મોહસીન ઇબ્ને અલી હસન અ.સ. અને હુસૈન અ.સ. પછી અલી અ.સ. અને ફાતેમા સ.અ. ના ત્રીજા પુત્ર છે. તેમને મુશ્બ્બર પણ કહેવામાં આવે છે, જે પયગમ્બર હારૂન ઇબ્ને ઈમરાન અ.સ.ના ત્રીજા પુત્રનું નામ હતું. હુમલા વખતે તેઓ ૬ મહિનાથી પણ ઓછા સમયથી ગર્ભમાં હતા.
(અલ્-હિદાયત અલ્-કુબ્રા પાના નં. ૪૦૭, બેહારુલ અનવાર ભાગ ૫૩, પાના ૧૯)
મોહસીન ઇબ્ને અલી અ.સ.ને ફાતેમા સ.અ. પર થયેલ હુમલાના રાજકારણ અને કાવાદાવાઓથી જરા પણ લેવા દેવા ન હતો. તે દિવસે બનેલ બનાવ વિષે તેને કાંઈ લેવા દેવા ન હતું અને જે કોઈને અલી અ.સ. અથવા ફાતેમા સ.અ. સાથે કોઈ વાંધો હતો તેને પણ મોહસીન બિન અલી અ.સ. સાથે પણ કઈ લેવાદેવા ન હતુ. જે લોકો અલી અ.સ. અને ફાતેમા સ.અ.ની માસુમિયત વિષે વાદવિવાદ કરે છે તેમની સમક્ષ પણ જયારે એક અજાત બાળકની માસુમિયતનો ઉલ્લેખ કરવામાં આવે છે તો તેઓ ચુપ થઇ જાય કારણકે તેમની પાસે તેનો કોઈ જવાબ નથી.
જોકે ફાતેમા સ.અ.ના ઘર પર થયેલ હુમલો ગેરકાનૂની હતો, પણ મોહસીન બિન અલી અ.સ.પર થયેલ હુમલો ઘણી રીતે આ હુમલાનો સૌથી વધુ ગેરકાનૂની ભાગ હતો.
જે રીતે આ નીતિભ્રષ્ટ હુમલાએ ૫૦ વરસ પછીના કરબલાના ખુની હુમલાનો પાયો નાખ્યો, કદાચ તેજ રીતે આ મોહસીન ઇબ્ને અલી અ.સ.ની શહાદત હતી કે જેણે તેના માતાપિતાની માસુમિયતની રક્ષા કરી(અને)જેણે તેના ભત્રીજા અલી ઇબ્ને હુસૈન (અલીઅસગર)ને તેના પિતાની માસુમિયતની રક્ષા કરવા કરબલામાં દુશ્મનો સામે લડવા પ્રેરણા પૂરી પાડી. ઈમામ હુસૈન અ.સ. મઝલૂમ લોકોમાં અનન્ય છે કેમકે તેઓ બન્ને હુમલાના સમયે હાજર હતા-તેમના માતાપિતા અને ભાઈ પરના (હુમલા) સમયે અને બીજો તેમના બાળકો, ભત્રીજા-ભાણેજો અને બીજા ભાઈ પરના હુમલા સમયે (કરબલામાં).
તે કદાચ મોહસીન ઇબ્ને અલી અ.સ.ની શહાદતની જબરદસ્ત અસર હતી જેણે અમુક મુસ્લિમોને આ હુમલામાં તેમની શહાદતને નકારવા અને તે માટે બીજા કારણો આપવા પ્રેર્યા. સ્પષ્ટ રીતે આ ખોટી અથવા અપૂરતી માહિતી પર આધારિત પ્રચાર છે જે ફાતેમા સ.અ.ના ઘર પર થયેલા હુમલાને જ સમ્પુર્ણપણે નકારવા જેવો પ્રચાર છે. ફાતેમા સ.અ.ના ઘર પરના હુમલાનું કોઈ વ્યાજબીપણું છે જ નહિ અને તેથી માત્ર એકજ રસ્તો છે-તેનો સદંતર ઇનકાર કરવો.
