જ. સૈયદા,ઝહરા (સ.અ.) શૈખૈનથી આખરી સમય સુધી નારાઝ હતા

વાંચવાનો સમય: 5 મિનિટ

ઇસ્લામ ધર્મને અગર સૌથી વધારે નુકસાન પહોચ્યું હોય તો એ  શખ્સીય્યત પરસ્તીની બલા છે અને આ એટલી ગંભીર બાબત છે કે ખુદ રસુલુલ્લાહ (સ.અ.વ)ના  ઘણાબધા સહાબીઓ આ ઇન્તેહાનમાં નાકામ (અસફળ) રહ્યા છે. આપ(સ.અ.વ) પોતાની આખી ઝીંદગી ઉમ્મતની સુધારણા અને માર્ગદર્શન કરતા રહ્યા, કારણ કે આપ(સ.અ.વ) આવનારા સમયથી માહિતગાર હતા, આથી આપ(સ.અ.વ) પોતાની ઉમ્મતને દરેક પ્રકારની ગુમરાહીથી બચવા માટેના રસ્તાઓ તરફ માર્ગદર્શન આપતા રહ્યા, તેમાંથી જ એક મહત્વની બાબત એ હતી કે ક્યારેય પણ શખ્સીયતો વચ્ચે વિરોધાભાસ જોવા મળે તો એહલેબૈત (અ.મુ.સ.) ની સાથે રહેજો, તેઓ તમને ગુમરાહીથી બચાવી લેશે, નહીતર તમે હલાક થઇ જશો.

વળી ક્યારેક આપે પોતાના એહલેબૈત (અ.મુ.સ.) ને કુરઆનના સાથી (હમવઝન, સકલૈન) બતાવ્યા તો ક્યારેક જ. નૂહ (અ.સ.) ની કશ્તીની મિસાલ આપીને સમજણ આપી કે જે આ (એહલેબૈત (અ.મુ.સ.)રૂપી) કશ્તીમાં સવાર થઇ ગયો તે બચી ગયો, જેણે નઝરઅંદાઝ કર્યું તે હલાક થયો. અને ક્યારેક એહલેબૈત (અ.મુ.સ.) ના એક પછી એક નામોનો ઉલ્લેખ કરીને ઉમ્મતની રહનુમાઈ કરી.

આ જ પ્રકારની એક સહીહ સનદવાળી અને મોઅતબર હદીસ મુસલમાનોની કિતાબોમાં જોવા મળે છે જેના પર બંન્ને ફિરકાઓનો અકીદો છે કે આપ(સ.અ.વ)એ ફરમાવ્યું કે ફાતેમા (સ.અ.) મારા જીગરનો ટુકડો છે, જેણે ફાતેમા (સ.અ.)ને નારાઝ કર્યા તેને મને નારાઝ કર્યો. આ હદીસમાં રસુલ (સ.અ.વ.)એ પોતાની દીકરીની નારાજગીને ન ફક્ત પોતાની નારાજગી કહી, પરંતુ તેમની નારાજગીને હિદાયત અને ગુમરાહીનું માપદંડ પણ ગણાવ્યું.

આજ કારણથી સાબિત થાય છે કે જ.ફાતેમા(સ.અ.)નું શૈખૈનથી નારાજ હોવું એ તે બંનેની ખીલાફત પાયાથી જ ગૈરશરઈ (બિનઇસ્લામિક) અને નાજાએઝ છે. અને જ.ફાતેમા(સ.અ.)ની નારાજગીથી સ્પષ્ટરીતે જાહેર થાય છે કે રસુલે ખુદા (સ.અ.વ.)ના દીકરી, સૈયદતુલ નેસાઈલ આલમીન અને જન્નતના ઔરતોના સરદાર, પ્રથમ અને બીજા ખલીફાની ખીલાફતના વિરોધમાં હતા અને આપ(સ.અ) પોતાના અંતિમ સમય સુધી આ બન્નેથી  નારાજ પણ હતા.

આ કારણે એહલે સુન્નતના ઓલમાઓએ પોતાના ખલીફાની ખીલાફતને બચાવવા માટે ખોટી અને પાયાવિહોણી હદીસોને ઘડી કાઢી જેથી સાબિત કરી શકે કે રસુલે ખુદા (સ.અ.વ.)ના દીકરીને નારાજ કર્યા પછી જયારે તેમના અંતિમ દિવસોમાં તેમના ઘરે અયાદત કરવા માટે ગયા તો તેમને રાઝી કરી લીધા હતા અને જ.ફાતેમા(સ.અ.)એ તેઓ બંનેને માફ કરી દીધા હતા.

