કેવી રીતે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.) બીજાઓ કરતા શ્રેષ્ઠ છે?

વાંચવાનો સમય: 7 મિનિટ

મુસલમાનો સૌથી વધુ બનાવટી, અતાર્કિક અને ઘડી કાઢેલી રિવાયતોથી કહેવાતા ખલીફાઓની હુકુમત સાબીત કરવાની કોશિષ કરે છે. આમ, તેઓ અલ્લાહ(ત.વ.ત.) અને રસુલ એ કરીમ(સ.અ.વ.)ના પસંદ કરાયેલ હ.અમીરુલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.) કરતા આગળ વધવા ચાહે છે.

જવાબ:

અમે અહીં કેહવાતા ખલીફાઓના તરફેણદારો દ્વારા રજુ કરવામાં આવતી દલીલો વિશે વાત કરવા નથી ઈચ્છતા. અમીરુલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.)ની અસંખ્ય ફઝીલતોમાંથી ફકત એક ફઝીલત ઉપર પ્રકાશ નાંખવા ઈચ્છીએ છીએ. તે એ કે  આપ(અ.સ.)ની ખાનએ કાબામાં વિલાદત કે જે કહેવાતા ખલીફાઓની કહેવાતી ફઝીલતોને સાફ કરી દેવા માટે પૂરતી છે. એવીજ રીતે જેવી રીતે અલ્લાહ (ત.વ.ત.)એ હઝરત હુદ(અ.સ.)ની ઉમ્મતમાંથી ઝાલીમોને હટાવવા અઝાબનો પવન મોકલ્યો.

વિલાદત શ્રેષ્ઠ અને ફઝીલતનો મુખ્ય પુરાવો છે:

ખિલાફતના ગાસીબોના સમર્થનમાં રજુ કરાયેલી દરેક હાસ્યસ્પદ દલીલો જેમકે ઉમ્મતનો ઈજમાઅ (એકમત) એક તરફ થઈ જાય છે જ્યારે એ માની લેવામાં આવે કે ખુબજ ઓછા મુસલમાનોની મંજુરી હતી અને અલ્લાહ (ત.વ.ત.) અને તેના નબી (સ.અ.વ.)ની પરવાનગી ન હતી.

એ શકય છે કે ઉમ્મત કોઈ વિશેષ બાબતે એકમત થઈ જાય કે જે બાબત અલ્લાહ અને તેના નબી (સ.અ.વ.)ને પસંદ ન હોય. દા.ત. બધા મુસલમાનો ઓહદ અને હોનૈનના મૈદાનમાંથી ભાગી ગયા હતા પરંતુ મુસલમાનોના ભાગવા બાબતે એકમત હોવાથી ભાગનારા મુસલમાનોની  ફઝીલત સાબિત નથી થતી. બનવાજોગ ભાગનારાઓમાં કહેવાતા ખલીફાઓનો પણ સમાવેશ થાય છે. બીજી બાજુ, ઘણા મુસલમાનો હુદૈબીય્યાહના મૌકા ઉપર જંગ કરવા ચાહતા હતા પરંતુ અલ્લાહ અને તેના રસુલ(સ.અ.વ.)એ સુલ્હને પસંદ કર્યું કે જે આખરે એક ખુલ્લી વિજયમાં પરિણમી.

(સુરએ ફત્હ-૪૮, આ.૧)

ફરી, મુસલમાનો તેમના ‘ઈજમાઅ’માં કમઝોર  પડયા.

જ્યારે મુસલમાનોનો ઈજમાઅ જંગ અને સુલ્હની બાબતોમાં આટલો ગુમરાહીભર્યો છે, તો પછી ઈમામત અને ખિલાફતની બાબતમાં તે ચોકસાઈવાળો કેવી રીતે થઈ શકે, કે જે ઉમ્મતના માટે એક ખુબજ અગત્ય અને મહત્વની બાબત છે કે જે આખેરતમાં નજાત માટે જવાબદાર છે?

