
ઇબ્ને હજરે તેની કિતાબ ‘ફત્હુલ બારી’ માં હદીસણે નોંધી છે, જે હાફિઝ જલાલુદ્દીન સીયુતીએ ‘તારીખુલ ખોલફા’માં નોંધેલ છે, આ હદીસો ઇસ્લામના સમગ્ર સમયગાળા દરમિયાન, કયામતના દિવસ સુધી, બાર ખલીફાઓનો ઉલ્લેખ કરે છે- જેઓ હક પર અમલ કરશે હશે, ભલે પછી તેઓ એકબીજાના તાત્કાલિક અનુગામી ન પણ હોય. તેઓ અબી અલ-જીલ્દની મુસ્નદમાં ઉલ્લેખ થયેલ આ વિચારનું સમર્થન કરે છે, જેમણે કહ્યું છે:” આ ઉમ્મત ત્યાં સુધી તબાહ નહિ થાય જ્યાં સુધી તેમાં બાર ખલીફાઓ ન હોય, તેઓ બધા હિદાયત અને સાચા દીન પર અમલ કરશે. તેઓમાં બે વ્યક્તિ મોહમ્મદ (સ.અવ.)ની એહલેબૈતમાંથી હશે.
ઇબ્ને હજર આ બયાનને સમજાવતા સીયુતીથકી ઉલ્લેખ કરે છે ‘તેથી બાર ખલીફાઓમાંથી ચાર હક-પરસ્ત હશે[1]. ત્યાર પછી હસન, મોઆવીયા, ઇબ્ને ઝુબૈર અને ઉમર ઇબ્ને અબ્દુલ અઝીઝ, જે આઠ થયા. કદાચ અબ્બાસી ખલીફા મોહતદીને આ યાદીમાં ઉમેરી શકાય કેમ કે તે અબ્બાસી રાજાઓમાંથી હતો જેવી રીતે ઉમર ઇબ્ને અબ્દુલ અઝીઝ, જે બની ઉમય્યાના ઝાલીમોમાંથી હતો. આ ઉમર બિન અબ્દુલ અઝીઝ અને મોહતદીના નજીવા (ઓછા) ઝુલ્મના કારણે હતું. બાકીના બે માંથી એક અલ-મહદી છે, કેમ કે તેઓ મોહમ્મદ (સ.અ.વ.)ની અહેલે-બય્તમાંથી છે.(સીયુતીનો ઉલ્લેખ પૂરો)
જવાબ:
આ દ્રષ્ટિકોણ અથવા સંભાવના પણ ખોટી છે, કેમ કે ઘણી હદીસોએ ખલીફાઓની સંખ્યાને બાર સુધી મર્યાદિત કરી છે. હકીકતમાં આમાંના કેટલાકે ખલીફાઓના નામોનો પણ સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે, જેમ કે ઇબ્ને મસઉદનું વર્ણન, જે અર્થઘટન અને અનુમાનની તમામ શક્યતાઓને નકારી કાઢે છે. ઉપરાંત તેઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેઓ ક્રમશઃ એકબીજાને અનુસરશે, અને તેમનો સમયગાળો એકના પછી બીજાનો તરત જ હશે.
જ્યાં સુધી અબી અલ-જિલ્દના વર્ણનની વાત કરીએ તો, જે આ સંભાવનાના સમર્થન તરીકે ટાંકવામાં આવે છે, તેને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવે છે કારણ કે અબી અલ-જિલ્દ પોતાના વિચારો અને વિચિત્ર અર્થઘટનને પયગંબર (સ.અ.વ.)ની હદીસો તરીકે રજૂ કરવા બદલ પ્રખ્યાત છે. તેથી, તેમનું નિવેદન, “તેઓમાંથી બે માણસો મોહમ્મદ (સ.અ.વ.)ના એહલેબૈત (અ.સ.) માંથી છે” ચોક્કસપણે તેમના પોતાના તરફથી અથવા તેમના સ્ત્રોતમાંથી ઉમેરો છે. નહિંતર, તેમણે “મારા એહલેબૈત (અ.સ.)” નો અહેવાલ આપવો જોઈતો હતો, મોહમ્મદ (સ.અ.વ.) ના એહલેબૈત (અ.સ.)નો નહીં.”