જ.ઝહરા (સ.અ.)નું પ્રથમ અને બીજા ખલીફા પર ગુસ્સે થવું એ દરેક લોકો પર સૂર્યની જેમ સ્પષ્ટ જાહેર છે કે જેનો ઇન્કાર અશક્ય છે.

સહીહ બુખારી કે જે એહલે સુન્નતની દ્રષ્ટિએ કુરઆન પછીની સૌથી સાચી કિતાબ છે, તેમાં જોવા મળે છે કે જ. ફાતેમા ઝહરા (સ.અ.) ખલીફા પર અનહદ ગુસ્સે હતા અને આ નારાજગી તેમના અંતિમ સમય સુધી જોવા મળી.

બુખારીમાં વર્ણન છે કે

فَغَضِبَتْ فَاطِمَةُ بِنْتُ رسول اللَّهِ صلي الله عليه و سلم فَهَجَرَتْ أَبَا بَكْرٍ فلم تَزَلْ مُهَاجِرَتَهُ حتي تُوُفِّيَتْ.

હ. રસૂલે ખુદા (સ.અ.વ.)ના દીકરી જ.ફાતેમા (સ.અ.) પ્રથમ ખલીફાથી  નારાજ થયા હતા અને તેનાથી વાત કરવાનું પણ છોડી દીધું હતું અને મરતા દમ સુધી વાત ન કરી હતી.

(સહીહ બુખારી, ભાગ-૩, પેજ-૧૧૨૬, હદીસ ૨૯૨૬, બાબો ફરઝીલ ખોમોસે.)

કિતાબ અલ મગાઝીમાં બાબ ગઝવાતે ખૈબરની હદીસ ન.૩૯૯૮ માં બુખારીથી વર્ણન થયેલું છે કે

فَوَجَدَتْ فَاطِمَةُ علي أبي بَكْرٍ في ذلك فَهَجَرَتْهُ فلم تُكَلِّمْهُ حتي تُوُفِّيَتْ،

ફાતેમા (સ.અ) પ્રથમ ખલીફાથી નારાજ થયા હતા અને મરતા દમ સુધી વાત ન કરી હતી.

(સહીહ બુખારી, ભાગ-૪, પેજ-૧૫૪૯, હદીસ ૩૯૯૮, કિતાબ અલ મગાઝી, બાબ ગઝવાતે ખૈબર)

બુખારીએ કિતાબ અલ ફરાએઝ ના બાબો કૌલીનનબી (સ.અ.વ) લા નુવરસો માં તરકના સદક્તુનની હદીસ નં.૬૩૪૬ માં વર્ણવ્યું છે કે

فَهَجَرَتْهُ فَاطِمَةُ فلم تُكَلِّمْهُ حتي مَاتَتْ.

“પછી ફાતેમા (સ.અ.)એ પ્રથમ ખલીફા સાથે વ્યવહાર તોડી નાખ્યો હતો અને મરતા દમ સુધી વાત ન કરી હતી.’’

(અલ બુખારી અલ જોઅફ, મોહમ્મદ બિન ઈસ્માઈલ અબુ અબ્દીલ્લાહ (વફાત,હી..256), સહીહ બુખારી, ભાગ-૬, પેજ-૨૪૭૪, હદીસ ૬૩૪૬, કિતાબ અલ ફરાએઝના બાબો કૌલીનનબી (સ.અ.વ) લા નુવરસો માં તરકના સદક્તુન.)

ઇબ્ને કુતય્બાથી રિવાયત છે કે જયારે પ્રથમ અને બીજા ખલીફા અયાદત કરવા માટે ઘરે આવ્યા તો જનાબે ઝહરા (સ.અ.) એ તે બન્નેને ઘરમાં દાખલ થવાની પરવાનગી આપી નહી. તો તે બન્નેએ મજબૂરીવશ હ.અલી (અ.સ.) સાથે વાત કરી. આપ(અ.સ)એ જ.ઝહરા(સ.સ)થી વાત કરી તો બીબી(સ.અ)એ આપ(અ.સ)ને જવાબ આપ્યો કે : આ ઘર આપનું છે, તમને ઈખ્તિયાર છે જેને ચાહો તેને ઘરમાં લાવો.

