ઝિયારતે આશુરા અને તેના પછી પઢવામાં આવતી દોઆ જે દોઆએ અલ્કમાના નામથી મશહુર છે અને એવી રોશન હકીકત છે કે જેનો ઇન્કાર કોઈ પણ સંજોગમાં કરી શકાતો નથી. શિઆઓની મોઅતબર અને ભરોસાપાત્ર કિતાબોમાં તેનો ઉલ્લેખ થયેલો જોતા આવું માની શકાય કે ઓલમાંઓ , મોહદ્દેસીન (હદીસવેત્તાઓ) મોતકલ્લેમીન , ફોક્હાઓ , અને મુજ્તહીદો, મરાજેઅ તકલીદએ તેની હિફાઝત અને એહતેમામ કરવા માટે ચોક્કસ ઇન્તેઝામ કર્યો છે. અને મરાજેઅ તકલીદે તેને નકલ કરવા માટેની પરવાનગી આપવામાં સાવચેતીપૂર્વક કામ કર્યું છે. ઝિયારતે આશુરા શિઆ કિતાબોમાં તેનો પરિચય કરાવવામાં આવ્યો છે તે બે કિતાબો છે.
- શૈખે તુસીની કિતાબ મિસ્બાહ
- કામેલુઝઝીયારહ
પરંતુ તેની સનદ ઘણી બધી કિતાબોમાં નકલ કરવામાં આવી છે પણ આપણે શૈખે તુસી(અ.ર)ની કિતાબના તરીકા પ્રમાણે જોઈશું.આપણો મકસદ ફક્ત ઝીયારતે આશુરાની અઝમત અને તેની મન્ઝેલતને લોકો સુધી પહોચાડવાનો છે.
હદીસે ઝિયારતે આશુરાની સનદ અમે સાહેબે કિતાબે શિફા અલ-સોદુર ફી શર્હે ઝિયારતે આશુરા હાજ મિર્ઝા અબુલ ફઝલ તેહરાની દ્વારા તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. જેમના વિશે મફાતીહુલ- જીનાનના લેખક મોહદ્દીસે બુઝુર્ગવાર હાજ શેખ અબ્બાસ કુમ્મીએ તેમની કિતાબ “અલ-કુની વલ કાબ” માં કહ્યું છે: મિર્ઝા અબુલ ફઝલ એક આલીમ, ફાઝીલ, ફોક્હા, ઉસુલી, મોતકલ્લીમ, આરીફ બિલ હિકમતે રીયાઝી, ઈતિહાસથી બાખબર,અદીબ, લેખક, શાએર, જેમની વફાત હિ.સ. 1316 માં તેહરાનમાં થઈ હતી અને હઝરત શાહ અબ્દુલ-અઝીમના સેહનમાં તેમના પિતાની પાસે દફનાવવામાં આવ્યા છે.
હિ.સ. 1316 માં વફાત પામેલા મિર્ઝા અબુલ ફઝલ તેહરાની કહે છે કે હું આશુરાની હદીસ ઝિયારતને નકલ કરી રહ્યો છું, જે મારા માટે સૌથી અઝીઝ અને સૌથી પ્રિય સનદ છે.
જુઓ: حَدَّثَنِیْ بِالْاِجَازَۃِ,
મારા તરફથી, શેખ અલ-ફકીહ અલ-સઈદ અલ-સકકહ,અલ-શેખ મુહમ્મદ હુસૈન બિન મુહમ્મદ હાશિમ અલ-કાઝમી [1] થી,
અને તેમણે ઇમામ અલ-આઝમ, આયતુલ્લાહ અલ-ઉઝમા મુર્તઝા બિન મુહમ્મદ અમીર અલ-જાબરી અલ-અંસારી [૨] થી,
અને તેમણે શેખ ફકીહ મોહકિક મુદકીક, સકહ અલ-હાજ મુલ્લા અહમદ અલ-નરાકી [3] થી,
અને તેમણે સૈયદુલ ઉમ્માહ, કાશીફ અલ-ગુમ્મહ, સાહેબે કરામત સૈયદ મુહમ્મદ મહદી અલ-તબાતબાઈ, જેઓ અલ્લામા બહરૂલ ઉલૂમ તરીકે ઓળખાય છે [4] થી,
અને તેમણે શેખ આઝમ, ઉસ્તાદ અકબર, હદીસના સંપાદક મૌલાના આઝમ મુહમ્મદ બાકીર અલ બહબહાની કે જેઓ વહીદ બહબહાની તરીકે ઓળખાય છે [5] થી,
અને તેમણે તેમના પિતા શૈખુલ અફઝલ, સાહેબે તકદદ્દુસ અને ઝોહદ રાખવાવાળા, મુહમ્મદ અકમલ ઈસ્ફહાની પાસેથી અને તેમના મામા પાસેથી, આસરે અઈમ્માહ અત્હાર ગવાસના પ્રકાશક, “બેહારુલ અન્વાર” નું સંપાદન કરનાર અલ્લામા મુહમ્મદ બાકીર – અલ્લામા મજલિસી તરીકે ઓળખાય છે [6] થી,
અને તેમણે તેમના પિતા શેખ અલ-ફકીહ મોહકિક દકીક, સાહેબે તકવા અને ઝોહદ અલ્લામા મુહમ્મદ તકી મજલિસી [7] થી ,
અને તેમણે શૈખુલ ઇસ્લામ વલ મુસલેમીન મહાન આલીમ અને મોતકલ્લેમીન, શ્રેષ્ઠ ફોક્હા અને મોહદ્દેસીન બહાઇલ મીલ્લહ વલ્દીન, મુહમ્મદ બિન હુસૈન આમેલી શેખ બહાઈ તરીકે ઓળખાય છે [8] થી,
અને તેમણે તેમના પિતા, અલ-આલીમુલ-ઓલામા વલ ફાઝીલ અલ-ફહામા, શેખ અલ-ફોક્હા વલ-મુહક્કીન હુસૈન બિન અબ્દુલ સમદ અલ-આમેલી [9] થી,
અને તેમણે શેખ-ઉલ-ઇમામ ખાતમ ફોકહા-ઉલ-ઇસ્લામ, લેસાનુલ મુતકદ્દેમીયન, શહીદ ઝૈનુદ્દીન બિન અલી અલ-આમેલી, શહીદે સાની તરીકે ઓળખાય છે [10] થી,
અને તેમણે શેખ ફાઝીલ અહમદ બિન મુહમ્મદ બિન ખાતુન અલ આમેલી [11] થી,
અને તેમણે તાજ અલ-શરિયાહ ફખ્રે અશ-શિયાહ શેખ અલ-આલમ અલી બિન અબ્દ અલ-આલી અલ-કર્કી કે જે મોહક્કીક સાની તરીકે ઓળખાય છે [12] થી,
અને તે (મુહાકીક સાની) ફકીહ , મુહાદિસ સકકહ અલી બિન હિલાલ અલ-જાઝાએરીય [13] થી,
અને તેમણે અલ-મુહદ્દીસીન શેખ અહમદ બિન ફહદ હિલ્લી [14] થી,
અને તેમણે શેખ અહમદ બિન ફહાદ હિલ્લી એ શેખ ફકીહ, ફાઝીલ ઝૈનુંદ્દીન અલી બિન અલ-ખાઝાન [15] થી,
અને તેમણે ઝૈન અલ-દિન અલી બિન ખઝાન એ બુરહાન ઓલમા ઉલ ઇસ્લામ, ઉસ્તાદ અને ફોક્હાઉલ અનામ, સાહેબે આયત અલ બાહેરહ અને સાહેબે કરામત વલ-તાહેરહ , શેખના અલ-અફઝલ વલ અકદમ શમ્સુ-દિન મુહમ્મદ બિન મક્કી કે જે શહીદે અવ્વલ તરીકે ઓળખાય છે [16] થી ,
