યઝીદ બિન મોઆવીયા (લઅનતુલ્લાહે અલય્હ)નો ખબીસ શજરો (નાપાક વંશાવળી)
“અને તે સ્વપ્ન કે જે અમોએ તને દેખાડ્યું હતું તે માત્ર લોકોની કસોટીનો ઝરીયો છે અને કુરઆનમાં તે તિરસ્કૃત વૃક્ષ પણ તેમજ છે.
(સુરએ બની ઇસ્રાઇલ : 60)
તબરીએ આ આયત ઉતરી તે અંગે (શાને નુઝુલ) નીચે મુજબ નોંધેલ છે.
એક દિવસ રસુલ (સ.અ.વ.)એ સ્વપ્નમાં જોયું કે હકમ બિન અબીલ આસ (બની ઉમય્યાના ખાનદાન)ના દિકરાઓ વાંદરાઓની જેમ તેમના મીમ્બર ઉપર કુદી રહ્યા છે. આ સ્વપ્નની આપ (સ.અ.વ.) ઉપર એટલી બધી અસર થઇ કે જીંદગીના અંતિમ શ્ર્વાસ સુધી હસ્યા નહિં.
(તફસીરે તબરી, 15/177, અદ દારૂલ મન્શુર , 4/191)
આયેશાએ મરવાન બિન હકમને કહ્યું : ‘મેં રસુલે ખુદા (સ.અ.વ.) પાસેથી સાંભળ્યું છે કે આપ (સ.અ.વ.)એ તમારા બાપ દાદાના બારામાં ફરમાવ્યું: શજરએ મલઉના (લઅનતને પાત્ર વંશાવળી)થી મુરાદ તમે લોકો છો.’
(અલ દારૂલ મન્શુર, 4/191)
મરવાન બિન હકમનો વંશવેલો આ મુજબ છે: ‘મરવાન બિન હકમ બિન અબીલ આસ ઇબ્ને ઉમય્યા. (વિગત માટે જુઓ ‘અલ મુન્તઝર’ હિ.સ. 1415નો નો અંક) ટૂંકમાં, ઇતિહાસથી એ સાબિત છે કે નાપાક વંશાવળી બની ઉમય્યા છે. તથા યઝીદ બિન મોઆવીયા બની ઉમય્યાનીજ એક જાણીતી વ્યક્તિ છે.
યઝીદ (લ.અ.)નો હસબ અને નસબ (બાપનો કૌટુંબિક સિલસિલો):
બાપનું નામ : મોઆવીયા, દાદાનું નામ : અબુ સુફયાન, દાદીનું નામ : હિન્દા (કલેજુ ચાવનારી) જે આખા મક્કા શહેરમાં નામચીન ચારિત્ર્યહીન હતી. તેણીના આશિકોની એક લાંબી યાદી છે.
મુસાફિર ઇબ્ને અમ્ર, જે અબુ સુફયાનનો કાકાનો દિકરો ભાઇ હતો અને કુરયશી યુવાનોમાં પોતાની ખુબસુરતી, સખાવત અને શેરો શાયરીમાં મશ્હૂર હતો. તે હિન્દાનો આશિક થઇ ગયો. અબુ સુફયાન સાથે લગ્ન કર્યા પછી પણ હિન્દાએ તેની આદત છોડી ન હતી. ‘વબાલુલ મોઅમેનીન’ પણ આજ આદતનું પરિણામ હતું. ‘વબાલુલ મોઅમેનીન’ને ચાર વ્યક્તિઓ સાથે જોડવામાં આવે છે. તેમાંના મુસાફીર ઇબ્ન અમ્ર એક છે.
(શર્હે નહજુલ બલાગાહ ઇબ્ને અબીલ હદીદ, ભા.-1,પા.નં. 30)
યઝીદની ર્માં નું નામ: મયસુન બિન્તે બજદલે કલ્બી હતું. તે એક ખુબસુરત વેશ્યા હતી. અમીરે શામનું દિલ તેના તરફ આર્કષાયું. જ્યારે તેના પેટમાં યઝીદનો નુત્ફો રહ્યો ત્યારે અમીરે શામે તેને તલાક આપી દીધી. યઝીદ તેના જ ઘરમાં પેદા થયો. તે તેની ર્માં સિવાય બીજી ઘણી ચારિત્ર્યહીન સ્ત્રીઓનું દૂધ પીને મોટો થયો.