હ. અમીરૂલ મોમેનીન (અ.સ.)એ હુજ્જત તમામ કરવા માટે ઘરમાં આવવા પરવાનગી આપી, જેથી કરીને તેઓ એમ ન કેહવા પામે કે અમે તો હ. રસૂલે ખુદા (સ.અ.વ) ના દીકરીને રાઝી કરવા માટે ગયા હતા, પરંતુ હ. અલી (અ.સ.) એ પોતાના ઘરમાં દાખલ થવાની પરવાનગી આપી જ ન હતી.

જયારે તે બન્નેએ જ. ફાતેમા (સ.અ) સામે માઅઝેરત તલબ કરી તો જ.ફાતેમા(સ.અ)એ  સ્વીકારી નહી, પરંતુ તેઓ પાસે એ કબુલ કરાવ્યું કે :

نشدتكما الله ألم تسمعا رسول الله يقول: رضا فاطمة من رضاي و سخط فاطمة من سخطي فمن أحب فاطمة ابنتي فقد أحبني و من أ رضي فاطمة فقد أرضاني و من أسخط فاطمة فقد أسخطني،

“હું તમે બન્નેને ખુદાની કસમ આપુ છું, શુ તમે બન્નેએ હ. રસૂલે ખુદા (સ.અ.વ)થી નથી સાંભળ્યું કે આપ(સ.અ.વ)એ ફરમાવ્યું કે ફાતેમા (સ.અ.) નું રાજી થવું એ મારૂ રાજી થવું છે, તેઓનું નારાજ થવું એ મારૂ નારાજ થવું છે, જે પણ મારી દીકરી ફાતેમા (સ.અ.)થી મોહબ્બત કરે અને તેનો એહતેરામ કરે તો તેણે મારાથી મોહબ્બત કરી અને મારો એહતેરામ કર્યો જેણે જ. ફાતેમા (સ.અ.) ને રાજી કર્યા તેણે મને રાજી કર્યો અને જેને જ. ફાતેમા (સ.અ.) ને નારાજ કર્યા તેણે મને નારાજ કર્યો’ ???

પ્રથમ અને બીજા બન્ને ખલીફાએ આ વાતનો સ્વિકાર કર્યો કે હા, અમે આ વાતને હ.રસૂલે ખુદા (સ.અ.વ) થી સાંભળી છે.

نعم سمعناه من رسول الله صلي الله عليه و سلم

આ કબુલાત લઇને સીદ્દીકા તાહેરા (સ.અ) એ ફરમાવ્યું કે

فإني أشهد الله و ملائكته أنكما أسخطتماني و ما أرضيتماني و لئن لقيت النبي لأشكونكما إليه.

તો હું ખુદા અને તેના ફરીશ્તાઓને ગવાહ બનાવીને કહું છે કે તમે બંનેએ મને તકલીફ આપી અને નારાજ કરી છે અને હું મારા વાલિદ હ. રસૂલે ખુદા (સ.અ.વ.) થી મુલાકાત સમયે તમારા બંન્નેની ફરિયાદ કરીશ. અને વધુમાં ફરમાવ્યું કે

و الله لأدعون الله عليك في كل صلاة أصليها

ખુદાની કસમ ! હું દરેક નમાઝ પછી તમારા બંન્ને પર નફરીન કરૂ છું.

(અબુ મોહમ્મદ અબ્દુલ્લાહ બિન મુસ્લિમ ઇબ્ને કુતેઈબા, અલ ઇમામત વ સિયાસત ભાગ-૧, પેજ-૧૭, બાબે કય્ફ કાનત બયઅતો અલી(રઝી.))

આમ છતાંય એ કેવી રીતે માની લેવામાં આવે કે સીદ્દીકા શહીદા (સ.અ) એ બન્નેથી રાઝી થઇ ગયા હતા  જયારે કે બુખારીમાં સ્પષ્ટપણે વર્ણન છે કે આપ(સ.અ) મરવાના સમય સુધી એ બન્નેથી વાત ન કરતા હતા, એટલું જ નહીં પરંતુ આ રીવાયતને ખુદ પ્રથમ ખલીફાની દીકરી અને મુસલમાનોની ઉમ્મુલ મોઅમેનીનથી નકલ કરવામાં આવી છે જેનાથી આ રીવાયત ખોટી હોવા વિશે કોઈ શંકા જ નથી.

બીજું એ કે જો બીબી ઝહરા (સ.અ.) એ બન્નેથી  રાજી થઈ ગયા હતા તો પછી આપે હઝરત અલી (અ.સ.)ને એવી વસીયત શા માટે કરી કે મને રાત્રીના અંધારામાં દફન કરવામાં આવે અને જેઓએ મારા પર ઝુલ્મ કર્યો છે તેઓને મારા જનાઝામાં શામેલ ન થવા દેવામાં આવે અને મારી નમાઝે જનાઝા પણ ન પડવા દેવામાં આવે ???

