પવિત્ર કુરઆને કબરો ઉપર મસ્જિદો બનાવવાની બાબતમાં સ્પષ્ટપણે ફેસલો આપ્યો છે જેમ કે સુરહ કહફ (18): આયાત નં 21
فَقَالُوا ابْنُوا عَلَيْهِم بُنْيَانًا ۖرَّبُّهُمْ أَعْلَمُ بِهِمْ ۚ قَالَ الَّذِينَ غَلَبُوا عَلَىٰ أَمْرِهِمْ لَنَتَّخِذَنَّ عَلَيْهِم مَّسْجِدًا
અને તેઓએ કહ્યું: તેમના ઉપર એક ઈમારત બનાવીદો.બીજા સમુહે કહ્યું – ચાલો તેમની કબરો ઉપર મસ્જિદ બનાવીએ (અને આ રીતે આ કાર્ય દ્વારા બરકત હાસિલ કરીએ)
(સુરએ કહફ (૧૮)-આયાત નં ૨૧)
પરંતુ શંકાખોરોએ કુરઆનની આ સ્પષ્ટ આયતને પોતાના અમુક કારણો થકી રદ્દ કરવાની કોશિશ કરી છે.
આ બાબતનો કોઈ પણ શંકા વગર ઉકેલ મેળવવા માટે, અમે અમુક પ્રસિદ્ધ અને પ્રતિષ્ઠિત સુન્ની આલિમોની સૂચી પ્રસ્તુત કરીએ છીએ જેમણે સ્પષ્ટ તારણ આપ્યું છે કે કબરો ઉપર મસ્જિદો બનાવવી ન ફક્ત જાએઝ છે પરંતુ સુરએ કહફ સુરાહ નં ૧૮ આયાત નં ૨૧ અનુસાર મુસ્તહબ કાર્ય છે.
આ સૂચી આટલા સુધી મર્યાદિત નથી. (આથી વધુ પણ આલિમો હોય શકે છે)
૧. ઇબ્ને તય્મીય્યાહના વિદ્યાર્થી ઇબ્ને કસીર કહે છે: જ્યારે ગારના લોકો ગારમાં ગયા, ત્યારે ગારના દરવાઝા પાસે કેટલાક લોકોએ કહ્યું – એક મસ્જિદ બનાવો જેથી આપણે અલ્લાહની ઈબાદત કરી શકીએ. જે લોકોએ આવું કહ્યું તેઓ મુસલમાન હતા.
(તફસીરે તબરી, તફ્સીરે ઇબ્ને કસીર સુરએ કહાફ સુરાહ નં ૧૮ આયાત નં ૨૧)
૨. ઇમામ ઇબ્ને હજર અલ-અસ્કલાની : એ હકીકતને ધ્યાનમાં રાખીને કે યહૂદીઓ અને ખ્રિસ્તીઓ તેમના પયગંબરોની કબરોને તઅઝીમ માટે તેઓનો કિબલો બનાવી રહ્યા હતા અને નમાઝના સમયે તેઓ નમાઝ તેમની તરફ પઢતા હતા, તેથી તેમની કબરોએ મૂર્તિઓનું સ્થાન લઇ લીધું. આ કારણથી મુસલમાનોને આ અમલથી રોકવામાં આવ્યા. આમ છતાં, જો કોઈ વ્યક્તિ કોઈ મુત્તકી શખ્સની કબર પાસે બરકત હાસિલ કરવા માટે મસ્જીદ તાઅમીર કરે, નહિ કે તે કબરને સજદો કરે અથવા તેને કીબ્લો બનાવે, તો તેને આ પ્રતિબંધમાં ક્યારેય શામિલ કરવામાં આવશે નહિ. (જેમ કે સુરએ કહફ સુરા નં. ૧૮ આયત નં. ૨૧ માં ઉલ્લેખ છે.)
(ઇબ્ન હજર અલ-અસ્કલાની, ફતહ અલ-બારી ભાગ ૩ પેજ નં ૨૦૮)
૩. ઇમામ ફખરુદ્દીન રાઝી: … કેટલાક લોકોએ કહ્યું કે દરવાજા પાસે મસ્જિદ બનાવવી અફઝલ છે, આ સાબિત કરે છે કે આ લોકો અલ્લાહના આરીફ (ઓલામાઓ) હતા જેઓ ઇબાદત અને નમાઝમાં ઈમાન રાખતા હતા.
