જ.ફાતેમા (સ.અ.)ના ઘર પર હુમલો કરવાની કબુલાત

વાંચવાનો સમય: 4 મિનિટ

અલગ અલગ સમુદાયો અને અલગ અલગ રાષ્ટ્રોની જેમ મુસલમાનોનો ઈતિહાસ પણ સત્તાપરસ્ત લોકોના ઝુલ્મોથી ભરેલો છે. આ ઇતિહાસની કિતાબોના પાનાઓ પણ ઝુલ્મો અને સિતમોની શાહીથી રંગીન થયા છે
મુસલમાનોમાં પણ મોટા મોટા ઝાલીમો અને ઝુલ્મને પસંદકરનાર લોકો તેમજ દુનિયાપરસ્ત લોકો આવ્યા અને ચાલ્યા ગયા છે. દુનિયાના દરેક ગુનેહગારની પ્રથમ કોશિશ એ હોય છે કે તેનો ગુનોહ જાહેર ન થઈ જાય, અને અગર જો જાહેર થઈ પણ જાય તો તે એ બાબતનો પ્રયાસ કરશે કે તેના દ્વારા લેવામાં આવેલા પગલાને સાચા, ન્યાયી અને યોગ્ય ઠેરવવામાં આવે. તે પોતાની જાતને ન્યાયી અને સાચી સાબિત કરવા પ્રયત્ન કરશે.
આ બાબતમાં દરબારી નમકખોરો ઈતિહાસકારો પણ એ જ કાર્ય કરે છે કે આવી ઐતીહાસીક બાબતોને છુપાવે કે જ્યાં ઝુલ્મ અને અન્યાય જાહેર થતો હોય અને આવા ઝુલ્મ અગર જાહેર થાય તો તેને યોગ્ય સાબિત કરવાની કોશિશ કરે.
મુસલમાનોના ઇતિહાસના શરૂઆતના સમયમાં પણ સત્તાપરસ્ત લોકો સત્તાના તખ્ત પર આવ્યા અને આ લોકોએ અત્યાચારો,ઝુલ્મો,સિતમ કર્યા અને તેમના ઝુલ્મોને છુપાવવાના પણ ઘણા પ્રયાસો થયા છે.
ક્યારેક એવું કહેવામાં આવ્યું કે :- “કારણ કે આ બધા પયગંબરના સહાબીઓ છે, અને કુરાનના કોલ મુજબ તેઓ ‘સાબેકીન’ માંથી છે, આથી તેઓએ ભલે ભૂલો કરી ગુનાહો કર્યા ઝુલ્મો કર્યા છતાય પણ તેઓના વિષે બુરું કે ખરાબ ન કહેવું જોઈએ કારણકે તેઓના દિલમાં હંમેશા ભલાઈની ભાવના હતી. તેથી, તેઓનો દરેક ગુનોહ માત્ર સજાને પાત્ર જ નહીં, પરંતુ માફીને પાત્ર પણ છે.
ક્યારેક કોઈ મોટા ગુનાહને ખતાએ ઈજ્તેહાદીનુ નામ આપીને ભૂલોને છુપાવવા અથવા યોગ્ય કરવાની કોશિશ કરી છે અથવા તો કેટલીકવાર કોઈ ગંભીર અને મોટા ગુનાહને એ બનાવનો ઇનકાર આવ્યો છે કે આવું તો બન્યું જ નથી વગેરે વગેરે.
પરંતુ આ બધા પ્રયત્નો છતાંય ક્યાંકને ક્યાંક કોઇ ઇતિહાસકાર કે હદીસવેત્તાઓએ આ ઘટનાઓનું વર્ણન કર્યું છે. જ. સૈયદા (સ.અ.)ના ઘરને આગ લગાડવાનો મોટો ઝુલ્મ અને ગુનાહ પર ખુબ જ પરદો ઢાંકી દેવાની કોશિશો થઇ પરંતુ કેટલાક ઇતિહાસકારોએ પોતાના લેખોમાં કે કિતાબોમાં આ બનાવને ખુબજ કાળજીપૂર્વક અને શરમજનક રીતે વર્ણવ્યો છે.
એહલેસુન્નતના ઓલમાઓએ આ બનાવને વારંવાર નકારી કાઠ્યો છે. અને આ બનાવનેને શિયાઓનુ સર્જન કહેવામાં આવ્યું છે. પરંતુ આ બનાવ માટે ઘણીબધી દલીલો છે. આ લેખમાં, આપણે ફક્ત એજ નિવેદનોનો ઉપયોગ કરીશું, જેમાં ખુદ અબુબકરે પોતે કરેલા ઝુલ્મની કબૂલાત કરી છે.
