શું પયગંબર સ.અ.વ ની પત્નીઓ દિનનું પ્રતિક છે?

વાંચવાનો સમય: 11 મિનિટ

            શંકા:- અમુક મુસલમાનો એવા દાવો કરે છેકે પયગંબરો સ.અ.વ ની પત્નીઓ એ દિનનું ચિન્હ છે.અને તેઓને માન આપવું જરૂરી છે આથી તેઓ આગળ વધતા કહે છે કે આપણે ફક્ત હ.રસુલે ખુદા સ.અ.વની પત્નીઓજ નહિ બલકે અગાવના તમામ અમ્બીયા અ.મુ.સ ની પત્નીઓનો એહ્તેરામ કરવો જોઈંએ

જવાબ: આનાથી વધારે હાસ્યાસ્પદ અને બિન ઇસ્લામિક બીજો કોઈ દાવો નથી હોઈ શકતો આ મુસલમાનો જે એહ્તેરામની વાત કરે છે તે ન તો અક્લથી પુરવાર છે ન તો કુરઆન અને સુન્નતનો ટેકો ધરાવે છે

બીજા અમ્બીયા અ.મુ.સની પત્નીઓને તો છોડો ખુદ હ.રસુલે ખુદા સ.અ.વ ની પત્નીઓના વિષે પણ મુસલમાનોમાં સર્વસંમતિ નથી

આ દાવોનું મૂળ ન તો કુરઆનમાં છે ન તો સાચી સુન્નતમાં ઉલટાનું આ દાવો કુરાનથી વિરુદ્ધ છે.જેમકે આપણે આગળ જોઈશું

૧,પહેલા અંબીયા અ.સ ને માન આપો

૨.કુરઆન અમ્બીયા અ.મુ.સ ની પત્નીઓને કેવી રીતે ચીતરે છે?

૩,ઉમ્મતની સ્ત્રીઓ પત્નીઓ કરતા શ્રેષ્ઠ છે

૪,કુરઆન હ.રસુલે ખુદા સ.અ.વ ની પત્નીઓને કેવીરીતે આલેખે ક્ષ્હ્હે?

૫, નબીની પત્નીઓ આયતે તતહીર ની એહલેબૈત નથી

૬, શું અલી ઇબ્ને અબી તાલિબ અ.સ સાથે જંગ કરવી એ ઇસ્લામનું પ્રતિક છે?

૭, શું નબીની પત્નીઓએ હ.અલી.અ.સ થી માફી માગી હતી?
૮,શું અલી અ.સ નબી સ.અ.વ ની પત્નીઓને માંન આપતા હતા?

૯,હ.અલી અ.સની મોહબ્બત એ ઈમાન અને નીફાકની કસોટી છે.

૧૦,શું આવી સ્ત્રીઓ પ્રતિક હોય શકે?

૧૧,હ.રસુલે ખુદા સ.અ.વ એ પત્નીઓના કાળજી નથી લીધી

૧, પહેલા અમ્બીયા અ.મુ.સ ને માન આપો

જ્યારેકે મુસલમાનો અંબીયાનો એ રીતે એહ્તેરામ નથી કરતા કે જે તેઓનો હક છે તો પછી તેઓ કેવી રીતે નાબીઓની પત્નીઓને માન આપવાની માંગણી કરી શકે?

દા.ત હ.રસુલેખુદા સ.અ.વ.ને એહલે તસન્નુંન (સામાન્ય રીતે જેને સુન્ની કહે છે)ની કિતાબોમાં તેમના દરજ્જાને ઘટાડીને એક સામાન્ય  માણસ અથવા તો તેના કરતા પણ ઓછી કરી નાખે છે.

એહલે સુન્નતની ભરોસાપાત્ર કિતાબો મુજબ:

૧.હ.રસુલે ખુદા સ.અ.વ ઉભા રહીને પેશાબ કરતા (મઆઝલ્લાહ)

(સહીહ બુખારી,વઝુની કિતાબ ઉભા રહી પેશાબ કરવાનું પ્રકરણ પા:૬૬)

૨. જીંદગીના અંતિમ દિવસોમાં હ.રસુલે ખુદા સ.અ.વ.માં વૃદ્ધાવસ્થાના લક્ષણો દેખાવા લાગેલ (મઆઝલ્લાહ) અને જેથી આપ સ.અ.વ.ને મુસલમાનોની હિદયતના માટે વસીય્યત લખવાથી રોકવામાં આવેલ.

– (સહીહ બુખારી કીતાબુલ ઇલ્મ ઇલ્મ લખવાનું પ્રકરણ ભાગ-૧,પા-૩૯ કીતાબુલ જેહાદ પણ જોઈ શકાય.)

