કોઈપણ શખ્સ ઈમામ હુસૈન(અ.સ) અને તેમના અસ્હાબોની સાથે જંગમાં (કરબલામાં) શરીક થયેલો કેવીરીતે બની શકે?

વાંચવાનો સમય: < 1 મિનિટ

જાબીર ઇબ્ને અબ્દુલ્લાહ ઈમામ હુસૈન(અ.સ.)ના પ્રથમ ઝાએર કે જયારે તેઓ કરબલાના શહીદોની ઝીયારત પઢી રહ્યા હતા તેમણે શહીદે કરબલાણે સંબોધીને ફરમાવ્યું કે “એ ઝાતની કસમ જેણે મોહમ્મદ (સ.અ.વ)ને નબી બનાવીને મોકલ્યા  બેશક અમે એ દરેક ચીઝમાં શરીક છીએ જે તમે (મૈદાને જંગમાં) હાસિલ કરી છે.

અતિય્યાહ, જાબીરના સહાબીએ પૂછ્યું:

અય જાબીર, તમે કેવી રીતે એ દાવો કરી શકો જયારે કે આપણે ક્યારેય પણ મેદાનમાં નથી ઉતર્યા કે નથી પર્વત ચડ્યા કે નથી તલવારો ખેચી. જયારે કે શહીદોએ પોતાના સરોને પોતાના શરીરથી જુદા(અલગ) કરેલા છે,તેઓના બચ્ચાઓ યતીમ થયા છે અને તેઓની પત્નીઓ વિધવા થયેલી છે.

જાબીર: મેં મારા મેહબૂબ પયગંબર(સ.અ.વ.)થી સાંભળ્યું છે કે આપ (સ.અ.વ) ફરમાવે છે : ‘જે કોઈ કૌમથી મોહબ્બત કરે છે તેઓને કયામતમાં તેમની સાથે ઉઠાડવામાં આવશે અને એ કે જે કોઈ કૌમના અંજામ આપેલા કાર્યોથી મોહબ્બત ધરાવે છે તે તેઓના કરેલા કાર્યોમાં શામેલ છે.અને તે ઝાતની કસમ જેને મોહમ્મદ (સ.અ.વ)ને નબી બનાવીને મોકલ્યા, મારો અને મારા સાથીઓનો ઈરાદો ઈમામ હુસૈન (અ.સ) અને તેમના અસ્હાબોની સાથે દરેક તે ચીઝમાં શામિલ છે જે કઈ તેમના પર ગુજરી છે.

 

  • બશારતુલ મુસ્તફા(સ.અ.વ.વ.) ભા-૨ પાના. ૭૪-૭૫
  • બેહારુલ અન્વાર ભા-૬૮ પાના.૧૩૦-૧૩૧, ભા-૧૦૧ પાના.૧૯૫-૧૯૬

 

Be the first to comment

Leave a Reply