
જાબીર ઇબ્ને અબ્દુલ્લાહ અલ- અન્સારી (અ.ર) જે પવિત્ર પયગંબર (સ.અ.વ)ના મશહુર સહાબી છે તેઓ ઈમામ બાકીર (અ.સ)થી રિવાયત વર્ણવે છે કે:
“ કોઇપણ એવો દાવો નથી કરી શકતો કે તેણે સંપૂર્ણ કુરઆન તેના જાહેરી અને બાતેની બન્ને અર્થ સાથે સંપૂર્ણ ભેગું કર્યું છે સિવાય કે વસી (નબી (સ.અ.વ)ના વસી હ.અલી (અ.સ))”
બસાએરૂદદરજાત પેજ-૨૧૩ હ- ૧
સ્પષ્ટ રીતે, ઉપરોક્ત હદીસમાં “વસી” નો અર્થ મૌલા અલી (અ.સ.) અને તેમના પછીના અગીયાર માસુમ અઈમ્મા(અ.મુ.સ.) છે.
ઇમામ જાફર સાદિક (અ.સ.) ફરમાવે છે
“અમને જે ઈલ્મ આપવામાં આવ્યું છે, તેમાં કુરઆન અને તેના કાયદાઓ,અહેકામની તફસીર, ઝમાના અને તેના વાકેઆતનું ઇલ્મ છે. જ્યારે અલ્લાહ કોઈ કૌમ માટે ભલાઈ ઇચ્છે છે, ત્યારે તેમને સાચું સાંભળવા અને સમજવા માટે ક્ષમતા આપે છે. પરંતુ જેને આ ક્ષમતા નથી આપતો, તે સાંભળી ને પણ એવું વર્તન કરે છે જાણે કશું સાંભળ્યું જ નથી.”
થોડું રોકાઈને ઇમામ (અ.સ.) આગળ કહે છે:
“જો અમને એવા લોકો મળે કે જે અમારા ઇલ્મને સમજવા અને સાચવવા તૈયાર હોય, તો અમે જરૂર બધું કહી દઈએ. અને અલ્લાહ જ એ છે જેના પાસેથી મદદ માગવી જોઈએ.”
બસાએરૂદદરજાત પેજ-૨૧૪ હ- ૧
બીજી હદીસમાં ઇમામ જાફર સાદિક (અ.સ.) કહે છે:
“બેશક કુરઆનની તફસીર પણ છે. તેમાંથી અમુક એવી છે જે જાહેર થઈ ગઈ છે અને તેમાંથી અમુક એવી છે જે હજી સુધી જાહેર નથી થઈ. તો પછી જ્યારે તાવીલ અને તફસીરનું જાહેર થવું અઈમ્મા (અ.મુ.સ.)ના ઝમાનામાંથી કોઈ ઈમામ ઝમાનામાં પેશ આવે છે તો ઈમામ તેનથી સારી રીતે જાણકાર અને વાકિફ હોય છે”
બસાએરૂદદરજાત પેજ-૨૧૫ હ- ૫
મુનાફિકો દ્વારા મૌલા અલી (અ.સ.) પર ટીકાઃ
અસ્બગ ઇબ્ને નોબાતા, જે મૌલા અલી (અ.સ.)ના નજીકના અને ભરોસાપાત્ર સહાબી હતા, તેઓ ફરમાવે
જ્યારે મૌલા અલી (અ.સ.) કુફા આવ્યા, ત્યારે તેમણે ચાલીસ સવાર (ફજ્ર) સુધી નમાઝમાં બીજી રકાતમાં દરરોજ સુરએ આઅલાની તિલાવત કરી ત્યારે મુનાફીકોએ ટીકા કરતા કહ્યું:
“અલ્લાહની કસમ! અબુ તાલીબના દીકરાને કુરઆન પઢતા જ નથી આવડતું. જો આવડતું હોત તો બીજો સૂરા પણ પઢતે.”
આ સાંભળી મૌલા અલી (અ.સ.)એ ફરમાવ્યું:
“બેશક અફસોસ છે તમારા ઉપર! હું કુરઆનના નાસીખ અને મન્સુખ, મોહક્મ અને મુતશાબેહ, ખાસ અને આમ, કયા અક્ષરથી શું અર્થ છે દરેક ચીઝોને હું જાણું છું. અલ્લાહની કસમ! કુરઆનનો કોઈ અક્ષર પણ પયગંબર (સ.અ.વ.) પર ઉતર્યો નહિ હોય કે જે અંગે મને ખબર ન હોય કે કોના વિષે ઉતર્યો છે, કયા દિવસે ઉતર્યો છે અને શેના માટે ઉતર્યો છે.
અફસોસ છે તમારા ઉપર! શું તેઓ કુરઆનમાં નથી પડટા : ‘ બેશક આ તો અગાઉના સહીફામાં પણ હતું, ઈબ્રાહીમ અને મૂસાના સહીફામાં પણ’ (સૂરા આ’લા 87:18-19). અલ્લાહની કસમ! એ બધાં સહીફા મારી પાસે છે. પયગંબર (સ.અ.વ.) એ એ દરેક સહીફા વિરાસતમાં મને સોંપ્યા છે.
અફસોસ છે તમારા ઉપર! અલ્લાહની કસમ! આ આયત (પછી ઈમામ કુરઆનની આ આયતની તીલાવાત કરે છે) ‘અને સાંભળનાર કાન એને યાદ રાખે’ (સૂરા હાક્ક 69:12) મારા વિષે ઉતરી છે. જ્યારે અમે પયગંબર (સ.અ.વ.) સાથે બેઠા હતાં, તેઓ વહી વિશે સમજાવતા અને હું જ તેને યાદ રાખતો. જ્યારે અમે બહાર આવતાં, તો લોકો પૂછતા કે: ‘હમણાં પયગંબર (સ.અ.વ.) શું કહી રહ્યા હતા?
તફસીર અલ-અય્યાશી ભાગ-૧ પેજ ૧૪ હ-૧ , યનાબીઉલ મોવદ્દત પેજ-૧૨૦
બધા ઇમામોને વહી અને કુરઆનના રહસ્યોની જાણ છે.
કુફાનો એક માણસ ઇમામ જાફર સાદિક (અ.સ.) પાસે આવ્યો અને કેટલાક ઈલ્ઝામ(તોહમત) લગાવ્યા. ઇમામ (અ.સ.) ફરમાવ્યું:
“જો તું મને મદીનામાં મળ્યો હોત તો હું તને અમારા ઘરોમાં જિબ્રઇલ (અ.સ.) ના નિશાન અને તેમની વહી સાથેની નાઝીલ થવાની જગ્યા બતાવી આપત. લોકો અમારા પાસેથી ઇલ્મ લઈને હિદાયત મેળવે છે અને પછી કહે છે કે અમે ગુમરાહ થઇ ગયા છીએ? આ કદી શક્ય નથી!”
Be the first to comment