આ બધાનું સમર્થન કિતાબ ‘ખેંસાલ’ માં મૌજુદ એ રિવાયતથી થાય છે કે જે ઇબ્ને નજરાને બયાન કર્યું છે કે અબી અલ- જીલ્દ તેનાથી રિવાયત કરી છે અને ત્યાં સુધી કે એ કસમ ખાધી છે કે “આ કૌમ ત્યાં સુધી નાશ નહિ પામે જ્યાં સુધી તેમાં બાર ખોલફા ન હોય.” તેઓ બધા હિદાયત અને સાચા દીન પર અમલ કરશે. આ રીવાયતમાં તેઓએ ક્યાંય વધારાના હિસ્સાનો ઉલ્લેખ કર્યો નથી.
તદઉપરાંત, આ તેના પોતાના દ્રષ્ટિકોણથી વધીને પણ છે કે તેમાંના ત્રણ મોહમ્મદ (સ.અ.વ.)ની એહલેબેતમાંથી એટલે કે અલી, હસન અને મહેદી (અ.સ.) હશે. જયારે કે અબી અલ જીલ્દ કહે છે તેઓમાંથી બે મોહમ્મદ (સ.અ.વ.)ની એહલેબેતમાંથી હશે.
એ વાત પણ ઉલ્લેખનીય છે કે રેજાલના આલિમોના મંતવ્યો અંગેના કેટલાક સંશોધનો પછી મને જાણવા મળ્યું કે અબી અલ-જીલ્દ, જેનું નામ જૈલાન ઇબ્ને ફર્વાહ અલ-અસદી હતું અને જેને ઇબ્ને અબી ફર્વાહ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને કાં તો જુઠાણું રચવાની ટેવ હતી અથવા ટેસ્ટામેન્ટ્સમાંથી તેને જ્ઞાન મેળવ્યું હતું. શામાએલ અલ્-રસુલના લેખક પાના નં ૪૮૪ પર લખે છે કે અબી અલ્-જીલ્દ અલ્-અસદીને અલ્-બસરીનો ઓલ્ડ ટેસ્ટામેન્ટ અને તેના જેવા પર પ્રભુત્વ હતું.
કોઈ પણ સંજોગોમાં, ખલીફાઓના સમયગાળાની સત્યતા અને તેમની સંખ્યાને બાર સુધી મર્યાદિત કરવા વિષે ઉલ્લેખ કરતી તમામ ભરોસાપાત્ર અને અધિકૃત હદીસો, તેમજ આ સંદર્ભે અન્ય સતત હદીસો (મોતવાતીર રીવાયતો) પ્રત્યે બેદરકાર રહેવું પરવડે નહી.
ઘણી મોતવાતિર હદીસો આ બાર (ઈમામોની) ખિલાફતને સાબિત કરે છે. પરંતુ સીયુતીએ જે રીતે અર્થઘટન કર્યું છે તે રીતે તેનું અર્થઘટન કરવું ઉપર દર્શાવેલ ચર્ચા પ્રમાણે માન્ય નથી.
એ જાણવું રસપ્રદ રહેશે કે સીયુતી પણ યાદ-શક્તિ ખોઈ નાખવાનો શિકાર બન્યો છે. કારણ કે તેના પોતાના બયાન મુજબ, આમાંથી ત્રણ ખલીફા અવશ્યપણે મોહમ્મદ (સ.અવ.)ના અહેલે-બય્તમાંથી હોવા જોઈએ. આયતે તત્હીર અને હદીસે પયગંબર (સ.અ.વ.) મુજબ અલી (અ.સ.) અને હસન (અ.સ.) નિશંકપણે અહેલેબય્ત (અ.સ.)માંથી છે[2]. આ ઉપરાંત તેણે ઝુબૈર અને મોઆવીયાનો પણ તેમાં સમાવેશ કર્યો છે.
આ એકદમ ધ્રુણાસ્પદ અને નબળી દલીલો છે, જે આ રીવાયતોની તફસીર બાબતમાં તેમની મુંઝવણ અને લાચારી દર્શાવે છે, જે અનુસાર તેઓ આપણી એકમાત્ર અને સાચી તફસીર એટલે કે અહેલેબૈતના બાર મશહૂર અઇમ્માથી મોઢું ફેરવે છે.
(‘મુન્તખબુલ અસરાર’, ભાગ ૧, પ્રકાશક નબા પબ્લીકેશન, તહેરાન, ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન, લેખક આયતુલ્લાહ લુત્ફુલ્લાહ સાફી ગુલપાયગાની (અલ્લાહ તેમની ઉમ્રને લાંબી કરે)માંથી સંક્ષેપ્ત કરેલ)
[1] અબુ બકર, ઉમર, ઉસ્માન અને અલી અ.સ.ને દર્શાવે છે.
[2] સુ. અહઝાબ (૩૩) આયત ૩૩.
Be the first to comment