હઝરત અલી(અ.સ)એ શા માટે પોતાના ત્રણ બચ્ચાઓના નામ અબુબક્ર, ઉમર અને ઉસ્માન રાખ્યા?

વાંચવાનો સમય: 5 મિનિટ

અ- ઇસ્લામની શરૂઆતમાં અરબોની વચ્ચે (ઉમર) એક પ્રખ્યાત અને સામાન્ય નામોમાંથી હતું અને આ ફક્ત ઉમર બીન ખત્તાબથી મખ્સુસ ન હતું- રેજાલ અને તરાજીમની કિતાબોથી આ વાત ખબર પડે છે.

ઇબ્ને હજરે અસ્કલાની શાફેઇએ રસુલ(સ.અ.વ)ના ૨૨ સહાબીઓનો ઉલ્લેખ કર્યો છે જેઓનું નામ ઉમર હતું અને તેઓમાથીજ એક ઉમર બીન અબી સલમી હતા કે જેની પરવરીશ પયગંબરે ઇસ્લામ (સ.અ.વ)એ કરી હતી અને  હઝરત અલી(અ.સ)ના વફાદાર સહાબીઓમાંથી એક હતા.

બ- ભરોસાપાત્ર સંદર્ભોના આધારે હઝરત અલી(અ.સ)એ પોતાના દીકરાનુ નામ ઉમર ન રાખ્યુ હતું બલ્કે ઉમર બીન ખત્તાબે પોતાના મકામ અને મંઝેલતને ધ્યાનમાં રાખતા પોતાની મરઝીથી હઝરત અલી(અ.સ)ના દીકરાનું નામ પોતાના નામ પર ઉમર રાખ્યું. એહમદ બીન યહ્યા બાલાઝરી (વફાત ૨૭૯ હિજરી)એ આ બાબતે નોંધ્યું છે કે ઉમર બીન ખત્તાબે હઝરત અલી(અ.સ)ના બાળકનુ નામ ઉમર રાખ્યું[1]  (અને આ કાર્ય બીજાની બાબતોમાં તેઓની મરઝી વગર દખલગીરી  દેવાની સ્પષ્ટ દલીલ છે.)

ઇતિહાસે આ સિવાય પણ બીજા ખલીફાની નકામી વાતો અને બીજાઓની બાબતોમાં દખલ દેવાનો ઉલ્લેખ કર્યો છે.

એહમદ બીન યહ્યા બાલાઝરીએ અબ્દુલ્લાહ બીન કેસ બીન નક્બના વિષે નોંધ્યું છે કે અબ્દુલ્લાહ બીન કેસ બીન નક્બનુ જુનુ નામ ખય્યાત હતું, ઉમરે તેનું નામ બદલી અબ્દુલ્લાહ રાખ્યું.[2]

ઇબ્ને અસીર જઝરી શાફેઇ (વફાત-૩૬૦ હિજરી)એ અબ્દુર રહમાન  બીન હારીસ મખ્ઝુમીના જીવનચરિત્રમાં બીજા ખલીફાની નકામી વાતો તરફ ઈશારો કરતાં નોંધ્યું છે કે અબ્દુરરહમાન, ઉમર બીન ખત્તાબની દેખરેખ હેઠળ મોટા થયા, અબ્દુરરહમાનનું પુરુ નામ ઈબ્રાહિમ હતું, ઉમર બીન ખત્તાબે તેઓનુ નામ બદલીને અબ્દુરરહમાન રાખી દીધું.[3]

ઇબ્ને સઅદ બસરી (વફાત ૨૩૦ હિજરી) લોકોના નામો બદલવાની પ્રક્રિયાની બાબતમાં બીજા ખલીફાના હસ્તક્ષેપનો ઉલ્લેખ કરતાં નોંધે છે કે મસરૂકના બાપનુ નામ અજદ હતું, ઉમર બીન ખત્તાબે તેનું નામ બદલીને અબ્દુરરહમાન રાખ્યું.[4]

ઇબ્ને કુતય્બા દીનુરીએ હર્મઝાનના વિષે નોંધ્યું છે કે હર્મઝાને જ્યારે ઇસ્લામ કબુલ કર્યો તો ઉમર બીન ખત્તાબે તેનું નામ બદલી ને અરતફહ રાખ્યું.[5]

મુત્તકી હિંદીએ એક જગ્યાએ બીજા ખલીફાની કારણ વગરની દખલગીરીને આ રીતે બયાન કરી છે:

ઉમર બીન ખત્તાબે બિલાલ બીન રબાહના ભાઈ તહીલ બીન રબાહનું નામ બદલીને ખાલીદ બીન રબાહ રાખ્યું.[6]

ઇબ્ને સઅદ અને ઇબ્ને હજરે અસ્કલાની શાફેઇ બીજા ખલીફાની નામ બદલવાની ઝુંબેશના એક ભાગ તરફ ઈશારો કરતાં નોંધે છે:

કસીર બીન સલતનુ પૂરું નામ કલીલ બીન સલત હતું, ઉમર બીન ખત્તાબે તેનુ નામ બદલી કલીલની બદલે કસીર કરી નાખ્યું.[7]

હવે ઉપરોક્ત ઉલ્લેખ કરેલી બાબતોના અર્થઘટન તરફ ધ્યાન આપી તેના પર વિચાર કરો તો સમજાશે કે ખુદ અમીરુલ મોઅમેનીન(અ.સ) એ પોતાના દીકરાનુ નામ ઉમર રાખવાની પહેલ ન કરી હતી પરંતુ તે સમયના હાકીમ અને ખલીફાએ આ નામ પસંદ કર્યું હતું.

તો શું આ પોતાની જાતે નામકરણ કરવું એ હઝરત અલી અને ઉમર બીન ખત્તાબ વચ્ચે સારા અને દોસ્તી ભર્યા સંબંધો હોવાની દલીલ હોય શકે?

કદાચ અમુક માનનીય વાચકોના મનમા આ સવાલ ઉતપન્ન થઇ શકે કે શા માટે હઝરત અલી(અ.સ)એ ખલીફાના આ નામનો વિરોધ કેમ ન કર્યો?

આ સવાલના જવાબમાં પણ એ કહેવું જોઇએ કે બીજા ખલીફાના કારનામાઓ જોઈએ તો તે એક સખ્ત સ્વભાવનો (ગુસ્સાવાળો) માણસ હતો અને સહાબા તેના અમલ અને કાર્યોનો વિરોધ કરતાં.

ઉમરે સઆદ બીન એબાદાહના કત્લનો હુકમ અબુબક્રની બયઅત ન કરવાના કારણે આપ્યો હતો. પોતાના બહેન અને બનેવી, ખાલીદ બીન વલીદની કૌમ,રબીઅહ કબીલાનો વડો અને બુઝુર્ગ જારૂદ આમરીની અને અબી બીન કાઅબ અન્સારીની હત્યા, અશર એ મુબશશેરાહના એક સભ્ય સાઅદ બીન અબી વક્કાસના મહેલને આગ લગાડવી, આ બધા નમુનાઓ છે તેની બદઅમલીઓના કે જે પયગંબર(સ.અ.વ)ના અસહાબો સાથે તેણે કર્યું.[8]

ઉમર બીન ખત્તાબનો સખ્ત સ્વભાવ (ગુસ્સાવાળો) સહાબાએ કેરામ અને સામાન્ય મુસાલમનોમાં એટલો પ્રખ્યાત હતો  કે ઇતિહાસે તેની ખ્યાતી આ રીતે બયાન કરી છે કે ઉમર બીન ખત્તાબનો તાઝીયાનો (ચાબુક) હજ્જાજ બીન યુસુફે સકફીની તલવારથી વધારે ખતરનાક અને  ડરામણો માનવામાં આવતો હતો.