આ તો માત્ર અમુક ઉદાહરણો છે કે મુસલમાનો એ તેમની કિતાબોમાં હ.રસુલે ખુદા સ.અ.વ ને કેવીરીતે ચીતર્યા છે બીજા પણ ઘણા ઉદાહરણો છે કે જે દર્શાવે છે કે અલ્લાહની સૌથી આગળ અને સૌથી શ્રેષ્ઠ મખ્લુક રસુલે ખુદા સ.અ.વ સાથે તેઓનો વર્તાવ કેવો રહ્યો છે.

જ્યારેકે આપણા પયગંબર સ.અ.વ થી આ રીતનો હલકાઈભર્યો વર્તાવ કરવામાં આવ્યો છે તો પછી આ મુસલમાનો કેવીરીતે એ દાવો કરી શકે કે આપણે હ.રસુલે ખુદા સ.અ.વ ની પત્નીઓ અને બીજા અંબીયા અ.મુ.સ.ની પત્ની અને ઇસ્લામના પ્રતિક તરીકે માન આપવું જોઈએ? એક નાનું બાળક પણ આવા દાવા પાછળની મુર્ખાઈને અનુભવી લેશે.

(૨) કુરઆન અંબીયા અ.મુ.સ ની પત્નીઓને કેવીરીતે આલેખે છે

ચાલો,આપણે અંબીયા અ.મુ.સ.ની પત્નીઓના વિષે અલ્લાહના મતને જોઈએ

ضَرَبَ اللَّهُ مَثَلًا لِّلَّذِينَ كَفَرُوا اِمْرَأَةَ نُوحٍ وَاِمْرَأَةَ لُوطٍ كَانَتَا تَحْتَ عَبْدَيْنِ مِنْ عِبَادِنَا صَالِحَيْنِ فَخَانَتَاهُمَا فَلَمْ يُغْنِيَا عَنْهُمَا مِنَ اللَّهِ شَيْئًا وَقِيلَ ادْخُلَا النَّارَ مَعَ الدَّاخِلِينَ

“અલ્લાહ કાફીરોના માટે જ.નૂહ .અ.સ જ.લુત અ.સ ની પત્નીઓનો દાખલો વર્ણવે છે. બન્ને બે નેક બંદાઓની હેઠળ હતી પરંતુ તેણીઓએ તેઓની સાથે ખયાનત કરી કોઈ અને તેણીઓનેકહેવાયું કે: દાખલ થનારાઓ સાથે આગમાં દાખલ થઇ જાઓ”

(સુ.તહરીમ-૧૦)

  • આ આયત ઉપરથી અમુક મુદ્દાઓ સ્પષ્ટ છે:

૧, આયતનો લહેજો દર્શાવે છે કે આ માત્ર બે ઉદાહરણો બીજી પત્નીઓ પણ છે કે જેણીઓએ ખયાનત કરી દા.ત જ.મુસા અ.સ ની પત્ની કે જેણીએ જ.મુસા અ.સ ના વસી યુશઅબિન નુન અ.સ સાથે ખયાનત કરી

૨,ખયાનત કર્યા બાદ,તેઓની નેકી શુન્યમાં પરિણમી

૩,આ પત્નીઓ અને બીજી પત્નીઓ કે જેણીઓએ નબીઓ સાથે ખયાનત કરી હતી તેણીઓ આગમાં છે.

શું કોઈ મુસલમાન માટે એ જાએઝ છે કે કુરઆનમાં નબીઓને પત્નીઓને વખોડતી સ્પષ્ટ આયતોની હાજરીમાં તે નબીઓની પત્નીઓને ઇસ્લામના પ્રતિક તરીકે માન આપે? જે કોઈ એક માત્ર આયતોના ઇનકાર કરે તો તેણે પુરા કુરઆનનો ઇનકાર કર્યો ગણાશે અને તે ઇસ્લામની હદની બહાર થઇ જશે.

શું આપણી અકલ એ છુટ આપે છે કે આ ખયાનત કરનાર પત્નીઓ ના મામલામાં આપણા ઈમાન અને આખેરતને વેડફી નાખીએ?

(૩) ઉમ્મતની સ્ત્રીઓ નાબીઓની પત્નીઓ શ્રેષ્ઠ છે?

ઇલાહી દિનની તારીખે એવી ઘણી સ્ત્રીઓને જોઈ છે કે જે નબીઓની પત્નીઓ ન હતી પણ નાબીઓની પત્નીઓ કરતા પણ શ્રેષ્ઠ હતી આવી સ્ત્રીઓના ઉદાહરણો માટે ફરીથી કુરઆન તરફ રજુ થઈએ નાબીઓની પત્નીઓની ટીકા કર્યા પછી તરતજ તેના પછીની બે આય્તોમાં અલ્લાહ ફરમાવે છે કે

“અને અલ્લાહ ઈમાન લાવનારાઓ માટે ફીરૌનની પત્નીનો દાખલો વર્ણવે છે કે જ્યારે તેણીએ કહ્યું “મારા પાલનહાર! મારા માટે જન્નતમાં મકાન બાંધી દે અને મને ફીરૌન અને તેના કાર્યથી બચાવ અને મને ઝાલીમોથી બચાવ”