(અલ મુન્તઝર મોહર્રમ અંક : 1413)
યઝીદનો વંશવેલો, તેના ર્માં-બાપ અને દાદા-દાદીના ચારિત્ર્યની ચર્ચાની નોંધ ઇતિહાસમાં લંબાણપૂર્વક કરવામાં આવી છે. પયગમ્બરે અકરમ (સ.અ.વ.) અને તેમના સંતાનોથી ક્ધિનાખોરી અને દુશ્મની રાખનારાઓમાં અબુ સુફયાન, કલેજુ ચાવનાર હિન્દા, મોઆવીયા, મરવાન અને તેના હાલી મવાલી પહેલી હરોળમાં દેખાય છે. અરબી અને ફારસીમાં આ વિષય ઉપરની અસંખ્ય કિતાબો મૌજુદ છે.
યઝીદ (લ.અ.)ની ખરાબ સિફતો:
દુનિયાની બધી કૌમો અને તમામ ધર્મોમાં શરાબ, જુગાર, ખૂના મરકી, નામેહરમ સ્ત્રીઓ સાથેનો સંબંધ અને ચારિત્ર્યહિનતાને દુનિયાના સૌથી નીચ દરજ્જાના કામોમાં ગણતરી થાય છે. જે લોકો આવી બદકારીમાં રાચે છે આવા દરેક માણસની લોકો ટીકા કરે છે. ઇસ્લામે પણ તેની ખૂબજ ટીકા કરી છે અને આવા કાર્યોને હરામ ઠેરવ્યા છે તથા આવા કરતૂતો કરનાર માટે દુનિયા અને આખેરતમાં સખત અઝાબની આગાહી કરી છે. વધુમાં આવા લોકો સાથે ઉઠવું-બેસવું તેમની સાથે કોઇપણ પ્રકારનો સંબંધ રાખવાની અને હમદર્દી કરવાની પણ મનાઇ ઠેરવવામાં આવી છે. આવા લોકોને માર્ગદર્શક કે અમીર ઠેરવવાનો સવાલ જ નથી આવતો. કુરઆનનું કથન જુઓ.
“અને તેઓમાંથી કોઇ ગુનેહગાર અથવા અનુપકારીનું કહેવું ન માન.
(સુરએ દહર : 24)
મૌલાના અશરફ અલી થાનવીના શબ્દોમાં ‘ફાસીક અને ફાજીરનું અનુસરણ ન કરો.’
કુરઆનના આ સ્પષ્ટ હુકમ બાદ જેની ઇચ્છા થાય તે ગુનેહગારોને પોતાનો અમીર બનાવે. હવે જુઓ યઝીદ (લ.અ.)ની સિફતો:
યઝીદે વલીદને હાંકી કાઢીને તેની જગ્યા એ ઉસ્માન બિન મોહમ્મદ બિન અબુ સુફયાનને મદીનાનો હાકીમ બનાવ્યો. ઉસ્માને યઝીદની પાસે પ્રતિનિધિઓની એક ટીમને મોકલી જેમાં અબ્દુલ્લાહ બિન હફઝુલ ગય્લે અન્સારી, અબ્દુલ્લાહ બિન અમ્ર મખ્ઝુમી, ક્ધદર ઇબ્ને ઝુબૈર અને મદીનાના બીજા ઉચ્ચ માણસો તેમાં શામેલ હતા. જ્યારે આ પ્રતિનિધિ મંડળ યઝીદ પાસે આવ્યું તો તેણે આ ટીમનું સન્માન કર્યું અને દરેકને ભેટ સોગાદો આપીને પરત મોકલ્યા. પરંતુ આજ લોકો જ્યારે મદીના પાછા ફર્યા ત્યારે યઝીદ ઉપર કુફ્ર અને ગાળ ગલોચ કરવાનું શરૂ કરી દીધું અને કહ્યું :
અમે એવી વ્યક્તિ પાસેથી આવ્યા છીએ જેનો કોઇ દીન નથી. તે શરાબ પીવે છે, તંબુરો વગાડે છે, તેના દરબારમાં ગાવાવાળી સ્ત્રીઓ ગાય છે, તે કુતરાઓ સાથે રમે છે, બાળકો અને લોંડીઓ સાથે રાત ગુઝારે છે. તમે સૌ સાક્ષી બનો કે અમે તેને ખિલાફત ઉપરથી પદભ્રષ્ટ કર્યો છે. આ સાંભળીને લોકોએ પણ તેઓનું અનુસરણ કર્યું (અર્થાંત યઝીદને ખલીફા માનવાનો ઇન્કાર કર્યો.)
