“અલી (અ.સ.) કુરઆન સાથે છે અને કુરઆન અલી(અ.સ.) સાથે છે.”
- મુસ્તદરક ભાગ-૩ પાનાં.૧૩૪,
- સવાએકુલ મુહર્રેકા પાનાં.૧૨૬ ,
- અલ આમાલએ તુસી પાનાં.૪૭૮ વગેરે
રસુલે ઈસ્લામ (સ.અ.વ.)ની આ રીવાયતને બંને ફિરકાઓની પ્રસિદ્ધ કિતાબોમાં જોવા મળે છે. નિઃશંકપણે હઝરત અલી (અ.સ.)થી વધારે કોઈ સહાબીને કુરઆનથી આટલી કુરબત ન હતી અને બીજા કોઈ પણ સહાબી ઈલાહી કિતાબના ઈલ્મથી જાણકાર ન હતો. હઝરત અલી (અ.સ.)ને જ કુરઆનની સ્પષ્ટ, બાતીન નાસીખ અને મનસુખ મક્કી ,મદની દરેક આયત ક્યાં નાઝીલ થઈ છે તફસીર ,તાવીલ દરેક વસ્તુનું સંપૂર્ણ ઈલ્મ હતું.
- સહીહ બુખારી ,તફ્સીરે સુરે બકરહ, ભાગ «ماننسخ من آیة أوننسها نأت بخیر منها أومثلها સુરે બકરહ આયત:૧૦૬
આ એ ઈલ્મ હતું જે સરવરે આલમ(સ.)એ પોતાના સાચા જાનશીનને ખુદ પોતે શીખવાડ્યું હતું. પયગંબર(સ.)ની વફાત પછી ઉમ્મત પાસે કોઈ મસઅલાનો ઉકેલ ન મળતો અથવા કોઈ બાબતનો ફેસલો કરવો ખલીફાઓ માટે મુશ્કેલ થઈ જાતો તો તે હઝરત અલી (અ.સ.)ની પાસે જતા અને અમીરુલ મોઅમેનીન (અ.સ.) આસાનીથી તે મસઅલાનો ઉકેલ કુરઆનથી સંભળાવતા. ખુદ બીજા ખલીફા ઉમરે આ વાતનો સ્વીકાર કરેલ છે કે ‘ ઉમ્મતમાં સૌથી સારા અદાલત કરવાવાળા અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) છે’
- (અલ તબ્કાત ભાગ-૨ પાનાં.૨૮૫),
આજ કારણ છે કે મુસલમાનોના બીજા ખલીફા વારંવાર આ કેહતા સાંભળવામાં આવ્યા કે
“ જો અલી(અ.સ.) ન હોત તો ઉમર હલાક થઈ જાત”
- (અલ અસ તયઆબ ભાગ-૩ પાનાં.૧૧૦૩)
નવાઈની વાત એ છે કે આટલા મહાન વ્યક્તિની હાજરી હોવા છતાં ખલીફાઓએ બાગે ફદકના મસઅલામાં હઝરત અલી(અ.સ.)ના નિર્ણયનો ઉપયોગ કેમ ન કર્યો? ઈતિહાસ આપણને જણાવે છે કે હઝરત અલી(અ.સ.)એ બાગે ફદકના કેસ અંગે પ્રથમ ખલીફા સમક્ષ કુરઆની દલીલો રજૂ કરી હતી, પરંતુ અફસોસ, અબુ બક્રએ બધી કુરઆની દલીલોને નકારી કાઢી હતી.
વાકેઓ નીચે મુજબ છે:-
અલ્લામા તબરસી કિતાબ અલ-એહ્તેજાજમાં વર્ણન કરે છે કે હઝરત અલી(અ.સ.) મસ્જિદમાં આવ્યા અને જોયું કે તમામ મુહાજેરીન અને અન્સાર ભેગા થયા છે. આપ(અ.) અબુ બક્ર તરફ વળ્યા અને ફરમાવ્યું: “ તે શા માટે ફાતેમા(સ.અ.)ને તેના હકથી વંચિત રાખ્યા?”
અબુ બક્રએ જવાબ આપ્યો: “ફદક એ સંપત્તિ છે અને તે બધા મુસલમાનોનો અધિકાર છે.” જો ફદકએ ફાતેમા(સ.અ.)નો હક છે, તો તેણે ગવાહોઓ દ્વારા પોતાનો હક સાબિત કરવો જોઈએ. જો સાબિત થશે, તો અમે ફાતેમા(સ.અ.)ને ફદક પરત આપી દેશું.
આ સાંભળીને હઝરત અલી(અ.)એ કહ્યું: “શું તમે અમારી વચ્ચે ખુદાના હુકમ વિરુદ્ધ હુકમ લગાવવા માંગો છો?”