“અને મરયમ ઇમરાનની પુત્રી કે જેનીએ પોતાની પાક દામની નું રક્ષણ કર્યું અને તેણી પર અમારી સ્ફૂરણા કરી અને તેણીએ તેના ખુદના શબ્દોમાં હકનો સ્વીકાર કર્યો અને તેની કિતાબોનો અને તેણી આજ્ઞાકારીઓ માંથી હતી”

(સુ.તહરીમ ૧૧-૧૨)

હ.આસીયા બીન્તે મુઝાહીમ નબીના પત્ની ન હતા ઉલટાનું તેણી અત્યાચારી અને ઝાલીમ ફિરઓન કે જેણે ખુદાઈનો દાવો કર્યો હશે તેની પત્ની હતા તેણી પોતાના સદકાર્યોના લીધે અલ્લાહની નજીક ઉચ્ચ મરતબો ધરાવતા હતા.

હ.મરયમ બીન્તે ઇમરાન પણ નબીના પત્ની ન હતા તેમના સુચારિત્ર્ય અને ખુદાથી નઝદીકી વિષે કશું કહેવાની જરૂર નથી

આ બન્ને સ્ત્રીઓ હ.ખદીજા અને જ.ઝહેરા સ.અ. દુખ્તરે રસુલ સ.અ.વ ની સાથે દુનિયાની ચાર ચુંટાએલી ઔરતોમાંથી છે.જ.ખદીજા સ.અ. સિવાય તેમાંથી કોઈપણ નબીની પત્નીઓ માંથી નથી

અગર આપણે દિનના પ્રતિકને ઓળખવા માંગતા હોઈએ તો આ ચાર ઔર્તોથી વધારે બીજા તરફ જોવાની જરૂર નથી

(૪) કુરઆન કેવીરીતે હ.રસુલે ખુદા સ.અ.વ ની પત્નીઓને આલેખે છે?

ચાલો હ.રસુલે ખુદા સ.અ.વ ની પત્નીઓ બાબત જોઈએ જ્યારેકે ઘણી બધી આયતો છે કે જે આપ સ.અ.વ ની પત્નીઓના વિષે નબળી રજૂઆત કરે છે.આપણે સુ.તેહરીમ માંથી એક ચોક્કસ આયતને ચકાસીશું.

وَإِذْ أَسَرَّ النَّبِيُّ إِلَى بَعْضِ أَزْوَاجِهِ حَدِيثًا فَلَمَّا نَبَّأَتْ بِهِ وَأَظْهَرَهُ اللَّهُ عَلَيْهِ عَرَّفَ بَعْضَهُ وَأَعْرَضَ عَن بَعْضٍ فَلَمَّا نَبَّأَهَا بِهِ قَالَتْ مَنْ أَنبَأَكَ هَذَا قَالَ نَبَّأَنِيَ الْعَلِيمُ الْخَبِيرُ

“જ્યારે નબીએ તેમની એક પત્નીને ભેદની વાત જણાવી જ્યારે તેણીએ(બીજાને) તે જણાવી દીધી તો અલ્લાહે તેઓને …..

(તહરીમ-૩)

અલ્લાહે આપની પત્નીઓના નામ નથી જણાવ્યા ચાલો સ્પષ્ટતા માટે એહલેતસન્નુંનની ભરોસાપાત્ર કિતાબો તરફ રજુ થઈએ,

સહીહ બુખારી ભાગ-૬ કિતાબ-૬૦ હદીસ નં-૪૩૫ માં આ આયત પ્રકાશ ફેકે છે ઇબ્ને અબ્બાસ વર્ણવે છે પૂરું એક વર્ષ મને એ ઈચ્છા હતી કે હું એક આયત(સુ.તહરીમની) વિષે ઉમર ઇબ્ને ખત્તાબને પૂછું હું તેને ખુબજ માન આપતો હોવાથી પૂછી ન શક્યો જ્યારે તે હજ કરવા ગયો તો હું પણ તેની સાથે ગયો પરત ફરતી વેળા જ્યારે હજુ અમો ઘરના રસ્તા પર હતા ઉમર અરકના ઝાડો પાસે કુદરતી હાજત માટે ગયા મેં તેના આવવાની રાહ જોઈ અને પછી અમે આગળ વધ્ય મેં તેને પૂછ્યું:”અય મોંમીનોના સરદાર! નબીની એ બે પત્નીઓ કોણ હતી કે જેણીઓએ આપ સ.અ.વ નાં વિરુદ્ધ એક બીજાની મદદ કરી? તેણે કહ્યું “તે હફ્સહ અને આએશા હતી”ત્યારે મેં કહ્યું : “હું એક વર્ષથી આ પૂછવા માંગતો હતો પરંતુ હું આપના એહ્તેરામના લીધે પૂછી ન શક્યો”

