શું અબૂબકર ઉમ્મતની ખિલાફત માટે લાયક હતા? – ચર્ચા

વાંચવાનો સમય: 5 મિનિટ

ઈરાકના અહલે તસન્નૂન (જેઓ સુન્નતને અનુસરવાનો દાવો કરે છે)ના પ્રખ્યાત આલીમ અબુ હુઝૈલ અલ-અલ્લાફ નોંધે છે : ‘રક્કા’થી મારી એક મુસાફરી દરમિયાન, મેં એક પાગલ વ્યક્તિ વિશે સાંભળ્યું જે ‘માબદે ઝકી ‘નો રહેવાસી હતો. તે ખૂબ જ નમ્ર અને સારી વર્તણુક ધરાવનાર હતો. હું તેને માબદમાં  મળવા ગયો. તે વૃદ્ધ અને ઊંચા કદના વ્યક્તિ હતા જે આસન પર બેઠા હતા. તે તેના વાળ અને દાઢી ઓળવતા હતા .મેં તેમને સલામ કરી અને અમે થોડી ચર્ચા કરી, જે નીચે મુજબ છે.

 

વૃદ્ધ માણસ: તમે ક્યાંથી આવ્યા છો?

 

અબુ હુઝૈલઃ ઈરાકથી

 

વૃદ્ધ માણસ: તો તમે અનુભવી છો અને સારી રીતભાત ધરાવો છો. તમે ઇરાકના કયા શહેરથી છો?

 

અબુ હુઝૈલઃ બસરા

 

વૃદ્ધ માણસ: તમારું નામ શું છે?

 

અબુ હુઝૈલ: હું અબુ હુઝૈલ-એ-અલ્લાફ છું

 

વૃદ્ધ માણસ: પ્રખ્યાત ડિબેટર?

 

અબુ હુઝૈલ: હા

 

આ જાણતા જ તેઑ પોતાની જગ્યાએથી ઉઠ્યા અને મને ચટાઈ પર પોતાની બાજુમાં બેસાડયો અને થોડી ચર્ચા કર્યા પછી પૂછ્યું: ઈમામત અંગે તમારો શું મત છે?

 

અબુ હુઝૈલ: તમે કઈ ઈમામત તરફ ઈશારો કરી રહ્યા છો?

 

વૃદ્ધ માણસ: મારો મતલબ એ છે કે પવિત્ર પયગંબર (સ.અ.વ.)ની વફાત પછી, તમે કોને તેમના ઉત્તરાધિકારી અને ઈમામ(ખલીફા) તરીકે માનો છો?

 

અબુ હુઝૈલ: એ જ વ્યક્તિ કે જેને પયગંબર (સ.અ.વ.)એ બીજા બધા પર પ્રાધાન્ય આપ્યું હતું.

 

વૃદ્ધ માણસ: અને તે વ્યક્તિ કોણ છે?

 

અબુ હુઝૈલઃ અબુબકર

 

વૃદ્ધ માણસ: તમે તેને શા માટે પ્રાધાન્ય આપ્યું?

 

અબુ હુઝૈલ: કારણ કે પવિત્ર પયગંબર (સ.અ.વ.) એ ફરમાવ્યું હતુ કે- તમારામાંથી જે  શ્રેષ્ઠ અને અગ્રણી હોય તેને તમારો ઈમામ બનાવો. તદુપરાંત, બધાજ લોકો અબુબકરના નેતૃત્વ અને ઉત્તરાધિકાર માટે સંમત હતા.

 

વૃદ્ધ માણસ: ઓ અબુ હુઝૈલ, તમે અહીં ભૂલ કરી છે. કારણ કે તમે પયગંબર (સ.અ.વ.) ની હદીસનું વર્ણન કરો છો -તમારામાંથી જે  શ્રેષ્ઠ અને અગ્રણી હોય તેને તમારો ઈમામ બનાવો , મારો તમને પ્રશ્ન એ છે કે અબુબકરે પોતે મીમ્બર પરથી કબૂલ્યું હતું –

 

હું તમારો ઈમામ છું પણ તમારામાંથી સર્વથી શ્રેષ્ઠ નથી.

