શું અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબીતાલીબ (અ.સ.) એ ખીલાફત ના દાવેદાર ની પાછળ નમાઝ પડી છે ?

વાંચવાનો સમય: 3 મિનિટ

અમુક મુસલમાન અબુબક્રના ખીલાફતના દાવાને સાબીત કરવા કહે છે કે અલી ઇબ્ને અબુતાલીબ (અ.સ.) તેને માન આપતા હતા અને આપ(અ.સ.) તેની પાછળ જમાત નમાઝ પડવા રાજી હતા આ વાત તેને દર્શાવે છે. તેઓ દાવો કરે છે કે આ બાબત અબુબક્રની અફ્ઝલીયત ને સાબીત કરે છે બલકે અલી (અ.સ.) એ તેની અને બીજા ખલીફાઓની પાછળ જમાત નમાઝ પડીને તેઓની અફ્ઝલીયત ને કબુલ કરી લીઘી હતી.

જવાબ :

આ અને આના જેવી બીજી નિરર્થક વાતોને સાબીત કરતા કોઇ ઠોસ પુરાવા મળતા નથી. કોઈ પણ ફીરકાની કીતાબમાં એવો દાવો કરવામાં નથી આવ્યો કે અલી ઇબ્ને અબુતાલીબ (અ.સ.)એ ખલીફાઓની પાછળ તેમના અનુયાયી તરીકે નમાઝ પઢી હોય. ”સેહાહ એ સીત્તા” (કેહવાતી કુરઆનની બહેન)  જેમને તેઓ કુર્આન પછીની ભરોસાપાત્ર છ (૬) કીતાબ માને છે તે પણ આ બાબતને સાબીત કરતી ઘટનાનુ ઉદાહરણ આપવામાં નિષ્ફળ જાય છે.

અન્ય જુઠ અને આરોપોની જેમ આ વાત પણ એટલે ઘડી કાઢવામાં આવી જેથી કરીને “અલી ઇબ્ને અબુતાલીબ (અ.સ.) સર્વોચ્ચ સત્તાધિકારી છે.” જેવા મુખ્ય વિષયની ચર્ચા પરથી લોકોનુ ધ્યાન હટી જાય. અને જેઓએ તેમની સત્તાને પડકારે છે તેઓ આવા હાસ્યાસ્પદ દાવાઓ રજુ કરે છે.

૧, અલી ઈબ્ને ઈસ્માઈલ ઈબ્ને મીસમ અલ તમ્માર (અ.ર.) નો જવાબ

મહાન શિઆ ધર્મગુરુ અને વિદ્વાન શેખ મુફીદ (અ.ર.) એ એક બનાવ નોંધ્યો છે. તેઓ લખે છે :

જ્યારે અલી ઈબ્ને ઈસ્માઈલ ઈબ્ને મીસમ અલ તમ્માર (અ.ર.)ને પુછવામાં આવ્યુ કે શું અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબુતાલીબ (અ.સ.) એ ખલીફાઓ પાછળ નમાઝ પડી હતી ?

ઈબ્ને તમ્માર (અ.ર.)એ જવાબ આપ્યો : આપ (અ.સ.) એ સમુહની વચ્ચે એવી રીતે નમાઝ પડી જાણે ખલીફા મસ્જીદનો એક થાંભલો હોય. (પેશ ઈમામની અવગણના કરીને ફુરાદા નમાઝ પડી).

(રેફ. – અલ-ફુસૂલ અલ-મુખતારહ, પા. ૬૯)

૨. જંગે ખૈબરમાં અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબુતાલીબ (અ.સ.)ની ખલીફાઓ પર શ્રેષ્ઠતા

એ વાતની કોઈ સાબીતી નથી કે અલી ઇબ્ને અબુતાલીબ (અ.સ.)એ ખલીફાઓ પાછળ નમાઝ પડી હતી પરંતુ એવા ઘણા બધા એહવાલો છે જે સાબીત કરે છે કે લડાઈમાં ખલીફાઓએ તેમની આગેવાની (ઈમામત) સ્વીકારવી પડી હતી. “જંગે ખૈબર” આમાંનુ એક ઉદાહરણ છે કે જેમાં ખલીફાઓની યહુદીઓના હાથે અપમાનીત અને પરાજીત થયા ત્યાર બાદ અલી (અ.સ.)ને ઈસ્લામનો પરચમ સોંપવામાં આવ્યો જેમણે મુસલમાનોને આખરે ખૈબરની જંગમા જીત અપાવી.