અને ખુબજ વધારે શક્ય છે કે અલી(અ.સ)એ આનો વિરોધ કર્યો હોય પરંતુ ઇતિહાસે તેને નોંધ્યું ન હોય અથવા એમ પણ બની શકે કે આપણને તેની જાણ ન હોય અને એવી પણ શક્યતા છે કે હઝરત અલી(અ.સ) ના દીકરા નું નામ ઉમર નહીં બલ્કે ઉમરુ રહ્યું હોય.

હઝરત અલી(અ.સ)ના એક બીજા દીકરાનુ નામ કે જે એક ખલીફાના નામ સાથે મળતું આવે છે તે ઉસ્માન બીન અલી છે. હઝરત અલી(અ.સ)ના આ દીકરાનુ નામ ત્રીજા ખલીફાના નામ સાથે મળતું આવવાના વિષે કહી શકાય કે:

અ- તરાજીમ,રેજાલ અને અન્સાબની કિતાબો તરફ રજુ થવાથી આપણે જાણી શકીએ છીએ કે ઉસ્માન નામ પણ અરબોની વચ્ચે એક મશહૂર અને સામાન્ય નામોમાંથી એક હતું.

ઇબ્ને હજરે અસ્કલાની શાફેઇએ પોતાની મશહૂર કિતાબ અલ ઇસ્બાતો ફી માઅરેફતીલ સહાબહ જે અસહાબે પયગંબર(સ.અ.વ) અને તેઓની ઝીંદગીના વિષે છે.તેમા ૨૬ અસહાબે પયગંબર કે જેઓનું નામ ઉસ્માન હતું તેનો ઉલ્લેખ થયો છે.

બ- ઈતિહાસની ભરોસાપાત્ર સંદર્ભોથી આ વાત સાબીત છે કે હઝરત અલી(અ.સ)એ પોતાના દીકરાનુ નામ મશહુર સહાબીએ રસુલ ઉસ્માન બીન મઝઉનના નામ પર રાખ્યું હતું અને હઝરત અલી(અ.સ)ના આ દીકરાનુ નામ ત્રીજા ખલીફા (ઉસ્માન બીન અફ્ફાન)ના નામ સાથે કોઈ સબંધ ધરાવતું નથી.

અબુલ ફરજ ઇસફહાનીએ અલી(અ.સ)થી નકલ કરતાં નોંધ્યું છે કે:

“મે મારા દીકરાનું નામ મારા ભાઈ ઉસ્માન બીન મઝઉનના નામ પર ઉસ્માન રાખ્યું છે” (અને આ બયાનથી હવે સાફ થઈ જાય છે કે આપ(અ.સ) એ ઉમરના નામમાં પણ આજ ખ્યાલ અને અકીદાનો વિચાર કર્યો છે તે શરતે કે નામકરણ આપ(અ.સ) તરફથીજ કરવામાં આવ્યું હોય તો.

અબુલ હસન મોહમ્મદ બીન અબી જાફર અબદલી જંગે બદ્રના મુજાહીદોના વિષે લખે છે કે ઉસ્માન બીન મઝઉન જે જંગે બદ્રમાં હાજર હતા, હઝરત અલી(અ.સ)એ તેઓના નામ પર પોતાના દીકરાનું નામ ઉસ્માન રાખ્યું.[9]

ઇતિહાસકારોએ હઝરત અલી(અ.સ)ના દિકરાઓમાં અબુબક્ર બીન અલી(અ.સ)નુ નામ પણ નોંધ્યું છે

અબુબક્ર અલી(અ.સ)ના આ દીકરાની કુન્નીયત છે જેઓના નામના વિષે ઇતિહાસકારોમાં વિરોધાભાસ છે, અમુકે તેઓનું નામ અબ્દુલ્લાહ અને અમુકે તેમનું નામ મોહમ્મદ નોંધ્યું છે, અને અમુક સંદર્ભોમાં તેમનું નામ અબ્દુરરહમાન કહેવામાં આવ્યું છે અને અમુક કે જેઓમાં અબુલ ફરજ ઇસફહાની પણ છે તેઓએ કોઈપણ નામનો ઉલ્લેખ કર્યો નથી અને તેઓનું નામ ન જાણતા હોવાનું કહ્યું છે.

