ઇસ્લામમાં ૧૫ શાબાનનું મહત્વ

વાંચવાનો સમય: 5 મિનિટ

પ્રસ્તાવના

મુસલમાનોનો એક વિશિષ્ટ સમૂહ ૧૫ શાબાનને વરસના બીજા દિવસો જેવો સમજે છે. તેઓ તે દિવસના કોઈ ખાસ દરજ્જા અથવા મહત્વને નકારે છે. તેઓ કહે છે કે ૧૫ શાબાનને ઈબાદતનો દિવસ સમજવો બીદઅત છે. તેઓની દ્રષ્ટિએ બધા દિવસો અલ્લાહની ઈબાદત અને તેને યાદ કરવા માટે છે અને તેમાંથી કોઈ ચોક્કસ દિવસને નિશ્ચિત કરવો યોગ્ય નથી અને ઇસ્લામી ઉસૂલો વિરુદ્ધ છે.

આ મુસલમાનો વર્ષ દરમ્યાનની ખાસ ઘટનાઓ (પ્રસંગો) જેમાં અલ્લાહની ઈબાદત અને ઝીક્ર કરવાનું તેમજ તેના મહત્વને નકારે છે. જેમાં પયગંબર (સ.અ.વ.)ના જન્મ દિવસ અને આપના  નબુવ્વતના મન્સબ પર આવવાનો (બેઅસતનો) દિવસનો  અને તેના જેવા અન્ય દિવસોનો પણ સમાવેશ થાય છે.

જવાબ

  1. મુસ્લિમ કેલેન્ડરના અગત્યના દિવસો
  2. શાબાનનું મહત્વ
  3. ૧૫ શાબાનનું મહત્વ
  4. સીહાહે સીત્તાહ અને અન્ય કિતાબોમાંથી ૧૫ શાબાન પર હદીસો
  5. ૧૫ શાબાન પર ઇબ્ને તૈયમીયનો દ્રષ્ટિકોણ
  6. ૧૫ શાબાન પર નાસીરૂદ્દીન અલ્બાનીનો દ્રષ્ટિકોણ
  7. શંકાશીલો ૧૫ શાબાનનો વિરોધ કરે છે તેના સાચા કારણો

મુસ્લિમ કેલેન્ડરનાં મહત્વના દિવસો જેવા કે પયગંબર (સ.અવ.)નો જન્મ દિવસ અને ૧૫ શાબાનના મહત્વના ઇન્કારથી આ મુસ્લિમો ઇસ્લામ અને ઇસ્લામી મુલ્યો વિશેના ઊંડા અજ્ઞાનને છતું કરે છે.

  1. 1. મુસ્લિમ કેલેન્ડરના અગત્યના દિવસો

અગર તેઓ જે દાવો કરે છે તે મુજબ વર્ષના બધા દિવસો અને ક્ષણો અલ્લાહની ઈબાદત માટે સરખા જ મહત્વના છે, તો પછી ખાસ દિવસો અને પ્રસંગો જેવા કે

  • રમઝાન મહિનો,
  • કદ્રની રાત (લયલતુલ કર્દ) જે ૧૦૦૦ મહિના કરતા બહેતર છે,
  • જુમ્માની રાત્રી અને દિવસ
  • શુક્રવારની સાંજ (અસ્રએ જુમ્મા),
  • ચાર પવિત્ર મહિનાઓ (રજબ, ઝીલ્કાદ, ઝીલ્હ્જ અને મોહર્રમ) કે જેમાં જંગની મનાઈ કરાઈ છે અને ઈબાદત માટે ઘણુંજ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે,
  • અરફાતનો દિવસ,
  • ઈદે ઝોહા,
  • ૧૧, ૧૨ અને ૧૩મી ઝીલ્હ્જ (અય્યામે તશરીક) અને તેના જેવા બીજા દિવસો.

શું વર્ષના  આ દિવસો અને બીજા દિવસોમાં આપવામાં આવેલ ખાસ દરજ્જાને મુસ્લિમો નકારી શકે?

શું આ દિવસોને  ખાસ દરજ્જો અને તેમાં કરવામાં આવતી ઈબાદતોનો વિશિષ્ટ અજ્ર આપવાના અલ્લાહના ચુકાદા વિરુદ્ધ દલીલ કરી શકે?