 

( ઇબ્ન તૈમિયાના વિધ્યાર્થી ઇબ્ન કસીરની અલ બિદાયાહ વ અલ-નિહાયાહ ભાગ ૫, પા ૨૬૯ ; અબુ જાફર અસ્કફીની અલ-મેયાર વ અલ-મવાઝિનાહ પા ૩૯ ; ઇબ્ન કુતૈબાની તાવીલ મુખ્તલીફ અલ-અહાદીસ, પા ૧૦૯ ,ઇબ્ન અબીલ હદીદ ની શરહે નહજુલ-બલાગાહ, ભાગ. ૧, પા ૧૬૯ ભાગ ૨ પા ૫૬ ભાગ ૧૭ પા ૧૫૬,અલ મુઝેઅલી ની તખરીજ અલ-અહાદીસ વ અલ-આસાર, ભાગ. ૨, પા ૨૦૫ ; કન્ઝ અલ-ઉમ્માલ ભાગ ૫ પા ૬૩૨,અલ-બામેલાનીની તમહીદ અલ-અવાએલ પા ૪૮૭ ; તફસીર અલ-રાઝી ભાગ ૨૩, પા ૧૧૭; તફસીરે કુર્તુબ્બી, ભાગ ૩, પા ૨૬૨; તારીખે મદીનાહ દિમિશ્ક, ભાગ ૩૦, પા ૩૦૪ ; અલ ઉસ્માનિયા અલ જાહિઝ પા ૨૨૭)

 

જો લોકોએ ખોટી રીતે અબુબકરને ખલીફા તરીકે પસંદ કર્યા છે, તો તેઓએ ઉમ્મતમાં શ્રેષ્ઠને પસંદ કરવા માટે પવિત્ર પયગંબર (સ.અ.વ.)ના હુકમનું પાલન કર્યું નથી અને જો અબુબકર જૂઠ બોલી રહ્યા છે, તો એક જુઠા માટે પવિત્ર પયગંબર (સ.અ.વ)ના મીમ્બર પર કબજો કરવો અયોગ્ય છે .

 

અને જ્યાં સુધી તમારી માન્યતા છે કે બધાજ લોકો અબુબકરની ખિલાફત માટે સંમત હતા , તો આ પણ ખોટું છે, કારણ કે અન્સારમાંથી ઘણાનો મત હતો કે – અમારામાંથી એક ખલીફા હોવો જોઈએ અને તમારામાંથી (મુહાજેરીન) એક હોવો જોઈએ અને અબુબકરે અન્સારના આ સૂચનને થોડા ફેરફાર સાથે પસંદ કર્યો – ખલિફાઓ મુહાજીરીનમાંથી હોવા જોઈએ અને સલાહકારો (વઝીર) અન્સારમાંથી હોવા જોઈએ. આ સૂચન પર અન્સાર અથવા કેટલાક અન્સારોએ માંગ કરી – અમે અલી સિવાય કોઈને બયઅત આપીશું નહીં.

(ઇબ્ન અસીરની અલ-કામિલ, ભાગ ૨ પા ૩૨૫, શરહે નહજુલ-બલાગાહ, ભાગ ૨ પા ૨૨)

 

બીજી તરફ ઝુબેર બીન અવ્વામ, મુહાજીરીનમાંથી કેહતા હતા – હું અલી સિવાય કોઈની બયઅત કરવાનો નથી, જેના માટે ઝુબૈર સાથે મારપીટ કરવામાં આવી હતી અને તેની તલવાર તૂટી ગઈ હતી.

 

તેવી જ રીતે જ.સલમાન, જ.અબુઝર અને જ. મિકદાદે પણ વાંધો ઉઠાવ્યો. મુહાજીરીનોની આ હાલત હતી.