ઇનકાર કરનારાઓ માટે સૌથી મોટો તમાચો ફાતેમા સ.અ. અને મોહસીન ઇબ્ને અલી અ.સ.ની આ ઘટનાના પરિણામે થયેલ શહાદત છે. એ બાબતના ઘણાબધા વિસ્તૃત દસ્તાવેજી પુરાવા છે કે બન્નેની શહાદત આ હુમલાના પરિણામે થઇ-મોહસીન ઇબ્ને અલી અ.સ.ની તરતજ અને ફાતેમા સ.અ.ની થોડા દિવસો બાદ.
મોહસીન ઇબ્ને અલી અ.સ.ની શહાદતના દસ્તાવેજી પુરાવા:
મોહસીન ઇબ્ને અલી અ.સ.ની શહાદત ફાતેમા સ.અ.ના ઘર પર થયેલા હુમલાથી થઇ તે સાબિત કરવા સારી રીતે દસ્તાવેજીકૃત થયેલા ઘણા હવાલાઓ છે. જે લોકો આ સત્ય જાણવા રસ ધરાવતા હોય તેમને એ જાણીને આશ્ચર્ય ન પામવું જોઈએ કે દરેક યુગના સેકડો વિદ્વાનો અને ઇતિહાસકારો (શિયા તથા સુન્નીઓ) એ મોહસીન ઇબ્ને અલી અ.સ.ની શહાદતની એ રીતે નોધ લીધી છે કે તે બાબતમાં શંકાને કોઈ સ્થાન નથી.
મોહસીન ઇબ્ને અલી અ.અ.ની શહાદત કુરઆનમાં
અકીદાના પુરાવા માટે પ્રથમ ચીજ જેના તરફ નજર જાય છે તે પવિત્ર કુરઆન છે, આપણે મોહસીન ઇબ્ને અલી અ.સ.ની શહાદતના પુરાવા માટે આ ઇલાહી કિતાબ તરફ રજુ થવું જોઈએ અને આ બનાવનો પુરાવો સૂરએ તક્વીર(સુર નં. ૮૧)ની ૮ અને ૯ આયાતમાં જોવા મળે છે:
“અને જયારે જીવિત દફન કરાયેલા શિશુને પૂછવામાં આવશે કે તેને કયા ગુનાહની સજામાં કતલ કરવામાં આવ્યું?”
મુફઝ્ઝ્લ ઇબ્ને ઉમર, ઈમામ સાદિક અ.સ.ના માનવંત સહાબી અને ખાસ નાયબે ઈમામને પૂછ્યું: આ આયાત વિષે આપનું શું મંતવ્ય છે? ઈમામે જવાબ આપ્યો:
“અય્ મુફઝ્ઝ્લ અલ્લાહની કસમ આ આયતમાં આવેલ શબ્દ “મવઉદાતો” (શિશુ)થી મુરાદ મોહસીન છે અને તે ચોક્કસ અમારામાંથી છે અને બીજોમાંથી નથી. જે લોકો આનાથી વિરુદ્ધ દાવો કરે છે તેઓ જુઠ બોલે છે.”
ઈમામ અ.સ. એ વિસ્તારથી બયાન કર્યું: (કયામતના દિવસની ઘટનાઓ વખતે) ફાતેમા, પયગંબરની પુત્રી દુઆ કરશે-અય્ અલ્લાહ મારી સાથે તારો વાયદો અને વચન એ લોકોના સંદર્ભમાં પુરો કર કે જેમણે મારા પર ઝુલ્મ કર્યો, મારો હક ગસબ કર્યો, મને માર માર્યો અને મારા બધા બાળકોના સંદર્ભમાં મને દુખી કરી.
આ સાંભળીને સાતેય આસમાનના ફરિશ્તાઓ, અર્શને ઉપાડનારાઓ, અને આસમાન અને જમીનના સઘળા રહેવાસીઓ અને જમીનની અંદર રહેનારાઓ સઘળા અલ્લાહ સમક્ષ વિલાપ અને આક્રંદ કરશે. પછી અમારા પર ઝુલ્મ કરનારા, અમને મારી નાખનારા અને અમારા પર થતા ઝુલ્મથી રાજી થનારા કોઈ નહિ હોય સિવાય તેના કે તેને ૧૦૦૦ વખત કતલ કરવામાં આવશે.”
