વહાબી લોકો ઇસ્લામના ઘણાબધા કાર્યોને શિર્ક સમજે છે. તેમાંથી એક દીનના બુઝુર્ગોના કબ્રોની ઝીયારત છે,વહાબીઓને ઝીયારત નો આ અમલ શિર્ક નઝર આવે છે.જ્યારે કે શિયા મુસલમાનોમાં ખાસ કરીને અઈમ્માં (અ.મુ.સ.)ની ઝીયારતનો ખુબજ વધારે સવાબ બયાન કરવામાં આવ્યો છે.અમુક રીવાયાતોમાં ઝીયારતનો સવાબ એક હજજ અને એક ઉમરાહ છે,તો અમુક રીવાયાતોમાં આના કરતા વધારે એટલે કે કેટલીય હજજ અને ઉમરાહનો સવાબ બયાન કરવામાં આવ્યો છે.સ્વભાવિક છે કે વહાબી ફિક્ર વાળા લોકો આ નુરાની રીવાયાતોમાં છુપાયેલો રાઝ નથી સમજી શકતા. તેથી તેમની નબળી તૌહીદ અને આનાથી વધારે એમની નબળી વિચારશ્રેણીના લીધે તેઓ શિઆઓ ઉપર શિર્ક કરવાનો ઈલ્ઝામ લગાડે છે.ઇબ્ને તય્મીયાના આ (બયાન)વાક્ય તેની એક મિસાલ છે.
وَحَدَّثَنِی الثِّقَاتُ أَنَّ فِیهِمْ مَنْ یَرَوْنَ الْحَجَّ إِلَیْهَا أَعْظَمَ مِنَ الْحَجِّ إِلَی الْبَیْتِ الْعَتِیقِ
فَیَرَوْنَ الْإِشْرَاکَ بِالله أَعْظَمَ مِنْ عِبَادَةِ الله، وَهَذَا مِنْ أَعْظَمِ الْإِیمَانِ بِالطَّاغُوتِ
– منھاج السنة – ابن تیمیه، ج3، ص451
ટૂંકમાં એ કે આ વહાબીઓ અને તેમના ‘શેખ’ ઈબ્ને તય્મીયાનો વાંધો એ છે કે તે કેવી રીતે શક્ય છે કે કોઈ મખ્લુકની ઝીયારતનો સવાબ “અલ્લાહના ઘરની” ઝીયારત કરતાં વધુ સવાબ હોય? આપણે આ પ્રશ્નનો જવાબ બે ભાગમાં આપીશું. એવું નથી કે ખાલી ઝીયારત કરવાથી જ હજજની બરાબર સવાબ મળે છે પરંતુ દરરોજના આમાલ બજાવી લાવવા ઉંપર “ખુબજ દયાળુ ખુદા” હજ કરવાનો સવાબ અતા કરે છે. આ ભાગ માં આપણે અમુક અહલે સુન્નતની કિતાબો માંથી ઝીક્ર કરીએ છીએ. તેથી વહાબીઓ પર હુજ્જત તમામ કરી દઈએ.
દરરોજ નો અમલ આ છે કે ફજ્ર ની નમાઝથી લઇને સવારે સુરજ નીકળે ત્યાં સુધી મસ્જીદમાં રોકાવું અને પછી બે રકાત નમાઝ પઢવી.
અનસ બિન માલિક થી રિવાયત છે કે રસુલ (સ.અ.વ.) નું ફરમાન છે કે:
من صلى الغداة في جماعة، ثم قعد يذكر الله حتى تطلع الشمس، ثم صلى ركعتين كانت له كأجر
حجة وعمرة تامة تامة تامة
-સહીહ તીરમીઝી – ૫૮૬
જેણે ફજ્રની નમાઝ જમાઅત સાથે પઢી પછી પોતાને ઝીક્રે ખુદા માં મશ્ગુલ (વ્યસ્ત) કરી લે,ત્યાં સુધી કે સુરજ ઉગી જાય,પછી તે બે રકાત નમાઝ પઢે. તો તેના માટે મુકમ્મલ (પૂરે પૂરી) હજ અને ઉમરાહની બરાબર સવાબ મળે છે.