અબુઓબેય્દાહન પોતાની કિતાબ “અલ-અમવાલ” જેની ઉપર અહલેસુન્નતના ફોકાહા(આલીમો) ભરોસો કરે છે, એમાં વર્ણન કરવામાં આવ્યું છે કે અબ્દુરરહેમાન બિન ઓફએ કહ્યું: જ્યારે છેલ્લા દિવસોમાં અબુબકર બીમાર હતો, ત્યારે હું તેની ખબર પૂછવા માટે ગયો હતો. ઘણી બધી વાતો પછી તેણે કહ્યું : અય કાશ કે ત્રણ કાર્ય કે જેને મેં મારા જીવનમાં કર્યા અગર તે મેં ન કર્યા હોતે.
અને ત્રણ કાર્ય જે મેં અંજામ નથી આપ્યા, અગર તેને અંજામ આપ્યા હોતે.
અને આ જ રીતે કાશ! મેં પયગંબર (સ.અ.વ.)ને ત્રણ કાર્યો વિશે સવાલ કર્યો હોતે, જેમાંથી એકને મે અંજામ આપ્યું છે અને હું ઈચ્છું છું કે કાશ! હું તેને અંજામ ન આપતે.
وددت انی لم اکشف بیت فاطمة و ترکتہ و ان اغلق علی الحرب
“અય કાશ કે મેં જ.ફાતેમા(સ.અ.)ના ઘરની બેહુરમતી ન કરી હોતે,અને તેમને તેના હાલ ઉપર છોડી દેતે, અગર ભલે પછી જંગ માટે પણ બંધ કરી દેવામાં આવ્યું હોય”
જ્યારે અબુ ઉબેદાહ આ વાક્ય સુધી પહોંચે છે, ત્યારે તે لم یکشف بیت فاطمة و ترکتہવાક્યને બદલે તે کذا و کذا (કઝા વ કઝા) લખે છે અને કહે છે કે હું તેનુ વર્ણન કરવા ઈચ્છતો નથી.
જો કે અબુ ઉબેદાહે પોતાની અકીદતની મજબૂરીના કારણે અથવા કોઈ અન્ય કારણોસર હકીકતને વર્ણવી નથી પરંતુ ‘અલ-અમ્વાલ’ કિતાબનું વિસ્તરણ કરનારાઓએ તેના હાંસિયા પર લખ્યું છે. જે વાક્ય કાઢી નાખવામાં આવ્યું છે તે વાક્યનો ઉલ્લેખ મિઝાન અલ-એઅતેદાલ કિતાબમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તબરાનીએ પોતાની કિતાબ મોઅજમ અને ઇબ્ને અબ્દ અલ-રબ્બાહ એ પોતાની કિતાબ અક્દ-અલ ફરીદમાં, તેમજ બીજા લોકોએ આ વાક્યનું વર્ણન કર્યું છે.
આવીજ રીતે, આ બનાવને “મોઅજમ – અલ-કબીર” કિતાબના લેખક અબુ અલ-કાસિમ સુલેમાન બિન અહમદ તબરાની (૨૬૦-૩૬૦)એ પણ પોતાની કિતાબમાં વર્ણવ્યો છે. કિતાબ અલ-મોઅજમ અલ-કબીર, જે ઘણી વખત પ્રકાશિત થઈ ચૂકી છે, તેમાં અબુબકરના ખુત્બાઓ અને તેના મૃત્યુ વિશે વર્ણન છે. જ્યારે અબુબકર મૃત્યુ પામ્યો ત્યારે તેણે કેટલીક વસ્તુઓની ઇચ્છા વ્યક્ત કરી અને કહ્યું: અય કાશ કે ત્રણ કામોને અંજામ ન આપ્યા હોત,અને ત્રણ કામોને અંજામ આપ્યા હોતે, અને ત્રણ કામોના વિષે પયગંબર (સ.અ.વ.)ને સવાલ કર્યો હોતે,
ما الثلاث اللائی وددت انی لم افعلھن، فوددت انی لم اکن اکشف بیت فاطمة و ترکتہ
એ ત્રણ કામકે જેની હું ઈચ્છા ધરાવું છું કે કાશ! તેને અંજામ ન આપ્યા હોતે, તેમાંથી એક જ.ફાતેમા(સ.અ)ના ઘરની બેહુરમતી છે.
