અમીરૂલ મોઅમેનીન (અ.સ.) સિવાય બધા જ સહાબીઓની અલ્લાહે ટીકા કરી છે

વાંચવાનો સમય: < 1 મિનિટ

સહાબીય્યતની બાબતમાં કોઈ પણ અમીરૂલ મોઅમેનીન, હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ની સરખામણી નથી કરી શકતું. અલ્લાહે બધાની ટીકા કરી છે પરંતુ અમીરૂલ મોઅમેનીનને હંમેશા નેકી સાથે યાદ કર્યા છે.

તેથી ઇબ્ને હજરે અસ્કલાની જેવા એહલે તસન્નુનના આલીમોનો દાવો કે  બધા જ સહાબીઓ આદીલ હતા તે અતિશ્યોક્તિ છે, હકીકતમાં ફકત અમીરૂલ મોઅમેનીન (અ.સ.) જ આદીલ કહેવાને લાયક છે કારણ કે બીજા સહાબીઓની અલ્લાહે ટીકા કરી છે.

ઇબ્ને અબ્બાસ નકલ કરે છે કે يا أَيُّهَا الَّذِينَ آمَنُوا  થી શરૂ થતી કોઈ પણ આયત નાઝીલ નથી થઈ સિવાય કે હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ને મુખાતબ જે તે આયતના સરદાર, આગેવાન અને સૌથી ઉમદા રૂપ હતા.

ચોક્કસપણે અલ્લાહે રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ઘણા સહાબીઓની અલ્લાહે ટીકા કરી છે પરંતુ અલી (અ.સ.)ને ક્યારેય યાદ નથી કર્યા સિવાય કે નેકીની સાથે.

  • શવાહેદુત તન્ઝીલ, ભા. ૧, પા. ૬૪, ૬૫ થોડા ફેરફાર સાથે (એહલે તસન્નુન)
  • તફ્સીરૂલ ફુરાત, પા. ૪૯
  • અલ તરાઐફ, ભા. ૧, પા. ૮૮ ફેરફાર સાથે
  • બેહારૂલ અન્વાર, ભા. ૩૫, પા. ૩૪૮ ફેરફાર સાથે

આવી રિવાયતો જેમાં બીજાઓની સામે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના વખાણ કરવામાં આવ્યા છે તેમાં અમુકને અતિશ્યોક્તિ દેખાય છે, તેઓએ એ યાદ રાખવું જોઈએ કે અલી (અ.સ.)ની ફઝીલતમાંથી ઈસ્મત છે, રસુલ (સ.અ.વ.)ના નફસ (નફ્સે રસુલ સ.અ.વ.) હોવું છે અને આ ઉપરાંત બીજી ઘણી બધી ફઝીલતો છે. આપ (અ.સ.) અલ્લાહની નઝદીક બીજાઓની સરખામણીમાં એક અલગ જ મકામ ઉપર છો.

 

આપ (અ.સ.)ના વિરોધીઓમાં આવી ફઝીલતોની ગૈરમૌજુદગીના કારણે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)નો ખિલાફતનો દાવો નિર્વિવાદ (કોઈ પણ જાતનો વાંધો ન હોવો જોઈએ) છે.

Be the first to comment

Leave a Reply