શા માટે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ શૈખૈન અને પત્નિઓને પોતાની નઝદીક આવવા દીધા? ભાગ-૩

વાંચવાનો સમય: 4 મિનિટ

મુસ્લીમ બહુમતી સહાબીઓની ખાસ કરીને શૈખૈન (અબુ બક્ર અને ઉમર) અને પત્નિઓના વિશ્ર્વાસગાત, મુનાફેકત અને છેતરપીંડીનો દીફા કરવા આગળ વધે છે.

તેઓની શૈખૈન અને પત્નિઓના બચાવની મુળ દલીલ એ છે કે રસુલે ખુદા (સ.અ.વ.)નું તેઓને પોતાની બેઠક અને ઘરમાં આવવા દેવા સહમત હોવું. જો શૈખૈન અને પત્નિઓ અયોગ્ય અને વિશ્ર્વાસઘાતી છે તો પછી શા માટે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ પોતાની અને મુસલમાનોની નઝદીક આવવા દીધા?

જવાબ:

શૈખૈન અને પત્નિઓના બચાવ બાબતે વિવિધ પાસાઓ છે. ફકત સહાબી હોવાથી કોઈનો એહતેરામ કરવો અને તેને ‘ખલીફા’ બનાવી દેવો તેમાં કોઈ હિકમત નથી અથવા તે પત્નિનું અનુસરણ કરવું જે રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ભાઈ, ‘નફસે રસુલ સ.અ.વ.’ તથા તેમના હકીકી જાનશીન હતા.

તદઉપરાંત મોટાભાગના મુસલમાનો પત્નિઓ અને શૈખૈનના બચાવ માટે સહાબી હોવું તે પહેલી અને છેલ્લી દલીલ છે. અમો અહીં જવાબ આપીશું કે શા માટે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ આવી વ્યક્તિઓને પોતાની નઝદીક આવવા દીધી.

9) રસુલુલ્લાહ (સ.અ.વ.)નું ઝાલીમો વડે ઈમ્તેહાન:

રસુલુલ્લાહ (સ.અ.વ.) એહલેબૈત (અ.મુ.સ.)ના કાતીલોને જાણતા હતા, તેઓને નિયમીત જોતા હતા, પરંતુ પોતાની રહમત અને માયાળુપણાથી તેઓને પોતાની દરમ્યાન આવવા દીધા અને એક ઈલાહી ઈમ્તેહાન તહેત આપ (સ.અ.) પોતા અને પોતાના એહલેબૈત (અ.મુ.સ.) માટે તૈયાર થયા.

રસુલુલ્લાહ (સ.અ.વ.)ને અલ્લાહ દ્વારા જાણ કરી દેવામાં આવી હતી કે તેમના ભાઈ અને ખલીફા હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) અને તેમના ફરઝંદો સાથે ‘મુસલમાનો’ કેવો વ્યવહાર કરશે કે જેઓ આઝાદ ફરી રહ્યા છે. રસુલુલ્લાહ (સ.અ.વ.) ઈલાહી હુકમને સમર્પિત થઈ ગયા કે ઉમ્મત હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની મોહબ્બત ઉપર જમા નહિ થાય અને તેઓ તથા તેમના ફરઝંદો ઉપર ઝુલ્મ ગુજારશે.

આજ કારણ છે કે આપ (સ.અ.વ.)એ ઈસ્લામ અને આપની એહલેબૈત (અ.મુ.સ.)ના સૌથી બદતરીન દુશ્મનોને પોતાની નઝદીક આવવા દીધા કારણકે આપ (સ.અ.વ.) ઈલાહી ઈમ્તેહાનમાં શીર્ક કરવા ઈચ્છતા ન હતા એમ છતાં કે તક સામે આવી ઉભી હતી.