ઉમરે: “મને પૂછવાથી ખચકાઓ નહિ. જો તમોને એમ લાગતું હોય કે મારી પાસે (ચોક્કસ બાબતનું) ઇલ્મ છે તો મને પુછો અને જો હું (તે બાબતે કઈ) જાણતો હોઈશ તો તેને કહીશ”

પછી ઉમરે ઉમેર્યું “અલ્લાહની કસમ!ઇસ્લામ પહેલાના જાહેલીય્યતના સમયમા અમો સ્ત્રીઓ બાબતે ધ્યાન નહોતા આપતા ત્યાં સુધીકે અલ્લાહે તેના વિષે જે નાઝીલ કરવા ચાહતો હતો તે નાઝીલ કર્યું

અને જે સોપવા ચાહતો હતો તે સોપ્યું”

“એક વખત હું એક ચોક્કસ બાબત વિષે વિચારી રહ્યો હતો” મારી પત્નીએ કહ્યું

“હું તને ભલામણ કરુછું કે આ મુજબ કર” મેં તેણીને કહ્યું “આ બાબતે તારે શું લેવા દેવા? જે બાબતને હું પરિપૂર્ણ થતી જોવા ચાહું છું તેમાં તું તારું નાક શા માટે ઘુસાડે છે?

તેણીએ જવાબ આપ્યો “અય ખત્તાબના દીકરા! તું કેટલો વિચિત્ર છે! તું તારી સાથે દલીલ કરવામાં ન આવે તેમ ચાહે છે જ્યારે તારી દીકરી હફ્સહ અલ્લહના રસુલ સાથે એટલી દલીલો કરે છે કે તેઓ આખો દિવસ ગુસ્સે રહે છે.

ઉમર આ સાંભળી પોતાની રીદા પહેરી હફસહ પાસે ગયો અને તેણીને કહ્યું “એ મારી દીકરી તું અલ્લાહના રસુલ સાથે એટલી દલીલો કરે છે કે તેઓ આખો દિવસ ગુસ્સે રહે છે?

હફસહ : “અલ્લાહની કસમ! અમે તેમની સાથે દલીલો કરીએ છીએ”

ઉમર: “એ જાણી લે કે હું તને અલ્લહના અઝાબ અને રસુલના ગઝબ્થી ચેતવું છું એ મારી દીકરી એ વ્યક્તિ કે જેને પોતાની ખુબસુરતીના લીધે રસુલના પ્રેમનું ઘમંડ છે તેનાથી(એટલે કે આએશા થી) છેતરતી નહિ”

ઉમરે ઉમેર્યું: “પછી હું ઉમ્મે સલમહ ના ઘરે ગયો તે મારા સગમાથી હતા તેણી સાથે વાત કરી તેણીએ :”અય ખત્તાબના દીકરા! આ તો ઉલટાનું આશ્ચર્યજનક છે કે તું દરેક બાબતમાં દખલગીરી કરે છે તું અલ્લાહના રસુલે અને તેમની પત્નીઓના દરમ્યાન પણ દખલગીરી કરવા ચાહે છે”

અલ્લાહની કસમ! તેણીની વાતે મને એવી અસર કરી કે મને ગુસ્સો આવી ગયો હું તેણીને છોડી (મારા ઘરે આવી) ગયો એ સમયે મારો એક મિત્ર અન્સારમાંથી હશે (જે રસુલે ખુદા સ.અ.વ. પાસેથી) સમાચાર લાવતો,જ્યારે હું ગેરહાજર રહેતો તો હું તેને સમાચાર આપતો એ સમયે અમોને ગસ્સાન કબીલાના રાજાનો ડર હતો. અમે સાંભળ્યું હતું કે તે અમારા ઉપર હુમલો કરવા ચાહે છે તેથી અમારા દિલોમાં ભય છવાઈ ગયો હતો (એક દિવસ) મારા આ અન્સારી મિત્રએ અણધાર્યો મારા ઘરનો દરવાજો ખટખટાવ્યો અને કહ્યું “ખોલો-ખોલો!” મેં કહ્યું : “શું ગસ્સાનનો રાજા આવી ગયો છે? તેણે કહ્યું “નહિ” પરંતુ ઘણું ખરાબ થયું છે અલ્લાહના રસુલે પોતાની જાતને તેમની પત્નીઓથી દુર કરી દીધી છે” મેં કહ્યું : આએશા અને હફસહ નું નાક માટીથી ભલે ખરડાય ચર્ચાથી બંધબેસતો છે)(સહીહ બુખારી ભાગ-૬ કિતાબ ૬૦,હદીસ-૪૩૫)

અગર બે પત્નીઓની ઓળખ વિષે કોઈ શંકા હોય તો તે સહીહ બુખારીના એહવાલ અને એહલે તસન્નુંનની વિવિધ કિતાબોના એહવાલથીસ્પષ્ટ થઇ જાય છે.

