એકતાની શોધમાં રહેલા મુસલમાનો આ વિષય પર વિવિધ પ્રકારના મંતવ્યો અને વ્યાખ્યાઓ ધરાવે છે. કોણ ટિપ્પણી કરી રહ્યું છે તેના આધારે, તમને દર વખતે મુસ્લિમ એકતા અથવા ઇત્તિહાદ પર અલગ મત મળે છે. કેટલાક કહે છે કે તેનો અર્થ કહેવાતા બહુમતી અથવા જમાત સાથે એક થવું છે, કેટલાક કહે છે કે તે પવિત્ર કુરઆનની આસપાસ રેહવું છે,જ્યારે કેટલાક કહે છે કે તેનો અર્થ સહાબીઓ અને પત્નીઓનો આદર કરવો છે.
તો પછી ખરેખર મુસલમાન અલ્લાહ અને પવિત્ર પયગંબર (સ.અ.વ.)ને રાઝી કરે તે રીતે ઇત્તેહાદ કેવી રીતે કરી શકે?
બીબી ફાતેમા ઝહરા (સ.અ) ઇત્તેહાદ સૂચવે છે
પવિત્ર પયગંબર (સ.અ.વ.)ની શહાદતના થોડા દિવસોમાંજ મુસ્લિમ ઉમ્મત ખિલાફત અને પયગમ્બરની દુખતર – બીબી ફાતેમા ઝહરા (સ.અ)ના વારસા જેવા મુદ્દાઓ પર ખૂબજ વિભાજિત થઈ ગઈ. મુસ્લિમ એકતા તેના છેલ્લા દોરાથી લટકી રહી હતી અને મુસલમાનો જેહાલતના પાતાળમાં ડૂબી જવાના હતા જ્યાંથી તેમને થોડા વર્ષો પહેલા જ પયગમ્બર (સ.અ.વ.) દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા.
આ નિર્ણાયક સમયે, બીબી ફાતેમા ઝહરા (સ.અ) મસ્જિદે નબવીમાં મુસલમાનોને સંબોધિત કરતી વખતે ઇત્તેહાદ માટેની ખરી યોજના અને તેની રૂપરેખા આપે છે.
આપ(સ.અ)એ ફરમાવ્યું – અલ્લાહે અમારી (એટલે કે અહલેબૈતની) ફરમાબરદારીને ઇસ્લામની વ્યવસ્થા,અને અમારી ઈમામતને જુદાઇ(કુસંપ)થી રક્ષણ તરીકે બનાવ્યું છે.
- અલ-એહતેજાજ ભાગ ૧ પા ૧૩૨-૧૪૧
- શરહે નહજુલ-બલાગાહ ભાગ ૧૬ પા ૨૧૦
- બેહાર અલ-અનવાર ભાગ ૨૯ પા ૨૧૬
મુસ્લિમ એકતા પવિત્ર કુરઆન અથવા સહાબીઓ અથવા ખલીફાઓ અથવા પત્નીઓ પર એક થવા વિશે નથી. આ બધા પયગંબર (સ.અ.વ.) પછી મુસલમાનો વચ્ચે પહેલેથી જ હાજર હતા.
તો પછી શા માટે મુસલમાનો આમને-સામને એટલા ઝઘડી રહ્યા હતા કે તેઓ એકબીજાના લોહીના તરસ્યા થય ગયા હતા?
કારણ કે તેઓ પવિત્ર કુરાન અને પયગંબર (સ.અ.વ.)ની નસીહત ભૂલી ગયા હતા જે બીબી ફાતેમા ઝહરા (સ.અ) તેમને સમજદારીપૂર્વક યાદ અપાવી રહ્યા હતા.
મુસલમાનો ફદકના ખુતબાને વારસા પર ફરી દાવો કરવા માટેના એક ભાષણ તરીકે જુએ છે. વાસ્તવમાં તે ઇસ્લામ અને તેના સિદ્ધાંતો પર શ્રેષ્ઠ યાદદહાની છે જે મુસલમાનોને પયગંબર (સ.અ.વ.) પછી ક્યારેય મળ્યું હોય. આશ્ચર્યજનક નથી કે સૌથી પ્રતિષ્ઠિત આલીમોએ તેમના બાળકોને આ ખૂતબાનો કાળજીપૂર્વક અભ્યાસ કરવાની અને તેમાંથી સબક મેળવવાની સલાહ આપી છે.
બીબી ફાતેમા ઝહરા (સ.અ) એ પોતાના સ્વાર્થ કે હુકુમતના કારણોસર મુસલમાનોને એહલેબૈત (અ.સ.)ની ઈમામત માટે સંબોધિત નથી કર્યા જેવી રીતે કે કેટલાક મુસલમાનો દાવો કરે છે. આ વાસ્તવમાં પવિત્ર કુરઆનમાં અલ્લાહનો હૂકમ છે.
અલ્લાહની રસ્સી
અલ્લાહ મુસલમાનોને હૂકમ આપે છે:
واعتصموا بحبل الله جميعا ولا تفرقوا
‘અને બધા ભેગા મળીને અલ્લાહની રસ્સીને મજબૂતીથી પકડી રાખો અને આપસમાં મતભેદ ન કરો ..’
(સૂરા આલે ઈમરાન (3): 103)
મુસ્લિમ એકતાના સમર્થકો આ આયતને અન્ય કોઈપણ આયાત કરતાં વધુ ટાંકવાનું પસંદ કરે છે. પરંતુ શું તેઓએ ક્યારેય આ સંદર્ભનો અભ્યાસ કર્યો છે અને ખરેખર અલ્લાહનો આ કહવાનો અર્થ શું છે અને તેના પર વિચાર કરવા માટે વિરામ કર્યો છે?
અલ્લાહની રસ્સી શું છે (حبل الله)જેના માટે મુસલમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે?
શું તે કુરઆન છે? કે ખલિફાઓ? કે સહાબીઓ? કે પત્નીઓ?
અહલે તસન્નૂનના વિદ્વાનો એકરાર કરે છે કે ‘حبل الله’બીજું કોઈ નહીં પણ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) છે.
- અલ-સવાએક અલ-મુહર્રીકાહ પા ૨૩૩
- શવાહિદ અલ-તન્ઝીલ ભાગ ૧ પા ૨૬૯
- તફસીર અલ-થલાબી:સુરએ આલે ઈમરાન (3): 103 હેઠળ
નીચેના સંદર્ભો અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ના મોહિબ્બો સિવાયના લોકોના છે જેમણે આ બાબતે તેમની કિતાબોમાં નોંધ્યું છે.
- તફસીર અલ-અય્યાશી પા ૧૦૨,૧૦૩ સુરએ આલે ઈમરાન (3) હેઠળ
- તફસીર અલ-ફુરાત પા ૯૧ સુરએ આલે ઈમરાન (3): 103 હેઠળ
- નહજ અલ-સિદક ભાગ ૫ પા ૩૯૦
તેથી તે અન્ય કોઈ નહીં પણ ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) છે જેમને પવિત્ર કુરઆન અને સુન્નાહ દ્વારા મુસ્લિમ એકતાના માધ્યમ તરીકે સૂચવવામાં આવ્યા છે,ખલિફાઓ, પત્નીઓ અથવા સહાબીઓ નહીં. હવે સમય આવી ગયો છે કે મુસ્લિમ સમુદાય આ હકીકતને સ્વીકારે અને ઇસ્લામ અને ઇસ્લામિક એકતાને કલંકરૂપ એવા પાત્રો પાછળ દોડવાનું બંધ કરે.
Be the first to comment