ગમે તેમ અગર શ્રેષ્ઠતા તો દાવો કરવામાં આવે, તો એક એવી બાબત ઉપર હોવો જોઈએ કે જેના વડે તમામ ચર્ચાઓ ખત્મ થઈ જાય અને તે મુસલમાનો માટે દિવસની જેમ પ્રકાશિત હોય. કોઈ ઉપર શ્રેષ્ઠતા મેળવવાની એક રીત છે વિલાદત, કારણ કે વિલાદતનું સ્થળ છીનવી નથી શકાતું અને લોકો તે વ્યકિતની ફઝીલતની ચર્ચા કરવા પહેલા જાણતા હોય છે, બીજી બધી ફઝીલતોથી અલગ કે જેમા ખોટા ઈજમાઅ, જૂઠાણું, ખયાનતકાર સાક્ષીઓ અને અલ્લાહ તથા તેના નબી (સ.અ.વ.)ની પસંદગી વિરુધ્ધ જવાનું જોખમ હોય છે.

વિલાદતની બાબતોમાં, અમીરુલ મોઅમેનીન (અ.સ.) ન ફકત કહેવાતા ખલીફાઓથી શ્રેષ્ઠ છે પરંતુ સમગ્ર માનવજાતમાં સર્વશ્રેષ્ઠ છે.

બન્ને ફીકર્નિા ઈજમાઅથી, અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)નો બેમિસાલ વ્યક્તિત્વ એક માનેલી હકીકત છે.

એહલે તસન્નુનમાં અલી ઈબ્ને અબી તાલિબ(..)ની વિલાદત:

એહલે તસન્નુન (અથવા ખોટી રીતે કહેવાતા સુન્ની) એ તેઓની કિતાબોમાં હઝરત અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.)ની વિલાદતનું અલગ અલગ રીતે બયાન કર્યું છે.

તવાતુર (સતત) રાવીઓની સાંકળથી નકલ થયું છે કે જનાબે ફાતેમા બિન્તે અસદ(સ.અ.)એ અમીરુલ મોઅમેનીન(અ.સ.)ને ખાને કાબામાં જન્મ આપ્યો.

(અલ મુસ્તદરક અલ સહીહૈન, ભાગ-3, પા. 483)

તે સમય  સુધી કોઈપણ ખાને કાબામાં નથી પૈદા થયું (અને ન તો કોઈ તે પછી પૈદા થયું છે).

(ઈબ્ને સબ્બાગ અલ માલેકીની નૂર અલ અબસાર, પા. 69)

ન ફકત અમીરુલ મોઅમેનીન (અ.સ.)ની ખાને કાબામાં વિલાદત થઈ બલ્કે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ તેમને કાબાની સાથે સરખાવ્યા પણ છે:

“અય અલી! તમે ખાને કાબાનો દરજ્જો ધરાવો છો.”

(અલ દયલમીની કુનુઝુલ હકાએક ફી હદીસે ખૈર અલ ખલાએક, પા. 188)

“તમે ખાને કાબાનો દરજ્જો ધરાવો છો, લોકો તેના સુધી જાય છે અને તે લોકોની પાસે નથી જતું.”

(અસદ અલ ગાબા ફી મારેફાહ અલ સહાબા, ભા-4, પા. 31)

આ હદીસોએ પણ બતાવે છે કે શા માટે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.) કયારેય ઈજમાઅ અથવા મુસલમાનોની સંમતિના તલબગાર ન્હોતા કારણ કે કાબા હોવાના સબબથી આપ(અ.સ.)ને તેઓની સંમતી અથવા ટેકાની જરુર ન હતી. બલ્કે મુસલમાનોને આપ(અ.સ.)ની સંમતિની જરુર હતી. હ.અબુબક્રની નિમણુંક પછી હઝરત અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.)ની લોકોના ઘરોની મુલાકાતની કોશિષ પણ લોકોને પોતનો દરજ્જો કાબાનો છે તેની યાદદહાની અને નિમંત્રણની હતી, એવીજ રીતે જેવી રીતે નબી ઈબ્રાહીમ(અ.સ.)એ મુસલમાનોને કાબા તરફ દઅવત આપી હતી.

(સુરએ હજ(22): આ. 27)

શીઆઓ મુજબ હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (..)ની વિલાદત:

શૈખ તુસી(અ.ર.) શીઆઓના મહાન હદીસવેત્તાએ અમીરુલ મોઅમેનીન(અ.સ.)ની વિલાદતના બનાવને આ રીતે નકલ કર્યું છે:

અબ્બાસ ઈબ્ને અબ્દુલ મુત્તલીબ અને યઝીદ ઈબ્ને કા’નાબ બની હાશીમના એક સમૂહ અને ઉઝઝાની ઈબાદત કરનાર એક સમૂહ સાથે ખાને કાબાની સામે બેઠા હતા.