સુ.તેહરીમની ૩જી આયતને સહીહ બુખારીની ખબરથી જોડતા:-

૧. બે પત્નીઓકે જેણીઓએ આપ સ.અ.વ ની સાથે ખયાનત કરી હતી,તે આએશા અને હફસહ હતી.જેને અમુક મુસલમાનો ઉમ્મુલ મોઅમેનીન માને છે.

૨.કુરઆનની બીજી આયતો અને સુન્નતને ચકાસતા એ સ્પષ્ટ થઇ જાય છે કે આ પહેલીવાર ન હતું બન્યું કે તેણીઓએ ખયાનત કરેલ.

૩.હ.રસુલેખુદા સ.અ.વ ને પુછ્યુંકે “અમારી ખયાનત વિષે તમોને કોણે જણાવ્યું? તે એ વાતની સાબિતી છે કે તેણીઓ તેમને અલ્લાહના રસુલ સ.અ.વ તરીકે નહોતીમાનતી નહીતર તેણીઓ આવો પ્રશ્ન ન કરતે. આ એવું છે કે એક મુસલમાન હ.રસુલેખુદા સ.અ.વ પૂછે કે તમારા ઉપર કુરઆન કોણે નાઝીલ કર્યું?

૪. આએશા અને હફસહ આપ સ.અ.વ ને એટલો ગુસ્સો દેવડાવતી હતી કે આપ સ.અ.વ એક આખો દિવસ તેણીઓ સાથે વાત ન કરતા તમામ મુસલમાનો આ બાબતે સંમત છે કે જે કોઈ રસુલેખુદા સ.અ.વ ને ગુસ્સે કરે તો તેણે અલ્લાહને ગુસ્સે કર્યો અને જે અલ્લાહને ગુસ્સે કરે તે જહન્નમની આગમાં હશે.

૫.બીજી બાબતોમાંથી એ કે હફસહ જ્યારે આપ સ.અ.વ.ની બીજી પત્નીઓને સમય આપતા (જેમકે જ.મારીયાહ ને ) ત્યારે ગુસ્સો કરતી અને ઈર્ષા કરતી અને આએશા પણ આમ કરતી જે રીતે ઉમરે મુદ્દો ઉપસ્થિત કર્યો તે મુજબ

૬.પત્નીઓમાંથી બધી સારી ન હતી અને તેમાં ખુબજ ઈર્ષા હતી

૭.આએશા અને હફસહથી અત્યંત નિરાશ થઈને આપ સ.અ.વ આપ સ.અ.વ પત્નીઓથી દુર થઇ જતા

૮.આએશા અને હફસહ જીદ અને અક્ષમ્ય વહેવાર કે જે રસુલે ખુદા સ.અ.વ સાથે કરતી હતી તેના લીધે તેણીઓ ઉપર ઉમર લાનત કરતો

૯.ઉમર બિન જરૂરી રીતે પત્નીઓના મામલામાં દખલગીરી કરતો અને જે રીતે જ.ઉમ્મે સલમાએ જણાવ્યુ: આ અવહેવાર આવકાર્ય ન હતો અને પત્નીઓ માટે પજવનાર હતો.

(૫) પત્નીઓ આયએ તતહીરના એહલેબૈત માં શામિલ નથી.

આ સંજોગો હેઠળ એ આશ્ચર્યજનક છે કે કેવીરીતે અમુક મુસલમાનો દાવો કરે છે કે આપ સ.અ.વ.ની પત્નીઓ આયએ તતહીરની પાક હસ્તીઓ છે.(સુ.અહઝાબ આ-૩૩)

અગર આ મુસલમાનો પત્નીઓને પાક હસ્તીઓ ગણે છે તો તેઓ માની રહ્યા છે કે કુરઆનમાં વિરોધાભાસ છે કારણકે કુરાનમાં અલ્લાહ એક જગ્યાએ નબીની પત્નીઓની ટીકા કરે છે સુ.તહરીમ -૩ જ્યારેકે બીજી આયતમાં તેઓની માન્યતા મુજબ તેણીઓને દરેક નજાસત અને ગુનાહ થી પાક જાહેર કરે છે” (સુ.અહઝાબ-૩૬)

કુરઆન એ સ્પષ્ટ જણાવી દીધુકે તેમાં કોઈ પણ પ્રકારનો વિરોધાભાસ નથી (સુ.નીસા-૮૨) તેથી આ બેમાંથી એક આયત પત્નીઓના માટે નથી હોઈ શકતી એહલે તસન્નુંનની ભરોસાપાત્ર કિતાબોના અભ્યાસથી એ સ્પષ્ટ થાય છે કે કઈ આયત પત્નીઓ સંબંધિત છે અને કઈ પત્નીઓ સંબંધિત નથી સુ.તહરીમની આયત પત્નીઓ સંબંધિત છે.