તેથી કોઈને આશ્ચર્ય ન થવું જોઈએ કે કેવી રીતે શૈખૈન અને પત્નિઓને રસુલુલ્લાહ (સ.અ.વ.) દ્વારા આઝાદ ફરવાની પરવાનગી હતી. આજ કારણે આપ (સ.અ.વ.) એ આપના કાકા અબ્બાસની અવગણના કરી એ છતાં કે આપ જાણતા હતા કે એક દિવસ તેમના ફરઝંદો (બની અબ્બાસ) એહલેબૈત (અ.મુ.સ.) ઉપર ઝુલ્મ કરશે.

10) પવિત્ર કુરઆનમાં પત્નિઓનો વિશ્ર્વાસઘાત અને સહાબીઓના ખરાબ સ્વભાવનો ઝીક્ર:

શા માટે આ મુસલમાનો આટલુ આશ્ર્ચર્ય પામે છે જ્યારે તેઓને સહાબીઓ અને પત્નિઓના હકીકી સ્વભાવના બારામાં જણાવવામાં આવે છે?

શું તેઓએ પવિત્ર કુરઆન ઉપર ચિંતન નથી કર્યું અથવા શું તેઓના દીલો ઉપર તાળા મારેલા છે?

પત્નિઓને વારંવાર વખોડવામાં આવી છે. જેમકે અમુક આયતો તે તરફ ઈશારો કરે છે:

وَإِذْ أَسَرَّ النَّبِيُّ إِلَى بَعْضِ أَزْوَاجِهِ حَدِيثًا فَلَمَّا نَبَّأَتْ بِهِ وَأَظْهَرَهُ اللَّهُ عَلَيْهِ

“અને જે વખતે નબીઓ પોતાની પત્નિઓમાંથી એક પત્નિને એક વાત ખાનગી રીતે કરી, અને પછી જ્યારે તેણીએ તે ભેદથી બીજીને વાકેફ કરી દીધી ત્યારે અલ્લાહે તે નબીને એ બનાવની જાણ કરી દીધી.”

(સુરએ તેહરીમ (66): 3)

يَا نِسَاء النَّبِيِّ مَن يَأْتِ مِنكُنَّ بِفَاحِشَةٍ مُّبَيِّنَةٍ يُضَاعَفْ لَهَا الْعَذَابُ ضِعْفَيْنِ وَكَانَ ذَلِكَ عَلَى اللَّهِ يَسِيرًا

“અય નબીની પત્નિઓ! તમારામાંથી જે કોઈ ખુલ્લી રીતે નિર્લજ્જપણે વર્તશે તો તેને અઝાબ બમણો આપવામાં આવશે અને અલ્લાહ માટે આ વાત સહેલી છે.”

(સુરએ અહઝાબ (33): 30)

અને પત્નિઓની ટીકાના બારામાં ઘણી બધી બીજી આયતો ખાસ કરીને સુરએ અહઝાબમાં જ મૌજુદ છે.

જ્યાં સુધી સહાબીઓ અને તેઓના અસ્થિર સ્વભાવની વાત છે, તો અમો કેટલી આયતો રજુ કરીએ?

ઓહદ અને હુનૈનની જંગોમાંથી ભાગી જવું.

જુમ્માના ખુત્બામાં પયગમ્બર (સ.અ.વ.)ને તર્ક કરી ધંધા અને રમત-ગમત તરફ જવું.

પયગમ્બર (સ.અ.વ.)ને તેમની વિધવાઓ સાથે શાદી કરવાની ધમકી આપી ગમગીન કરવા.

પયગમ્બર (સ.અ.વ.)ની હાજરીમાં પોતાનો અવાઝ બલંદ કરવો.

આ ઘણામાંથી અમૂક બનાવો છે. પવિત્ર કુરઆનમાં આનાથી પણ વધારો છે અને જ્યારે સુન્નત તરફ નઝર કરીએ તો આ યાદીના ઘણા બધા ભાગો સુધી પહોંચી જાય છે.