અને શહીદે અવ્વલે ફખ્રે અલ-મુહાકીકીન, ઉસ્તાદે ફોક્હા અને મોહદ્દેસીન , હકીમ, મુતકલ્લીમ, અલ-ઇમામ ફખ્રૂ – દિન અબુ તાલિબ મુહમ્મદ બિન હસન બિન યુસુફ હિલ્લી [17] થી,
અને ઇમામ ફખ્રૂ – દિન અબુ તાલિબ મુહમ્મદ બિન હસન એ તેમના પિતા, અલ્લામા અલ-મશરીક વલ-મગરીબ, આયતુલ્લાહ ફી અલ-અલામિન અને સૈફ અલ-મસલુલ અલી રકાબ અલ-મખાલિફીન, જેમના પરિચયની જરૂર નથી. અબુ મન્સુર જમાલુદદિન હસન બીન યુસુફ અલ હિલ્લી [18] થી,
અને અલ્લામા હિલ્લી એ, શેખ અલ-ઇમામ મુવસીસ ફકીહ વલ ઉસુલ અબુલ કાસિમ નજમુદ્દીન જાફર બિન સઇદ અલ હિલ્લી [19] મોહ્કીકે અવ્વલ (પ્રથમ સંશોધક) તરીકે જાણીતા છે તેમનાથી,
અને મોહ્કીકે હિલ્લી એ , સૈયદ ફકીહ , મોહદ્દીસ, અદીબ ફખાર બિન મઅદ અલ-મુસાવી અલ-હાએરી [20] થી,
અને તેમણે આલીમ , મોહદ્દીસ ફકીહ, શાઝાન બિન જિબ્રીલ અલ-કુમ્મી [21] થી ,
અને શાઝાન બિન જિબ્રીલ અલ-કુમ્મી એ શૈખ સક્કાહ , ફકીહ એમાંનુદ્દીન મોહમ્મદ બિન અબુલ કાસીમ અત-તબરી [22] થી,
અને તેમણે શેખ-ઉલ-ઇમામ, મેદારુશશરિયાહ , અબુ અલી હસન બિન શેખ મુફીદ સાની ના નામ થી ઓળખાય છે [23] થી,
અને શૈખ મુફીદ સાની એટલે શેખ તુસીનો પુત્ર, અને તેમણે તેમના પિતા, મોઅલીમે ફઝ્લાઉલ મોહ્કેકીન અને ફોક્હા એ મોહ્સેલીન તાલીફત અને તસ્નીફાતના મેદાન ના શ્રેષ્ઠ શૈખ – તાએફાહ, રઈસુલ મઝહબ અબુ જાફર મુહમ્મદ બિન હસન અલ-તુસી [24] થી નકલ કર્યું છે , અને શૈખ તુસી અ.ર. એ પોતાની કિતાબ “મિસ્બાહ – અલ મુતહજીદ” માં એવી રીતે લખ્યું છે કે રિવાયત કરી છે કે
“મુહમ્મદ બિન ઇસ્માઇલ બિન બઝીઅ” [25] એ અને તેમણે સાલીહ બિન ઉકબા પાસેથી અને તેમણે તેમના પિતા ઉકબા બિન કૈસ બિન સમઆન પાસેથી અને તેમણે ખામીસ આલે-અબા પાસેથી અને તેમણે હઝરત મોહમ્મદ બાકીર (અ.સ.). પાસેથી કે તેઓ એ કહ્યું:
………….
ઈમામ બાકીર (અ.સ.). ફરમાવે છે :
જે શખ્સ દસમી મોહર્રમ ના દિવસે ઈમામ હુસૈન (અ.સ.)ની ઝીયારત કરે અને આપ (અ.સ.)ની કબ્ર મુબારક પર ગીર્યા કરે તો તે રોઝે કયામત અલ્લાહ તઆલાની બારગાહમાં એ હાલતમાં હાજર થશે કે તેમને બે હજાર હજ , બે હજાર ઉમરાહ , બે હજાર જેહાદનો સવાબ આપવામાં આવશે .અને તે હજ, ઉમરાહ અને જેહાદનો સવાબ એવો હશે કે તેમણે પયગંબર (સ.અ.વ.) સાથે અને અઈમ્માહ (અ.મુ.સ.) સાથે અંજામ આપી હશે.
ઉક્બાહ કહે છે કે મારી જાન તમારા પર કુરબાન !!! તમે મને બતાવો કે એ શખ્સ ને શું સવાબ મળશે કે જે દસમી મોહર્રમ ઈમામ હુસૈન (અ.સ.)ની કબ્રમુબારક સુધી નથી પહોચી શકતા અને તે શહેરથી દૂર રહેતા હોય છે ??
ઈમામ (અ.સ.). મેં ફરમાવ્યું :
અગર કોઈ શખ્સ ત્યાં સુધી નથી જઈ શકતો તો તે સેહરામાં છત પર જાય અને ઈમામ હુસૈન (અ.સ.). ની કબ્ર મુબારક તરફ ઈશારો કરીને સલામ કરે અને આપ (અ.સ.)ના કાતીલો પર ખુબ લાનત કરે અને પછી બે રકાત નમાઝ પઢે અને આ કામ દિવસની શરૂઆતમાં અને અવ્વલ વખતે અંજામ આપે એટલે કે ઝવ્વાલે આફતાબ પહેલા અંજામ આપે. અને તેના પછી ઈમામ હુસૈન (અ.સ.)ની મુસીબતને યાદ કરીને રોવે અને પોતાના ઘરવાળાઓને ઈમામ હુસૈન (અ.સ.). પર પડેલી મુસીબતોને યાદ કરીને રોવાનો હુકમ કરે. ખુબ નૌહા અને માતમ કરે અને રંજ અને ગમનો ઈઝહાર કરે અને ઈમામ હુસૈન (અ.સ.)ના નામ પર એક બીજાને તાઅઝીય્યત પેશ કરે ,
પછી ઈમામ (અ.સ.). મેં ફરમાવ્યું : અગર આ પ્રમાણે અમલ કરે તો હું ઝામીન થાવ છુ કે તે તમામ સવાબ તે શખ્સને આપવામાં આવશે અને અલ્લાહ તઆલા આ તમામ સવાબથી સરફરાઝ કરશે.
રાવી એ કહ્યું : આપ (અ.સ.). પર કુરબાન !!! શું તમે આવા શખ્સ માટે ઝામીન અને કફીલ છો ??? ઈમામ (અ.સ.). મેં ફરમાવ્યું : હા !! હું આવા શખ્સ માટે ઝામીન અને કફીલ છુ.
રાવી એ કહ્યું : લોકો એકબીજાને કઈ રીતે તઅઝીય્યત પેશ કરે ?
ઈમામ (અ.સ.). મેં ફરમાવ્યું : આવી રીતે કહો ..
اَعْظَمَ اللہُ اُجُوْرَنَا بِمُصَابِنَا بِالْحُسَیْنِ
وَ جَعَلَنَا وَ اِيَّاكُمْ مِنَ الطَّالِبِيْنَ بِثَارِهٖ مَعَ وَلِيِّهِ الْاِمَامِ الْمَهْدِيِّ مِنْ آلِ مُحَمَّدٍ عَلَيْهِمُ السَّلَامُ
અલ્લાહ ઈમામ હુસૈન (અ.સ.)ની મુસીબત માં આપણા અજ્રને વધારે કરે. અને મને અને તમોને પણ એ લોકોમાં કરાર આપે કે જે તેમના વલી ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ની સાથે રહીને (ઈમામ હુસૈન (અ.સ.)ના ખૂને નાહકનો બદલો લઈએ.