આ નામ મળતા આવવાના બારામાં પણ કહી શકાય કે:

અ- હઝરત અલી(અ.સ)ના દીકરાનુ નામ અબુબક્ર ન હતું પરંતુ આ તેમની કુન્નીયત હતી. અરબોના રીત રિવાજ પ્રમાણે કુન્નીયત અલગ અલગ મૌકાઓ પ્રમાણે અને માં બાપ સિવાય બીજા લોકો તરફથી પણ આપવામાં આવતી હતી.

બ- કુન્નીયત અબુબક્ર અરબો દરમિયાન ખુબજ પ્રખ્યાત અને લોકપ્રિય હતી. ઇસ્લામની શરૂઆતમાં બીજા પણ આવા ઘણા લોકો હતા કે જેઓની કુન્નીયત અબુબક્ર હતી અને કોઈ મોઅતબર સનદ અને દલીલ નથી મળતી જે આ વાત સાબિત કરે કે હઝરત અલી(અ.સ) એ પેહલા ખલીફાની કુન્નીયતના હિસાબે પોતાના દીકરા માટે આ કુન્નીયતને પસંદ કરી હોય.     

ક- અબુબક્ર પેહલા ખલીફાની કુન્નીયત છે અને તેનું નામ નથી. અગર હઝરત અલી(અ.સ)નો મકસદ લોકો સામે તેમના અને પેહલા ખલીફાના સારા અને દોસ્તીભર્યા સબંધો દેખાડવાનો હોત તો હઝરત અલી(અ.સ) એ પોતાના દીકરાનુ નામ અબુબક્રના નામ પર રાખ્યું હોત, ન કે તેની કુનનીયત પર.

ઉલ્લેખનીય કારણો ત્યાં સુધી કે ભરોસાપાત્ર સંદર્ભો જે હઝરત અલી(અ.સ) અને ઉમર વચ્ચે સામાન્ય સબંધો અને વ્યવહારને બયાન કરે છે તેને અનુલક્ષીને જોઈએ તો આ નામોનુ મળતું આવવુ પણ હઝરત અલી(અ.સ) અને ઉમર વચ્ચે સારા અને દોસ્તીભર્યા સબંધો હોવાની દલીલ નથી બની શકતું .

હઝરત અલી(અ.સ)ના દીકરાનુ ખલીફાઓના નામ પર હોવું અગર આ વાતની દલીલ છે કે તેઓ વચ્ચે  સારા અને દોસ્તીભર્યા સબંધો હતા તો પછી આ સબંધો એકતરફી જ કેમ હતા? અને ખલીફાઓએ પોતાના બચ્ચાઓના નામ “હસન” અને “હુસૈન” કેમ ન રાખ્યા?

અમુક સહાબીઓ અને અઇમ્માએ માઅસુમીન(અ.મુ.સ)ના ચાહવવાળાઓના નામ જેવા કે યઝીદ, મોઆવિયા,અબ્દુલ મલિક, ઉમર અને આની સિવાય પણ ઘણા આવા નામો હોવાનુ કારણ શું એ છે કે આ લોકો યઝીદ આવિયા, અમ્ર બીન આસ અને બીજા ઉમવી અને મરવાની ખોલફાઓથી મોહબ્બત કરતાં હતા અથવા તેઓથી આ લોકોનો કોઈ સબંધ હતો?