સૈયદા ફાતેમા બિન્તે અસદ ઈબ્ને હાશીમ(સ.અ.), અમીરુલ મોઅમેનીન(અ.સ.)ના માનનીય માતા તશરીફ લાવ્યા જ્યારે કે તેઓને 9 મહીનો હમલ હતો અને અમીરુલ મોઅમેનીન(અ.સ.)ની વિલાદતની રાહ હતી; અલબત્તા તે તેમનો હમલ પુરો થવાનો દિવસ હતો.

તેઓએ જોયું કે આપ(સ.અ.) પવિત્ર કાબાની સામે ઉભા રહ્યા જ્યારે કે આપને હમલનો દુ:ખાવો ચાલુ હતો. આપ(સ.અ.) આસ્માન તરફ જોયુ અને કહ્યું:

“અય મારા પરવરદિગાર! હું તારા ઉપર અને જે કાંઈ તારા નબી(સ.અ.વ.) તારા તરફથી લાવ્યા છે તેના ઉપર ઈમાન રાખુ છું. હું તારા અંબીયાઓમાંથી દરેક અંબિયા(અ.મુ.સ.) ઉપર અને બધી આસમાની કિતાબો ઉપર ઈમાન રાખું છું. બેશક હું મારા જદ્દ ઈબ્રાહીમ(અ.સ.), ખલીલુલ્લાહ શબ્દોની ગવાહી આપું છું. બેશક, તેઓએ તારુ ઘર બનાવ્યું. હું તારી પાસે આ ઘરના હક્કથી અને તેને બનાવનારના હક્કથી મદદ ચાહું છું. હું તારી પાસે આ બાળકના હક્કથી મદદ ચાહું છું, કે જે મારા શિકમમાં છે, જે મારી સાથે વાતો કરે છે અને પોતાની વાતથી મને આરામ બક્ષે છે. મને યકીન છે કે આ બાળક તારી નિશાનીઓમાંથી એક નિશાની અને તારી હુજ્જતોમાંથી એક હુજ્જત છે, તેથી અય અલ્લાહ મારી મુશ્કેલીને મારા માટે આસાન કર.”

અબ્બાસ ઈબ્ને અબ્દુલ મુત્તલીબ અને યઝીદ ઈબ્ને કાઅનાબ કહે છે કે જ્યારે સૈયદા ફાતેમા બિન્તે અસદ(અ.સ.) આ શબ્દોથી દોઆ કરી તો અમો જોયું કે ખાને કાબામાં પાછળની બાજુથી શિગાફત થયુ (ખુલ્યુ) અને સૈયદા ફાતેમા(સ.અ.) તેમાંથી દાખલ થયા અને અમારી નઝરોથી ઓજલ થઈ ગયા અને તેમની પાછળ તે દિવાલ પણ અલ્લાહની પરવાનગીથી બંધ થઈ ગઈ. અમે ખાને કાબાનો દરવાજો ખોલવાની કોશિષ કરી કે જેથી અમારી ઔરતોને તેમની મદદ માટે મોકલીએ પરંતુ દરવાજો ન ખુલ્યો. પછી અમને એહસાસ થયો કે આ બાબત અલ્લાહના અમ્રોમાંથી છે.

સૈયદા ફાતેમા બિન્તે અસદ(સ.અ.) અલ્લાહના ઘરમાં 3 દિવસ રહ્યા. આ સમયગાળા દરમ્યાન મક્કાના લોકો આ બાબતે સતત ચર્ચા કર્યા કરતા અને ઔરતો તેઓના ઘરોમાં આ વિષે ચર્ચા કરતી હતી.

ત્રણ દિવસ પછી, ખાને કાબા ફરી તે જગ્યાએથી શિગાફત થયું કે જ્યાંથી આપ(સ.અ.) દાખલ થયા હતા અને સૈયદા ફાતેમા બિન્તે અસદ(સ.અ.) ઈમામ અલી (અ.સ.)ને પોતાના હાથો ઉપર લઈને બહાર આવ્યા. પછી આપ(સ.અ.) એ કહ્યું:

