણે તેઓ ફસાઈ ગયા હતા..

 

અગર તેઓ દાવો કરે કે આપ (સ.અ.) પોતાના ઈમામને ઓળખ્યા ન હતા તો આ પરથી એવું તારણ નિકળે કે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) આ દુનિયાથી કુફ્રની હાલતમાં કૂચ કરી ગયા (મઆઝલ્લાહ) અને આ શકય નથી કે દુનિયાઓની સ્ત્રીઓની સરદાર કાફેરાહ તરીકે મરે. (મઆઝલ્લાહ).

 

અગર તેઓ (વિધ્વાનો) કહે કે આપ (સ.અ.) પોતાના ઈમામને ઓળખ્યા હતા તો પછી તેમને અબુબક્રની જગ્યાએ કોઈ બીજા ઈમામને શોધવા પડે કારણકે બુખારી (એહલે તસન્નુનનો મુખ્ય વિદ્વાન) કહે છે.

مَاتَتْ وَ هَيِ سَاخَتْهٗ عَلَيْهِمَا

 

જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)એ આ દુનિયા અબુબક્ર અને ઉમર (કારણકે હદીસ કહે છે عليهما એટલેકે તેઓ બન્ને) થી તીવ્ર ગુસ્સાની હાલતમાં છોડી.

 

  •  કારણકે એહલે તસન્નુનના વિધ્વાનો ફસાઈ ગયા હતા અને કોઈ વિકલ્પ ન હતો સિવાય કે તેઓ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની કાયદેસરની ખિલાફતની ગવાહી આપે, આથી તેઓ બેઠકમાંથી શરમથી મોઢુ લટકાવીને જતા રહ્યા.