(બેહારુલ અનવાર ભાગ-૫૩ પાનું ૨૩-૪)
બ) મોહસીન ઇબ્ને અલી (અ.સ.)ની શહાદત દુઆઓમાં:
પવિત્ર કુરાન ઉપરાંત, અઈમ્મા (અ.સ.)ની દુઆઓ આપણા અકાએદનો આધારભૂત સ્રોત છે. જ.મોહસીન ઇબ્ને અલી અ.સ.ની શહાદતનો ઉલ્લેખ દુઓમાં પણ થયો છે. મશહૂર દુઆ સનમય કુરૈશમાં આપણે અલ્લાહ પાસે માંગણી કરીએ છીએ કે તે (અહલેબય્ત ઉપર ઝુલ્મ કરનારા) ઝાલીમો ઉપર લાનત મોકલ તેઓએ ગર્ભને નુકસાન કર્યું તે બદલ.
(મિસબાહ અલ મુતહજ્જીદ લેખક શૈખ તકી અદ્ દીન ઈબ્રાહીમ કફઅમી (ર.અ.) પેજ ૭૩૧)
અહી તે ઝાલીમો તરફ સ્પષ્ટપણે ઈશારો થઇ રહ્યો છે જેમણે જ.ફાતેમા (સ.અ.)ના ઘર ઉપર હુમલો કર્યો જેના કારણે જ. મોહસીન ઇબ્ને અલી (અ.સ.)ની શહાદત થઇ.
ક) જ. મોહસીન ઇબ્ને અલી અ.સ.ની શહાદત સુન્નત (હદીસો) અને ઇતિહાસ માં:
૧. અલ્લામા મોહમ્મદ બાકિર મજલીસી(ર.અ) બેહારુલ અનવાર ભાગ ૪૩, પેજ ૧૭૧ ઉપર અબુ બસીરના હવાલાથી ઈમામ સાદીક (અ.સ.) થી વર્ણવે છે કે: ફાતેમા (સ.સ.) ની શહાદત તે તલવારના પરિણામે થઇ જેણ જ. મોહસીન (જે હજી જન્મ્યા ના હતા)નો જીવ લીધો. આ ઝુલ્મ કરનાર કુનફૂઝ હતો કે જેણે તેના માલિક ઉમરના હુકમમ થી આવું કર્યુ….
૨. ઇબ્ને શહેરે અશૂબ અલ સરવી અલ માઝન્દારનીની ભાગ ૩, પેજ ૧૩૨ ઉપર ઇબ્ને કુતય્બા અલ દૈનૂરી (મશહૂર સુન્ની ઇતિહાસકાર)ની અલ મઆરીફમાંથી લખે છે: “જ.ફાતેમા સ.અ.ની ઔલાદ હસન, હુસૈન, ઝૈનબ, ઉમ્મે કુલ્સૂમ અને મોહસીન ઇબ્ને અલી હતા જે કુન્ફૂઝ (તે બની અદી કબીલાનો હતો જે કબીલો ઉમર ઇબ્ને ખત્તાબનો હતો) ના હાથે શહીદ થયા.”
૩. મસઉદી ઇસ્બાત અલ વીલાયત પેજ ૧૪૨ ઉપર લખે છે: “તેઓએ જ.ફાતેમા સ.અ.ના ઘર ઉપર હુમલો કર્યો. તેઓએ સૈયદતુ ન્નીસા (તમામ સ્રીઓનીની સરદાર)ને દરવાજા પાછળ એવી રીતે પીસી નાખ્યા કે જ. મોહસીનનો હમલ પડી ગયો.