(તફસીર અલ-કબીર ભાગ ૫ પેજ ૪૭૫)
૪. ઇમામ જલાલુદદીન અલ-સુયુતી અને અલ-મુહલ્લી: …જેઓ તેમના મુઆમેલાતમાં, એટલે કે નવજવાનોના મુઆમેલાતમાં સફળ થયા હતા – એટલે કે ઈમાનવાળાઓએ કહ્યું – અમે ખરેખર તેમના ઉપર, તેમની આસપાસ, નમાઝ માટે એક ઈબાદતગાહ બનાવીશું. જેથી ત્યાં નમાઝ અદા કરી શકાય. અને આ ખરેખર કબરના દરવાઝા પર થયું હતું.
(તફસીર અલ જલાલૈન ભાગ ૧ પેજ ૩૮૯)
૫. કાઝી સનાઉલ્લાહ પાનીપતી: આ આયત સાબિત કરે છે કે અવલિયાઓની કબરો પાસે તેમના પર સલામ મોકલવા માટે મસ્જિદો બનાવી શકાય છે, અવલિયાની કબરો દ્વારા પણ બરકતો હાસીલ થાય છે.
(તફસીર અલ-મઝહરી ભાગ 7, પેજ નં ૧૨૩-૧૨૪)
૬. ઇમામ બયઝાવી: આ સૂરએ કહફની આયત પરથી સ્પષ્ટ છે કે ખાસ લોકો,એટલે કે અવલીયા અને ઓલામાઓ માટે મકબરો બનાવવો જાએઝ છે.
(સૂરએ કહફ તફસીર અલ-બયઝાવી)
૭. ઇમામ ઇસ્માઇલ હક્કી અલ-બરૌસવી અલ નક્શબંદી: આલિમો,અવ્લીયાઓ અને સાલેહીનોની કબરો ઉપર તામીર કરવી એ મકસદથી જાએઝ છે કે તેઓ મુત્તકીઓની અઝમતને જાહેર કરવામાં આવે જેથી લોકો તેને એક મામુલી કબર ન સમજે.
(તફસીર રૂહ અલ-બયાન ભાગ ૩ સુરએ કહફ)
૮. ઇમામ હાકીમ: જેઓ તેમના મામલા ઉપર પ્રભુત્વ ધરાવતા હતા તેનાથી મુરાદ તે યુગના મોમીનો હતા.
(તફસીર અલ-વહીદી સૂરએ કહફ સુરા નં ૧૮)
૯. ઈમામ નસફી: જેઓ તેમના મામલા પર પ્રભુત્વ ધરાવતા હતા તે મુસ્લિમો હતા જેમણે તેમના ઉપર એટલે કે તેમની મઝાર પર મસ્જિદ બનાવવાનું કહ્યું જેથી મુસ્લિમો તેમાં નમાઝ પડી શકે અને બરકતો હાસિલ કરી શકે.
(તફસીર અલ નસફી ભાગ ૩ પેજ નં ૧૮)
૧૦. ઇમામ અબુ હય્યાન અલ-અંદલુસી: જે વ્યક્તિએ તેમના ઉપર ઈમારત બનાવવાનું કહ્યું તે કાફિર સ્ત્રી હતી, તેણીએ સૂચવ્યું કે કુફ્રના કાર્યો કરવા માટે એક ચર્ચ બનાવવામાં આવે; જોકે મોમીનોએ તેણીને રોકી અને તેના બદલે ત્યાં મસ્જિદ બનાવી.
(તફસીર બહર અલ-મુહીત ભાગ ૭ પેજ નં ૧૫૮)
૧૧. અલ્લામા ઇબ્ને જવઝીએ તેમની તફસીરમાં સૂરએ કહફ (18) હેઠળ આયત ૨૧ માં ઉલ્લેખ કર્યો છે: ઇબ્ને કુતૈબાએ કહ્યું કે મુફસ્સીરે કુરાનએ લખ્યું છે: મસ્જિદ બનાવનારા લોકો બાદશાહ અને તેના સાથી હતા.
(તફસીર-એ-ઝાદ અલ-મસીર ભાગ ૫ પેજ નં ૧૨૪)
Be the first to comment