ફદકના વિવાદમાં, હાકીમો એવો આગ્રહ રાખતા હતા કે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) બે મર્દોની ગવાહી (અથવા તેટલા જ પ્રમાણમાં ઔરતોની ગવાહીઓ). જયારે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)એ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ને ગવાહ તરીકે રજુ કર્યા તો તેમની ગવાહીને એમ કહીને રદ્દ કરવામાં આવી કે તેઓ ફક્ત એક જ ગવાહ છે અને એવી માંગણી કરી કે આપ (સ.અ.) વધુ ગવાહો રજુ કરે (એટલે કે બે મર્દો / ચાર ઔરતો). તદુપરાંત તેઓએ એવી તોહમત લગાવી કે અલી (અ.સ.)ની ગવાહી પક્ષપાતી છે કારણ કે તેઓ પ્રતિવાદી એટલે કે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના પતિ છે અને તે પક્ષમાં રસ ધરાવનાર છે.
જયારે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)એ વધુ ગવાહો પેશ કર્યા, હાકીમોએ તેઓને પણ વ્યર્થ ગણી રદ્દ કરી દીધા.
ફદક માટે માત્ર અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની ગવાહી કાફી છે:
ફદક બાબતે હાકીમોને બે મર્દ ગવાહો તલબ કરવાની કોઈ જરૂરત જ ન હતી જયારે કે એક કાફી હતા.
અમીરૂલ મોઅમેનીન(અ.સ.)નું વ્યક્તિત્વ તેમની એકલાની ગવાહી તરીકે કાફી હતું. અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની વાત જવા દો, બન્ને ફીર્કાઓ મુજબ ખુઝૈમા ઇબ્ને સાબિતને ઝૂ શહાદતૈન (બે ગવાહીઓના માલિક)નું લકબ ખુદ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ આપ્યું હતું કારણ કે આપ (સ.અ.વ.)એ તેમની એકની ગવાહીને બે બરાબર ગણી હતી.
- અલ ઇખ્તેસાસ, પા. ૬૪
અબુઝર જેવા બીજાઓ પણ પોતાની સચ્ચાઈ માટે જાણીતા હતા અને તે સમયના મુસલમાનો પણ તેઓની વાતમાં જરા બરાબર પણ શક કરતા ન હતા.
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ ફરમાવ્યું:
‘…આસમાને સાયો નથી કર્યો, ઝમીને ભાર નથી ઉપાડ્યું અબુઝર કરતા વધુ સાચી વ્યક્તિનું.’
- ખ્વારઝમીની અલ માનાકીબ, પા. ૮૪
- ફરાએદુસ સીમ્તૈન, ભા. ૧, પા. ૧૬૬
તમામ મુસલમાનોની ફઝીલતની સામે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની ફઝીલતો અનેક ગણી વધારે છે બલ્કે તેની તુલના પણ ન થઈ શકે, તેથી આપ (અ.સ.)ની ગવાહી ઉપરાંત વધુ ગવાહી તલબ કરવી તે જાહેલીય્યત અને હઠધર્મીથી વધીને કઈ નથી તથા આવી માંગણી વ્યક્તિને ઇસ્લામના દાયરામાંથી બહાર કાઢી નાખે છે. શું કોઈ એવી હિંમત કરી શકે કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) પાસે ગવાહી તલબ કરે, હાલાકે મુસલમાનો આના માટે પણ શરમિંદા છે!
અમીરૂલ મોઅમેનીન (અ.સ.) કોઈ પણ બાબતમાં ક્યારેય પણ કોઈને ગુમરાહ ન કરે.. અને તેમાં ફદક પણ શામિલ છે
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ અમ્મારે બિન યાસીરને ફરમાવ્યું:
નઝદીકમાં જ મારા બાદ માંરી ઉમ્મતમાં ગુંચવણ ઉભી થશે ત્યાં સુધી કે તલ્વારો બહાર કાઢવામાં આવશે અને અમુકને અમુક દ્વારા કત્લ કરવામાં આવશે અને એક સમૂહ બીજા સમૂહથી તબર્રા કરશે (પોતાને દુર કરી દેશે). જયારે તમે આવું જોવો ત્યારે તમારા ઉપર જરૂરી છે કે તમે આ મારી જમણી તરફના શખ્સથી તમસ્સુક કરો એટલે કે હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.). અગર તમામ લોકો એક ખીણ (જગ્યા) તરફ જઈ રહ્યા હોય અને અલી (અ.સ.) બીજી ખીણ તરફ તો પછી તમારે અલી (અ.સ.)ની ખીણ (જગ્યા) તરફ જવું જોઈએ અને લોકોને છોડી દેવા જોઈએ. અય અમ્માર! અલી (અ.સ.) તમને ક્યારેય હિદાયતથી દુર નહિ કરે અને તમને ક્યારેય ગુમરાહી તરફ નહિ લઈ જાય. અય અમ્માર! અલી (અ.સ.)ની ઈતાઅત મારી ઈતાઅત છે અને મારી ઈતાઅત અલ્લાહ અઝ્ઝ વ જલ્લની ઈતાઅત છે.
- કશ્ફુલ યકીન, પા. ૧૬૧
- બશારાહુલ મુસ્તફા, ભા. ૨, પા. ૧૪૬
- અલ ઉમ્દાહ, પા. ૪૫૧
- તર્ફ મીન અંબા વલ મનાકીબ, પા. ૪૬૦
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ ફદક સહીત ગુંચવણ અને વિવાદના સમય માટે પહેલેથી જ મુસલમાનો માટે એક ફરમાન જારી કર્યું હતું.
તેથી માત્ર અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની તરફેણમાં ગવાહી ફદકના વિવાદનો નિકાલ કરવા માટે કાફી હતું. બીજા કોઈ ગવાહની જરૂરત ન હતી અને અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની ગવાહી સામે કોઈનો પણ અહેવાલ કે ગવાહી કબુલ કરી શકાતી નથી કારણ કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)નો સ્પષ્ટ હુકમ છે કે અલી (અ.સ.)નું અનુસરણ કરજો અને બીજોને છોડી દેજો.
Be the first to comment