૪. મોહમદ અલ શાહરીસ્તાની તેમની અલ મેલલ વન નેહલ ભાગ ૧ પેજ ૫૭ (બૈરૂત પ્રકાશન) ઉપર લખે છે “ (બયઅતના દિવસે) ઉમરે જ. ફાતેમા સ.અ. ઉપર એવો વાર કર્યો કે તેમનો હમલ સાકીત થઇ ગયો (જેના કારણે તેમનું બાળક શહીદ થયુ)
૫. અબુ અબ્દીલ્લાહ શમસ અલ દીન અલ ઝહબી મીઝાન અલ એતેદાલ ભાગ ૧ પેજ ૧૩૯ ઉપર લખે છે: “બેશક ઉમરે જ.ફાતેમા સ.અ.ને એવી લાત મારી કે જ. મોહસીન હમલમાં સાકીત થઇ ગયા.
૬. અલ્લામ ખલીલ ઇબ્ને અય્બક અલ સદફી અલ વાફી બિલ વફીય્યાત ભાગ ૬ પેજ ૧૭ ઉપર લખે છે: “મોતઝેલા ફિરકો માન્યતા ધરાવે છે કે બેશક ઉમરે જ.ફાતેમા સ.અ.ને એવી રીતે માર્યુ કે જ. મોહસીન શહીદ થઇ ગયા.”
૭. અબ્દુલ કાદીર અલ તમીમી અલ બગદાદી અલ ફરક બૈનલ ફેરક પેજ ૧૦૭ ઉપર હુબહુ ઉપરોક્ત વાક્યો લખે છે
૮. સદરૂદદીન ઇબ્રાહિમ ઇબ્ને સઅદદુ દીન મોહંમદ અલ હમુઈએ અલ ફરએદ અલ સીમતૈન ભાગ ૨. પેજ ૩૫, ઉપર ઇબ્ને અબ્બાસના હવાલાથી લખે છે કે તેમણે પવિત્ર પૈગમ્બર સ.અ.વ.ને કેહતા સાંભળ્યા ‘…. જાણે કે હું જોઈ રહ્યો છું દુખ અને પરેશાનીઓ મારી દીકરીના ઘરમાં દાખલ થઇ રહી છે, તેની હુરમત પામાલ થઇ રહી છે, તેનો હક છીનવામાં આવી રહ્યો છે, તેમનો વરસો તેમનાથી રોકવામાં આવી રહ્યો છે, તેમનો હમલ સાકીત કરવામાં આવી રહ્યો છે (આ દુખની ઘડીમાં) તે પુકારશે – અય મોહંમદ, પરંતુ કોઈપણ તેની સદાનો જવાબ નહિ આપે.
જ. મોહસીન ઇબ્ને અલી અ.સ.ની શહાદત નો પુરાવા આપતા હવાલાઓનો વૃતાંત:
જ.મોહસીન ઇબ્ને અલી (અ.સ.)ની શહાદત નીચે પ્રમાણેના આલીમો / ઈતિહાસકારોએ લખી છે.
i) અહલે સુન્નતના સ્રોતો:
૧. અલ મેલલ વન નેહલ લેખક મોહમદ અલ શહરીસ્તાની (વફાત: ૫૪૮ હી.) ભાગ-૧ પેજ ૫૭ (બૈરૂત પ્રકાશન)
૨. મીઝાન અલ એઅતેદાલ લેખક અબુ અબ્દીલ્લાહ શમસ અલ દીન અલ ઝહબી (વફાત ૭૪૮ હી.) ભાગ ૧ પેજ ૧૩૯
૩. અલ વાફી બિલ વફીય્યાત લેખક અલ્લામા ખલીલ ઇબ્ને અય્બક અલ સદફી (વફાત: ૭૪૬ હી.) ભાગ ૬ પેજ ૧૭
૪. અલ ફરક બૈનલ ફેરક લેખક અબ્દુલ કાદીર અલ તમીમી અલ બગદાદી (વફાત: ૪૨૯ હી.) પેજ ૧૦૭
૫.અલ ફરાએદ અલ સીમતૈન લેખક સદરૂદદીન ઇબ્રાહિમ ઇબ્ને સઅદદુ દીન મોહંમદ અલ હમુઈએ (વફાત: ૭૩૨ હી.) ભાગ ૨. પેજ ૩૫
૬. શરહે નહ્જુલ બલાગાહ ભાગ ૪, પેજ ૧૯૩ (બૈરૂત પ્રકાશન) લેખક ઇબ્ને અબીલ હદીદ મોતઝેલી (વફાત: ૬૫૬ હી.)
