છુપી વાતો જે સહાબીઓ અને પત્નિઓને નારાઝ કરે છે

વાંચવાનો સમય: 2 મિનિટ

ઘણી વખત અમીરૂલ મોઅમેનીન, અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.) સાથે ઘણી લાંબી ખાનગી વાતો કરતા હતા. આથી સહાબીઓ અને પત્નિઓનું હસદ અને શંકાનું સબબ બન્યું.

આવી નઝદીકી વાતો ખાસ અમીરૂલ મોઅમેનીન (અ.સ.) માટે હતી અને બીજા સહાબીઓ માટે ન હતી. તેનો નતીજો એ આવે કે રસુલુલ્લાહ (સ.અ.વ.)ના સહાબી તરીકે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) સિવાય બીજું કોઈ સહાબી કહેવાની લાયકાત ધરાવતું નથી, સહાબીય્યતની વ્યાખ્યા બે વ્યક્તિઓ દરમ્યાન નઝદીકી, ખાનગી વાતો હોવાથી વધારે બીજું શું હોય શકે.

જેમકે મુસલમાનો ખિલાફત માટે સહાબીય્યત સિવાય બીજા કોઈ માપદંડ નથી ગણતા, તો પછી એ માનવું પડશે કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) આ ખાનગી અને નઝદીકી વાતોના હિસાબે ખિલાફત માટે શ્રેષ્ઠ પસંદગી હતા.

આ ખાનગી વાતોની ઘણી રિવાયતો છે, જેમાંની અમૂક અહિંયા રજુ કરવામાં આવે છે:

ઈબ્ને અસાકીર જાબીરથી તેમની તારીખમાં નકલ કરે છે:

તાએફના દિવસે, રસુલુલ્લાહ (સ.અ.વ.) હઝરત અલી (અ.સ.) સાથે ખાનગી વાતો કરતા જોવા મળ્યા હતા જે ઘણા લાંબા સમય સુધી ચાલી.

અમૂક સહાબીઓએ કહ્યું: …તેમના ભાઈ સાથે ખાનગી વાતો લંબાવી.

આપ (સ.અ.વ.)એ તેમને દાદ ન આપી અને ફરમાવ્યું: મેં મારી મેળે તેમની સાથે વાતો નથી કરી બલ્કે અલ્લાહ આમ ચાહતો હતો.

  • ઈબ્ને અસાકીરની ઈમામ અલી (અ.સ.)ના જીવનચરિત્રની કિતાબ, ભાગ. 2, પા. 310-311

બીજી જગ્યાએ રિવાયતમાં નકલ થયું છે કે:

આપ (સ.અ.વ.)એ હઝરત અલી (અ.સ.) સાથે લાંબો સમય વાતો કરી, જ્યારે અબુબક્ર અને ઉમર સહિત બીજા સહાબીઓ જોઈ રહ્યા હતા, પછી આપ (સ.અ.વ.)એ અમારી તરફ રૂખ કર્યું.

લોકોએ કહ્યું: યા રસુલુલ્લાહ (સ.અ.વ.)! આજે તમે ખાનગી વાતોમાં ઘણો લાંબો સમય લીધો.

આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું: મેં તેમની (અલી અ.સ.) સાથે ખાનગી વાતો નથી કરી પરંતુ અલ્લાહે કરી છે.

  • ઈબ્ને અસાકીરની ઈમામ અલી (અ.સ.)ના જીવનચરિત્રની કિતાબ, ભાગ. 2, પા. 310-311
  • ઈબ્ને કસીરની તારીખ, ભાગ. 7, પા. 356

સાદ ઈબ્ને અબી વક્કાસ નકલ કરે છે:

અમો રસુલુલ્લાહ (સ.અ.વ.) સાથે બેઠા હતા અને આપ (સ.અ.વ.)ની સાથે બીજા લોકો પણ હાજર હતા. જ્યારે હઝરત અલી (અ.સ.) તશ્રીફ લાવ્યા, બીજાઓને બહાર જવું પડયું.

જ્યારે તેઓ બહાર જઈ રહ્યા હતા ત્યારે એકબીજાને એમ કહી ઠપકો આપતા હતા કે: શા માટે આપ (સ.અ.વ.)એ આપણને બહાર કાઢયા અને તેમને (અલી અ.સ.)ને અંદર આવવા દીધા?

પછી તેઓ રસુલ (સ.અ.વ.) પાસે પાછા આવ્યા.

આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું: અલ્લાહની કસમ! એ હું નથી કે જેમણે તેમને આવવા દીધા છે પરંતુ અલ્લાહે તેમને અંદર અને તમને બહાર કાઢયા છે.

  • અલ ખસાએસ, હ. 39

જ્યારે આયેશા રસુલુલ્લાહ (સ.અ.વ.)ને અમીરૂલ મોઅમેનીન (અ.સ.) સાથે ખાનગી વાતો કરતા જોતી તો તેણી ઈમામ (અ.સ.) ઉપર ગુસ્સે થતી:

મને રસુલુલ્લાહ (સ.અ.વ.) સાથે નવ દિવસોમાંથી ફકત એક જ દિવસ મળે છે. શું તમે મને એક દિવસ પણ એકલા નહિ રહેવા દો અય અબી તાલિબ (અ.સ.)ના ફરઝંદ?

  • શર્હે નહજુલ બલાગાહ, ભાગ. 6, પા. 217
  • બેહારૂલ અન્વાર, ભાગ. 32, પા. 169 શર્હે નહજુલ બલાગાહમાંથી નકલ

અમીરૂલ મોઅમેનીન (અ.સ.) દરરોજ રસુલુલ્લાહ (સ.અ.વ.) સાથે ખાનગી વાતો કરતા હતા, જેમકે ખુદ તેઓ પોતે વર્ણવે છે:

મારી પાસે રસુલુલ્લાહ (સ.અ.વ.)ને મળવાના બે સમયો હતા, રાત્રે અને દિવસે.

એહલે તસન્નુનના સ્ત્રોતો:

  • સોનને નેસાઈ, ભાગ. 3, પા. 12
  • સોનને ઈબ્ને માજાહ, ભાગ. 2, પા. 1222
  • એહમદની અલ મુસ્નદ, ભાગ. 1, પા. 77
  • અબી યઅલાની અલ મુસ્નદ, પા. 322
  • અલ ખસાએસ, પા. 30
  • ઈબ્ને અબી શૈબાહની કિતાબ અલ અદબ, ભાગ. 8, પા. 420, 608

સ્પષ્ટપણે મુસલમાનોએ ઉતાવળ કરી અને ખિલાફતના સાચા હક્કદાર અને રસુલુલ્લાહ (સ.અ.વ.)ના સાચા સહાબી પાસેથી ખિલાફત છીનવી લેવાની ભૂલ કરી અને આ ખિલાફતને તેઓને હવાલે કરી દીધી કે જેઓની કોઈ યોગ્યતા જ ન હતી.

Be the first to comment

Leave a Reply