અબુ બક્રએ કહ્યું: “હું ક્યારેય એવું કરવા માંગતો નથી?”
હઝરત અલી(અ.સ.) એ કહ્યું: “જો કોઈ વસ્તુ મુસલમાનોના કબજામાં હોય અને હું દાવો કરું તો તમે કોને સાક્ષી તરીકે બોલાવશો?”
અબુ બક્રએ કહ્યું: “હું તમને સાક્ષી તરીકે બોલાવીશ.”
હઝરત અલી(અ.સ.)એ ફરમાવ્યું: “તો પછી તમે ફાતેમા(સ.અ.)ને આ બાબતમાં સાક્ષી બનવા માટે કેવી રીતે પૂછશો કે જેના ઉપર ફાતેમા(સ.અ.)નો કબજો છે આ કબજો પયગંબર(સ.અ.વ.)ના સમય દરમિયાન હોય કે પયગંબર(સ.અ.વ.)ની વફાત પછી હોય.
આ સાંભળીને અબુબક્ર મૌન થઈ ગયો અને હઝરત અલી(અ.સ.)ની દલીલને ફગાવીને કહ્યું: “અય અલી(અ.સ.) વધારે વાત ન વધારો. જો આપ(અ.સ.) ગવાહ અને સાક્ષીને રજૂ કરી શકતા હો તો તેમને રજૂ કરો, નહીંતર, ફદક છોડી દો જેથી અમે બધા મુસલામનો તેનો લાભ લઈ શકીએ.”
હઝરત અલી(અ.સ.)એ અબુ બક્રને સવાલ કર્યો: “ શું તે કુરઆનની તિલાવત નથી કરી? જો કરી છે તો મને બતાવ કે આયતે તતહીર ‘انما یرید الله لیذھب…. અમારી શાનમાં નાઝીલ થઈ છે કે બીજા કોઈની શાનમાં ? અબુ બક્રએ કહ્યું: આપ હઝરાતની શાનમાં. હઝરત અલી(અ.સ.)એ કહ્યું: હવે હું તને પુછુ છુ કે જો કોઈ સાક્ષી ફાતેમા(સ.અ.)ના હકમાં ગવાહી આપે અને ગુસ્સામાં તેમને મુતહમ કરાર દે તો તું શું કરીશ? (نعوذ باللہ)
અબુ બક્રએ જવાબ આપ્યો: “ બીજી ઓરતોની જેમ ફાતેમા(સ.) ઉપર હદ (نعوذ باللہ) જારી કરીશ” હઝરત અલી(અ.સ.)એ ફરમાવ્યું: આ કિસ્સામાં તો તું કાફિર થઈ જઈશ.
અબુ બકએ કહ્યું: આ તમે કઈ રીતે કહી શકો? હઝરત અલી(અ.સ.)એ ફરમાવ્યું: કારણકે તે ફાતેમા(સ.અ.)ની તહારત ઉપર અલ્લાહની ગવાહીને રદ કરીને લોકોની ગવાહીને કબુલ કરી છે. બસ આવીજ રીતે ફદકને તે બધા મુસલમાનોનો હક કરાર દઈ દીધો અને હવે તેનાથી ગવાહ માંગો છો ગવાહ દાવો કરતા હોય તેનાથી માંગવું જોઈએ નહિ કે માલિક.
હઝરત અલી(અ.સ.)ની આ દલીલ સાંભળીને ત્યાં હાજર લોકો આશ્વાસન પામ્યા અને વાત કરવા લાગ્યા…….
(નાસીખ અલ તવારીહ ભાગ જનાબે ફાતેમા ઝેહરા(સ.) પાનાં.૧૬૪)
આ વાર્તાલાપ ઉપરથી આ વાત સ્પષ્ટ થાય છે કે પ્રથમ ખલીફાએ જાણીબૂજીને કુરઆનના હુકમની વિરુદ્ધ ફેસલો કર્યો અને જનાબે ફાતેમા(સ.અ.)ના બાગને હડપી લીધો. જયારે કે તેની કહેલી હદીસ(نحن معاشر الانبیاء لا نورث…) કોઈ પણ રીતે તે કુરઆનને અનુરૂપ નથી.આ વાતને સ્પષ્ટ રીતે રસુલ(સ.)ની દિકરીએ પોતાના ખુત્બામાં જાહેર કરી દીધું હતું.આ હદીસ કુરઆનના આદેશોની વિરુદ્ધ છે. પરંતુ તેમ છતાં, ખલીફાએ કુરઆનના સ્પષ્ટ આદેશોનો વિરોધ કર્યો, જયારે કે તે જાણતો હતો કે કુરઆન પોતે જ એલાન કરે છે કે “જે કોઈ તેના આદેશની વિરુદ્ધ ફેસલો કરે છે તે કાફિર છે.”
(માએદાહ: ૪૪)
Be the first to comment