 

અને આ એ હકીકતની સાક્ષી આપે છે કે અબુબકરની ખિલાફત બધા મુસલમાનોને સ્વીકાર્ય ન હતી.

 

ઓ અબુ હુઝૈલ! હું તમને થોડા પ્રશ્નો પૂછીશ અને તમારી પાસેથી જવાબોની અપેક્ષા રાખીશ:

 

૧-. શું અબુબક્રએ મીમબર પરથી આ વાતની જાહેરાત નથી કરી, “અય લોકો, મારી સાથે એક શૈતાન છે, જેણે મને સાચા માર્ગથી દૂર લઈ જઈને મારા પર વિજય મેળવ્યો છે. જ્યારે પણ તમે મને ગુસ્સે જોશો, ત્યારે મારાથી દૂર જશો?”

વાસ્તવમાં, તે કહેતા હતા કે- તમે મારા જેવા અસ્થિર વ્યક્તિને ખલીફા તરીકે શા માટે નિયુક્ત કર્યા.

૨-. તમે તે લોકો વિશે શું કહેશો જેઓ માને છે કે અલ્લાહના રસૂલ (સ.અ.વ.) એ તેમના પછી કોઈને તેમના ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત કર્યા નથી (નઉઝૉબિલ્લાહ), પરંતુ અબુબકરે ઉમરને તેમના ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત કર્યા હતા. જો કે, ઉમરે તેમના અનુગામી તરીકે કોઈને નિયુક્ત કર્યા ન હતા. શું આ બાબતો વિરોધાભાસી નથી?

 

૩- ઉમરે ઉત્તરાધિકારીનો નિર્ણય ૬ લોકો પર સોંપ્યો અને કહ્યું કે આ બધા લોકો જન્નતના લોકો છે, અને તેની સાથે તેણે એમ પણ કહ્યું:

 

જો આમાંથી ૨ તેમાંથી ૪ નો વિરોધ કરે, તો ૨ વિરોધી સભ્યોને મારી નાખો. અને જો ૩ લોકો અન્ય ૩ સભ્યોનો વિરોધ કરે તો જે જૂથમાં અબ્દુલ રહેમાન બીન અવ્ફ હાજર ન હોય તેને કતલ કરી નાખો .

 

શું દિન એવી શરત લાદવાની મંજૂરી આપે છે જેમાં જન્નતના લોકો પર તલવાર મુકવામાં આવે?

 

૪- ઓ અબુ હુઝૈલ, તમે અબ્દુલ્લા બીન અબ્બાસ સાથે ઉમરની મુલાકાતને કેવી માનો છો?

 

જ્યારે ઉમર છરાના વારથી ઘાયલ થયા હતા, ત્યારે ઇબ્ને અબ્બાસે તેમની મુલાકાત લીધી અને જોયું કે તે તીવ્ર પીડામાં હતા. તેથી તેણે આનું કારણ પૂછ્યું;

 

ઉમર: મારી પીડા ઘાના કારણે નથી, પરંતુ હું મારા ઉત્તરાધિકારી તરીકે કોને નિયુક્ત કરું તેની વધુ ચિંતામાં છું.

 

પછી તેઓએ આ વિષય પર એક લાંબી ચર્ચા કરી :

 

ઈબ્ન અબ્બાસ: તલ્હા બીન ઉબેદુલ્લાહને  સોંપો.

 

ઉમર: તે ખૂબ જલ્દી ગુસ્સે થઈ જાય તેવા સ્વભાવનો છે. પવિત્ર પયગંબર (સ.અ.વ.એ.) તેમને આ લક્ષણો દ્વારા ઓળખાવ્યા હતા.તેથી, હું આવા ગુસ્સા વાળા સ્વભાવના વ્યક્તિને ખિલાફત સોંપી શકતો નથી.

 

ઈબ્ને અબ્બાસ: તો, ઝુબૈર બિન અવ્વામ  વિશે તમારો શું અભિપ્રાય છે?

