ખલીફાઓની ફઝીલતો પર વાદ-વિવાદ – ઈમામ મોહમ્મદ બિન અલી અલ જવાદ (અ.સ.)

વાંચવાનો સમય: 4 મિનિટ

મામુન રશીદે પોતાની દિકરીની શાદી ઈમામ મોહમ્મદ બિન અલી અલ જવાદ (અ.સ.)ની સાથે ખુશીમાં એક જશ્નનું આયોજન કર્યું જેમાં નામાંકીત લોકો જેમકે જ. યહ્યા બિન અકસમ, મામુન અને ઈમામ જવાદ (અ.સ.) હાજર હતા. જ. યહ્યા બિન અકસમ જે સુન્ની આલીમ હતા અને પોતાના ઝમાનાના ફકીહ હતા તેણે ઈમામ (અ.સ.)ની સાથે ઈમામતના વિપથ પર ચર્ચા કરવાનો તકનો લાભ ઉપાડયો અને આ વિષય પર ઘણા બધા સવાલો કર્યા:

યહ્યા: તે સ્ત્રોતથી નકલ થયું છે કે એક વખત જ. જીબ્રઈલ (અ.સ.) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ને કહ્યું: અય અલ્લાહના રસુલ, અલ્લાહે તમારા પર સલામ મોકલ્યા છે અને ફરમાવ્યું: હું અબુબક્રથી રાજી છું, તમે પુછો શું તે પણ મારાથી રાજી છે?  આ હદીસ બાબતે શું મંતવ્ય છે?

ઈમામ જવાદ (અ.સ.): હું અબુબક્રની ફઝીલતોનો ઈન્કાર નથી કરતો પરંતુ આ હદીસમાં રાવી પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની બીજી હદીસને જાણતો હશે જે આપ (સ.અ.વ.) આખરી હજ્જ દરમ્યાન ફરમાવી હતી. ખોટી હદીસોને મારી સાથે નિસ્બત દેવાવાળા વધી ગયા છે અને મારી વફાત બાદ પણ તેમાં ઘણો વધારો થશે. જે કોઈ ખોટી હદીસો મારા નામથી બયાન કરે તે સખ્ત અઝાબનો મુસ્તહક બનશે. તેથી એવી હદીસો જે નામથી બયાન થાય તેને અલ્લાહની કિતાબથી અને મારી સુન્નતથી ચકાસો, અગર તે તેનાથી મુતાબીક હોય તો તેને કબુલ કરો નહીંતર રદ્દ કરી દયો.

તે હદીસ (કે અલ્લાહ પુછે છે શું અબુબક્ર મારાથી રાજી છે?) તે કુરઆનથી વિરૂધ્ધ છે કારણકે કુરઆનમાં અલ્લાહ ફરમાવે છે:

وَلَقَدْ خَلَقْنَا الْإِنسَانَ وَنَعْلَمُ مَا تُوَسْوِسُ بِهِ نَفْسُهُ ۖ وَنَحْنُ أَقْرَبُ إِلَيْهِ مِنْ حَبْلِ الْوَرِيدِ

અને નિ:સંશય મનુષ્યને અમોએ જ પૈદા કર્યો છે અને તેનું મન જે કાંઈ સુચવે તે અમે જાણીએ છીએ અને તેની ધોરી નસ કરતાંય વધારે પાસે છીએ.

(સુરએ કાફ 50:16)

ઉપરની આયત મુજબ અલ્લાહ ઈન્સાનની ઘોરી નસથી પણ નજીક છે, તો તે કેવી રીતે શકય છે કે તે અબુબક્રની લાગણીથી અજાણ હોય અને તેને જ. જીબ્રઈલ (અ.સ.)ને અબુબક્રની લાગણી જણાવા માટે મોકલવા પડે. આવી ખોટી હદીસોથી નક્કી થાય છે કે સુન્ની જે શીઆઓ પર આક્ષેપ કરે છે કે તેઓ એહલેબૈતની ફઝીલતને વધારી દે છે તે ખુબજ મૂર્ખાઈભર્યું છે.

યહ્યા:– તે બયાન કરવામાં આવે છે કે અબુબક્ર અને ઉમરની આ ધરતી પર તેવીજ ફઝીલત છે જેવી જ. જીબ્રઈલ (અ.સ.)ની આસ્માન પર છે.

ઈમામ જવાદ (અ.સ.): આ હદીસમાં પણ પ્રશ્ર્નાર્થ છે કારણ કે બંને જ. જીબ્રઈલ અને જ. મીકાઈલ અલ્લાહના માનનીય ફરિશ્તાઓ છે જેણે કયારેય કોઈ ગુનાહ નથી કર્યાં અથવા કયારેય પણ અલ્લાહની ઈતાઅતમાં પલભર પણ  પાછી પાની નથી કરી. પરંતુ અબુબક્ર અને ઉમરતો મૂર્તિપૂજકો હતા જેમણે પોતાની જીંદગીનો વધારે પડતો સમય મૂર્તિપૂજામાં અને શીર્કમાં વિતાવેલો છે. તેથી અલ્લાહ માટે યોગ્ય નથી કે તેમની સરમામણી જ. જીબ્રઈલ અને જ. મીકાઈલ જેવા સાથે કરે.

યહ્યા: તે નકલ થયું છે કે અબુબક્ર અને ઉમર જન્નતમાં વૃધ્ધ લોકોના સરદાર છે. તમારો આ હદીસ બાબતે શું મંતવ્ય છે?