11) રસુલુલ્લાહ (સ.અ.વ.) અન્યની હાજરીમાં ઉમરને બહાર કઢાવે છે:

આપ (સ.અ.વ.)ની અંતિમ બીમારીમાં આપે આપની વસીય્યત તૈયાર કરવા કલમ અને કાગળ મંગાવ્યા. આથી અમૂક સહાબીઓએ આપ (સ.અ.વ.)ના સ્પષ્ટ હુકમનો વિરોધ કર્યો જેમાં ઉમર વિરોધ કરનારાઓની આગેવાની કરતો હતો. અલબત્ત્ા ઉમર એ હદે આગળ વધી ગયો કે નઉઝોબિલ્લાહ કહેવા લાગ્યો કે આપ (સ.અ.વ.) બીમારીમાં હિઝયાન કરી રહ્યા છો.

સહીહ બુખારી, ઈલ્મનું પ્રકરણ, ભા. 1, પા. 22

મુસ્નદે એહમદ બિન હંબલ, એહમદ મોહમ્મદ શાકીરનો અભ્યાસ, હદીસ 2996.

ઈબ્ને સાદની તબકાત, ભા. 2, પા. 244, બૈરૂત પ્રકાશન.

નબી (સ.અ.વ.)એ ઉમર અને તેના સાથીઓને ગઝબનાક થઈ ભગાડયા.

قَالَ: قُوْمُوْا عَنِّیْ و لاَ یَنْبَغِیْ عِنْدِی التَّنَازَعُ

મારી પાસેથી ચાલ્યો જા, મારી હાજરીમાં દલીલો કરવી યોગ્યા નથી.

સહીહ બુખારી, ઈલ્મનું પ્રકરણ, ભા. 1, પા. 22

તારીખે અબીલ ફીદા, ભા. 1, પા. 15

સ્પષ્ટપણે રસુલ (સ.અ.વ.) અમૂક સહાબીઓના વર્તનથી ખુશ ન હતા. અને આપ (સ.અ.વ.)ના માયાળુ સ્વભાવે ઘણું જતું કર્યું હતુ, પરંતુ અલ્લાહ અને પોતાની નારાઝગી જાહેર કરવા અમુક પ્રંસગોએ સહાબીઓ અને પત્નિઓને પોતાની હાજરીમાંથી ભગાડયા છીએ.

તેથી મુસલમાનોએ આ પ્રશ્ન બાબતે ફરી વિચાર કરવો જોઈએ: શા માટે રસુલે ખુદા (સ.અ.વ.)એ શૈખૈન અને તેમની પત્નિઓને પોતાની હાજરીમાં રહેવા દીધા, કારણકે જ્યારે આપ (સ.અ.વ.)એ તેઓને રહેવા દીધા હતા એવીજ રીતે આપની હાજરીમાંથી ભગાડયા પણ હતા.

આ શૈખૈન અને પત્નિઓ માટે કોઈપણ રીતે સારૂ નથી. આ એવું છે જેમ કે શૈખૈનએ અમુક જંગોમાં શિરકત કરી છે તો અમૂક જંગોમાંથી ભાગવામાં પણ ઝડપ કરી છે. આમાં કોઈ ફઝીલત નથી પરંતુ ઝિલ્લત છે!

12) મુસલમાનો કેવી રીતે મરવાનને ભૂલી શકે?

જ્યારે મુસલમાનો સહાબીઓ તરફેણ કરે છે અને એ સાબીત કરવાની કોશિશ કરે છે કે રસુલ (સ.અ.વ.) તેઓથી રાઝી હતા, અમો તેઓનું ધ્યાન મરવાન ઈબ્ને હકમ અને તેના પિતા હકમ ઈબ્ને આસ તરફ દોરવા ચાહીએ છીએ. તેઓ બન્નેને તેમની ઉધ્ધતાઈના કારણે મદીનાથી તડીપાર કરી દીધા હતા.