સુ.અહઝાબની ૩૩મી આયત પત્નીઓ માટે નથી.બલકે તે આલે મોહમ્મદ સ.અ.વ ના માટે છે અને આ આયતમાં અલગથી વપરાએલ પુરુષવાચક સર્વનામો આ હકીકત તરફ નિર્દેશ કરે છે. અગર આયત પત્નીઓ માટે હોત તો તેમાં સ્ત્રીવાચક સર્વનામોનો ઉલ્લેખ થયો હોત જે રીતે આયએ તતહીરની આગળની અને પાછળની આયતોમાં થયો છે.

(૬) શું હ.અલી ઇબ્ને અબી તાલિબ અ.સ વિરુદ્ધ જંગ કરવી ઇસ્લામનું પ્રતિક છે?

અગર આપણે પત્નીઓની બધીજ ખામીઓ પર ધ્યાન ન આપીએ અને મુસલમાનો પત્નીઓના તરફેણમાં જે દલીલો લાવે છે તેને કબુલ પણ કરી લઈએ તેમ છતાં એક એવો ગુનાહ છે કે જેના માટે કોઈ બહાનું સ્વીકાર્ય નથી અમે એ ઘોર અપરાધ તરફ નિર્દેશ કરી રહ્યા છીએ એટલેકે હ.અલી ઇબ્ને અબી તાલિબ અ.સ ની વિરુદ્ધ જંગે જમલ માં જવું એ છે

હ.અલી અ.સ હ.રસુલેખુદા સ.અ.વ ના વસી અને એકમાત્ર ભાઈ છે.પત્નીઓને અને અસ્હાબને એક પછી એક ચેતવણી આપવામાં આવી હતી કે હ.અલી અ.સ નું માન અને એહ્તેરામ જાળવે અને તેમની પજવણી ન કરે.

પરંતુ અસહાબ અને પત્નીઓએ આપ સ.અ.વ.ની ચેતવણીની અવગણના કરી અનેતે સમયના ખલીફા હ.અલી અ.સ ની વિરુદ્ધ એક સંપૂર્ણ જંગ કરી આ ઇસ્લામનું પ્રથમ આતરિક યુધ્ધ હતું કે જેમાં લગભગ ૩૦.૦૦૦ મુસલમાનો માર્યા ગયા. આ કત્લેઆમ માટે કોણ જવાબદાર છે?શું એ કહેવાતી ઉમ્મુલ મોઅમેનીન કે જેણીને રસુલેખુદા સ.અ.વ.ની વફાત પછી ઘરમાંથી નીકળવાની પણ રજા ન હતી,શું તેણી (મુસ્લીમોની માતા) પોતાના ૩૦.૦૦૦ દીકરાઓના કત્લ માટે જવાબદાર છે? બેશક આવી માતા વગરના જ મુસલમાનો સારા!

કુરઆન એક મોઅમીનના કત્લને માફ નથી કરતુ.પુરાવારૂપે આયત: “જે કોઈ એક મોઅમીનને જાણી જોઇને કત્લ કરે તો તેનો અઝાબ જહન્નમ છે.તે તેમાં રહેશે અલ્લાહ તેની સઝા તથા તેની લાનત તેના પર મોકલશે અને તેના માટે અને તેના માટે પીડાદાયક અઝાબ તૈયાર કરશે”(સુ.નીસા-૯૩)

(૭) શું પત્નીઓએ હ.અલી અ.સ પાસે માફી માંગી હતી?

અમુક મુસલમાનો ઉલટાનો તેણી માટે લૂલો બચાવ કરે છે કે આગળ જતા તેણીએ હ.અલી અ.સ થી માફી માંગી લીધી હતી

હકીકતથી વિરુદ્ધ આ વાતનો કોઈ પુરાવો નથી અગર તેણીએ માફી ચાહવી હોય તો માત્ર તે ગુનાહોની માંગી શકે કે જેમાં તેણી પોતાની ઝાત સાથે અન્યાયી રહી હોય.

આ પછી પાછા તમે ફરી ગયા, પણ જો અલ્લાહની કૃપા તથા તેની દયા તમારા ઉપર ન હોત તો તમે ખચીતજ હાનિ ભોગવનારાઓ માંહેના થઈ જતે.

તેણી હ.અલી અ.સ પાસેથી ૩૦.૦૦૦ મુસલમાનોના કત્લની માફી નથી માંગી શકતી કુરઆન અને સુન્નતે જણાવ્યા મુજબ તેણીએ મૃતકોના પરિવારથી માફી માંગવી જોઈએ અને જો માફી ન આપે તો ખું બહાની રકમ ચૂકવવી રકમ ચૂકવવી જોઈએ

શું તેણીએ આવું કોઈ વિરાટ કદમ ઉઠાવ્યું હોય, તેવી સાબિતી છે?

(૮) શું હ.અલી ઇબ્ને અબી તાલિબ અ.સ પયગંબર સ.અ.વ.ની પત્નીઓને માન આપતા?

