કબ્રો ઉપર મસ્જીદ બાંધવી – ઇતિહાસનો ચુકાદો

વાંચવાનો સમય: 5 મિનિટ

આ વિષય પર કુરઆન અને ભરોસાપાત્ર સુન્નતના એવા પુરાવાઓકે જેનું ખંડન ન થઇ શકે આવા પુરાવાની મૌજુદગીમાં કબ્રો ઉપર મસ્જીદ બાંધવી અથવા ગુંબજો બનાવવાની ચર્ચા સંપૂર્ણ થઇ ચુકી છે. અને આ બે મહત્વના સ્તંભો એ જે સ્પષ્ટતા પૂરી પાડે છે. ત્યારબાદ વધારે પુરાવા ઉમેરી ન શકાય એમ છતાં જેવીરીતે શંકાખોરો ટેવાએલા કે તેઓ આ વિષય નિર્ણયાત્મક રીતે પૂર્ણ થયા બાદ પણ વધારે પુરાવા માંગી રહ્યા છે.

તેથી વધારે ભરોસો આપવા માટે કે કબ્રો ઉપર મસ્જીદો અને ગુંબજો બાંધવા એ સ્થાપિત કરાએલ સુન્નત છે.અમો ઇસ્લામ પહેલા અને ઇસ્લામ આવ્યા પછીના ઇતિહાસથી પુરાવાઓ રજુ કરીએ છીએ.

  • કબ્રો ઉપર મસ્જીદો બાંધવા સબંધે ઇસ્લામ પહેલાના પુરાવાઓ:-

નીચે આપેલ સૂચી માત્ર નીર્દેશાત્મક છે જેને સંપૂર્ણ ન ગણવી

૧. નબી દાઉદ અ.સ, કુદસ ઈઝરાયલમાં

૨. નબી ઈબ્રાહીમ અ.સ હિબ્રન ઈઝરાઈલમાં

૩. નબી ઇસહાંક અ.સ હિબ્રનમાં

૪. નબી યાકુબ અ.સ હિબ્રનમાં

૫. નબી યુસુફ અ.સ હિબ્રનમાં

આ તમામ કબ્રો પથ્થરોના ઉન્નત કરાએલ બાંધકામમાં હતા અને કુદ્સમાં ઇસ્લામ ફેલાયા પછી પણ આજ સ્થિતિમાં બાકી રહી હતી (કશ્ફુલ ઈરતેયાહ પા-૩૦૬)

ઇબ્ને તૈમીયા પણ ઉમેરે છે કે નબી ઈબ્રાહીમ અ.સ.ની કબ્ર પરનું બાંધકામ હેબ્રોનમાં ઇસ્લામ પહોચ્યા પછી પણ અસ્તિત્વમાં હતું અને સહાબીઓની હાજરીમાં હતું જેમાંથી કોઈએ પણ વાંધો નહોતો ઉઠાવ્યો ફક્ત જ.ઈબ્રાહીમ અ.સના મક્બરાનો દરવાજો ૪૦૦ હી. સુધી બંધ રહ્યો હતો.

(મજમઉલ ફતાવા.લે.ઇબ્ને તૈમીયા ભાગ-૨૭ પા-૧૪૧)

અગર આપણે શંકાખોરોની દલીલોને સવીકારીએ કે બની ઇસરાઇલ દ્વારા કબ્રો ઉપર મસ્જિદોનું બાંધકામ ગુમરાહી હતું અને મુસલમાનોએ તેને જમીનથી સમથળ કરવી જોઈએ.તો પછી એ કોણ સ્પષ્ટ કરશે કે મુસલમાનોના બીજા ખલીફા ઉમર ઇબ્ને ખત્તાબે કુદસ (હાલનું ઈઝરાઈલ) ની જીત પછી પહેલાના અંબીયા અ.સની કબ્રો ઉપરનાં બાંધકામને યથા સ્થિતિમાં છોડી દેવાનું શા માટે પસંદ કર્યું?

શું ઉમર તૌહીદ અને શિર્ક સંબંધે જાહિલ હતા? બીજા આદરને પાત્ર સહાબા માટે શું? તેઓ એ કબ્રોને જમીન દોસ્ત કરવા માટે પગલા કેમ ન લીધા? શું તેઓ શીર્કથી આટલા બધા જાહિલ હતા? અથવા તેઓ શીર્કના ગુનાહ પ્રત્યે ગંભીર ન હતા? શું રસુલેખુદા સ.અ.વ નાં આદરણીય સહાબા કરતા ઇબ્ને અબ્દુલ વહ્હાબ અને તેની પત્ની શિર્ક અને તૌહીદ બાબતે વધુ જાણતી હતી?શું ખુદ ઇબ્ને તૈમીયા કે જેણે નોંધ્યું છે કે કુદ્સમાં સહાબાની હાજરીમાં કબ્રો ઉપરનું બાંધકામ મૌજુદ હતું તે પણ તૌહીદ અને શિર્ક ને નહોતો જાણતો?

હાસ્યાસ્પદ રીતે ઇબ્ને તૈમીયાએ કદીપણ કબ્રો પર મસ્જિદના બાંધકામની નિશ્ચિતપણે મનાઈ નથી કરી ફક્ત શંકાખોરો એ આ મનાઈને તેનાથી જોડી દીધી છે જેવીરીતે તેઓ પોતાના ગુમરાહીભર્યા ફરમાનો અને કાર્યો જેમકે જન્નતુલ બકીની કબ્રોને ધવ્સંત કરવું વી.ને નેક પૂર્વજો (સલફે સાલેહ) થી નિસ્બત આપે છે.

વધુ હાસ્યાસ્પદ એ છે કે ફક્ત ઇબ્ને તૈમીયાની કબ્ર દમાંસ્કસના કબ્રસ્તાનમાં મૌજુદ છે.તેની કબ્ર સિવાયની બાકીની કબરોને હોસ્પિટલ બનાવવા માટે ધવસ્ત કરી દેવાઈ છે ન તો તેના કોઈ અનુયાયીએ કે ન તો સલફે સાલેહના કહેવાતા કોઈ અનુયાયીઓએ તેની કબરને જમીન સાથે સમથળ કરવામાં કોઈ ઉત્સાહ નથી દાખવ્યો. હાં, તેઓએ નબી સ.અ.વ ની દુખ્તર જ.ફાતેમા તેમના નવાસા ઈમામ હસન બીન અલી અ.સ અને ઈમામ અલી બિન હુસૈન અ.સ ઈમામ મોહમ્મદ બિન અલી અ.સ અને ઈમામ જાફર બિન મોહમ્મદ અ.સ ની જન્નતુલ બકી માં આવેલ કબરોને સમથળ કરવા માટે ભારે ઉત્સાહ દેખાડ્યો છે.

એ સ્પષ્ટ નથી કે કબ્રોનાં બાંધકામનો વિરોધ ફક્ત (મદીનામાં) જન્નતુલ બકી અને (મક્કામાં) જન્નતુલ મોઅલ્લાથી જ સંબંધિત છે કે આ વિરોધમાં મસ્જીદે નબ્વીમાં બંને ખલીફાની કબ્રો સુન્ની ફીકહના ઈમામોની કબ્રો (ઈમામ માલિકની કબ્ર જન્ન્તુલ બકીઅમાં સમથળ કરાઈ છે) સીહાહે સીત્તહના સંકલન કર્તાઓ દા.ત ઈમામ બુખારી ઈમામ મુસ્લીમ અને સલફી વિચારધારાના આગેવાનો જેમકે ઇબ્ને તૈમીયાની કબ્રો પણ શામેલ છે?

  • કબ્રો ઉપર ઉચ્ચ બાંધકામ શરૂઆતથી જ અસ્તિત્વ ધરાવે છે.
  • અમુક શંકાખોરો કબરોના બાંધકામની શરૂઆત પર લાંછન લગાવવા પ્રયાસ કરે છે તેઓ દાવો કરે છે કે બાંધકામની શરૂઆત ૫મી સદી હિજરીથી થઇ આ રીતે તેઓ શરૂઆતની મુસ્લીમ પેઢીઓને કબરોના બાંધકામથી નિર્દોષ ઠેરવવા ચાહે છે.

 

પ્રથમ ઇસ્લામી યુગમાં કબરોની બાંધકામની શરૂઆતના મુદ્દાને વિકૃત કરીને તેઓ ઈઝરાઈલી અંબિયાના સમયમાં કબરોના બાંધકામના રિવાજને ઢાંકી નથી શકતા કે જેના બાબતે કુદસની જીત પછી સહાબા જેમકે ઉમર અને ઉસ્માન ચુપ અનુમતિ આપતા અને સંમતી આપનાર પ્રેક્ષક રહ્યા હતા

બીજું કબરોના બાંધકામના ઇસ્લામની શરૂઆતના સમયના પુરાવાઓ તેમના સમયરેખાની અનુગામી સદીઓ પર ઢોળી દેવાના એજેન્ડાને ખુલ્લો પાડી દે છે.

અમો અમુક દાખલાઓની યાદી આપીએ છીએ જેથી અમારો મુદ્દો પુરવાર થાય કે કબ્રોનું બાંધકામ ઇસ્લામ જેટલુજ પ્રાચીન છે.