અને એ દિવસે શક્ય હોય તો કોઈ પણ દુન્યવી કામથી બહાર ન જાય, કારણકે આ દિવસ અત્યંત દુઃખદાયક અને મુસીબતઝ્દા દિવસ છે આ દિવસ કોઈ પણ હાજત પૂરી નથી થવાની અને અગર પૂરી થઈ પણ જાય તો તેમાં કોઈ બરકત નહિ હોય. અને કોઈ ભલાઈ જોવા નહિ મળે. અને તમારામાંથી કોઈ તે દિવસે ઘરનો સમાનનો સંગ્રહ ન કરે અને જે સંગ્રહ કરશે તે તેમાં કોઈ પણ બરકત નહિ જોવે. અને જે કોઈ આ બધી બાબતનું પાલન કરશે તો પરવરદિગાર તેમને એક હજાર હજ , એક હજાર ઉમરાહ , અને એક હજાર જેહાદનો સવાબ આપશે કે જે રસુલે ખુદા (સ.અ.વ.)સાથે અંજામ આપ્યા હશે. અને તેમને તમામ રસુલ , સિદ્દીક , અને શહીદનો સવાબ આપશે કે જે રાહે ખુદામાં કુરબાન થયા હશે અને ત્યાંરથી કે જ્યારથી આ કાએનાત પૈદા કરવામાં આવી અને ત્યાં સુધી કે કયામત ન આવી જાય.
સાલેહ બિન ઉક્બાહ અને સૈફ બિન અમીરહ કહે છે કે અલ્ક્માહ બિન મોહમ્મદ હઝરમી એ બયાન કર્યું છે કે મેં ઈમામ બાકીર (અ.સ.)થી અર્ઝ કરીકે કે તમે મને એ દોઆ તઅલીમ કરો કે જે હું એ વખતે પઢું કે જયારે હું કરીબથી ઈમામ હુસૈન (અ.સ.)ની ઝીયારત ન કરી શકુ અને દૂરથી ઈમામ (અ.સ.)ને સલામ કરું.
ઈમામ બાકીર (અ.સ.). મેં ફરમાવ્યું :
અય અલ્ક્માહ !!! પહેલા ઈમામ હુસૈન (અ.સ.)ની કબ્રમુબારક તરફ ઈશારો કરીને સલામ કરો , પછી બે રકાત નમાઝ પઢો , પછી ઈશારો કરતી વખતે તકબીર પઢો પછી સલામ પઢો કે જે (ઝીયારત ની શકલ માં છે). તો ખરેખર આટલું કર્યુ તો પછી તમે તે દોંઆ કરી કે જે દોઆ ઝીયારત કરવા આવતા મલાએકા પઢતા હોય છે. અને અલ્લાહ તમારા માટે હજાર હજાર દરજ્જા આપશે અને તમારો શુમાર એ લોકો સાથે થશે કે જે ઈમામ હુસૈન (અ.સ.)ની સાથે કુરબાન થય ગયો હોય અને રોંઝે કયામત શહીદોની સાથે મહ્શુર (જાહેર) થશે અને એ લોકોની સાથે ઓળખવામાં આવશે. અને તમારા વાસ્તે દરેક પયગંબર (અ.મુ.સ.) અને દરેક રસુલો અને દરેક ઝીયારત કરવા આવવાવાળાનો સવાબ લખવામાં આવશે કે જે ઈમામ હુસૈન (અ.સ.)ની ઝીયારત કરવા માટે આપ (અ.સ.)ની શહાદતથી લઈને આજ સુધીમાં આવ્યા હોય. અને તે સલામ નો તરીકો આ મુજબ છે :
ત્યાર પછી ઈમામ (અ.સ)એ ઝીયારતે અશુરા તાઅલીમ ફરમાવી ત્યાર પછી અલ્કમાહ કહે છે કે ઈમામ બાકીર (અ.સ.)મેં ફરમાવ્યું : અગર શક્ય હોય તો દરરોજ આ ઝીયારતની સાથે ઈમામ હુસૈન (અ.સ.)ની ઝીયારત કરો તો તમારા માટે આ સવાબ લખી નાખવામાં આવશે.
તેના પછી શૈખ તાએફાહ – શૈખ તુસી (અ.ર.) ફરમાવે છે : મોહમ્મદ બિન ખાલીદ તયાલસીએ સૈફ બિન ઉમેયરાથી રિવાયત કરી છે કે મેં સફ્વાન બિન મેહરાન જમાલ અને અસહાબની એક જમાત (ગ્રુપ) સાથે નજફની તરફ જવા લાગ્યા.મકામે ઈમામ જાફરે સાદિક (અ.સ) હયરહથી મદીના તરફ રવાના થયા ત્યાર પછી હઝરત અમીરુલ મોઅમેનીન (અ.સ.)ની ઝીયારત કર્યા પછી સફ્વાન ઇબ્ને મેહરાને પોતાનું મોઢુ ઈમામ હુસૈન (અ.સ.)ની કબ્ર મુબારક તરફ ફેરવ્યુ અને અમોને પણ કહ્યું કે ઈમામ હુસૈન (અ.સ.)ની કબ્ર મુબારક તરફ મોઢુ ફેરવીને કહ્યું ઈમામ હુસૈન (અ.સ.)ને સલામ કરો કારણ કે આ અમલ ઈમામ સાદિક (અ.સ.)મેં કર્યો હતો જ્યારેકે હું ઈમામ (અ.સ.)ની ખિદમતમાં હાજર હતો. સૈફ બિન ઉમરાહ કહે છે તેના પછી સફ્વાન એ એજ ઝીયારત પઢી કે જે ઝીયારત અલ્કમાહ બિન મોહમ્મદ હિઝરમીએ ઈમામ બાકીર (અ.સ.)થી રોઝે આશુરા માટે નકલ કરી છે. ત્યાર પછી હઝરત અમીરુલ મોઅમેનીન (અ.સ.)ની સીરહને બે રકાત નમાઝ અદા કરી અને નમાઝ અદા કર્યા પછી હઝરત અમીરુલ મોઅમેનીન (અ.સ.)થી વિદા લીધી અને પછી ઈમામ હુસૈન (અ.સ.)ની કબ્ર મુબારક તરફ ઈશારો કરી સલામ કરી અને તેમનાથી પણ વિદાય લીધી અને જે દોઆઓ પઢી હતી તેમાંથી એક દોઆ આ પણ હતી :
يَا اللَّهُ يَا اللَّهُ يَا اللَّهُ يَا مُجِيبَ دَعْوَةِ الْمُضْطَرِّينَ يَا كَاشِفَ كُرَبِ الْمَكْرُوبِينَ يَا غِيَاثَ الْمُسْتَغِيثِينَ وَ يَا صَرِيخَ الْمُسْتَصْرِخِينَ يَا مَنْ هُوَ أَقْرَبُ إِلَيَّ مِنْ حَبْلِ الْوَرِيدِ وَ يَا مَنْ يَحُولُ بَيْنَ الْمَرْءِ وَ قَلْبِهٖ يَا مَنْ هُوَ بِالْمَنْظَرِ الْأَعْلَى وَ بِالْأُفُقِ الْمُبِينِ وَ يَا مَنْ هُوَ الرَّحْمٰنُ الرَّحِيمُ عَلَى الْعَرْشِ اسْتَوى وَ يَا مَنْ يَعْلَمُ خائِنَةَ الْأَعْيُنِ وَ ما تُخْفِي الصُّدُورُ وَ يَا مَنْ لَا تَخْفَى عَلَيْهِ خَافِيَةٌ وَ يَا مَنْ لَا تَشْتَبِهُ عَلَيْهِ الْأَصْوَاتُ وَ يَا مَنْ لَا تُغَلِّطُهُ الْحَاجَاتُ وَ يَا مَنْ لَا يُبْرِمُهٗ إِلْحَاحُ الْمُلِحِّينَ يَا مُدْرِكَ كُلِّ فَوْتٍ وَ يَا جَامِعَ كُلِّ شَمْلٍ وَ يَا بَارِئَ النُّفُوسِ بَعْدَ الْمَوْتِ يَا مَنْ هُوَ كُلَّ يَوْمٍ فِي شَأْنٍ يَا قَاضِيَ الْحَاجَاتِ يَا مُنَفِّسَ الْكُرُبَاتِ يَا مُعْطِيَ السُّؤَالَاتِ يَا وَلِيَّ الرَّغَبَاتِ يَا كَافِيَ الْمُهِمَّاتِ يَا مَنْ يَكْفِي مِنْ كُلِّ شَيْءٍ وَ لَا يَكْفِي مِنْهُ شَيْءٌ فِي السَّمَاوَاتِ وَ الْأَرْضِ أَسْأَلُكَ بِحَقِّ مُحَمَّدٍ وَ عَلِيٍّ وَ بِحَقِّ فَاطِمَةَ بِنْتِ نَبِيِّكَ وَ بِحَقِّ الْحَسَنِ وَ الْحُسَيْنِ فَإِنِّي بِهِمْ أَتَوَجَّهُ إِلَيْكَ فِي مَقَامِي هٰذَا وَ بِهِمْ أَتَوَسَّلُ وَ بِهِمْ أَتَشَفَّعُ إِلَيْكَ وَ بِحَقِّهِمْ أَسْأَلُكَ وَ أُقْسِمُ وَ أَعْزِمُ عَلَيْكَ وَ بِالشَّأْنِ الَّذِي لَهُمْ عِنْدَكَ وَ بِالْقَدْرِ الَّذِيْ لَهُمْ عِنْدَكَ وَ بِالَّذِي فَضَّلْتَهُمْ عَلَى الْعَالَمِينَ وَ بِاسْمِكَ الَّذِيْ جَعَلْتَهٗ عِنْدَهُمْ وَ بِهٖ خَصَصْتَهُمْ دُونَ الْعَالَمِينَ وَ بِهٖ أَبَنْتَهُمْ وَ أَبَنْتَ فَضْلَهُمْ مِنْ فَضْلِ الْعَالَمِينَ حَتّٰى فَاقَ فَضْلُهُمْ فَضْلَ الْعَالَمِينَ أَنْ تُصَلِّيَ عَلَى مُحَمَّدٍ وَ آلِ مُحَمَّدٍ وَ أَنْ تَكْشِفَ عَنِّي غَمِّي وَ هَمِّيْ وَ كَرْبِي وَ تَكْفِيَنِي الْمُهِمَّ مِنْ أُمُورِيْ وَ تَقْضِيَ عَنِّيْ دَيْنِيْ وَ تُجِيْرَنِيْ مِنَ الْفَقْرِ وَ تُجِيرَنِيْ مِنَ الْفَاقَةِ وَ تُغْنِيَنِيْ عَنِ الْمَسْأَلَةِ إِلَى الْمَخْلُوقِينَ وَ تَكْفِيَنِيْ هَمَّ مَنْ أَخَافُ هَمَّهٗ وَ عُسْرَ مَنْ أَخَافُ عُسْرَهٗ وَ حُزُونَةَ مَنْ أَخَافُ حُزُونَتَهٗ وَ شَرَّ مَنْ أَخَافُ شَرَّهٗ وَ مَكْرَ مَنْ أَخَافُ مَكْرَهٗ وَ بَغْيَ مَنْ أَخَافُ بَغْيَهٗ وَ جَوْرَ مَنْ أَخَافُ جَوْرَهٗ وَ سُلْطَانَ مَنْ أَخَافُ سُلْطَانَهٗ وَ كَيْدَ مَنْ أَخَافُ كَيْدَهٗ وَ مَقْدُرَةَ مَنْ أَخَافُ مَقْدُرَتَهٗ عَلَيَّ وَ تَرُدَّ عَنِّيْ كَيْدَ الْكَيَدَةِ وَ مَكْرَ الْمَكَرَةِ اَللّٰهُمَّ مَنْ أَرَادَنِي فَأَرِدْهُ وَ مَنْ كَادَنِي فَكِدْهُ وَ اصْرِفْ عَنِّي كَيْدَهٗ وَ مَكْرَهٗ وَ بَأْسَهٗ وَ أَمَانِيَّهٗ وَ امْنَعْهُ عَنِّيْ كَيْفَ شِئْتَ وَ أَنَّى شِئْتَ اَللّٰهُمَّ اشْغَلْهُ عَنِّي بِفَقْرٍ لَا تَجْبُرُهٗ وَ بِبَلَاءٍ لَا تَسْتُرُهٗ وَ بِفَاقَةٍ لَا تَسُدُّهَا وَ بِسُقْمٍ لَا تُعَافِيْهِ وَ ذُلٍّ لَا تُعِزُّهٗ وَ بِمَسْكَنَةٍ لَا تَجْبُرُهَا اَللّٰهُمَّ اضْرِبْ بِالذُّلِّ نَصْبَ عَيْنَيْهِ وَ أَدْخِلْ عَلَيْهِ الْفَقْرَ فِي مَنْزِلِهٖ وَ الْعِلَّةَ وَ السُّقْمَ فِي بَدَنِهٖ حَتّٰى تَشْغَلَهٗ عَنِّيْ بِشُغْلٍ شَاغِلٍ لَا فَرَاغَ لَهٗ وَ أَنْسِهٖ ذِكْرِي كَمَا أَنْسَيْتَهٗ ذِكْرَكَ وَ خُذْ عَنِّيْ بِسَمْعِهٖ وَ بَصَرِهٖ وَ لِسَانِهٖ وَ يَدِهٖ وَ رِجْلِهٖ وَ قَلْبِهٖ وَ جَمِيْعِ جَوَارِحِهٖ وَ أَدْخِلْ عَلَيْهِ فِيْ جَمِيْعِ ذٰلِكَ السُّقْمَ وَ لَا تَشْفِهٖ حَتّٰى تَجْعَلَ ذٰلِكَ شُغْلًا شَاغِلًا بِهٖ عَنِّي وَ عَنْ ذِكْرِيْ وَ اكْفِنِي يَا كَافِيَ مَا لَا يَكْفِي سِوَاكَ فَإِنَّكَ الْكَافِي لَا كَافِيَ سِوَاكَ وَ مُفَرِّجٌ لَا مُفَرِّجَ سِوَاكَ وَ مُغِيثٌ لَا مُغِيثَ سِوَاكَ وَ جَارٌ لَا جَارَ سِوَاكَ خَابَ مَنْ كَانَ جَارُهٗ سِوَاكَ وَ مُغِيثُهٗ سِوَاكَ وَ مَفْزَعُهٗ إِلٰى سِوَاكَ وَ مَهْرَبُهٗ وَ مَلْجَاهُ إِلٰى غَيْرِكَ وَ مَنْجَاهُ مِنْ مَخْلُوقٍ غَيْرِكَ فَأَنْتَ ثِقَتِيْ وَ رَجَائِيْ وَ مَفْزَعِيْ وَ مَهْرَبِيْ وَ مَلْجَائِيْ وَ مَنْجَايَ فَبِكَ أَسْتَفْتِحُ وَ بِكَ أَسْتَنْجِحُ وَ بِمُحَمَّدٍ وَ آلِ مُحَمَّدٍ أَتَوَجَّهُ إِلَيْكَ وَ أَتَوَسَّلُ وَ أَتَشَفَّعُ فَأَسْأَلُكَ يَا اللَّهُ يَا اللَّهُ يَا اللَّهُ بِحَقِّ مُحَمَّدٍ وَ آلِ مُحَمَّدٍ أَنْ تُصَلِّيَ عَلَى مُحَمَّدٍ وَ آلِ مُحَمَّدٍ وَ أَنْ تَكْشِفَ عَنِّي غَمِّي وَ هَمِّي وَ كَرْبِي فِي مَقَامِي هٰذَا كَمَا كَشَفْتَ عَنْ نَبِيِّكَ هَمَّهٗ وَ غَمَّهٗ وَ كَرْبَهٗ وَ كَفَيْتَهٗ هَوْلَ عَدُوِّهٖ فَاكْشِفْ عَنِّي كَمَا كَشَفْتَ عَنْهُ وَ فَرِّجْ عَنِّي كَمَا فَرَّجْتَ عَنْهُ وَ اكْفِنِي كَمَا كَفَيْتَهٗ وَ اصْرِفْ عَنِّي هَوْلَ مَا أَخَافُ هَوْلَهٗ وَ مَئُونَةَ مَا أَخَافُ مَئُونَتَهٗ وَ هَمَّ مَا أَخَافُ هَمَّهٗ بِلَا مَئُونَةٍ عَلَى نَفْسِي مِنْ ذٰلِكَ وَ اصْرِفْنِي بِقَضَاءِ حَوَائِجِي وَ كِفَايَةِ مَا أَهَمَّنِي هَمُّهٗ مِنْ أَمْرِ آخِرَتِي وَ دُنْيَايَ يَا أَمِيرَ الْمُؤْمِنِينَ وَ یَا اَبَا عَبْدِ اللہِ عَلَيْكُمَا مِنِّي سَلَامُ اللَّهِ أَبَدًا بَقِيْتُ وَ بَقِيَ اللَّيْلُ وَ النَّهَارُ وَ لَا جَعَلَهُ اللَّهُ آخِرَ الْعَهْدِ مِنْ زِيَارَتِكُمَا وَ لَا فَرَّقَ اللَّهُ بَيْنِي وَ بَيْنَكُمَا اَللّٰهُمَّ أَحْيِنِي حَيَاةَ مُحَمَّدٍ وَ ذُرِّيَّتِهٖ وَ أَمِتْنِي مَمَاتَهُمْ وَ تَوَفَّنِي عَلَى مِلَّتِهِمْ وَ احْشُرْنِي فِي زُمْرَتِهِمْ وَ لَا تُفَرِّقْ بَيْنِي وَ بَيْنَهُمْ طَرْفَةَ عَيْنٍ أَبَدًا فِي الدُّنْيَا وَ الْآخِرَةِ يَا أَمِيرَ الْمُؤْمِنِينَ وَ يَا أَبَا عَبْدِ اللَّهِ أَتَيْتُكُمَا زَائِرًا وَ مُتَوَسِّلًا إِلَى اللَّهِ رَبِّي وَ رَبِّكُمَا مُتَوَجِّهًا إِلَيْهِ (بِكُمَا وَ مُسْتَشْفِعًا بِكُمَا) إِلَى اللَّهِ فِي حَاجَتِي هَذِهٖ فَاشْفَعَا لِي فَإِنَّ لَكُمَا عِنْدَ اللَّهِ الْمَقَامَ الْمَحْمُودَ وَ الْجَاهَ الْوَجِيهَ وَ الْمَنْزِلَ الرَّفِيعَ وَ الْوَسِيلَةَ إِنِّي أَنْقَلِبُ عَنْكُمَا مُنْتَظِرًا لِتَنَجُّزِ الْحَاجَةِ وَ قَضَائِهَا وَ نَجَاحِهَا مِنَ اللَّهِ بِشَفَاعَتِكُمَا لِي إِلَى اللَّهِ فِي ذٰلِكَ فَلَا أَخِيبُ وَ لَا يَكُونُ مُنْقَلَبِي مُنْقَلَبًا خَائِبًا خَاسِرًا بَلْ يَكُونُ مُنْقَلَبِي مُنْقَلَبًا رَاجِحًا مُفْلِحًا مُنْجِحًا مُسْتَجَابًا لِيْ بِقَضَاءِ جَمِيعِ حَوَائِجِي وَ تَشْفَعَا لِيْ إِلَى اللَّهِ اِنْقَلَبْتُ عَلَى مَا شَاءَ اللَّهُ وَ لَا حَوْلَ وَ لَا قُوَّةَ إِلَّا بِاللَّهِ مُفَوِّضًا أَمْرِي إِلَى اللَّهِ مُلْجِئًا ظَهْرِي إِلَى اللَّهِ وَ مُتَوَكِّلًا عَلَى اللَّهِ وَ أَقُولُ حَسْبِيَ اللَّهُ وَ كَفَى سَمِعَ اللَّهُ لِمَنْ دَعَا لَيْسَ لِي وَرَاءَ اللَّهِ وَ وَرَاءَكُمْ يَا سَادَتِي مُنْتَهًى مَا شَاءَ رَبِّي كَانَ وَ مَا لَمْ يَشَأْ لَمْ يَكُنْ وَ لَا حَوْلَ وَ لَا قُوَّةَ إِلَّا بِاللَّهِ أَسْتَوْدِعُكُمَا اللَّهَ وَ لَا جَعَلَهُ اللَّهُ آخِرَ الْعَهْدِ مِنِّي إِلَيْكُمَا انْصَرَفْتُ يَا سَيِّدِي يَا أَمِيرَ الْمُؤْمِنِينَ وَ مَوْلَايَ وَ أَنْتَ يَا أَبَا عَبْدِ اللَّهِ يَا سَيِّدِي وَ سَلَامِي عَلَيْكُمَا مُتَّصِلٌ مَا اتَّصَلَ اللَّيْلُ وَ النَّهَارُ وَاصِلٌ ذٰلِكَ إِلَيْكُمَا غَيْرُ مَحْجُوبٍ عَنْكُمَا سَلَامِي إِنْ شَاءَ اللَّهُ وَ أَسْأَلُهٗ بِحَقِّكُمَا أَنْ يَشَاءَ ذٰلِكَ وَ يَفْعَلَ فَإِنَّهٗ حَمِيْدٌ مَجِيْدٌ انْقَلَبْتُ يَا سَيِّدِيْ عَنْكُمَا تَائِبًا حَامِدًا لِلَّهِ شَاكِرًا رَاجِيًا لِلْإِجَابَةِ غَيْرَ آيِسٍ وَ لَا قَانِطٍ آئِبًا عَائِدًا رَاجِعًا إِلٰى زِيَارَتِكُمَا غَيْرَ رَاغِبٍ عَنْكُمَا وَ لَا مِنْ زِيَارَتِكُمَا بَلْ رَاجِعٌ عَائِدٌ إِنْ شَاءَ اللَّهُ وَ لَا حَوْلَ وَ لَا قُوَّةَ إِلَّا بِاللَّهِ يَا سَادَتِي رَغِبْتُ إِلَيْكُمَا وَ إِلٰى زِيَارَتِكُمَا بَعْدَ أَنْ زَهِدَ فِيكُمَا وَ فِي زِيَارَتِكُمَا أَهْلُ الدُّنْيَا فَلَا خَيَّبَنِيَ اللَّهُ مِمَّا رَجَوْتُ وَ مَا أَمَّلْتُ فِي زِيَارَتِكُمَا إِنَّهٗ قَرِيبٌ مُجِيبٌ.
સૈફ બિન ઉમરહનું વર્ણન છે કે મેં સફવાનને પૂછ્યું કે અલકમાહ બિન મુહમ્મદે આ દુઆ અમારા માટે ઇમામ બાકિર (અ.સ.)થી બયાન કરી નથી, પરંતુ માત્ર ઝીયારતનું વર્ણન કર્યું છે, તો સફવાને કહ્યું: હું ખુદ ઇમામ સાદિક (અ.સ.)સાથે આ જગ્યાએ આવ્યો હતો ત્યારે આપ (અ.સ.)એ ખુદ આ અમલ (દુઆ) કરી હતી, અને મેં તે જ ઝીયારત અને દોઆ પઢી છે ત્યાર પછી બે રકાત નમાઝ પઢી કે જેવી રીતે આપણે પઢી , અને એવીજ રીતે વિદાય લીધી છે કે જેવી રીતે આપણે વિદાય લીધી.
