કલમ અને દવાત નો પ્રસંગ

વાંચવાનો સમય: 2 મિનિટ

પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ની વફાતના દિવસે એટલે કે સોમવારે સવારે અમૂક અસ્હાબો આપની ખિદમતમાં ભેગા થયા તો આં હઝરત (સ.અ.વ.) એ ફરમાવ્યું:

કલમ અને કાગળ લાવો જેથી કરીને હું એવું લખાણ લખી આપુ કે તમે મારા પછી કદીપણ ગુમરાહ ન થાવ.

ઉમરે કહ્યું: પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ઉપર (મઆઝલ્લાહ) બીમારી સવાર થઇ ગઈ છે. (તે વાતનો ઈશારો છે કે તે જે વાત કહી રહ્યો છે તેની તરફ તેમનું ધ્યાન નથી) તમારી પાસે તો ખુદાની કિતાબ છે અને આપણા માટે તો ખુદાની કિતાબ કાફી છે.

(સહીહ બુખારી, બાબે કિતાબતુલ ઈલ્મ, ભાગ-૧, પાના નં. ૨૨, મુસ્નદે એહમદે હમ્બલ તેહકીક અહમદ મોહંમદ શાકીર, હ. ૨૯૯૬, તબકાતે ઈબ્ને સઈદ, ભાગ-૨, પાના નં. ૨૪૪ પ્રકાશન બૈરૂત)

બીજી રિવાયતમાં તબકાત ઈબ્ને સઈદે કહ્યું કે તે વખતે ત્યાં જેટલા લોકો હતા તેમાંથી એક શખ્સે કહ્યું:

કે બેશક ખુદાના નબી હીઝયાન બકી રહ્યા છે. (નઉઝોબીલ્લાહ)

(તબકાત ઈબ્ને સઈદ, ભાગ-૨, પાના નં. ૨૪૨, પ્રકાશન બૈરૂત, સહીહ બુખારી, ભાગ જવાએઝુલ વફદ મીન કિતાબીલ જેહાદ, ભાગ-૨, પાના નં. ૧૨૦ અને બાબ ઇખ્રાજુલ યહુદ મીન  જઝીરતીલ અરબ, ભાગ-૨ પાના નં. ૧૩૬ માં શબ્દો મૌજુદ છે. ફકાલુ હજઝ રસુલુલ્લાહ. લોકોએ કહ્યું રસુલુલ્લાહને હિઝયાન થઈ ગયું છે. નઉઝોબીલ્લાહ )

આ વાતનો રદ કરવાવાળો યકીનન તેજ હતો જેણે કહ્યું હતું હસ્બોના કિતાબુલ્લાહ” (ખુદાની કિતાબ અમારા માટે કાફી છે) કહ્યું હતું.

એહલે સુન્નતની કિતાબોમાં ઉમરની કબુલાત

ખુદ ઉમરે આ શર્મનાક અને બેહુદા અમલનો સ્વીકાર કર્યો છે. ઈમામ અબુલ ફઝલ એહમદ ઈબ્ને અબી તાહીર તારીખે બગદાદમાં અને ઈબ્ને અબીલ હદીદએ શરહે નહજુલ બલાગાહ ૩/૯૭ માં ઉમરના હાલાત વિષે  લખ્યું છે:

એક દિવસ ઉમર અને ઈબ્ને અબ્બાસની વચ્ચે લાંબી ચર્ચા થઇ જેમાં ઉમરે કહ્યું:

પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ પોતાના આખરી વખતમાં તેમના (અલીના) નામની સ્પષ્ટતા કરવા માંગતા હતા. પણ અમે એવું ન થવા દીધું. પયગમ્બરે અકરમ (સ.અ.વ.) તે બાબતે ખુબજ નારાજ થયા.

તે વખતે ત્યાં હાજર લોકોમાંથી અમૂક લોકોએ કહ્યું: રસુલુલ્લાહ (સ.અ.વ.)નો હુકમ છે તેને અંજામ આપો અને ચર્ચા, બહેસ અને વાદવિવાદ પછી કેટલાક લોકોએ કાગળ અને કલમ લાવવાનો ઈરાદો કર્યો પણ આં હઝરત (સ.અ.વ.) એ કહ્યું: અય બઅદ માઝા

હવે લાવીને શું કરશો (તબકાત ઈબ્ને સઈદ, ભાગ-૨, પાના નં. ૨૪૨, પ્રકાશન બૈરૂત)

ઉમરની આ ગુસ્તાખી પછી કાગળ કલમ લાવવામાં આવતે અને આપ(સ.અ.વ.)એ કોઈ એવુ વસીયતનામુ લખતા કે જેમાં અલીના નામની સ્પષ્ટતા હોતે તો વિરોધીઓ અમૂક લોકોને હાજર કરી શકતા હતા કે જેઓ તે વાતની ગવાહી આપે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ તેને હાલતે હિઝ્યાનમાં લખ્યું હતું.

ત્યાં જયારે જગડો અને વિવાદ વધી ગયો તો પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ  કહ્યું કુમુ અન્ની, લા યન્બગી ઈન્દ નબીય્ય તનાઝઅ

મારી પાસેથી ઉભા થઈને ચાલ્યા જાવ કે નબીની બેઠકમાં જગડો કરવો યોગ્ય નથી.

(તારીખે અબીલ ફેદા, ભાગ-૧, પાના નં. ૧૫, સહીહ બુખારી, પ્રકરણ કિતાબતુલ ઈલ્મ, ભાગ-૧, પાના નં. ૨૨માં આ શબ્દોનો ઉલ્લેખ થયો છે કાલ: કુમુ અન્ની, લા યન્બગી ઈન્દી તનાઝઅ”  પયગમ્બરે કહ્યું: મારી પાસેથી ઉભા થઈને ચાલ્યા જાવ કે મારી પાસે જગડો કરવો યોગ્ય નથી)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*