”સેહાહ એ સીત્તા” માંની દરેક કીતાબમાં જંગે ખૈબરમાં ખlલીફાઓની નાલેશી અને શરમજનક હાર તથા અંતમાં અલી (અ.સ.)ની જીતનું વર્ણન જોવા મળે છે. જોકે નિસાઈએ આ વાતને તેની “સોનન” માં નથી લખી પણ તેની બીજી કીતાબ “ખસાઈસ”માં લખેલ છે.

જંગમાં ઈમામત(નેત્રુત્વ) જમાત નમાઝમાં ઈમામતની જેમજ છે, જેવી રીતે સમગ્ર ઉમ્મતની ઈમામત(આગેવાની). જ્યારે અબુબક્ર લડાઈમાં અલી(અ.સ.)નો ઇમામ ન બની શકતો હોય તો પછી જમાત નમાઝમાં અબુબક્ર ઇમામ બને અને અલી(અ.સ.) તેની પાછળ નમાઝ પડે તેવુ બનવાનો સવાલ જ ઉભો થતો નથી. જ્યારે અબુબક્રે ખલીફાનો દાવો કર્યો ત્યારે તેની સામે ૧૮ વર્ષના ઓસામા બીન ઝયદે આજ દલીલ કરી હતી.

ઓસામાએ અબુબક્ર ને યાદ અપાવી કે : “તુ સારી રીતે જાણે છે કે રસુલેખુદા(સ.અ.વ.)એ તને અને ઉમરને હુકમ આપ્યો હતો કે મારી આગેવાની(ઈમામત)ની નીચે જંગ કરવા લશ્કરમાં જોડાય. અને રસુલેખુદા(સ.અ.વ.)નો હુકમ અને અભીપ્રાય તારી જાત માટેના તારા અભીપ્રાય કરતા વધારે સારો અને વધુ યોગ્ય છે. તારી હકીકત રસુલેખુદા(સ.અ.વ.)થી છુપી ન હતી જેમણે મને તારો ઈમામ બનાવ્યો હતો, તને મારો સરદાર ન હતો બનાવ્યો, તેથી રસુલેખુદા(સ.અ.વ.)નો હુકમ ન માનવો (વીરોધ કરવો) એ મુનાફીકપણુ અને ધોખેબાજી(દગો) છે. …”

  • અલ-મજમા અલ-રાઈક : સૈયદ હેબાહુદ્દીન પ્ર. ૫/ પા.૧૦૪-૧૦૭
  • ઓયુન અલ-બલાગહ ફી ઉન્સ અલ હાઝીર વ નક્લહ અલ મુસાફીર – શેખ અબ્બાસ કુમ્મી(અ.ર.)

“સહીહ મુસ્લીમ” ના એહવાલ ને અહી દર્શાવી રહ્યા છીએ જે આ બાબતને લાગુ પડે છે:

પવીત્ર નબી (સ.અ.વ.)એ જણાવ્યુ : …ઈસા ઈબ્ને મરયમ (અ.સ.) પછી નીચે આવશે અને તેમના(મુસ્લીમોના) ઈમામ તેમને આગળ આવવા અને નમાઝ પડાવવા આમંત્રણ અપશે પણ તેઓ (અ.સ.) કેહશે : ના, તમારામાંથી અમુક બીજાના ઈમામ છે. આ એક ફઝીલત છે જે અલ્લાહ તરફથી આ ઉમ્મતના માટે છે.

