હારુને ઇમામ મુસા કાઝીમ (અ.સ.)ને બાગે ફદક માટે કતલ કર્યા

વાંચવાનો સમય: < 1 મિનિટ

બાગે ફદકની માલિકી માટેની દલીલો રસૂલે ખુદા (સ.અ.વ.)ની શહાદત બાદ તરત જ ચાલુ થઈ ચૂકી હતી પણ તેની વધારે જરૂરત દસકાઓ પછી લાગી કેમ કે હાકીમો હંમેશાં એ ડરમાં રેહતા હતા કે આલે મોહમ્મદ (અ.મુ.સ.) બાગે ફદક ઉપર માલિકીનો હક માંગશે.

નીચે જણાવેલ ઇમામ મુસા કાઝીમ અ.સ.ના હારૂન સાથેના વર્તન પરથી આ હકીકત માલૂમ થાય છે.

હારૂન અલ અબ્બાસી ઇમામ મુસા ઈબ્ન જાફર (અ.સ.)ને કહ્યા કરતો કે તે ઇમામ (અ.સ.)ને ફદક પાછો આપવા ઈચ્છે છે. પણ ઇમામ અ.સ.એ તેની આ વાત ને હમેશાં નકારી નાખી.

જ્યારે હારૂને બાગે ફદક પાછો આપવા ઘણું જોર કર્યું ત્યારે

ઇમામ અ.સ.એ કહ્યું: “કે આપ ત્યાં સુધી ફદક પાછો નહીં લે જ્યાં સુધી બાગને તેની તમામ સરહદ સાથે પરત કરવામાં ન આવે.”

હારૂને પૂછ્યું: “બાગની સરહદ શું છે?”

ઈમામ (અ.સ.)એ ફરમાવ્યું: “જો આપ તેની સરહદો બયાન કરશે તો તે ક્યારે પણ બાગ પાછો આપશે નહિ.”

હારૂન એ ઇમામ અ.સ.ને આપના જદના વાસ્તાથી સરહદો બયાન કરવા કહ્યું.

ઈમામ અ.સ. ફરમાવ્યું: “બાગની પેહલી સરહદ યમન છે.”

આ સાંભળી હારૂનના ચેહરાનો રંગ બદલાઈ ગયો.

હારૂને ઇમામ (અ.સ.)ને બીજી સરહદો બયાન કરવા કહ્યું.

ઈમામ (અ.સ.)એ ફરમાવ્યું: “બીજી સરહદ ઉઝબેકિસ્તાન છે.”

હારૂનનો ચેહરો વધુ ઉતરી ગયો.

ઈમામ (અ.સ.)એ કહ્યું: “ત્રીજી સરહદ આફ્રિકા છે.”

હારૂનનો ચેહરો કાળો પડી ગયો અને ઈમામ (અ.સ.) ને વધુ જણાવવા કહ્યું.

ઈમામ (અ.સ.)એ ફરમાવ્યું: “ચોથી સરહદ આર્મેનિયન દરિયા કિનારો છે.”

હારૂને કહ્યું: “અમારી માટે તો કંઈ બચ્યું જ નહિ.”

ઈમામ (અ.સ.)એ ફરમાવ્યું: “મે કહ્યું હતું જો હું ફદક ની સાચી સરહદો જણાવીશ તો તું ક્યારે પણ તેને પરત કરશે નહિ.”

આ બનાવ પછી હારૂને ઈમામ મુસા કાઝિમ (અ.સ.)ને કત્લ કરવાનો ઈરાદો કર્યો.

(મનાકીબે આલે અબી તાલિબ અ.સ., ભાગ ૪ પેજ –  ૩૨૦)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*