બાગે ફદકની જમીન ઇસ્લામમાં ૫હેલી સહીથી ઐતીહાસીક દરજજો ઘરાવે છે. ૫વિત્ર ૫યગમ્બર (સ.અ.વ.)ની શહાદત ૫છીથી જમીનના આ વિસ્તાર ઉ૫ર ગાસેબીને ખિલાફતનો (ખિલાફત ગસ્બ કરવાવાળાઓ) ગાસીબાના કબ્જો રહયો છે.
આજ કારણ છે કે (ગાસીબ) ખલીફાઓના સમર્થકો હંમેશા આ બાબતના મહત્વને ઓછુ આકવાનો પ્રયાસ કરતા રહયા છે તેઓનું કહેવાનું એમ હતું કે પ્રથમ ખલીફાનેને બાગે ફકદમાં (આવકમાં) ખાસ રસ ન હતો, કારણ કે તેમાંથી આવક ખુબ જ ઓછી હતી, તેમનો એક માત્ર ઉદેશ એ હતો કે મુસ્લીમોને તેઓનો હિસ્સો મળી જાય.
આ લેખમાં અમે તેમના એ નિવેદનોની તપાસ અને સંશોધન કરીશું કે શું બાગે ફદકની આવક ખરેખર એટલી ઓછી હતી કે ખલીફાને તેમાં કોઇ રસ ન હતો. આ સવાલના જવાબ આ૫વા માટે અમે ૫ક્ષકારો (તેઓની સુન્ની કિતાબો) પુસ્તકોમાંથી સંક્ષીપ્ત સમીક્ષા રજુ કરીએ છીએ.
બાગે ફદકની વાર્ષિક આવક ર૪,૦૦૦ (ચોવીસ હજાહર) દિનાર હતી. અને બીજી રીવાયત (નોંધ) પ્રમાણે ૭૦,૦૦૦ (સીતેર હજાર) દિનાર હતી.
(સફીનાહ અલ બહાર ભાગ- ર, પે-૩૫૧, નાસેખુંત્ત્વારીખ, ફાતિમા ઝેહરા(સ.)નો ભાગ –૧ર પે- ૧ર૧)
અબુ દાઉદ પોતાની કિતાબમાં કહે છે કે જયારે ઉમર બીન અબ્દુલ અઝીઝ ખલીફા બન્યો તે સમયે ફદકની આવક/નીપજ ૪૦,૦૦૦(ચાલીસ હજાર) દીનાર હતી.
(સોનને અબુ દાઉદ કિતાબ અલ ખેરાજ હદીસ – ર૫૮૦)
મોઅતઝે આલીમ ઇબ્ને અબીલ હદીદ લખે છે કે જયારે ઉમર બીન અબ્દુલ અઝીઝે બાગે ફદકનો કબ્જો મેળવ્યો અને તેના અડધા હિસ્સાનો હિસાબ કિતાબ યહુદીઓ પાસેથી કરવામાં આવ્યો ત્યારે તેમના અડઘા હિસ્સા/ભાગની કિંમત પ૦,૦૦૦/-(૫ચાસ હજાર) દિરહમ હતી
(શરહ નહજુલ બલાગાહ ભા-૪ પે-૧૦૮)
આ એક ઐતિહાસીક હકીકત છે કે ઇસ્લામના ૫યગમ્બર (સ.અ.વ.)ના શરૂઆતી દૌર-સમયમાં લશ્કરે ઇસ્લામના ખર્ચાઓ, ફદકની આવક/નિપજ દ્રારા પહોચી વળવામાં આવતા હતાં. આ બાગે ફકદનું નાણાંકીય મહત્વ દર્શાવે છે.