૧. હઝરત રસુલે ખુદા સ.અ.વ ની ઓરડી પરના બાંધકામનું અસ્તિત્વ કે જેની અંદર આપ  દફન થએલ છે.(અખબારુલ મદીના ભા-૧ પા-૮૧)

હ.રસુલેખુદા ની એ ઓરડી કે જેમાં આપ દફન છે તેમાં શરૂઆતમાં દીવાલો ન હતી ઉમર ઇબ્ને ખત્તાબ એ પહેલી વ્યક્તિ હતી કે જેણે તેની આજુબાજુ દીવાલો ચણાવી અને તેને બાંધકામનું સ્વરૂપ આપ્યું (વફાઉલ વફા બે ઇખ્તેયારીલ મુસ્તુફા ભાગ-૨ પા-૫૨૧)

વાસ્તવમાં આપ સ.અ.વ.ની કબરની આસપાસ દીવાલોનું ફરી બાંધકામ એ સતત શરુ રહેલ કાર્ય હતું. જેમાં આએશા અબ્દુલ્લાહ બિન ઝુબૈર (તેના મદીનામાં થોડા રાજ્યકાળ દરમ્યાન) મુતવક્કીલ વિગેરેના પ્રયત્નો હતા

૨.જ.હમ્ઝાની કબ્ર પર મસ્જીદ બનાવવી (હવાલો ઉપર મુજબ)

૩.રસુલેખુદા સ.અ.વ ના ફરઝંદ ઈબ્રાહિમની કબ્ર મોહમ્મદ બિન અલી બિન ઝૈદના ઘરમાં (હવાલો ઉપર મુજબ)

૪.હિજરી સન ૩૭૨ માં હ.અલી અ.સની કબ્ર પર બાંધકામ કરવું (સેરો આલમે નોબલા ભાગ-૧ પા-૨૫૧)

૫. હી.૩૮૬ માં ઝુબૈરની કબ્ર પર બાંધકામ (અલ મુન્નઝીબ ભાગ-૧૪ પ-૩૭૭)

૬.૨જી સદીમાં સાદ બિન મઆઝની કબ્ર પર બાંધકામ (સૈરો આલામે નોબલા ૧૩/૨૮૫)

૭.સહીહ બુખારી નાં સંકલન કરતા ઈમામ બુખારી ની કબરને ઉન્નત કરવી હિજરી સન ૨૫૬ માં (અત્તાબકાતુશ્શફીય્યતુલ કુબરા ભાગ-૨ પા-૨૩૪)

૮.૨જી સદીમાં અબ્બાસી ખલીફા હારુન રશીદે હઝરત અલી અ.સ ના મકબરા પર ગુંબજ બાંધ્યો

(સેરો આલામે નોબલા ભાગ-૧૬ પા-૨૫૧)

અગર કબરોને જમીનથી સમથળ કરવી એ અલ્લાહનો હુકમ હતો તો હારુન રશીદે એહલે બૈતે રસુલ સ.અ.વ થી દુશ્મનીના લીધે અને તેના રસુલેખુદાના પુત્ર ઈમામ મુસા કાઝીમ અ.સ ની શહાદતમાં તેની ભૂમિકાને જોતા ચોક્કસપણે તેણે કબરોને સમથળ કરી દીધી હોતે ઉલટાનું આપણે તો જોઈએ છીએ કે તેણે એવી વ્યક્તિના એહ્તેરામ રૂપે ગુંબજ બનાવ્યો છેકે જેને તે ચાહતો નથી.

૯. રસુલે ખુદા સ.અ.વ નાં મોહતરમ સહાબી જ.સલમાને મોહમ્મદી હી.૩૬ માં વફાત પામ્યા ખતીબે બગદાદી તેમના મકબરા વિષે લખે છે કે તેમની કબ્ર આજે પણ હુસ્સના મહેલની બાજુમાં મદાએન ઈરાકમાં મૌજુદ છે તે સુપ્રસિદ્ધ ઐતિહાસિક વારસાનું સ્થળ છે.અને તેના ઉપર બાંધકામ પણ છે. (તારીખે બગદાદી ભાગ-૧ પા-૧૬૩)

૧૦.તલ્હા બિન અબ્દુલ્લાહ વિષે કે જે પોતાના સમયના ખલીફા વિરુદ્ધ લડતા મર્યો ઇબ્ને બતુતા લખે છે કે “તેની કબ્ર શહેરના પ્રવેશદ્વાર પર છે તેની કબ્ર પર ગુંબજ અને મસ્જીદ છે” (સફર નામાએ ઇબ્ને બતુતાહ ભાગ-૧ પા-૨૦૮)