“અય લોકો! બેશક, અલ્લાહે તેની મખ્લુકાતમાંથી મને પસંદ કરી છે અને મને અગાઉ પસંદ કરાએલ ઔરતો ઉપર ફઝીલત આપી છે. બેશક, અલ્લાહે આસીયા બિન્તે મુઝાહીમ(સ.અ.)ને પસંદ કર્યા હતા જ્યારે તેઓ એકાંતમાં અલ્લાહની એવી જગ્યાએ ઈબાદત કરતા હતા કે જ્યાંની ઈબાદત અલ્લાહને પસંદ ન હતી સિવાય કે બળજબરીથી. બેશક, તેણે જનાબે મરીયમ બિન્તે ઈમરાન(સ.અ.) માટે ઈસા(અ.સ.)ની વિલાદતમાં આસાની અને સાનુકુળતા રાખી, આપ(સ.અ.) એ ઝમીનના રણમાં એક સુકા ખજુરના ઝાડને હલાવ્યું પછી તેમાંથી તાજા ખજુરનો વરસાદ થવા લાગ્યો.

(સુરએ મરીયમ (19): 25)

જ્યારે કે અલ્લાહે મને પસંદ કરી છે અને તે બંને ઉપર ફઝીલત આપી છે અને દુનિયાની તમામ ઔરતો ઉપર કે જે પહેલા પસાર થઇ ગઈ. કારણ કે મેં અલી અ.સ.ને તેના ઘરમાં જન્મ આપ્યો છે અને હું ત્યાં ત્રણ દિવસ સુધી રહી છુ અને રીઝ્કમાં જન્નતના ફળો ખાધા છે.

જ્યારે મેં નીકળવાનો ઈરાદો કર્યો અને મારો ફરઝંદ મારા હાથો ઉપર હતો, એક મુનાદી એ મને અવાજ આપી અને કહ્યું:

“અય ફાતેમા! આમનું નામ અલી (ઉચ્ચ) રાખો કારણ કે હું અલીયુલ આ’અલા (સૌથી ઉંચો) છુ. બેશક મેં તેમને મારી શક્તિ, મારી અઝમત અને મારા ન્યાયથી પૈદા કર્યો છે અને મેં તેમનું નામ મારા નામમાંથી કાઢ્યું છે. મેં તેમનામાં મારા અખ્લાક નાખ્યા છે અને મેં તેમને મારા કાર્યો સોંપ્યા છે. મેં તેમને મારા ઇલ્મના ઊંડાણમાં સાબિત કદમ રાખ્યા છે અને તે મારા ઘરમાં અઝાન કેહવાવાળા સૌ પ્રથમ હશે. તે બુતોને તોડશે અને તેમને ચહેરાભેર ઉંધા ફેકશે. તે મારી પ્રશંસા કરશે અને મારી એકતાની ગવાહી આપશે (લા એલાહા ઇલ્લલ્લાહ) અને મારા ચહિતા, મખ્લુકતમાંથી મારા પસંદ કરાએલા નબી હ.મોહમ્મદ(સ.અ.વ.)ના પછી તે મારા ઈમામ છે. તેઓ આપ(સ.અ.વ.)ના જાનશીન છે. જે તેમને ચાહે અને તેમની મદદ કરે તેના માટે જન્નત છે  અને જે તેમની નાફરમાની કરે, તેમને છોડી દે અને તેમના હક્કની પરવા ન કરે તેના માટે જહન્નમ છે.”

જ્યારે અમીરુલ મોઅમેનીન(અ.સ.)એ જનાબે અબુ તાલિબ(અ.સ.)ને જોયા તો તેઓ ખુશ થયા અને ફરમાવ્યું: “અય પિતા! તમારા પર તેની (અલ્લાહની)સલામ, તેની રહમત, અને તેની બરકત  થાય.”

ત્યારબાદ, રસૂલુલ્લાહ (સ.અ.વ.) આવ્યા, તેમના આવવાથી અમીરુલ મોઅમેનીન(અ.સ.)એ પોતાની જાતને હલાવી તેમના ચેહરા ઉપર સ્મિત હતું અને ફરમાવ્યું: “યા રસુસુલ્લાહ(સ.અ.વ.) તમારા ઉપર અલ્લાહના સલામ, તેની રહમત અને બરકત થાય.”

પછી આપ(અ.સ.)એ પોતાના ગળાને સાફ કર્યું અને અલ્લાહની પરવાનગીથી ફરમાવ્યું:

“અલ્લાહના નામથી જે શ્રેષ્ઠ રહેમ કરનાર અને દયાળુ છે.