આ જ કારણ હતું કે બીજા ખલીફા એ પ્રથમ ખલીફા ઉપર વરસી ૫ડયા જયારે પ્રથમ ખલીફાએ હઝરત ફાતેમા(સ.અ.)ની ફદક ૫રત કરવા માટે એક દસ્તાવેજ લખ્યો હતો. બીજા ખલીફાએ જનાબે સૈયદા સલામુલ્લાહ પાસેથી આ દસ્તાવેજ બળજબરીથી છીનવી લીઘો અને ફાડી નાખ્યો, અને ગુસ્સામાં પ્રથમ ખલીફાને કહયું, ‘ જો તમે ફકદ ફાતેમા(સ.અ.)ને ૫રત કરી દેશો તો તમે લશ્કર અને લશ્કરનો ખર્ચાઓ કયાંથી પુરા કરશો. જો તમે ફાતેમા (સ.અ.)ને ફદક આપ્યો તો દુશ્મન સામે રક્ષણ કરતા લશ્કરનો ખર્ચો કયાંથી ભરાશે ? જયારે કે આખો અરબ તમારી સામે લડી રહયો છે.
(સિરાહ અલ હલ્બીયાહ વો-૩ પાના નં. ૪૮૮)
તેથી બીજા ખલીફાનાઆ વાકયો એ ૫ણ સાબિત કરે છે કે ફદકની આવક નાની ન હતી, પરંતુ પુરા અરબમાં ટક્કર લેવા માટે અને ૫હોંચી વળવા માટે તેની આવક/ઉપજ ૫ર નિર્ભર હતીં.
તે સમયના ગાસીબ હુકુમતોના શાસકો જાણતાં હતા કે ફદક જનાબે ફાતેમા(સ.અ.)ના કબ્જામાં રહેશે તો તેઓ (એહલેબયત અ.સ. તેમના દિલેર સ્વાભાગના કારણે) તેમના ચાહકો/અનુયાયીઓ/ મોહીબ્બો ૫ર ખર્ચ કરવાનું ચાલુ રાખશે જેના કારણે પોતાની વર્તમાન હુકુમતની વિરોધી શકિત દીન-પ્રતિદીન વધતી જશે. અને જ્યારે તેઓને યોગ્ય તક મળશે કે તરતજ આપણી ગસ્બી હુકુમતનો વિરોધ કરશે.
જો ખરેખર ૫હેલા ખલીફાને બાગે ફકદમાં રસ ન હોત અથવા તો આ જમીન તેમની નજરમાં મહત્વતની ન હોય તો તેમણે આ જમીનના બદલામાં હઝરત ફાતેમા(સ.અ.)ની નારાઝગી સ્વીકારી ન હોત.
સોનાન અને સહાહાની હદીસો જણાવે છે કે પ્રથમ અને બીજા ખલીફા બન્ને જાણતાં હતાં કે ફાતેમાં(સ.અ.)ની નારાજગી અલ્લાહના પૈગમ્બરની નારાજગી હતી. આ જાણતા હોવા છતાં તે એટલા હિમતવાન હતાં કે તેઓએ સૈયદા આલમની જમીન હડપી લીઘી અને (એટલું જ નહીં ) તેઓની પાસે જમીનની માલીકીના પુરાવા માંગવા દબાણ કર્યું (ગુસ્તાખી કરી)
ખરેખર ફદકનો કિસ્સો સાચા અને જુઠાઓને અલગ કરતો કિસ્સો છે જો કોઇ તેમાં નિર્ણય કરે કે પયગમ્બર (સ.અ.વ.)ની પુત્રી હક ૫ર ન હતી તો તેણે અલ્લાહના રસુલની નારજગી મેળવી છે કારણ કે અલ્લાહના પૈગમ્બર(સ.અ.વ.)ની હદીસ બાબતે બધા સહમત છે કે, ‘જેણે ફાતેમા(સ.અ)ને અઝીય્ય્ત આપી (ત્રાસ આપ્યો) તેમણે મને અઝીય્ય્ત (ત્રાસ) આપ્યો.
મુસલમાનોએ ઓછામાં ઓછી આ વાતને જરૂરથી સાંભળવળી જોઇએ, ઘ્યાન પુર્વક કાન ઘરવી જોઇએ.
Be the first to comment