પછી અમુક મુસલમાનો બચકાના દલીલો રજુ કરે છે કે હ.અલી અ.સ એ માનપૂર્વક તેણીને મદીના સુધી પહોચાડી દીધી. આ હ.અલી અ.સ.તેણીનો એહ્તેરામ કરતા હોવાનો પુરાવો છે.માટે આપણે પણ તેણીને માન આપવું જોઈએ નહીતર નબીની પત્નીઓના મામલે આપણે હ.અલી અ.સ ની અવહેલના કરી ગણાશે.

આ દલીલોનું કોઈ મુલ્ય જ નથી કારણકે હ.અલી અ.સ ફક્ત નબીની પત્નીઓને જ માન આપતા એવું ન હતું આ હ.અલી અ.સ નો સ્વભાવ અને ફીતરત હતી કે તેઓ નબળા અને લાચારલોકો સાથે આવી જ વર્તતા તેઓએ તેમના કાતિલ અબ્દુર્રેહમાન ઇબ્ને મુલ્જીમ સાથે પણ આવું જ વર્તન કર્યું હતું તેની ચુસ્ત રસ્સીઓને ઢીલી કરવા અને તેને પીણું આપવા જણાવેલ આ વર્તન ઇબ્ને મુલ્જીમને ઇસ્લામનું પ્રતિક નથી બનાવતો.

નહ્જુલ બલાગાહના ઘણા ખુત્બાઓ છે કે જેમાં હ.અલી અ.સ એ મુસલમાનોને નબળા અને લાચારના સાથે આ રીતે વર્તવા નસીહત કરી છે.

શું એવી કોઈ હદીસ કે ખુત્બો છે કે જેમાં હ.અલીઅ.સ એ કહ્યું હોય કે જો તે નબીની પત્ની ન હોતે તો મેં તેણીસાથે ખરાબ વર્તન કર્યું હોતે?

આથી પત્ની હોય એ અહી મુદ્દો નથી આ હ.અલી અ.સ નો દાખલારૂપ સ્વભાવ અને સર્વશ્રેષ્ઠ અખલાક છે. હ.અલી અ.સ ને ઇસ્લામના પ્રતિક તરીકે વખાણવાના બદલે આ મુસલમાનો પત્નીઓની પ્રશંસા કરી રહ્યા છે?

અગર કોઈને માન આપવું કે કોઈનાથીમાયાળુ વર્તન કરવું એ તે વાતની નિશાની છે કે તે માણસ સાચો છે અને તેને માન આપવું જોઈએ તો આપણે પત્નીઓને ઇસ્લામના પ્રતિક તરીકે માન આપવાની સાથે ફીરૌનને પણ માં આપવું જોઈએ જ.મુસા અ.સ અને જ.હારુન અ.સ ને ફીરૌન સાથે નરમ વલણ રાખવા હુકમ કરે છે.

فَقُولَا لَهُ قَوْلًا لَّيِّنًا لَّعَلَّهُ يَتَذَكَّرُ أَوْ يَخْشَى

“પછી (તમો બન્ને) તેની સાથે નરમીથી વાત કરો કદાચ તે ડરે”

(સુ.તાહા-૪૪)

આ આયત સ્પષ્ટ દર્શાવે છે કે એહતેરામ કરવો એ નબીઓની રીતભાત માંથી છે જ્યારે તેઓ ઝાલીમો અને અત્યાચારીઓથી નરમીથી વર્તે છે.તો તેમનો હેતુ તેઓની સુધારણા કરવી હોય છે,નહિ કે ઝાલીમનો એહ્તેરામ કરવો

હ.અલી અ.સ હ.રસુલેખુદા સ.અ.વ ની જેવી રીતભાત ધરાવતા હતા તેથી તેમણે જમલના ગુનેહગારો સાથે નરમીથી વર્તન કર્યું કે કદાચ તેઓ સમજે અને ડરે.

(૯) હ.અલી અ.સની મોહબ્બત ઈમાન અને નીફાકની કસોટી છે.

તમામ મુસલમાનો સંમત છે કે હ.અલી અ.સ ની મોહબ્બત ઈમાનની નિશાની છે અને તેમનાથી બુગ્ઝ નીફાકની નિશાની છે.મુસલમાનો આ રીતે મુનાફીકોને ઓળખતા.

અગર મુનાફિક હોવા અને હ.અલી અ.સ થી લડવું એ ઇસ્લામનું પ્રતિક હોય તો નીફાક અને મુરતદ થવાનું પ્રતિક શું છે? અગર અલ્લાહની અને તેના રસુલ સ.અ.વ અને ઈમામની નાફરમાની કોઈને જન્નતમાં લઇ જાય છે તો મુરતદ થવું અને બેવફા થવું એ શું છે? જહન્નમમાં કોણ જશે?