જ્યારેકે મુસલમાનો જુઠ્ઠાણા પર મૃત્યુ પામેલા સહાબીની કબરને માન આપવું માન્ય રાખે છે તો પછી એહલેબૈત નાં ઇમામોકે જેઓ હક  પર શહીદ થયા અને જેઓ વાસ્તવમાં હકના ઇમામો હતા તેઓ તો વધારે એહ્તેરામ અને માનને લાયક છે

૧૧. મોહમ્મદ બિન ઇપ્રીસ અશ્શાફેઈ ઈમામ શાફેઈ સુન્ની મક્તબે ફીકહ ના ૪ ફકીહોમાંથી એક હી.૨૦૪ માં મૃત્યું પામ્યા ઝહબી લખે છે કે “પુરા શહેરે ભેગા મળીને તેની કબર ઉપર ગુંબજ બાંધ્યો” (દુવલ અલ ઇસ્લામ પા-૩૪૪)

૧૨. ઝહબીએ નોંધ્યું છે “મુતવક્કીલ અબ્બાસી હી.૨૩૬ માં ઈમામ હુસૈન અ.સ.ની ઝરીહ અને તેની આજુબાજુના બાંધકામને સમથળ કરવા હુકમ આપ્યો રહેવાસીઓએ તેના હુકમ વિરુદ્ધ તેઓની અત્યંત વેદનાને વ્યક્ત કરી તેનો વિરોધ કર્યો અને મુતવક્કીલ ની વિવિધ રીતે ટીકા કરી જેમકે કવિતાઓ અને લેખ વીગેરે થકી અહી બે મુદ્દાઓ નોંધનીય છે

પહેલું:_ કારણકે મુતાવક્કીલ ઝરીહને જમીન દોસ્ત કરવા માંગતો હતો તો તેણે શંકાખોરો જે સાબિતીઓ રજુ કરે છે તે તેણે રજુ કરી હોત જેમકે યહુદીઓ અને ઈસાઈઓ કબરોની ઈબાદત કરે છે અથવા અબીલ હ્ય્યાજની હદીસ કે જે કબરોને સમથળ કરવા વિષે છે. જેથી તેના નિર્ણયને ઇસ્લામિક રૂપ આપી શકતે અને તૌહીદની ઉચ્ચ પૂર્વ ભૂમિકા રજુ કરી શક્તે પણ મુતવક્કીલ કુરઆન અને પવિત્ર સુન્નત માંથી એક પણ સાબિતી ન આપી શક્યો . કારણકે કોઈ સાબિતી મૌજુદ જ નથી જો મૌજુદ હોતે તો તેણે ચોક્કસ જાહેર કરી હોતે તેનો નિર્ણય એહલેબૈત અ.સ.ના માટે તિરસ્કારીત હતો આપણે તેનામાં અને તે મુસ્લિમો કે જેમણે એહલે બૈત અ.સ ની ઝરીહોને જમીન દોસ્ત કરી તે બંનેમાં કોઈ ફર્ક નથી જોતા કારણકે બંને કાર્યોનું મૂળ દુશ્મની છે.

બીજું:- મુસલમાનોનું વિશાળ પ્રમાણમાં મુતવક્કીલનો વિરોધ કરવો એ દર્શાવે છે કે (નેક લોકો માટે) ઝરીહનું બનાવવું એ પ્રચલિત સુન્નત હતી અને તેને જમીન દોસ્ત કરવું એ બિદઅત હતી

ઇસ્લામના પુરા ઇતિહાસમાં (અને ઇસ્લામના પહેલા પણ) એવા ઘણાબધા ઉદાહરણો છે કે કબરોનું બાંધકામ થતું અને દરેક યુગના મુસલમાનોએ અને દરેક મકતબે ફિક્રના મુસલમાનો આમ કરતા હતા સિવાયકે આ શંકાખોરો કે જેઓ સૌ વર્ષ કરતા ઓછા સમયથી ઉદભવ્યાછે અને બાકી કોઈએ આ કાર્યનો કુરઆન અને સુન્નતમાંથી નાનકડા ઉદાહરણથી પણ વિરોધ નથી કર્યો

સાર રૂપે અમે ઇસ્લામી ઈતિહાસ માં પ્રવીણ એવા અકરમ અલ બુશીને ટાંકીએ છીએ તેની સેરો આલામે નોઅલા લેખક ઝહબી પરની નોંધમાં લખે છે “આ (કબ્રો પરનું) બાંધકામ એ તમામ સામાન્ય મુસલમાનો દ્વારા કરવામાં આવે છે આ અનુસંધાનમાં કોઈ નથી જાણતું (કોઈ પુરાવો નથી) કે આ કાર્ય બિદઅત છે અને મનાઈ કરાએલું છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*