ત્યારપછી સફવાને મને કહ્યું: હઝરત ઈમામ સાદિક (અ.સ.). એ મને કહ્યું હતું કે આ ઝિયારત અને આ દુઆને પાબંદી સાથે પઢતા રહેજો અને જે આ ઝિયારત અને દોઆને દૂર થી કે નઝદીકથી પઢતો હશે તેના માટે હું અલ્લાહ ની બારગાહમાં ઝામીન થાવ છુ કે :
- તેમની દોઆ કબૂલ થશે
- તેમની કોશિશને કબૂલ કરવામાં આવશે
- અને તેમના સલામ કબૂલ કરવામાં આવશે
- અને તેમની હાજતોને પૂરી કરવામાં આવશે
- આખેરતમાં તેમના દરજ્જા બુલંદ હશે
- અને તે નાઉમ્મીદ નહિ થાય
અય સફવાન! મેં મારા પિતા તરફથી અને તેમણે તેમના પિતા હઝરત અલી ઇબ્નુલ હુસૈન ઝૈનુલઆબેદીન (અ.સ.)થી અને તેમણે હઝરત ઈમામ હુસૈન (અ.સ.)થી અને તેમણે તેમના ભાઈ ઈમામ હસન (અ.સ.)થી અને તેમણે તેમના પિતા હઝરત અમીરુલ મોઅમેનીન (અ.સ.)થી અને તેમણે પયગંબર (સ.અ.વ.)થી અને તેઓએ જનાબે જિબ્રઇલ (અ.સ.)થી અને તેઓએ પરવરદિગારે આલમ તરફથી બયાન કર્યું છે કે અલ્લાહ તઆલાએ પોતાની ઝાતે મુકાદ્દસની કસમ ખાધી છે કે જે કોઈ વ્યક્તિ ઈમામ હુસૈન (અ.સ.)ની નઝદીકથી અથવા દૂરથી ઝિયારત અને દુઆ પઢશે તો હું તેની ઝિયારત કબૂલ કરીશ
અને હું તેની દરેક ઈચ્છા પૂરી કરીશ અને તે મારી બારગાહમાંથી નાઉમ્મીદ (નિરાશ) અને માયુસ થઈને પાછો નહીં ફરે, પરંતુ તેની જરૂરિયાત પૂરી કરીને અને જહન્નમની આગમાંથી મુક્ત થઈને અને જન્નતનો હકદાર બનીને પાછો ફરશે અને તે કોઈપણની શફાઅત કરશે તો હું તેની શફાઅતને પણ કબૂલ કરીશ અને ફરમાવ્યું કે અહલેબૈત (અ.મુ.સ.)ના દુશ્મનોની દુઆ કબૂલ કરવામાં આવશે નહીં, કારણ કે અલ્લાહ તઆલાએ પોતાની ઝાતે મુક્દ્દસની કસમ ખાધી છે અને અમને તેના સાક્ષી બનાવ્યા છે અને આકાશના ફરિશ્તાઓને પણ તેના સાક્ષી બનાવ્યા છે.
તે પછી જનાબે જીબ્રઇલ (અ.સ.). મેં કહ્યું, ” યા રસુલુલ્લાહ (સ.અ.વ.) મને અલ્લાહે તમારી પાસે મોકલ્યા છે કે હું તમને અને અલી (અ.સ.)અને જનાબે ફાતેમા (સ.અ.) તથા ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.)અને તેમના વંશના દરેક ઇમામોને એ બશારત આપું કે જે તમારા માટે અને અઈમ્માહે માઅસૂમીન (અ.મુ.સ.) માટે અને તમારા શિયા માટે છે કે કયામતના દિવસે આ (અમલ) ખુશીનું કારણ બનશે.
સફવાન કહે છે કે તે પછી ઇમામ સાદિકે (અ.સ.).મેં મને કહ્યું: અય સફવાન! જ્યારે તમણે જ્યારે કોઈ હાજત પેશ આવે ત્યારે તમે જ્યાં ઇચ્છો ત્યાંથી આ ઝિયારત અને દોઆ પઢો અને અલ્લાહ પાસે તમારી હાજત માંગો અલ્લાહ જરૂર તમારી હાજતોને પૂરી કરશે અને અલ્લાહ પોતાના પયગંબર (સ.અ.વ.)સાથે કરેલા વાયદાની વિરુદ્ધ નહિ કરે.
આ પણ સીલ્સીલતુઝઝ્હબ છે
“કલેમતો લાએલાહા ઈલલ્લાહ હિસની” આ પાકીઝા અને મુકદ્દસ સનદોના આધારે, જે ઇમામ રઝા (અ.સ.).એ તેમના બાપ-દાદાઓથી નકલ કર્યું છે તેને સીલ્સીલતુઝ્ઝહબ (સોનાની સાંકળ) કહેવામાં આવે છે. જે એક હદીસેકુદસી પણ છે. તેથી, હદીસે ઝિયારતે આશુરાની કે જેની શરૂઆતના પુરાવાઓમાં થોડા માસૂમીન (અ.મુ.સ.) દ્વારા અલ્લાહથી નિસ્બત આપેલ છે, અને માસૂમીન (અ.મુ.સ.) પછી, બિન-માસૂમિન વચ્ચેના મુકદ્દસ (મહાન) અને પવિત્ર હસ્તીઓ છે , જેમાં નામાંકિત મરાજેઅ તકલીદ , ફોકહાઓ, હદીસવેત્તાઓનો સિલસિલો છે અને આ હદીસે કુદસી પણ છે તો શું તેને સીલ્સીલતુઝ્ઝહબ (સોનાની સાંકળ) કહેશું તો શું તે હકીકત અને ન્યાયની વિરુદ્ધ હશે ? બેશક આ ઝિયારત અહાદીસે કુદસિયામાં સામેલ છે અને આજ તરતીબ સાથે કે ઝિયારત, લઅનત, સલામ અને દુઆ સાથે આ હદીસ જનાબે જીબ્રઈલે અમીન દ્વારા પયગમ્બરે અકરમ (સ.અ.વ.) સુધી પહોંચી હતી, અને અનુભવના આધારે તેને ચાલીસ દિવસ સુધી પાબંદીથી પઢવાથી હાજત પૂરી થાય છે , મકસદ હાસિલ થાય છે અને દુશ્મનોથી બચવા માટે એક મિસાલ છે , તેથી મોઅમીને તેને એક ઝીંદગીનો હિસ્સો બનાવીને દરરોજ પઢવી જોઈએ કે જેથી બરકત હાસિલ કરી શકાય.
અલ્લાહ તઆલા આપણને બધાને ઈમામ (અ.સ.)ના ઝહુર માટેની દોઆ કરવાની તૌફીક આપે અને ઈમામ હુસૈન (અ.સ.)ના નાહક ખૂનનો બદલો લેવા વાળા ઇમામ મહદી (અ.ત.ફ.શ)ના સાથીઓમાં શુમાર કરે .. આમીન…
- મરહુમ આકા બુઝુર્ગ તેહરાની તેમના વિશે નક્બા અલ-બશરમાં કહે છે: તેઓ મહાન ફોક્હાએ ઈમામીયાહમાં સૌથી ઉચ્ચ, અને મરાજેઅ તકલીદમાં તેમનો શુમાર કરવામાં આવે છે, અને તેમનું નામ શેખ અન્સારી, સાહિબે જવાહર અને શેખ મુહમ્મદ હુસૈનના વિદ્યાર્થીઓમાં ગણવામાં આવે છે. “બદાયહ અલ-અનામ ફી શરહ શરાઈલ અલ-ઈસ્લામ” તેમની શ્રેષ્ઠ કિતાબ તરીકે ઓળખાય છે અને તેમનો રિસાલો અમ્લીય્યાહ જેવી કિતાબમાંથી લેવામાં આવેલ છે.