આ જ હદીસને શબ્દોના થોડા ફેરફાર સાથે આ રીતે બયાન કરવામાં આવી છે:
من صلَّى صلاةَ الصبحِ في جماعةٍ ، ثم ثبت حتى يسبحَ للهِ سُبحةَ الضُّحى ، كان له كأجرِ حاجٍّ و معتمرٍ ، تامًّا له حجتُه و عمرتُه
જેણે ફજ્રની નમાઝ જમાઅત સાથે પઢી પછી ત્યાં ને ત્યાં રોકાય ત્યાં સુધી કે તેને ઝોહરની નમાઝ પઢી, તો એના માટે હજ કરવાવાળા અને ઉમરાહ કરવાવાળાની બરાબર સવાબ મળે છે જેવી રીતે મુકમ્મલ (પૂરે પૂરી) હજ અને ઉમરાહ નો સવાબ છે.
- સહીહ તરગીબ – ૪૬૯
- આટલુજ નહી ખાલી જમાઅત સાથે નમાઝ પઢવાનો સવાબ હજનો સવાબ રાખે છે. સહીહ મુસ્લીમ માં એક રીવાયત મુજબ નામઝે ઈશા અને નમાઝે ઝોહર જમાઅત ની સાથે પઢવાનો સવાબ હજ નો સવાબ (ધરાવે) મળે છે.
- તબરાની અને હકીમ નીશાપુરીએ આ રીવાયત અબુ ઈમામથી નકલ કરી છે કે:
من غدا الی المسجد لا یرید الا ان یتعلم خیرًا او یعلمہ کان کاجر حاج تامًا حجتہ
જે કોઈ મસ્જીદમાં ફક્ત આ નિય્યતથી જાય કે કોઈ સારી વાત શીખે અથવા કોઈને સારી વાત શીખવાડે તો એને મુકમ્મલ (પૂરે પૂરી) હજનો સવાબ મળે છે.
- મસ્જીદે કુબામાં નમાઝ અદા કરવાથી પણ ઉમરાહનો સવાબ મળે છે. (ઇબ્ને માજા:-૧૪૧૨)
- આપણા માતા પિતા ની સાથે સારો વ્યહવાર કરવો હજ અને ઉમરાહની સાથો સાથ અલ્લાહની રાહમાં મુજાહીદ હોવાનો સવાબ મળે છે.
આ તમામ રીવાયતોથી આ વાતની ખબર પડે છે કે ખાલી ઝીયારત જ નહિ પરંતુ ઘણાં બધા નાના દેખાતા અને દરરોજના અમલ પણ હજ નો સવાબ ધરાવે છે. જો આ અમલના બદલામાં હજ જેવી મહાન અને મુશ્કેલ ઈબાદતનો સવાબ મેળવી શકાય છે, તો ઝીયારત માટે જો “રબ્બુલ અરબાબ” હજ નો સવાબ અતા કરે તો એમાં નવાઈ થાય છે? જ્યારે આવો અકીદો રાખવો કે ખુદા આ દરરોજના આમાલ અદા કરવાથી હજનો સવાબ આપે છે તે શિર્ક નથી,પછી આ અકીદા કે તે ખુદા ઝીયારત પર હજનો સવાબ અતા કરે તો શિર્ક કેવી રીતે થાય?
વહાબીઓ માટે આ વાત સ્પષ્ટ કરવી જરૂરી છે કે અઈમ્માં (અ.મુ.સ.)ની ઝીયારત પર જતા લોકો આ અમલથી ખુદાની નઝદીકી હાંસીલ કરવા માટે કરે છે, જેવી રીતે ઉપર બતાવેલા આમાલ “કુર્બતન એલ્લલાહ”(અલ્લાહ ની નઝદીકી)ની નિય્યત પર જ આ મહાન સવાબનો હકદાર બને છે, એવી જ રીતે ઝીયારતે કબ્રે માસૂમીન (અ.મુ.સ.) “કુર્બતન એલ્લલાહ”(અલ્લાહ ની નઝદીકી) ની નિય્યત પર જ હજ અને ઉમરાહના સવાબ નો હકદાર બને છે.
Be the first to comment