ઈબાદત માટે અમુક ચોક્કસ દિવસો નિશ્ચિત કરવા, દાખલા તરીકે પયગંબર (સ.અવ.)નો જન્મ દિવસ, માટે વધુમાં વધુ તો એમ કહી શકાય કે આ રીત મુબાહ છે. જો કે અમે આની સાથે પણ સહમત નથી. પરંતુ કોઈ પણ હિસાબે કોઈ પણ એવું સૂચન ન કરી શકે કે આ અમલ બીદઅત છે અને હરામ છે.

અગર પવિત્ર કુરઆનમાં પુરાવાઓ અને ભરોસાપાત્ર સુન્નત હોત કે મુસ્લિમો અમુક ચોક્કસ દિવસોને ઈબાદત અને અલ્લાહની યાદ માટે નક્કી ન કરી શકે, તો તેને બીદઅત અને હરામ ગણી શકાય. પણ તેવો કોઈ પુરાવો નથી, અને આપણે જોયું તે મુજબ, મુસ્લિમ કેલેન્ડરમાં દિવસોનું લાંબુ લીસ્ટ છે કે જેમાં હકીકતમાં ઈબાદત પર ભાર અપાયો છે.   આવું જ ૧૫ શાબાન બારામાં છે.

  1. શાબાનનું મહત્વ

ખાસ કરીને ૧૫ શાબાન વિષે વાત કરીએ તે પહેલા, શાબાનના મહત્વ વિષે કહેવું જરૂરી છે.

હદીસો મુજબ જે રીતે રજબ અલ્લાહનો મહિનો છે અને રમઝાન ઈમાનદારોનો (મોઅમીનોનો) મહિનો છે તે રીતે , શાબાન પયગંબર (સ.અ.વ.)નો મહિનો છે.

પયગંબર (સ.અ.વ)ની મોહબ્બતના લીધે હદીસો આખા શાબાન મહિનામાં રોઝા રાખવા અને  કુર્બત હાસિલ કરવા પર ભાર મુકે છે. અમીરુલ મોઅમેનીન (અ.સ.) અને બીજા ઇમામો (અ.મુ.સ.) પણ  રોઝા રાખતા.

આ ઉપરાંત, સુન્નતમાં શાબાનની ઘણી ફઝીલતોનો ઉલ્લેખ છે.

નોંધપાત્ર મુદ્દો એ છે કે શાબાન મહિનો પયગંબર (સ.અ.વ.)માટે ખાસ છે. અગર મુસલમાન પયગંબર (સ.અ.વ.) સાથે કુરબત હાસિલ કરવા,  બીજા કોઈ મહિનામાં (ઈદના બે દિવસો અને આશુરા સિવાય) ઈબાદત કરવાનું અને અલ્લાહને યાદ કરવાનું પસંદ કરે, તો પણ તે અજ્રને લાયક હશે. તેને કોઈ બીદઅત કહી ન શકે.

આ પયગમ્બર (સ.અવ.) અને તેમની આલ પર સલવાત પડવાના મહત્વ જેવું છે જે  શબે જુમ્મા પડવાની ઘણી તાકીદ છે. પયગંબર (સ.અ.વ.) અને તેમની આલ પર સલવાત પડવા માટે જુમ્માનો દિવસ મખ્સુસ છે પરંતુ કોઈ એમ ન કહી શકે કે સલવાત માત્ર જુમ્માના જ પડવી જોઈએ અને બીજા કોઈ દિવસે પડવી બીદઅત છે.

  1. ૧૫ શાબાનનું મહત્વ

અહેલે તસન્નુંન (અથવા સુન્ની, જે તેઓ પોતાને કહે છે)ના આલિમો જેવા કે ઈમામ શાફેઈ, નવાવી, ગઝ્ઝાલી અને સુયુતીની ઘણી સાચી (સહીહ) અને સારી (હસન) રીવાયતો ૧૫ શાબાન અને તેની રાતને ઈબાદત અને મગફેરતની રાત ગણે છે.

જયારે કે હદીસો “લય્લતુલ મુબારક”(સુરએ દુખાન, ૪૪) માહે રમઝાનની રાત, લય્લતુલ કદ્ર હોવાનું જાણે છે, ઘણી એવી રીવાયતો છે જે દર્શાવે છે કે ૧૫ શાબાનની રાતની પણ (લય્લતુલ કદ્ર હોવાની) શક્યતા છે. કેમ કે કોઈ જાણતું નથી કે ખરેખર કઈ રાત ચોક્કસપણે ‘લય્લતુલ મુબારક’ છે. તેથી બધી શક્યતાઓને ધ્યાનમાં રાખવી જોઈએ જેથી પ્રસંગ ચુકાઈ ન જાય.