- શેખ અન્સારી, જેમના વિશે મસ્નુફ (લેખકે) શ્રેષ્ઠ લકબો અને તેમના આદાબમાં એક કરતાં વધુ ભાગ નકલ કર્યા છે પરંતુ ફક્ત તેનો મકસદ આજ બયાન કરવાનો ન હોત તો હજી વધુ બયાન કરવામાં આવેત. આપ મરાજેઅ તકલીદમાં શુમાર થયેલ છે, સાહેબે જવાહેર પછી એટલે કે તેમણે હિ.સ. 1266 થી મરાજેઅ મુતલકનું પદ સંભાળ્યું અને હિ.સ.1281 માં તેમની વફાત થઈ હતી. તેમની સૌથી મહત્વપૂર્ણ કિતાબ “ફરાએદ અલ-ઉસુલ” જે “રસાએલ” તરીકે ઓળખાય છે તે આજે પણ કુમ, નજફ, સીરિયા અને ભારતમાં ફોક્હાઅ અને મુજતાહિદોના ઈજ્તેહાદ માટે ઉપયોગી છે ખુલાસો એ છે કે તેમની શખ્શીય્યત (વ્યક્તિત્વ) ને સામાન્ય રીતે અથવા ખાસ કરીને કોઈ ઓળખાણની જરૂર નથી.
- આપ હાજ મુલ્લા મહદીના પુત્ર છે અને તેમણે ફોક્હા અને ઉસુલ પર ઘણા પુસ્તકોનું સંકલન કર્યું છે. ઈલ્મે અખ્લાક અને અદબની સૌથી પ્રખ્યાત કિતાબ “મેંઅરાજુસસઆદાહ” તમારું પોતાનું સંકલન છે.
- આપના પિતા મુર્તઝા બિન મોહમ્મદ બિન અબ્દુલ કરીમ હસની તબાતબાઈ છે. અલ્લામા બહરુલ-ઉલૂમ પોતાના સમયના એક મહાન મરજએ તક્લીદ હતા અને તેમનો જન્મ હિ.સ. 1155 માં કરબલામાં થયો હતો અને હિ.સ. 1212 માં નજફમાં વફાત પામ્યા હતા અને તેમની પાસેથી અસંખ્ય કરામત બયાન કરવામાં આવેલ છે.
- આપના પિતા શેખ મુહમ્મદ અકમલ ઇસ્ફહાની છે અને ઇજાઝતની કિતાબોમાં તમે ઉસ્તાદ કૂલ તરીકે ઓળખાય છે. તેમનો જન્મ હિ.સ. 1117 માં ઇસ્ફહાનમાં થયો હતો અને હિ.સ. 1205 માં કરબલામાં તેમની વફાત થઈ હતી. ઇજતેહાદ અને ફોક્હાતને નવું જીવન આપ્યું અને અખબારીઓના ફેલાવાને રોકી લીધો.તેઓ મુજતાહિદોમાં “આકા” તરીકે ઓળખાય છે. એટલા માટે આપના વંશજોને “આલ-એ-આકા” તરીકે લખે છે.
- આપ મુલ્લા મોહમ્મદતકી મજલીસી(અ.ર) અવ્વલના પુત્ર છે. તેમનો જન્મ હિ.સ. 1037 માં ઇસ્ફહાનમાં થયો હતો અને હિ.સ. 1110 અથવા હિ.સ. 1111 માં ઇસ્ફહાનમાં મૃત્યુ પામ્યા હતા તેમના સો કરતાં વધુ સંકલન છે, જેમાંથી સૌથી પ્રસિદ્ધ કિતાબ “બેહારુલ અન્વાર” છે.
- તેમના પિતાનું નામ મકસૂદ અલી હતું. તેમનો જન્મ હિ.સ. 1003 માં થયો હતો અને હિ.સ. 1070 માં તેમની વફાત થઈ હતી. મોહમ્મદતકી મજલિસી અવ્વલ,શિયા ઈમામીયાહના બુઝુર્ગ ફોક્હામાં તેમનો શુમાર થાય છે અને આકાએ વહીદ બહબહાનીના લખાણ મુજબ, ખુદ અલ્લામાં મજલિસી અવ્વલ પોતે કહે છે કે મેં મારા પિતા પાસેથી ચાર વર્ષની ઉમરે ફિકહી મસએલના ઈલ્મથી પરિચિત થયો હતો.
- હિ.સ. 943 માં તેમનો જન્મ બાલબકમાં થયો હતો અને હિ.સ.1030 માં ઇસ્ફહાનમાં મૃત્યુ પામ્યા હતા. તેમના જનાઝાને મશહદ લઈ જવામાં આવ્યો હતો. તેમના દ્વારા 88 કિતાબો લખવામાં આવી હતી.
- તેમનું પૂરું નામ ઇઝ્ઝુદ્દીન હુસૈન બિન અબ્દુલ સમદ જબાઈ અમીલી હરીશી હમદાની છે અને તેમની ગણતરી શહીદે સાનીના વિદ્યાર્થીઓમાં થાય છે. તેમનો જન્મ હિ.સ. 922 માં થયો હતો અને હિ.સ. 984 માં બેહરૈનમાં તેમની વફાત થઈ હતી. તેમની ઘણી બધી કિતાબો જોવા મળે છે.
- તેમનો જન્મ હિ.સ. 911 માં જબલે આમિલના એક સ્થાન (જબઅ)માં થયો હતો અને હિ.સ. 966 માં શહાદતનો દરજ્જો પ્રાપ્ત થયો હતો. તેમણે કિતાબોનું સંકલન કર્યું છે, જેમાંથી સૌથી બહેતરીન કિતાબ “રવઝહ અલ-બહિય્ય્હ (શર્હે લમહ) છે, જે આજે પણ નજફ, કુમ અને શામ વગેરેની તમામ હોઝામાં ભણાવવામાં આવે છે. મસાલિક અલ-અફહામ (શરહ શરીઆહ) વગેરે.
- જમાલ અલ-દીન અહમદ બિન શમ્સ અલ-દિન મુહમ્મદ બિન ખાતુન અલ-આમેલી અલ-ઈનાઈએ તેમના પિતા પાસેથી હદીસ બયાન કરી છે અને શહીદે સાનીએ તેમની પાસેથી તેને વર્ણવી છે.
- તેમનો જન્મ નજફમાં હિ.સ. 940 માં થયો હતો તેઓ ઈરાનના કાઝી (ન્યાયધીશ) હતા. તેમની જામી અલ-મકાસીદ, શાર્હ અલફય્હ, હાશીયાહ શરિયા અલ-ઈસ્લામ વગેરે મહાન કિતાબો છે.
- શેખ ઝૈનુદ્દીન અલી બિન હિલાલ જઝાએરીને તેમના સમયના ફોક્હામાં ગણવામાં આવતા હતા. મોહકિકે કર્કી (સાની)એ તેમના ઇજાઝામાં તેમને શેખ અલ-ઇસ્લામ, ફકીહે એહલેબેય્ત જેવા શબ્દોથી તેમનો ઉલ્લેખ કર્યો છે.
- અબુલ-અબ્બાસ જમાલ ઇબ્ને અહમદ ઇબ્ને મુહમ્મદ ફહદ હીલ્લીને પ્રખ્યાત શિયા ફોક્હામાં ગણવામાં આવે છે. તેમનો જન્મ હિ.સ. 757 માં મકામ હિલ્લા માં થયો હતો અને કરબલામાં હિ.સ. 841 માં તેમની વફાત થઈ હતી. તેમના સંકલનમાંથી અલ-મહઝબ, અલ-મુજાઝ, તહરિર, ઉદત-ઉલ-દાઈ વગેરે જાણીતા છે.
- શેખ હુરર્રે આમેંલીએ તઝકીરાત અલ-મુતબહરીનમાં આપને ફાઝીલ, આબિદ, સાલીહ અને શહીડે અવ્વલના શાગીર્દોમાં (વિદ્યાર્થી) ગણ્યા છે. જેમની પાસેથી અહમદ બિન ફહદ હિલ્લીએ હદીસ બયાન કરી છે.