આ સુરજની કિરણોની જેમ સ્પષ્ટ છે કે અલ્લાહ અને રસુલુલ્લાહ (સ.અ.વ.) તેઓ બન્નેથી નારાઝ હતા. શૈખૈન પણ રસુલુલ્લાહ (સ.અ.વ.)ની સુન્નતની અવગણના કરવા ચાહતા હતા અને ખાસ કરીને મારવાનના અપરાધને જાણતા હતા અને તેનો દેશનિકાલ ચાલુ રાખ્યો.

પરંતુ, ઉસ્માન બિન અફફાને રસુલુલ્લાહ (સ.અ.વ.)ના હુકમનો ખુલ્લો ઉલ્લંઘન કરતા મરવાન અને તેની જેવા બીજાઓ જેમકે અબ્દુલ્લાહ ઈબ્ને સાદ ઈબ્ને અબી સર્હને ખુબ આવકાર આપ્યો.

તેણે તેને ન ફકત પાછો બોલાવ્યો પરંતુ મરવાન અને અબ્દુલ્લાહ ઈબ્ને સાદ ઈબ્ને સર્હને બીજાઓ સાથે સરકારમાં ખાસ દરજ્જો અતા કર્યો.

અમારો મુસલમાનો કે જેઓ સહાબીઓ, શૈખૈન અને પત્નિઓને મોહબ્બત કરે છે તેઓને એ છે કે,

શું તેઓ અબ્દુલ્લાહ ઈબ્ને સાદ ઈબ્ને અબી સર્હ, મરવાન, તેના પિતા હકમ અને મરવાનની અવલાદ (બની મરવાનને) અને તેણે કે જેણે તેને પાછો બોલાવ્યો, ઉસ્માન ઈબ્ને અફફાનને સહાબીય્યત માટે લાયક ગણે છે?

અગર શૈખૈન અને પત્નિઓને રસુલુલ્લાહ (સ.અ.વ.)ની હાજરીમાં રહેવાના કારણે ‘માનનીય’ ગણવામાં પણ આવે હાલાં કે આ પણ વિવાદીય છે જેમકે અમોએ બતાવ્યું, તેઓની શું ફઝીલત છે કે જેઓને ખુદ રસુલુલ્લાહ (સ.અ.વ.)એ પોતાની ખિદમતમાં ભગાડયા બલ્કે શહેરમાં બહાર કાઢયા?

સ્પષ્ટપણે સમયના મુસલમાનો બની ઉમય્યાના ખૂંખાર સ્વભાવથી સારી પેઠે વાકીફ હતા (જેમાં બન્ને ઉસ્માન અને મરવાન સામીલ છે) તેથીજ તેઓએ તે બન્ને સાથે તે કાર્ય કર્યું જ્યારે તેઓ સબ્ર ખોઈ બેસયા.

પરંતુ તેમ છતાં મરવાન, અબ્દુલ્લાહ ઈબ્ને સાદ ઈબ્ને અબી સર્હ એ મુસલમાન બહુમતીમાં ખુબજ માન મેળવ્યું. અલબત્ત્ાા બની મરવાનએ મુસલમાનો ઉપર સદીઓ સુધી હુકુમત કરી, જેનો રસુલુલ્લાહ (સ.અ.વ.)ના તેને દેશનિકાલ કરવાના સમય દરમ્યાન વિચાર સુધ્ધ કરી શકાતો ન હતો.

આનો અર્થ ફકત એકજ છે, રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ખિદમતમાં હાજરી તે હકીકતમાં શૈખૈન, પત્નિઓ અને સહાબીઓની ઈઝઝતનું સાચુ કારણ નથી.

તેથી સહાબીય્યતની ઈઝઝત કરવી તે એક ખુબજ આશ્ર્ચર્યજનક બાબત છે. મુસલમાનોએ બીજી દલીલો લાવવી જોઈએ અને બતાવવું જોઈએ કે તેઓ શા માટે આવી વ્યક્તિઓના હુકમ માને છે અને તેમનો એહતેરામ કરે છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*