અગર હ.અલી અ.સ વિરુદ્ધ જંગ કરવાથી કોઈને હંમેશા માટે ઇસ્લામના પ્રતિક ગણવામાં આવતા હોય તો પછી આપણે શા માટે બીજા લોકોને નથી ગણતા કે જે હ.અલી અ.સની વિરુદ્ધ લડ્યા.જેમકે મુઆવિયા અને ઇબ્ને મુલ્જીમ કે જેઓ અનુક્રમે સીફ્ફીન અને નહેરવાનમાં લડ્યા હતા. પત્નીઓની જેમ આ બંને પણ હ.અલી અ.સ વિરુદ્ધ લડવાના લીધે ઇસ્લામના પ્રતિક તરીકે લાયકાત ધરાવે છે.

(૧૦) શું આવી સ્ત્રીઓ પ્રતિક હોઈ શકે?

કુરઆન અને સુન્નતના આવા સ્પષ્ટ પુરાવા પછી કેવીરીતે એક ડાહ્યો માણસ આવી પત્નીઓને ઇસ્લામનું પ્રતિક હોવાનો દાવો કરી શકે? એક સાધારણ મુસલમાન પણ એવી પત્ની નથી ઈચ્છતો કે જે તેને તકલીફ આપે અને ગુસ્સે કરે. તો પછી આપણી ઇલાહી પયગંબર સ.અ.વ માટે આવી ચીઝ કઈરીતે કલ્પી શકીએ? જ્યારેકે તેણીઓ પત્નીઓ થવા માટે પણ લાયક ન હતી તો દિનના પ્રતિક કેવીરીતે બનીશકે? દિનનું પ્રતિક ઉદાહરણીય અને અનુકરણીય હોવું જોઈએ આપણે દરેક રસુલેખુદા સ.અ.વ,હ.અલી અ.સ,જ.ફાતેમા સ.અ.વ,અને તેમના માસુમ ફરઝંદો જેવા બનવા માંગીએ છીએ કારણકે તેઓ દિનનું પ્રતિક બનવા માટે યોગ્ય છે.ઉલટાનું તેઓ જ મુજસ્સમ દિન છે.

શું આપણે નબીની પત્નીઓ માટે આમ કહી શકીએ? શું તેઓ અનુકરણ કરવા માટે યોગ્ય છે? શું આપણે ચાહિએ છીએ કે આપણી જ.લુત અને જ.નૂહ અને હ.રસુલેખુદા સ.અ.વ ની બે પત્નીઓ જેવી હોય? ફક્ત રાજકીય લક્ષ્ય અને અમુક લોકોની ખુશનુદી મેળવવા માટે દિનને એટલી હદે બદલી નાખવામાં આવ્યો કે અયોગ્ય વ્યક્તિઓને દિનના પ્રતિક બનાવી દેવાયા અને દીનના ખરા પ્રતીકને એકબાજુ મૂકી દેવાયા

(૧૧) રસુલે ખુદા સ.અ.વ એ પત્નીઓ વિષે કાળજી નહોતી લીધી.

હ.રસુલેખુદા સ.અ.વ ને ખુદ અલ્લાહે પત્નીઓ માટે વ્યર્થ તકલીફ ન ઉઠાવવા અને તેણીઓને ખુશનુદી માટે પ્રયત્ન ન કરવા જણાવેલ

يَا أَيُّهَا النَّبِيُّ لِمَ تُحَرِّمُ مَا أَحَلَّ اللَّهُ لَكَ تَبْتَغِي مَرْضَاتَ أَزْوَاجِكَ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ

“અય નબી અલ્લાહ એ તમારા માટે જે હલાલ કર્યું છે તેને શા માટે હરામ કરો છો ? તમે તમારી પત્નીઓની ખુશી પ્રાપ્ત કરવા ચાહો છો અલ્લાહ મોટો માફ કરનાર અને દયા કરનાર છે”

સુ.તહરીમ આ-૧

“જ્યારે આપ સ.અ.વને પત્નીઓની ખુશનુદી નથી જોઈતી તો પછી શા માટે આપણે મુસ્લિમો મંજુરીને નામંજૂરીમાં ફેરવી રહ્યા છીએ અને તેનાથી ઉલટું કરી રહ્યા છીએ? ફક્ત પત્નીઓ માટે?

જે લોકો નબીઓની પત્નીઓના વિષે ભ્રમિત થએલા છે તેમના માટે અલ્લાહની કિતાબ પુરતી છે.નઉઝોબીલ્લાહ આ મુસલમાનો ખુદ રસુલેખુદાને આ બાબતે બેદરકાર દાખવી રહ્યા છે કારણકે એ રીતે તેઓ દર્શાવી રહ્યા છે કે તેઓ આપ સ.અ.વ ના કરતા પણ વધારે દિન અને દિનના પ્રતીકો વિષે જાણે છે.જ્યારેકે ખુદ રસુલે ખુદા સ.અ.વ એ પણ પત્નીઓની કાળજી નથી લીધી.

Be the first to comment

Leave a Reply