ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.)નો શામી વ્યક્તિ સાથે મુનાઝરો

વાંચવાનો સમય: 2 મિનિટ

જયારે ઈમામ હુસૈન(અ.સ)ના એહલેહરમ(ઘરના લોકોને) કેદ કરી શામની મસ્જીદ પાસે ઉભા રાખવામાં આવ્યા હતા તેવામાં એક શામનો વૃધ્ધ વ્યક્તિ આવ્યો અને કેહવા લાગ્યો “તમામ તારીફ તે અલ્લાહ માટે છે જેણે તમને કત્લ કર્યા, તમને હલાક કર્યા અને તેણે બળવાની આગને બુજાવી(નઉઝોબીલાહ)”. ત્યાર બાદ તેણે એહલેબૈત(અ.મુ.સ.) ને વખોડવાનું ચાલુ રાખ્યું. પછી ઈમામ ઝયનુલ આબેદીન(અ.સ) બોલ્યા: “અત્યાર સુધી અમે જે કંઈ તારી પાસેથી સાંભળ્યું અને જે કંઈ તારે કેહવાનું હતું તે કહ્યું અને તે તારી દુશ્મની અને નફરતની લાગણીઓને જાહેર કરી. હવે હું જે કઈ કહું છુ તેને તમારે સાંભળવું પડશે”

શામી: કહો…

ઈમામ અલી ઇબ્ને હુસૈન(અ.સ): શું તમે અલ્લાહની કિતાબને વાંચી છે ?

શામી: હા

ઈમામ(અ.સ) એ ફરમાવ્યું “શું તે આ આયત નથી વાંચી ?       (આયત નં.૧)

قُل لَّا أَسْأَلُكُمْ عَلَيْهِ أَجْرًا إِلَّا الْمَوَدَّةَ فِي الْقُرْبَى

“(અય રસુલ!) તું કહે કે હું તો આ (રિસાલતના પ્રચાર) માટે તમારી પાસે કોઈ મહેનતાણું માંગતો નથી, સિવાય કે  મારા નિકટના સગાવાહલાઓ ને પ્રેમ.”

(સુ-શુરા(૪૨), આ-૨૩)

ઈમામ(અ.સ) એ ફરમાવ્યુ “અમે જ તે લોકો છીએ”.(જેનો અજ્ર તલબ કરવામાં આવ્યો છે.)

ઈમામ અલી ઇબ્ને હુસૈન(અ.સ) એ તે શામી કે જે તેમને બુરું ભલું કહી રહયો હતો તેને પૂછ્યું “શું તમે સુ.બની ઇસરાઈલમાં તે હક વિષે વાંચ્યુ છે કે બીજા બધા જ મુસલમાનોને છોડીને અમારા માટે ખાસ છે ?

શામી: ના

ઈમામ શું તમે આ આયત નથી વાંચી ?      (આયત નં.૨)

وَآتِ ذَا الْقُرْبَىٰ حَقَّهُ

“અને તું નજીક ના સગાવહાલા ને તેનો હક આપી દે”

(સુ.બની ઇસરાઇલ:૨૬)

શામી: હા

ઈમામ(અ.સ) અમેજ તે લોકો છીએ જેમના માટે અલ્લાહે તેના પવિત્ર પયગંબર(સ.અ.વ.)ને હુકમ આપ્યો કે તેઓ અમારા હકનો આદર કરે.

શામી: શું તમે તે લોકો છો?

ઈમામ(અ.સ): હા

ઈમામ અલીઇબ્ને હુસૈન(અ.સ)એ તે વૃદ્ધ શામી કે જે ઈ.હુસૈન(અ.સ)ના એહલે હરમ ને વખોડી  રહ્યો હતો તેને સવાલ કર્યો:

શું તમે આ આયત નથી વાંચી?     (આયત નં.૩)

وَٱعۡلَمُوٓاْ أَنَّمَا غَنِمۡتُم مِّن شَىۡءٍ۬ فَأَنَّ لِلَّهِ خُمُسَهُ ۥ وَلِلرَّسُولِ وَلِذِى ٱلۡقُرۡبَىٰ

“અને આ જાણી લો કે જે કઈ નફો તમે મેળવો છો તેમાંથી પાંચમો ભાગ અલ્લાહનો  (રસુલ) સગાવહાલાનો છે.”

(સુ.અનફાલ આ.૪૧)

શામી: હા

ઈમામ(અ.સ): અમેજ તે કરાબતદારો (નજીકના સગાવહાલાઓ) છીએ.

ઈમામ અલી ઇબ્ને હુસૈન(અ.સ) એ તે વૃદ્ધ શામી કે જે ઈમામ હુસૈન(અ.સ)ના એહલે હરમને વખોડી રહયો હતો તેને સવાલ કર્યો

શું તમે સુ.અહઝાબમાં અમારા તે હકને ન જોયો કે જે બધા જ મુસ્લિમોમાં અમારા માટે ખાસ છે

શામી: ના

ઈમામ(અ.સ): શું તમે આ આયત નથી વાંચી?  (આયત નં.૪)

إِنَّمَا يُرِيدُ اللَّهُ لِيُذْهِبَ عَنكُمُ الرِّجْسَ أَهْلَ الْبَيْتِ وَيُطَهِّرَكُمْ تَطْهِيرًا

“અય એહલેબય્તે રસુલ! સિવાય તેના કાંઈજ નથી કે અલ્લાહ ચાહે છે કે તમારાથી દરેક પ્રકારની અપવિત્રતાને દુર રાખે અને તમને સંપૂણ રીતે પાક પવિત્ર રાખે.”

(સુ.અહઝાબ:૩૩)

પછી તે શામીએ પોતાના હાથોને આસમાન તરફ બલંદ કર્યા અને દુઆ કરી ‘અય અલ્લાહ, હું તારી બારગાહમાં તૌબા કરું છુ’ ત્રણ વખત તેણે આ પ્રમાણે કહ્યું  પછી તેણે કહયું અય અલ્લાહ હું તારી બારગાહમાં આલે મોહમ્મદ(અ.મુ.સ)ની દુશ્મની ની  તૌબા કરું છુ અને બરાઅત

(દુરી જાહેર) કરું છુ તે લોકોથી કે જેમણે મોહમ્મદ(સ.અ.વ)ને કત્લ કર્યા. ખરેખર હું વર્ષોથી કુરઆન પઢતો હતો પણ આજ સુધી આ બાબતોથી અજાણ હતો

(અલ અહેતેજાજ ભા-૨ પેજ-૩૦૭-૩૦૮)

Be the first to comment

Leave a Reply