આ રીવાયત પણ સહીહ બુખારીમાં નકલ થયેલી છે કે મોહમ્મદ બીન ઈસ્માઈલ બુખારીએ લખ્યું છે કે

وَ عَاشَتْ بَعْدَ النبي صلي الله عليه و سلم سِتَّةَ أَشْهُرٍ فلما تُوُفِّيَتْ دَفَنَهَا زَوْجُهَا عَلِيٌّ لَيْلًا و لم يُؤْذِنْ بها أَبَا بَكْرٍ وَ صَلَّي عليها،

રસુલે ખુદા (સ.અ.વ.)ની વફાત પછી બીબી ફાતેમા (સ.અ.) છ મહિના સુધી જીવંત રહ્યા અને જ્યારે તેઓ આ દુનિયાથી ચાલ્યા ગયા તો આપના શૌહર હઝરત અલી (અ.સ.)એ તેમને રાત્રિના દફન કર્યા અને ખલીફાને આ વાતની જરા પણ ખબર ન પડવા દીધી અને ખુદ આપે તેમની નમાઝે જનાઝા પડી.

(સહીહ બુખારી, ભાગ-૪, પેજ-૧૫૪૯, હદીસ ૩૯૯૮, કિતાબ અલ મગાઝી, બાબ ગઝવતે ખૈબર)

આ જ રીતે ઇબ્ને કોતય્બા દયનુરીએ પોતાની કિતાબ તાવિલો મુખ્તલિફ અલહદીસમાં વર્ણવ્યું છે કે ફાતેમા (સ.અ.) એ પોતાના વાલિદ હ. રસુલે ખુદા (સ.અ.વ.)ની મીરાસ પ્રથમ ખલીફાથી માંગી, જ્યારે પ્રથમ ખલીફાએ મીરાસ દેવાનો ઇન્કાર કર્યો તો આપે કસમ ખાધી કે હવે તેઓ તેનાથી ક્યારે પણ વાત નહીં કરે અને વસિયત કરી કે મને રાત્રીના દફન કરવામાં આવે જેથી કરીને ખલીફા મારા જનાઝામાં શરીક ન થઈ શકે

(અબુ મોહમ્મદ અબ્દુલ્લાહ બિન મુસ્લિમ ઇબ્ને કોતૈબા, (વફાત,હી.૨૭૬), તાવિલો મુખ્તલિફ અલહદીસ, ભાગ-૧, પેજ-૩૦૦)

એ વાતમાં જરા પણ શંકાને સ્થાન નથી કે નબી (સ.અ.વ.)ના દીકરી હઝરત ફાતેમા ઝહરા (સ.અ.) પ્રથમ અને બીજા ખલીફાથી મરતા દમ સુધી નારાજ હતા અને તે બંનેથી વાત પણ નહોતા કરતા. આ એક એવી સચ્ચાઈ છે કે જે ખુદ એહલે સુન્નતની સહીહ તરીન કિતાબોમાં વર્ણન થયેલી છે.

પ્રથમ અને બીજા ખલીફાની માઅઝેરત પછી પણ હ. રસુલે ખુદા(સ.અ.વ)ના દીકરીનુ માઅઝેરત કબુલ ન કરવું અને તેનાથી રાજી ન થવું, એ  સ્પષ્ટ દેખાઈ આવે છે કે આપની નારાજગી કેટલી વધારે હશે. અને આ નારાજગી દુનિયા અને દુન્યવી માલના કારણે નહીં કે જેને ઘણા ચુસ્ત નાસેબી (દુશ્મનો) વિચારે છે પરંતુ યકીનન આ નારાજગી ખુદાના સંબંધમાં હતી. આ વાતને હ. રસુલે ખુદા (સ.અ.વ.) ની હદીસથી સમજી શકાય છે

જનાબે સૈયદા(સ.અ)નુ  એ બન્નેથી પોતાના મરવાના સમય સુધી નારાજ રહેવું અને એ બંનેને પોતાના જનાઝામાં શરીક ન થવા દેવું એ ન તો ફક્ત એ બંનેના કરેલા સખ્ત ઝુલ્મોને જાહેર કરે છે તેમજ તેઓએ છીનવેલા બાગે ફિદક અને છીનવેલી ખીલાફતનું પણ સ્પષ્ટ એલાન કરે છે.

Be the first to comment

Leave a Reply