- અબુ અબ્દુલ્લાહ શમ્સુદદીન મુહમ્મદ બિન મક્કી બિન હામીદ બિન અહમદ દમીશ્કી નબ્તી આમેંલી, ઓલમાઓમાં શહીદે અવ્વલ અથવા શેખ શહીદના નામથી ઓળખાય છે. તેમનો જન્મ હિ.સ. 734 માં થયો હતો અને હિ.સ. 784 માં શહાદતનો દરજ્જો પ્રાપ્ત કર્યો હતો. તેમના પર શિયા ગુલામીનો આરોપ હતો અને તેમને એક વર્ષ સુધી કૈદ રાખવામાં આવ્યા હતા અને પછી તેમને કતલ કરી નાખવામાં આવ્યા હતા તેના પછી તેમની લાશ પર પથ્થર વરસાવવામાં આવ્યા અને પછી લાશને જલાવી દેવામાં આવી હતી. તેમની પત્ની ઉમ્મેં અલી અને પુત્રી પણ ફીકહમાં ખાસ કરીને ઓંરતોના મસઅલા પર ઊંડી નજર રાખતા હતા. તેમના પુત્રોને પણ બુઝુર્ગ ફોક્હામાં ગણવામાં આવતા હતા. અલફિય્યાહ, ગાયતુલ-મુરાદ, અલ-કૌઆત અલ-કિલિયા, અલ-લુમાઅત અલ-મખ્શિયાહ, દરૂસ, બયાન, ઝિકરી વગેરે તેમના જાણીતા સંકલન છે.
- આપ અલ્લામા હિલ્લીના પુત્ર ફખરૂલ મુહકકીક (સંશોધક) તરીકે જાણીતા છો. તેમની ગણના પ્રખ્યાત ફોક્હામાં થાય છે. તેમના સંકલન ખૂબ મૂલ્યવાન છે. શહીદેઅવ્વલે તેમના ઈજાઝામાં તેમની ખૂબ પ્રશંસા કરી છે.
- અલ્લામા હિલ્લી તરીકે ઓળખાતા હસન બિન યુસુફ બિન મુતહર હિલ્લીનો જન્મ 29 રમઝાન હિ.સ. 648 ના રોજ થયો હતો અને તેમની વફાત 11 અથવા 21 મુહર્રમ હિ.સ. 726 ના રોજ થઈ હતી. તેમને એક મહાન ફકીહ, મોતકલ્લીમ, અને હકીમ હતા. તેઓ ખ્વાજા નસીરુદ્દીન તુસી, મોહકીકે હિલ્લી અને સૈયદ ઈબ્ને તાઉસ વગેરેના વિદ્યાર્થી હતા. તેમના દ્વારા ઈરાનના મુઘલ રાજા સુલતાન મુહમ્મદ અલ-જાયતુએ શિયા મઝહબ અપનાવ્યો હતો. હિલ્લામાં વફાત પામ્યા અને હઝરત અમીરુલ મોમીનીન(અ.સ)ના સેહનમાં દફનાવવામાં આવ્યા. શિયા મઝહબ માટે તેમના ઘણા મહાન અને અમૂલ્ય યોગદાન અને સેવાઓને ક્યારેય ભૂલી શકાય તેમ નથી.
- મોહકકીકે અવ્વલનો જન્મ હિ.સ. 602 માં થયો હતો અને તેમની વફાત હિ.સ. 676 થઈ હતી. અલ્લામા હિલ્લીના ઉસ્તાદ હતા, આ નામ પ્રખ્યાત શિયા ફોક્હામાં છે. જેનું સૌથી પ્રખ્યાત સંકલન શરાએલ-ઈસ્લામ છે, જે આજે પણ હૌઝામાં શીખવવામાં આવે છે. અન્ય મોઅતબર અને ભરોસાપાત્ર કિતાબ જેમ કે કસર અલ-નાફેઅ, વગેરે પણ ઇસ્લામિક ઓલમાઓની નજરમાં મહત્વપૂર્ણ કિતાબ ગણાય છે.
- શેખ હુર્રે આમેલીએ તેમને આલીમ, ફાઝીલ, અદીબ (લેખક) અને મુહદ્દીસના નામથી યાદ કર્યા છે. તેમણે ઈમાને અબુ તાલિબ પર એક જબરદસ્ત કિતાબ લખી છે.
- અબુલ ફઝલ શાઝાન બિન જીબ્રઈલ ઈબ્ને ઈસ્માઈલ કુમીના પણ ફિકહ વગેરેમાં અનેક સંકલન છે
- ઇમાદ અલ-દિન મુહમ્મદ બિન અબુલ કાસિમ બિન મુહમ્મદ બિન અલી અલ-તબરી અલ-આમેલી અલ-કાજી. તેઓ શિયા ફોક્હાઓ અને જલીલ-ઉલ-કદર તરીકે જાણીતા છે. તેમની ઘણી બધી કિતાબો છે.
- આપ શેખ તુસી (અ.ર.)ના પુત્ર છે, મર્હુમ શેખ હુર્રે આમેલી તેમના વિશે લખે છે : આલીમ, ફાઝિલ, ફકીહ, મુહદ્દિસ, સક્કાહ અને ઘણા પુસ્તકોના લેખક છે. તેમાંથી શરહ નહાયહ અલ-આમાલી, મુર્શીદ અલ-સબીલ અલ-તબાદ વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
- શેખ તુસી જેમની ખ્યાતી દરેક મઝહબ અને મિલ્લતમાં જોવા મળે છે તેમની હિ.સ. 385 માં તુસમાં વિલાદત થઈ હતી. અને નજફમાં હિ.સ. 460 તેમની વફાત થઈ હતી. તેમણે શેખ મુફીદથી ફાયદો મેળવ્યો તેના પછી તેમણે સૈયદ મુર્તઝા પાસેથી ફાયદો મેળવ્યો. બગદાદમાં તેમના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો અને તેમનું ઘર અને પુસ્તકાલય બાળી નાખવામાં આવ્યું, પછી તેઓ નજફ અશરફ ગયા અને ત્યાં રહેવા લાગ્યા. અને ત્યાં બાબરકત હૌઝાએ નજફ અશરફની સ્થાપના કરી. શિયા ફોક્હાઓમાં તેમને “શેખ-તાએફા” ના નામથી ઓળખવામાં આવે છે. તેમની કિતાબોની મહત્વ અને મહાનતા માટે એટલું જ પૂરતું છે કે તેમની શિયા હદીસોના પ્રખ્યાત અને મહાન ચાર કિતાબો માંથી બે કિતાબો અલ-ઇસતીબ્સાર અને તહેઝીબુલએહકામનું સંકલન તેમને કર્યું છે. આ ઉપરાંત, તેમના દરેક કિતાબો અવ્વલ દરજ્જાની છે જેમ કે : અલ-ફહરિસ્ત, આમાલી, મબસુત, ઇદદતેઉસુલ, નહાયહ, હિદાયતુલ મુસ્તરશીદ, અલ-ગય્બહ, અલ-રિજાલ, અલ-ખિલાફ, તફસીર તીબયાન, મિસ્બાહુલમુતહાજદ, જેમાંથી ઝિયારત આશુરાની નકલ કરવામાં આવી રહી છે.
- શેખ તુસીએ આ હદીસને મુહમ્મદ ઈબ્ને ઈસ્માઈલ બિન બઝીઅની કિતાબમાંથી નકલ કરી છે અને શેખે આ હદીસને મુહમ્મદ ઈબ્ને ઈસ્માઈલની સનદની સાથે તેમની કિતાબ ફહેરિસ્તમાં નકલ કરી છે. ઇબ્ને અબી ઝય્દ એ મુહમ્મદ ઇબ્ને હુસૈન ઇબ્ને વલીદથી અલી ઇબ્ને ઇબ્રાહિમેં મુહમ્મદ ઇબ્ને ઇસ્માઇલ બિન બઝીઅથી નકલ કરી છે.
Be the first to comment