આ કારણે, મુસ્લિમ ઓલમાઓએ આ દિવસના મહત્વને નોંધ્યું છે.

સુયુતી કહે છે: જ્યાં સુધી શાબાનના મઘ્યની રાત્રીનો સવાલ છે, તેની ઘણી વધારે ફઝીલત છે અને મુસ્તહબ છે તેના એક ભાગને નવાફિલમાં પસાર કરવામાં આવે.

  • (હકીકત અલ સુન્નત વ અલબિદાહ વ અલઅમ્ર બીલ ઈત્તિબા વલ નહ્ય અન અલ ઇબ્તિદા, પાનું ૫૮)

શાફેઈ કહે છે: બેશક પાંચ રાતોના દુઆઓ કબુલ થાય  છે, જુમ્માની રાત, ઈદ અલઅઝ્હાની રાત, ઈદે ફિત્રની રાત, રજબની પહેલી રાત અને શાબાનની ૧૫મી રાત.

  • અલ ઉમ્મ, ભાગ ૧, પાનું ૨૩૧.
  1. સીહાહે સીત્તાહ અને બીજી કિતાબોમાંથી ૧૫ શાબાન વિષે હદીસો.

૧૫ શાબાન પર અહેલે તસન્નુનની સૌથી વધુ ભરોસાપાત્ર  કિતાબોમાં ઘણી રીવાયતો છે.

ઉદાહરણ રૂપે થોડીક અમે નોંધી છે:

આયેશા: તે રાતે મેં અલ્લાહના નબીને (બિસ્તર પર) ન જોયા અને તેમને બકીમાં જોયા. આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું: શું તને ડર લાગ્યો કે અલ્લાહ અને તેનો પયગંબર તારી સાથે અન્યાય કરશે?, મેં કહ્યું: અય અલ્લાહના નબી! મેં વિચાર્યું કે તમે તમારી કોઈ બીજી પત્ની પાસે ગયા છો. તેમણે જવાબ આપ્યો: બેશક અલ્લાહ, ૧૫ શાબાનની મધ્ય રાતે ગુનાહોને માફ કરે છે અગર  ક્લબનની બકરીઓના વાળ કરતા પણ વધારે સંખ્યાના ગુનાહો હોય તો પણ તે ગુનાહોને માફ કરે છે.

  • સોનને તીરમીઝી, ભાગ ૧, હદીસ ૬૭૦.
  • સોનને ઇબ્ને માજા, ભાગ ૨, હદીસ ૧૩૭૯.

ઇમરાન ઇબ્ને હુસૈન: અલ્લાહના રસુલ (સ.અ.વ.)એ તેને અથવા બીજા કોઈને કહ્યું: શું તમે ‘શાબાનના મધ્યમાં’ રોજો રાખ્યો? તેણે કહ્યું:ના. આના જવાબમાં આપ (સ.અ.વ)એ ફરમાવ્યું: અગર તમે રોજો ન રાખ્યો તો તમારે બે દિવસ રોજો રાખવો જોઈએ.

  • સહીહ મુસ્લિમ, કિતાબ ૬, હદીસ ૨૬૦૭

અબુ મુસા અશઅરી: અલ્લાહના પયગમ્બર (સ.અ.વ.)એ ફરમાવ્યું: “અલ્લાહ “શાબાનની મધ્ય રાત્રીએ” નીચે જુએ છે અને તેની તમામ ખીલ્ક્તને માફ કરે છે સિવાય કે મુશ્રીક અને ઝગડાડુ.”

  • સોનને ઇબ્ને માજા, ભાગ ૨, હદીસ ૧૩૮૦.

થોડા ફેરફાર સાથે આવીજ હદીસો નીચેની કિતાબોમાં પણ છે:

  • મુસ્નદે અહેમદ, ભાગ ૩, હદીસ ૬૩૫૩
  • બય્હાકીની તફસીર, સુયુતીની અલ દુર્ર અલ મન્સુરમાં સુરએ દુખાન (૪૪) આયત ૩ નીચે
  • સહીહ ઇબ્ને હિબ્બાન, ભાગ ૧૨, હદીસ ૫૬૬૫

બધા જ પ્રતિષ્ઠિત આલિમો ઇબ્ને હિબ્બાનની હદીસને સાચી (સહીહ) જાણે છે, ઘણા પ્રમાણે, સહીહ્ય્ન (બુખારી અને મુસ્લિમ) પછી સહીહ ઇબ્ને ખુઝયમા સૌથી વધુ ભરોસાપાત્ર છે.