(તારીખુલ ઓમમ-તબરી, ભાગ – 4, પાના નં. 3,12)
આ તો તબરીએ યઝીદ (લ.અ.)ની ખરાબ સિફતોને એક પ્રસંગમાં ટૂંકમાં બયાન કરી છે. આ ઉપરાંત બીજા ઇતિહાસકારો જેવા કે મસ્ઉદીએ મુરૂજુઝ ઝહબમાં, સિબ્તે ઇબ્ન જવઝીએ તઝકેરતુલ ખવાસમાં, તબરીએ તારીખુલ ઉમમમાં અને તે જ રીતે કામેલુત્તવારીખ, નાસેખુત્તવારીખ અને તારીખે યઅકુબી વિગેરેના લેખકે યઝીદના ખુલ્લમ ખુલ્લા ગુનાહે કબીરા અને અત્યાચારોની નોંધ કરી છે. અહિં અમે ફક્ત અમૂક પ્રસંંગોની નોંધ કરીશું.
કરબલાના બનાવ પછી યઝીદે ઇબ્ને ઝીયાદને બોલાવ્યો અને તેને ભેટ – સોગાદ આપી અને પોતાના ઘરમાં પોતાની સ્ત્રીઓ સાથે નિ:સંકોચ પણે વર્તવાની રજા આપી દીધી. એક રાત્રે શરાબ પીને ઇબ્ને ઝીયાદના ખોળામાં માથુ રાખી સુતો હતો અને એજ સ્થિતિમાં ગાનારી સ્ત્રીઓને હુકમ આપ્યો કે ગાયન સંભળાવે. પછી ખુદ શરાબ પીવડાવનારને સંંબોધીને થોડાક શેઅર બોલ્યો જેનો તરજુમો આ મુજબ છે.
અય સાકી (શરાબ પીવડાવનાર)! મને એટલો શરાબ પીવરાવી દે કે મારૂં દિલ ડોલી ઉઠે. પછી જામ ભરીને એ જ રીતે ઇબ્ને ઝિયાદને પણ પીવરાવ. (આ) તે માણસ છે જે મારા રહસ્યો અને અમાનતોથી માહિતગાર છે. આ જ તે માણસ છે જેના હાથે મારી ખિલાફત મજબુત થઇ અને મને માલે ગનીમત મળ્યો. આ જ તે માણસ છે જેણે એક ખારજી (નઉઝોબિલ્લાહ ઇમામ હુસૈન અ.સ.)ને કત્લ કર્યા અને મારા દુશ્મનો અને ઇર્ષાખોરોને વેરવિખેર કરી દીધા.
(તઝકેરતુલ ખવાસ સિબ્તે ઇબ્ને જવઝી કૃત, પાના નં. 290)
પયગમ્બરે ઇસ્લામ (સ.અ.વ.) સાથે દુશ્મનીની જાહેરાત અને કયામતથી ઇન્કાર :
યઝીદ (લ.અ.)એ પોતાની એક ‘રખાત’ને સંબોધીને આ શેઅર કહ્યા:
અય આલીયા! મારી પાસે આવ અને મને શરાબ આપ અને ગીત ગા. કારણ કે હું મુનાજાત (ખુદા પાસે દોઆ)ને પસંદ નથી કરતો. અય આલીયા! તું અબુ સુફયાન જે મોટા નામ વાળો હતો, તેની વાત છેડ. જ્યારે તે ઘણી ઝડપથી ઓહદની તરફ આગળ વધ્યો હતો, તેણે મોહમ્મદ (સ.અ.વ.)ના મુકાબલામાં બહાદુરી દેખાડી. ત્યાં સુધી કે રોક્કળ કરનારી અને વિલાપ કરનારી સ્ત્રીઓને ભેગી કરી દીધી…. અય ઉમ્મે અહીમ (આલીયાની કુન્નીય્યત) મારા મરવા પછી તું બીજા કોઇ સાથે નિકાહ કરી લેજે અને કયામતમાં મને મળવાની આશાને દિલથી દૂર કરી દે જે. કારણકે જે કયામતની બાબતમાં કહેવામાં આવ્યું છે તે બધું અર્થ વગરનું અને ખોટી વાતો છે અને માત્ર દિલને બેહલાવવા માટે કહેવામાં આવી છે…..
(તઝકેરતુલ ખવાસ, સિબ્તે ઇબ્ને જવઝી, પાના નં. 291)
ઉપર દર્શાવેલ શેઅરોના આધારે સિબ્તે ઇબ્ને જવઝીએ યઝીદને ‘કાફર’ કહ્યો છે. તદ્ઉપરાંત યઝીદના નીચે મુજબના શેઅરથી પણ જણાય છે કે તે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ઉપર ઇમાન ધરાવતો ન હતો.
ન તો તેમની પાસે આસમાનની કોઇ ખબર હતી ન તો તેમના ઉપર કોઇ વહી ઉતરી હતી.
(નાસેખુત તવારીખ ખબર સિવ્વુમ, પા.136,તારીખે તબરી,11/358)
Be the first to comment