કામ્યાબ છે તે મોઅમીનો જેઓ પોતાની નમાઝોમાં વિનમ્ર છે.

(સુ.મોઅમેનુન-આ.૧-૨)થી અયાતના અંત સુધી.(પડ્યા)

આ સાંભળીને રસુલુલ્લાહ(સ.અ.વ.)એ ફરમાવ્યું: “બેશક તેઓ તમારા કારણે કામ્યાબ છે.” પછી આપ (અ.સ.) એ બાકીની અયાતોની તિલાવત કરી ત્યાં સુધી કે આ શબ્દો પડ્યા:

“બેશક તેઓ વારસદારો છે જેઓ જન્નતના બાગો વારસામાં મેળવશે અને તેમાં હમેશા રહેશે.”

(સુરએ મોઅમેનુન-૨૩, આ. ૧૦-૧૧)

આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું:

“હું અલ્લાહની કસમ ખાઉ છું કે તમો તેઓના સરપરસ્ત છો, તમે તેઓને તમારા ઇલ્મથી હુકમ આપો છો અને તેઓ તમને અનુસરે છે. અલ્લાહની કસમ! તમે તેઓ ઉપર હુજ્જત છો અને તમારા ઝરીએ તેઓની હિદાયત થશે.”

(શૈખે તુસી (અ.ર.)ની અલ આમાલી, પા. ૭૦૬)

બીજી રિવાયતમાં પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)એ અમીરુલ મોઅમેનીન(અ.સ.)ની વિલાદતનું આ રીતે વર્ણન કર્યું છે:

…મારા પીત્રાઈ ભાઈની વિલાદતના મૌકા ઉપર જીબ્રઈલ (અ.સ.) મારા તરફ નાઝીલ થયા અને કહ્યું:

“અય મોહમ્મદ(સ.અ.વ.)! તમારા પરવરદિગારે તમને સલામ કહ્યા છે અને કહ્યું છે કે: હવે તમે તમારી નબુવ્વતને આમ કરી શકો છો અને તમારા ઉપર નાઝીલ થયેલ આયતને બયાન કરી શકો છો અને તમારી નબુવ્વતને જાહેર કરી શકો છો. કારણ કે તમારી અલ્લાહ દ્વારા તમારા ભાઈ અને તમારા વઝીર અને તમારા પછી તમારા ખલીફા થકી મદદ કરવામાં આવી છે. તે અલી (અ.સ.) છે કે છે તમારા ભાઈ અને તમારા સંબંધી કે જે તમારી પીઠને મજબુત કરશે અને તેમના ઝરીએ તમારો ઝિક્ર ફેલાવશે, તેમની પાસે જાવ અને તેમનું જમણા હાથ વડે સ્વાગત કરો. બેશક તેઓ જમણી તરફના લોકોમાંથી છે અને તેમના અનુસરનારાઓ નુરાની પેશાનીવાળા છે.”

હું ગયો અને મેં જોયું કે મારી ઉછેરનારી માતા બધીજ ઔરતો અને તમામ કબીલાથી ઘેરાએલી છે. જીબ્રઈલ(અ.સ.)એ મારી અને ઔરતો વચ્ચે એકે પરદો કરી નાખ્યો. જ્યારે પરદો થઇ ગયો તો મેં અલી (અ.સ.)નું સ્વાગત કર્યું.

જેમ જીબ્રઈલ(અ.સ.)એ દર્શાવેલ રીતે મેં મારો જમણો હાથ તેમની માતા તરફ આગળ કર્યો. જ્યારે અલી(અ.સ.) મારા હાથોમાં આવ્યા, તેઓએ તેમનો જમણો હાથ કાન ઉપર રાખી અઝાન આપી. તેઓએ નબી ઈબ્રાહીમ(અ.સ.)ના દિનની તસ્દીક કરી અને અલ્લાહની વહ્દાનીયત અને મારી નબુવ્વતની ગવાહી આપી. તેઓ (અ.સ.) મારી તરફ જુક્યા અને ફરમાવ્યું: “યા રસૂલુલ્લાહ (સ.અ.વ.)! તમારા ઉપર સલામ થાય.”

મેં તેમને કહ્યું: “પઢો, અય મારા ભાઈ!”