આ વાંધાના જવાબમાં બીજી એક વાત કે જેને નઝરઅંદાઝ ન કરવી જોઈએ તે એ છે કે લોકોથી નફરત નામો અને સમય સાથે ધીરે ધીરે ફેલાય છે. આ રીતે અબુબક્ર, ઉમર, ઉસ્માન અને બીજા ઝાલીમોથી શિયાઓ અને એહલેબેત(અ.મુ.સ)ના ચાહવવાળાઓની નફરત ધીરે ધીરે તેની ચરમસીમાએ પહોંચી અને આજે શિયાઓ તેઓથી નફરત કરવાની સાથે સાથે તેઓના નામોથી પણ નફરત કરે છે.

[1] ((و کان عمر بن خطاب سمی عمر بن علی باسمہ))۔

અન્સાબુલ અશરાફ ભાગ-૨,પેજ-૧૯૨, વલદહુ વ તઆદાદહુમ વ અસ્માઓહુમ

[2] ((ومن بنی نقب: عبد اللہ بن قیس بن نقب و کان اسمہ خیاط، فسماہ عمر بن الخطاب عبد اللہ))

અન્સાબુલ અશરાફ ભાગ-૧૩,પેજ-૩૩, નસ્બો બની ઉમર વ બિન તમીમ.

[3] ((و نشأ عبد الرحمٰن فی حجر عمر و کان اسمہ ابراھیم، فغیر عمر اسمہ لما غیر أسماء من تسمیٰ بالانبیاء، و سماہ عبد الرحمن))

અસદુલ ગાબાહ ફી મઅરેફતે સહાબાહ, ભાગ-૩, પેજ-૨૮૪, શર્હો હાલે અબ્દુરરેહમાન બિન હારીસ

[4] ((کان اسمہ أبی مسروق الأجدع، فسماہ عمر عبد الرحمن))

અલ તબ્કાતુલ કુબરા ભાગ-૬, પેજ-૮૬ શર્હો હાલે મસરુક બિન અલ-અજદઅ

 

[5] ((لما اسلم الھرمزان سماہ عمر بن الخطاب عرطفۃ))

અલ-મઆરીફ પેજ-૪૨૧,નવાદીર ફીલ મઆરીફ

[6] ((فقال: من أنت؟ قال: أنا طحیل بن رباح۔ قال: بل أنت خالد بن رباح))

ક્ન્ઝુલ ઉમ્માલ ફી સોનનીલ અક્વાલ વલઅફઆલ, ભાગ-૯,પેજ-૫૭,હ-૨૭૭૯

[7] ((کان اسمہ کثیربن الصلت قلیلاً، فسماہ عمرکثیراً))۔

અલ-ઇસ્બાતો ફી તમીઝીસ્સહાબાહ ભાગ-૫,પેજ- ૧૪ શર્હો હાલે કસીર બિન સલત

[8] અન્સાબુલ અશરાફ,ભાગ-૨,પેજ-૨૬૩ અને ૨૭૨, અમ્રે સકીફાહ, અલ-અક્દુલફરીદ, ભાગ-૪ પેજ-૫૫૭, અલ-તબ્કાતુલ કુબ્રા ભાગ-૩,પેજ-૨૬૭ અને ભાગ-૫, પેજ-૬૨, અલ-મુસ્ન્ફ-અબ્દુરરઝાક ભાગ-૩,પેજ-૫૫૭,કીતાબુલ જનાએઝ,બાબો સબ્ર વલ બુકાઅ, હ- ૬૬૮૧, તારીખે મદીના, ભાગ-૨,પેજ-૬૯૦, અલ –મુસ્નફ અબને અબી શય્બાહ, ભાગ-૬,૨૧૩,કીતાબુલ અદબ  બાબ-૧૫૩, હ-૩

[9] ((منھم عثمان بن مظعون الذی سمی أمیر المؤمنین علی بن ابی طالب ابنہ باسمہ))

તહઝીબુલ અન્સાબ – ૨૭

Be the first to comment

Leave a Reply