આયેશા: પયગંબર (સ.અ.વ.)રાતના એક ભાગમાં નમાઝ માટે જાગતા અને તેમના સજ્દાને , એટલો લંબાવતા કે મને થતું કે તેઓ આ દુનિયાથી ચાલ્યા ગયા. આ જોઇને હું ગઈ અને તેમનો અંગુઠો હલાવ્યો, તેથી તેઓ હલ્યા, તેથી હું પાછી ફરી. જયારે તેઓએ સજદામાંથી માથું ઊંચક્યું અને નમાઝ પુરી કરી તો આપે ફરમાવ્યું: અય આયેશા! અય હુમયરા! શું તમને એમ લાગે છે કે પયગમ્બરે તમારી સાથેનો કરાર ભંગ કર્યો? તેણીએ કહ્યું: અલ્લાહની કસમ, નહિ, અય અલ્લાહના પયગમ્બર. પણ મેં વિચાર્યું કે તમારી રૂહ ક્બ્ઝ થઇ ગઈ, કેમ કે તમે સજદામાં બહુ લાંબો સમય રહ્યા. આપે ફરમાવ્યું: શું તું જાણે છે આ રાત શું છે? તેણીએ કહ્યું: અલ્લાહ અને તેના પયગમ્બર સારી રીતે જાણે છે. આપે ફરમાવ્યું કે આ મધ્ય શાબાનની રાત છે! બેશક અલ્લાહ તેના બંદાઓ તરફ મધ્ય શાબાનની રાતે નજર કરે છે અને ઇસ્તેગફાર કરનારાઓને તે માફ કરે છે, અને રહેમત તલબ કરનારાઓ પર તે રહેમત વરસાવે છે અને હસદ કરનારાઓના હાલ પર ઢીલ કરે છે.

  • બય્હકી, શોબ અલ ઈમાન, ભાગ ૩, હદીસ ૩૮૩૫માં.
  1. ૧૫ શાબાન વિષે ઇબ્ને તય્મીયાનો દ્રષ્ટિકોણ

ઇબ્ને તય્મીયાને ૧૫ શાબાનની રાત્રી વિષે પૂછવામાં આવ્યું.

તેણે કહ્યું: જ્યાં સુધી ૧૫ શાબાનની રાતનો સવાલ છે, તેની ફઝીલત વિષે ઘણા હવાલા અને અહેવાલ છે. તે સલફે (મુસ્લિમોની પહેલી ત્રણ પેઢી)એ નક્લ કરેલ છે કે તેઓ આ રાતના ઈબાદત કરતા. તેથી, આ રાતે એકલા ઈબાદત કરવી, જે સલફથી નકલ થયેલ છે,અને તે પુરતો પુરાવો છે અને બેશક આવા પ્રકારનું નકારી ન શકાય.

બીજા એક પ્રસંગે ઇબ્ને તય્મીયાને આ જ સવાલ પૂછવામાં આવ્યો અને તેણે જવાબ આપ્યો: જો કોઈ આ રાતે એકલો અથવા લોકોના અમુક પસંદીદા સમૂહમાં ઈબાદત કરે, જેવું કે સલફમાં ઘણા સમૂહો કરતા હતા, ‘તો તે સહીહ છે.’

  • ઇબ્ને તય્મીયાની અલ ફતાવા, ભાગ ૨૩, પાનું ૧૩૧-૧૩૨.
  1. ૧૫ શાબાન પર નસીરુદ્દીન અલ્બાનીનો દ્રષ્ટિકોણ

હાલના સલફી આલિમો પણ ૧૫ શાબાનને મહત્વનો દિવસ જાણે છે. દા.ત. નાસીર અલ દીન અલ્બાની (મૃત્યુ ઈ.સ. ૧૯૯૯), ૨૦મી સદીમાં સલફી ચળવળનો મુખ્ય વ્યક્તિ હતો, તેણે ૧૫ શાબાનને લગતી હદીસોને સાચી (સહીહ) જાહેર કરી છે.

  • સીલસિલા અલ અહાદીસ અલ સહીહ, ભાગ ૩, પાનું ૧૩૫.
  1. 15 શાબાનનો વિરોધ કરવાનું શંકાકરનારાઓનું સાચું કારણ.

પવિત્ર કુરઆન, હદીસો અને ઇબ્ને તય્મીયા અને નાસીર અલદીન અલ્બાની જેવા આલિમોના લખાણ છતાં ૧૫ શાબાનની ઈબાદત અને ