
આજના ઝમાનામાં નસિરૂદ્દીન અલબાનીની ગણના સલફીના મહાન આલિમોમાં થાય છે તેઓ ઘણી કિતાબોના સંપાદક છે અને લેખક છે.
તેમને ઘણું ખરૂં એમ લાગ્યા કરતુ કે હદીસોમાં અમુક ઝઈફ અને બિન ભરોસાપાત્ર રિવાયતો જોવા મળે છે.પોતાની આ નબળી કલ્પનાના લીધે તેમણે ઝઈફ રિવાયતોને જુદી પાડીને સિલસિલતુલ ‘અહાદીસો અસ્-સહીહા” ના નામથી હદીસોનો એનસાયકલોપીડીયા બનાવ્યો છે. એટલે કે તેમાં નોંધાયેલી બધી હદીસો તેણે ભરોસાપાત્ર ગણી છે.
અલબાનીના સંશોધન સાથે તેની બીજી એક કિતાબ જોવા મળે છે જેમાં તેણે આ રીતે સ્પષ્ટતા કરી છે:
હદીસે ગદીર વિષે કહે છે:
‘આ હદીસ સહીહ હદીસોમાંથી છે જે સહાબાના એક સમુહની સનદથી નકલ થઈ છે.”
(અસ્સુન્નત ઈબ્ને અબી આસિમ બા તેહકીકુલ અલબાની, ભાગ-૨, પાના નંબર-૫૬૬)
અને સિલસિલતુલ અહાદીસુસ્સહીહમાં તેના વિષે આ પ્રમાણે લખે છે:
હદીસે ગદીર ઝયદ બિન અરકમ, સઅદ બિન અબી વક્કાસ, બુરૈદા બિન હસીબ અને અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ), અબુ અય્યુબ અન્સારી, બુરાઅ બિન આઝિબ, અબ્દુલ્લાહ બિન અબ્બાસ, અનસ બિન માલિક, અબુ સઈદ અને અબુ હુરૈરાથી નકલ થઈ છે.
વિગતો:
ઝયદ બિન અરકમથી આ હદીસ પાંચ સનદથી નકલ થઈ છે. જે બધી સહીહુસ્સનદ છે:
- અબુ તુફ્યલે ઝયદથી વર્ણવી છે
- મૈમુને અબુ અબદિલ્લાહે ઝયદથી
- અબુ સુલૈમાન મોઅમીને ઝયદથી
- યહ્યા બિન જોઅદાએ ઝયદથી
- અતીયા ઔફીએ ઝયદથી
સઅદ બિન અબી વક્કાસથી આ રિવાયત ત્રણ સનદથી નકલ થઈ છે જે સહીહુસ્સનદનો દરજ્જો ધરાવે છે.
- અબ્દુરરહમાન બિન સાબીતે સઅદથી વર્ણવી છે-
- અબ્દુલ વાહિદ બિન અયમને સઅદથી વર્ણવી છે
- ખૈસમા બિન અબ્દુર રહમાને સઅદથી વર્ણવી છે
બુરૈદા બિન હસીબથી હદીસે ગદીર ત્રણ રીતે પહોંચી છે:
- ઈબ્ને અબ્બાસે બુરૈદાથી વર્ણવેલ છે
- ઈબ્ને બુરૈદાએ બુરૈદાથી વર્ણવેલ છે
- તાઉસે બુરૈદાથી વર્ણવેલ છે
હ.અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ) થી હદીસે gadir ૯ રીતે વર્ણન થયેલ છે જે બધીજ ‘સહીહુસ્સ્નદ’ છે.
- અલી (અ.સ)થી અમ્ર બિન સઈદે
- અલી (અ.સ)થી ઝાદાન બિન ઉમરે
- અલી (અ.સ)થી સઈદ બિન વહબે
- અલી (અ.સ)થી ઝયદ બિન યશીયએ
- અલી (સ.અ)થી શરીકે
- અલી (અ.સ)થી અબ્દુર્ર્હમાન બિન અબી યઅલાએ
- અલી (અ.સ)થી અબુ મરયમ
- અલી (અ.સ)થી તેમની સાથે ઉઠવા બેસવા વાળા એક શખ્સે
- અલી (અ.સ)થી તલ્હા બિન મસરફે
અબુ અય્યુબ અન્સારીએ ફકત રિયાહ બિન હારિસથી વર્ણવેલી છે જેના તમામ રેજાલ ભરોસાપાત્ર અને વિશ્વસનીય છે.
બુરાઅ બિન આઝિબની હદીસ પણ ફકત અદી બિન સાબિતથી નકલ થઈ છે જેની સનદના તમામ રેજાલ ભરોસાપાત્ર છે.
ઈબ્ને અબ્બાસની હદીસ ઉમર બિન મયનુમથી રિવાયત થઈ છે જેની સનદ સહીહ છે.
અનસ બિન માલિક અબુ સઈદ અને અબુ હુરૈરાની ત્રણેય હદીસો મુગ્યરા બિન સઅદથી વર્ણન થઈ છે જે બધીજ સનદો ભરોસાપાત્ર છે.
નસિરૂદ્દીન અલબાનીએ હદીસે ગદીરની વિવિધ સનદો વર્ણવ્યા પછી અને તેને સહીહ જણાવ્યા પછી જે કંઈ કહે છે તે ખુબજ ધ્યાનાકર્ષક અને વિચારવા લાયક બાબત છે.
‘આ વાતને જાણવી જોઈએ કે હદીસે ગદીર વિષે વિગતવાર ચર્ચા કરવાનો હેતુ અને તેને સહીહ સાબિત કરવાનો હેતુ એ છે કે મેં જોયું છે કે શૈખુલ ઈસ્લામ ઈબ્ને તયમીયા એ હદીસે ગદીરના પ્રથમ ભાગને ઝઈફ ગણાવ્યો છે અને બીજા ભાગ વિષે એવું ગુમાન કર્યુ છે કે તે બાતિલ છે… અને મારી નજરમાં હદીસે ગદીર વિષે શૈખુલ ઈસ્લામનો આ અભિપ્રાય અતિશ્યોકિત છે અને હદીસે ગદીરની બધીજ સનદોને એકત્ર કર્યા વગર અને તેની ઉપર ચિંતન-મનન કર્યા પહેલા હદીસના ઝઇફ હોવાનો ફેંસલો કરવો તે ઉતાવળો નિર્ણય છે.
(સિલસિલતુલ અહાદીસુસ્સહીહ, હદીસ નંબર – ૧૭૫૦)
તારણ:
શૈખ નસિરૂદ્દીન અલબાનીનો એ બાબતનો સ્વિકાર કે સહીહ હદીસો એકઠી થઈ જાય, ઘણાજ ઊંડા સંશોધનનું પરિણામ છે અને વળી એ વાત પણ સ્પષ્ટ થઇ ગઈ કે હદીસે ગદીરમાં કયાંય કોઈપણ પ્રકારનું જુઠાણું નથી. હવે શૈખુલ ઈસ્લામ ઈબ્ને તયમીયાનું એમ કહેવું કે પહેલો હીસ્સો ઝઈફ છે અને બીજા હીસ્સા ઉપર એવુ ગુમાન કે બાતિલ છે “ઉતાવળીયો નિર્ણય છે” જે તેઓએ કરવો ન જોઈએ
અરે ભાઈ તેના આવા ખોટા અને ઉતાવળા વાક્યો અને તારણણે કારણે અગણિત પેઠીઓ કે જેઓ જીદ પકડીને બેઠા છે અને ગમે તે ભોગે દરેક સત્યને જુઠ સાબિત કરવા પર બેઠા છે તેઓની આ ગુમરાહી અને મૈદાને મેહશરના દિવસે અઝાબનું સબબ બને અને આ દુનિયામાં નવા ઇસ્લામનો આગાઝ થાય અને યહુદીઓના અવાજ સાથે ભળી જાય તેનું શું ?
Be the first to comment