 

ઉમર: તે કંજૂસ છે. મેં પોતે જોયું છે કે તે તેની પત્નીની કમાણી જે તેણે ઊન સીવ્વાથી મેળવી હતી તેના માટે પણ કંજૂસ વર્તન કરતો હતો . તેથી, આવા વ્યક્તિને સમગ્ર મુસ્લિમ ઉંમતની બાબતો ક્યારેય સોંપી શકાય નહીં.

 

ઇબ્ને અબ્બાસ: તો પછી સાદ બિન અબી વક્કાસ?

 

ઉમર: તે યુદ્ધભૂમિનો માણસ છે, ઉમ્મતના નેતૃત્વ માટે યોગ્ય નથી.

 

ઈબ્ન અબ્બાસ: અને અબ્દુલ રહેમાન બીન અવ્ફ?

 

ઉમરઃ તે પોતાના પરિવારનું પણ ધ્યાન રાખી શકતો નથી.

 

ઈબ્ન અબ્બાસ: તમારો પુત્ર અબ્દુલ્લા?

 

ઉમર: જે પોતાની પત્નીને પણ તલાક આપી શકતો નથી, અલ્લાહની કસમ, સમગ્ર મુસ્લિમ ઉમ્મતની બાબતો તેને સોંપી શકાતી નથી.

 

ઈબ્ન અબ્બાસ: ઉસ્માન?

 

ઉમર: (ત્રણ વાર કહે છે ) જો હું ઉસ્માનને નેતૃત્વ સોંપીશ, તો તે સમગ્ર મુસ્લિમ ઉમ્મત પર બની મુઇત ને લાદી દેશે. આવી સ્થિતિમાં મુસ્લિમ ઉમ્મત માટે તેને મારી નાખવો યોગ્ય રહેશે.

 

ઈબ્ને અબ્બાસ કહે છે કે તે પછી હું ચૂપ થઈ ગયો. ઉમરને અલી બિન અબી તાલિબ(અ.સ) સાથે મતભેદ હોવાથી મેં તેમના નામનો ઉલ્લેખ ન કર્યો, પરંતુ ઉમરે પોતે અલી (અ.સ.)ને ઉચ્ચાર્યા અને મને તેમના નામનો ઉલ્લેખ કરવા કહ્યું.

ઈબ્ન અબ્બાસ: અલી બીન અબી તાલિબ (અ.સ.)?

ઉમર: અલ્લાહની કસમ, મારી બધી મુશ્કેલીઓ અને મુસીબતો એટલા માટે છે કે મેં તેના સાચા હક્કદાર પાસેથી હક છીનવી લીધો.

 

તે પછી, તેઑએ કહ્યું :

وَاللہِلَئِنْ وَلَّیْتُہٗ لَیَحْمِلَنَّہُمْ عَلَی الْمَحَجدَّۃِ الْعُظْمٰی، وَ اِنْ یُطِیْعُوْہُ یُرْخِلُہُمْ الْجَنَّۃِ

 

અલ્લાહની કસમ, જો હું તેને ખિલાફત સોંપી દઉં તો ચોક્કસ તે લોકોને સાચા રસ્તે દોરી જશે અને અગર લોકો તેઑનું અનુસરણ કરશે તો તેઑ તેમને જન્નત તરફ લઈ જશે.

 

આ સ્વીકાર છતાં, ઉમરે ખલીફાની પસંદગીનો નિર્ણય તેની સલાહકાર સમિતિ પર છોડી દીધો.વાય થાય તેના પર અલ્લાહ તરફથી.

 

અબુ હુઝૈલ કહે છે કે આ કહ્યા પછી વૃદ્ધની હાલત બદલાઈ ગઈ અને તેઑએ પાગલની જેમ દેખાવો કરવાનું શરૂ કર્યું (તકૈય્યાના કારણે).

(અલ-એહતેજાજ ભાગ ૨ પા ૧૫૦ , બેહાર અલ-અનવાર, ભાગ ૪૭ પા ૨૭૯ )

Be the first to comment

Leave a Reply