૭. કિતાબો દલાએલ અલ ઈમામહ લેખક અબુ જાફર મોહંમદ ઇબ્ને જુરેર અલ તબરી (વફાત: ૩૧૦ હી.)
ii) શીઆ સ્રોતો:
૧. ઇબ્ને શહેરે આશૂબ અલ સરવી અલ માઝંદારનીની ભાગ ૩, પેજ ૧૩૨ ઉપર ઇબ્ને કુતય્બા અલ દૈનૂરી (મશહૂર સુન્ની ઇતિહાસકાર)ની અલ મઆરીફમાંથી
૨. ઇસ્બાત અલ વીલાયત લેખક મસઉદી (વફાત: ૩૪૬) પેજ ૧૪૨
૩. અલ આમાલી લેખક શૈખ સદૂક (વફાત: ૩૮૧ હી.) પેજ ૯૯
૪. બશારત અલ મુસ્તફા લે શીઆ અલ મુર્તઝા પેજ ૧૯૭ લેખક અબુ જાફર ૪. મોહંમદ ઇબ્ને અબુલ કાસિમ અલ તબરી (છઠી હિજરીના આલીમ)
૫. ઇક્બાલ અલ આમાલ પેજ ૬૨૫ લેખક સૈયેદ ઇબ્ને તાઉસ (વફાત ૬૪૪ હી.)
૬. ઈરશાદ અલ કોલૂબ પેજ ૨૯૫ લેખક અબુ મોહંમદ અલ હસન ઇબ્ને અબીલ હસન મોહંમદ દૈલમી
૭. જલા અલ ઉયૂન ભાગ ૧, પેજ ૧૮૪ લેખક અલ્લામા મોહંમદ બાકીર મજ્લીસી (વફાત ૧૧૧૧ હી.)
૮. મિસબાહ અલ કફઅમી પેજ ૫૫૨ લેખક શૈખ તકી અદ્ દીન ઈબ્રાહીમ અલ કફઅમી (વફાત: ૯૦૫ હી.)
૯. અલ મુહતઝર પેજ. ૧૦૯, હુસૈન ઇબ્ન સુલયમાન અલ હીલ્લી, શહીદે અવ્વલના એક વિદ્યાર્થી
૧૦. અલ કામીલ પેજ ૩૦૯ લેખક શૈખ બહાઈ (વફાત ૧૦૩૧ હી.)
૧૧. હદીકતુશ શીઆ પેજ ૨૬૫ લેખક અહમેદ ઇબ્ને મોહંમદ મુકદ્દસે અર્દબેલી તરીકે પ્રખ્યાત (વફાત ૯૯૩ હી.)
૧૨.મઆની અલ અખબાર પેજ ૨૦૫ લેખક શૈખ અલ સદૂક (વફાત ૩૮૧ હી.)
૧૩. ઈલ્મે યકીન પેજ ૬૮૬ હી.
૧૪. રવઝતુલ મુત્તકીન ભાગ ૫ પેજ ૩૪૨
૧૫. બેહાર અલ અનવાર ભાગ ૪૩, પેજ ૧૭૧ લેખક અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી
૧૬. ઇસ્બાત અલ હુદાત ભાગ ૨ પેજ ૩૩૭ શૈખ અલ હુર્ર અલ આમેલી (વફાત ૧૧૦૪ હી.)
તારણ:
કુરાને મજીદ, પવિત્ર પૈગંબરની સુન્નત તેમજ અલગ અલગ ઝમાના અને ફિરકાઓ (સુન્નીઓ અને શીઆઓ)ના આલીમોએ જે ઇતિહાસ લખ્યો છે તે હક તલાશ કરનારાઓ માટે સ્પષ્ટપણે જાહેર કરે છે કે જ. મોહસીન ઇબ્ને અલી અ.સ. ની શહાદત એક ટોળા દ્વારા થઇ હતી જેણે રસુલે ખુદા સ.અ.વ.ની વફાતના અમુક દિવસો પછી જ.ફાતેમા સ.અ.ના ઘર ઉપર હુમલો કર્યો હતો.
Be the first to comment