  • સહીહ મુસ્લીમ – કીતાબુલ ઈમાન – કી. ૧ / હદીસ ૩૦૨,૨૯૩.

આ એહવાલ સ્પષ્ટ રીતે બતાવે છે કે લશ્કરનો ઈમામ વધારે હક ધરાવે છે ઈમામતનો તેના સૈનીકો કરતા. આથી કારણકે અબુબક્ર હંમેશા અલી (અ.સ.)ની સરદારી (ઈમામત) નીચે રહ્યો છે તો પછી તે કેવી રીતે નમાઝમાં ઈમામ બની શકે છે જે નમાઝમાં અલી(અ.સ.) શામીલ હોય ? બલ્કે અલી(અ.સ.) વધારે હકદાર છે નમાઝમાં ઈમામતના અને અબુબક્ર અને બીજા ખલીફા તેની પાછળ નમાઝ પઢે, કારણ કે તેઓ હંમેશા અલી(અ.સ.)ની સરદારી નીચે રહ્યા છે અને તેનાથી ઉલ્ટુ ક્યારેય નથી થયું.

૩. અલી (અ.સ.) અંબિયાની આગેવાની કરે એ વધારે લાયક છે તો પછી અબુબક્ર અલી(અ.સ.)ની આગેવાની કરે તે કેવી રીતે શક્ય છે?

જ્યારે જમાત નમાઝની ઈમામતની વાત આવે છે તો ઈમામ મહદી (અ.ત.ફ.સ.)ની બરોબરીમાં કોઈ નથી આવી શક્તુ, કે જેઓ ઝુહુર પછી નમાઝમાં ઈસા પયગમ્બર (અ.સ.) ની ઈમામત કરશે. અંતિમવાદી (વીરોધીઓ) કે જેઓ  ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ની એકાદ ફઝીલતનો પણ સ્વીકાર કરવામાં ધ્રુણા અનુભવે છે તેઓ પણ કબુલ કરે છે કે ઈસા પયગમ્બર (અ.સ.)  ઈમામ મહદી (અ.ત.ફ.સ.) ની પાછળ નમાઝ પડશે.

  • સહીહ મુસ્લીમ, ભાગ ૨ / પા. ૧૯૩
  • મુસ્નદે એહમદ ઈબ્ને હમ્બલ, ભાગ – ૩
  • અસ્સવાએકુલમોહર્રેકાહ, વી. ૧, પ્ર. ૧૧, પા. ૨૫૪
  • નુઝુલ-ઓ-ઈસા ઈબ્ને મરયમ (અ.સ.), પા. ૫૭, લે. જલાલુદ્દીન સુયુતી
  • ફરાએદુસ્સીમ્તૈન, પા. ૪૩

ઈમામ મહદી (અ.ત.ફ.સ.) કે જેઓ નમાઝમાં ઈસા પયગમ્બર (અ.સ.)ની ઈમામત કરશે, અલી ઇબ્ને અબીતાલીબ (અ.સ.)ના પુત્ર (વંશજ) છે. શિઆ અને સુન્ની બન્ને ફીરકાના વિદ્વાનો સહમત છે કે અલી(અ.સ.) ઈમામ મહદી(અ.સ.)ના પીતા (પરદાદા) છે અને તેમના કરતા અફઝલ છે. બલ્કે અલી (અ.સ.) નફસે રસુલુલ્લાહ(સ.અ.વ.) છે. જ્યારે અલી (અ.સ.)ના પૂત્ર એ છે જે નમાઝમાં ઈસા (અ.સ.)ની ઈમામત કરી શકતા હોય તો, અલી (અ.સ.) આ કાર્ય માટે વધારે યોગ્ય છે. જ્યારે અલી(અ.સ.)નો એ દરજ્જો છે કે તેઓ નમાઝમાં ઈલાહી પયગમ્બરો (અ.સ.)ની ઈમામત કરી શકે છે તો અલી (અ.સ.)નો તેમનાથી નીચેના દરજ્જાના લોકો પાછળ નમાઝ પઢવાનો સવાલ જ નથી આવતો !

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*