“અય કાશ કે મેં તેમના ઘરનું અપમાન ન કર્યું હોતે અને તેને તેના હાલ પર છોડી દીધા હોતે.
ઇબ્ને અબ્દ રબાહ અંદલુસીએ પણ તેમની કિતાબ અલ-અકદ-અલ ફરીદમાં અબ્દુલ રેહમાન બિન ઓફથી રિવાયત બયાન કરી છે, જ્યારે અબુબકર બીમાર હતો ત્યારે હું એમની ખબર પૂછવા માટે ગયો તેણે અમોને કહ્યું: અય કાશ કે ત્રણ કાર્યો મેં મારા જીવનમાં કર્યા છે, તેને અંજામ ન આપ્યા હોતે તો,
وددت انی لم اکشف بیت فاطمة عن شئی وان کانوا اغلقوہ علی الحرب
અય કાશ! કે મેં જ.ફાતેમા(સ.અ)ના ઘરની બેહુરમતીન કરી હોતે અને તેને તેને તેના હાલ પર છોડી દેતે,ભલે તેઓએ આ દરવાજો ફક્ત જંગ કરવા માટે જ બંધ કર્યો હોય.”
મોહમ્મદ બિન યઝીદ બિન અબ્દુલ અકબર બગદાદી (૨૧૦-૨૮૫) પ્રખ્યાત લેખક તેમજ ઘણી બધી પ્રખ્યાત કિતાબો લખનાર પણ છે, તેમની કિતાબ ‘અલ કામીલ’ માં અબ્દુલ-રહેમાન બિન અવફથી ખલીફાની ઈચ્છાઓના બનાવને આ મુજબ નકલ છે કે :
وددت انی لم اکن کشفت عن بیت فاطمة و ترکتہ و لو اغلق علی الحرب۔
અય કાશ! કે મેં જ.ફાતેમા(સ.અ)ના ઘરની બેહુરમતીન કરી હોતે અને તેને તેને તેના હાલ પર છોડી દેતે,ભલે તેઓએ આ દરવાજો ફક્ત જંગ કરવા માટે જ બંધ કર્યો હોય.”
પ્રખ્યાત અને જાણીતા અહલે સુન્નતના આલીમ મસઉદી તેમની કિતાબ મુરુજ અલ-ઝહબમાં લખે છે: જ્યારે અબુબકર મરણ પથારીએ હતો ત્યારે તેણે આ વાત કહી: અય કાશ કે ત્રણ કાર્યો કે જે મેં મારા જીવનમાં કર્યા છે, તેને અંજામ ન આપ્યા હોતે તો, તેમાંથી એક કામ એ છે કે:
”فوددت انی لم اکن فتشت فاطمة و ذکر فی ذلک کلاما کثیرا
અય કાશ! કે મેં જ.ફાતેમા(સ.અ)ના ઘરની બેહુરમતીન કરી હોતે તેણે આ સંબંધમાં બીજી ઘણીબધી વાતો કહી છે.
આ ભરોસાપાત્ર સંદર્ભો અને આ દલીલો પછી હવે કોઈ જગ્યા બચી નથી કે આ હકીકતથી ઇન્કાર થઈ શકે કે જ.ફાતેમા (સ.અ.)ના ઘર ઉપર હુમલો થયો હતો, અને પ્રથમ ખલીફા પોતે આ હુમલા માટે જવાબદાર હતા, આ અબુબકરના મરવાના સમયે આરઝુ કરવી કે કાશ કે આવું ના કર્યું હોત, તેના ગુનાહની કબૂલાત છે. અહલેસુન્નતના ઓલમાઓ ઝોરઝબરદસ્તી ઉપર અથવા કિતાબોમાં લખીને આ બનાવને ઉમ્મતથી છુપાવવાની લાખ કોશિશ કરે પરંતુ આ હકીકત છુપાઈ નથી શકતી. શાએરની કલમ ઈતિહાસના આવા ઝુલ્મો પર ચીસો પાડે છે.
جو چپ رہے گی زبان خنجر،لہو پکارے گا آستیں کا”
“જો ચુપ રહેગી ઝબાને ખંજર
લહુ પુકારેંગા આસ્તીનકા”

Be the first to comment

Leave a Reply