ઈમામ (અ.સ.): આ હદીસ પણ ભરોસાપાત્ર નથી કારણકે જન્નતના બધા લોકો જવાન હશે નહીં કે વૃધ્ધ. આ હદીસને બની ઉમય્યા દ્વારા ઘડી કાઢવામાં આવી છે જે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) જાહેર કર્યું કે ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.) જન્નતના જવાનોના સરદાર છે.

યહ્યા: તે બયાન થાય છે કે ઉમર બિન ખત્તાબ જન્નતના ચિરાગ છે.

ઈમામ જવાદ (અ.સ.): હું ઉમરની ફઝીલતોનો ઈન્કાર નથી કરતો પણ અબુબક્ર જે તેના કરતા અફઝલ છે ખુદે મિમ્બર પર કહ્યું: મારા ઉપર એક શયતાન છે જે હંમેશા મને ગુમરાહ કરે છે તેથી જો તમે મને સીધા રસ્તાથી હટેલો જોવો તો મને સુધારજો.

યહ્યા: તે નકલ થયું છે કે પવિત્ર પયગમ્બરે એક વખત ફરમાવ્યું: અગર હું નબી ન હોત તો ઉમર જ નબી હોતે.

ઈમામ જવાદ (અ.સ.): કુરઆન નુબુવ્વતના બારામાં આ હદીસની વિrરૂધ્ધમાં સચોટ જવાબ આપે છે.

وَإِذْ أَخَذْنَا مِنَ النَّبِيِّينَ مِيثَاقَهُمْ وَمِنكَ وَمِن نُّوحٍ وَإِبْرَاهِيمَ وَمُوسَىٰ وَعِيسَى ابْنِ مَرْيَمَ ۖ وَأَخَذْنَا مِنْهُم مِّيثَاقًا غَلِيظًا

અને (તે સમયને યાદ કર) જ્યારે અમોએ પયગમ્બરો પાસેથી તેમનાં વચન લઈ લીધાં હતા અને તારી પાસેથી તથા નૂહ તથા ઈબ્રાહીમ તથા મુસા તથા મરિયમના પુત્ર ઈસાથી પણ અને અમોએ તેમની પાસેથી પાકું વચન લીધું હતું.

(સુરએ અહઝાબ 33:7)

ઉપરની આયત સ્પષ્ટ રીતે સાબિત કરે છે કે અલ્લાહે મીસાક લીધો હતો અને દરેક નબીઓ પાસેથી તે વાયદો લીધો હતો. તેથી તે કેવી રીતે શકય છે કે અલ્લાહ તે મીસાકને બદલી નાંખે કે તેણે પોતે લીધો હતો? કોઈપણ નબી એ કયારેય દિનને છોડયો નથી (પવિત્ર મીસાકના આધારે) તો પછી તે કેવી રીતે શકય છે કે અલ્લાહ તેને નબુવ્વત આપે જેણે પોતાની મોટા ભાગની જીંદગી મૂર્તિપૂજામાં પસાર કરી હોય???

તદઉપરાંત, પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ ફરમાવ્યું: ‘હું ત્યારે પણ નબી હતો જ્યારે જ. આદમ (અ.સ.) ને પાણી અને માટીથી પૈદા કરવામાં આવતા હતા.

યહ્યા: પયગમ્બર (સ.અ.વ.) એ ફરમાવ્યું: નબુવ્વતનો સિલસિલો પુરો નથી થયો મને શંકા છે કે તે ઈબ્ને ખત્તાબની નસ્લમાં ચાલુ રહેશે (એટલે કે ઉમર).

ઈમામ જવાદ (અ.સ.): આ વાત પણ શંકાશીલ છે કારણકે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) કયારેય પોતાની નબુવ્વત અને ખાતેમીય્યત પર શંકા ન કરી શકે, કારણકે અલ્લાહ ફરમાવે છે:

اَللهُ يَصْطَفِي مِنَ الْمَلَائِكَةِ رُسُلًا وَمِنَ النَّاسِ 

અલ્લાહ ફરિશ્તા તથા માણસોમાંથી રસુલો ચુંટી કાઢે છે.

(સુ. હજ્જ 22:75)

જેમકે નબુવ્વત એક ઈલાહી હોદ્દો છે તેથી કોઈ સવાલ નથી કે પયગમ્બર (સ.અ.વ.) કોઈપણ બાબતે અચોક્કસ કે શંકાશીલ હોય.

યહ્યા: હદીસો જોવા મળે છે કે પયગમ્બર (સ.અ.વ.) એ ફરમાવ્યું: ‘અગર અલ્લાહનો અઝાબ આપણા પર નાઝીલ થાય તો કોઈ બચશે નહિં સિવાય ઉમર.

ઈમામ જવાદ (અ.સ.): આ હદીસ પણ ખોટી છે કારણકે ખુદાએ તેના નબીને વાયદો કર્યો છે કે:

وَمَا كَانَ اللهُ لِيُعَذِّبَهُمْ وَأَنتَ فِيهِمْ ۚ وَمَا كَانَ اللهُ مُعَذِّبَهُمْ وَهُمْ يَسْتَغْفِرُونَ

અને અલ્લાહ નથી ચાહતો કે જ્યારે તું તેમનામાં મવજુદ છે ત્યારે તે તેમને અઝાબ આપે અને (વળી) અલ્લાહ તેમને એવી સ્થિતિમાં કે તેઓ તૌબા પણ કરતા રહેતા હોય અઝાબ આપે તેવો નથી.

(સુરએ અન્ફાલ 8:33)

તેથી અલ્લાહનો અઝાબ કયારેય લોકો પર ન ઉતરે જ્યાં સુધી પયગમ્બર (સ.અ.વ.) તેમની સાથે હોય અથવા જ્યાં સુધી તેઓ તેમનાથી માફી તલબ કરતા રહે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*