પછી તેની કસમ જેના હાથમાં મારી જાન છે, તેઓએ તે કિતાબોથી શરૂઆત કરી જે અલ્લાહે નબી આદમ(અ.સ.) ઉપર નાઝીલ કરી હતી અને તેમના દ્વારા તેમના ફરઝંદ શીશ(અ.સ.)ની નિમણુંક થઇ હતી. પછી તેઓ શરૂઆતથી અંત સુધી તેની તિલાવત કરી ત્યાં સુધી કે અગર નબી આદમ(અ.સ.) હાજર હોત તો તેઓ પણ તેમની તસ્દિક કરતે કે બેશક તેઓ (અમીરુલ મોઅમેનીન અ.સ.) એ તેમના કરતા બેહતર યાદ રાખી છે. તેના પછી ઈ.અલી(અ.સ.)એ નબી નૂહ(અ.સ.)ની કિતાબ, નબી ઈબ્રાહીમ(અ.સ.)ની કિતાબ અને તૌરેતની એવી તિલાવત કરી કે અગર નબી મુસા(અ.સ.) હાજર હોતે તો તેઓ બેશક ગવાહી આપત કે તેઓએ મારા કરતા બેહતર યાદ કરી છે. પછી તેઓએ ઇન્જીલની એવી તિલાવત કરી કે અગર ઇસા (અ.સ.) હાજર હોત તો ગવાહી આપત કે બેશક તેઓએ તેમના કરતા બેહતર યાદ કરી છે. આખરે આપ(અ.સ.)એ પવિત્ર કુરઆનની પેહલેથી છેલ્લે સુધી તિલાવત કરી કે જે અલ્લાહે મારા ઉપર નાઝીલ કર્યું છે. આપ(અ.સ.)એ મને મુખાતબ થતા હતા અને હું તેમને મુખાતબ થતો હતો જેવી રીતે અંબીયા (અ.મુ.સ.) એક બીજાને મુખાતબ થતા હતા. તેના પછી આપ (અ.સ.) આપની બાળપણ અવસ્થામાં પાછા ચાલ્યા ગયા…”                                                  (ઇબ્ને શાઝાન અલ કુમ્મી (અ.ર.)ની અલ ફઝાએલ, પા. ૧૨૬)

હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ની આવી ફઝીલતો પછી જેમકે:

  • ખાનએ કાબામાં વિલાદત
  • અલ્લાહ દ્વારા તેમને પોતાના નામ ઉપરથી નામ આપવું.
  • તેમના માટે અને તેમના શીઆઓ માટે ખુશખબરીઓ.
  • ઇસ્લામના આગમન પેહલા ઇસ્લામની ગવાહી.
  • પવિત્ર કુરઆનની તિલાવત તેના ઝાહેર નાઝીલ થવા પેહલા.
  • અગાઉની કિતાબોની તિલાવત તે ઝમાનાના નબી કરતા પણ બેહતર.
  • રસૂલુલ્લાહ(સ.અ.વ.)નું તેમની વિલાદત ઉપર બેહદ ખુશ થવું.
  • અને અલ્લાહનું આપ(સ.અ.વ.)ને અલી(અ.સ.)ની વિલાદત થતા જાહેરમાં નબુવ્વતના એલાનનું સુચન, વગેરે.

હજુ અમુક મુસલમાનો ઈમામતની બાબતે મૂંઝવણમાં છે!! બેશક, આ એક આશ્ચર્યજનક બાબત છે.

અને હજુ તો આપણે આપ(અ.સ.)ના બીજા ફઝાએલની ચર્ચા તો શરુ કરી જ નથી.

આના પછી, અગર મુસલમાનો હજુ પણ અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ની અસંખ્ય ફઝીલતો અને વિશિષ્ટતાઓને અવગણવા ચાહે છે અને નકામી વ્યક્તિઓને ફક્ત પોતાના ઈજમાઅ થકી પસંદ કરવા મક્કમ રહે તો પછી તે બારામાં કંઈપણ ન થઇ શકે. પરંતુ કમ સે કમ તેઓએ શીઆઓને હઝરત અલી ઇબ્ને અબી તાલિબ(અ.સ.) અને તેમની ઔલાદ(અ.મુ.સ.)ને સરપરસ્ત કબુલ કરવા બદલ વખોડવું ન જોઈએ કારણ કે બંને ફીર્કાની કિતાબોમાં નકારી ન શકાય તેવા પુરાવાઓ મૌજૂદ છે.

Be the first to comment

Leave a Reply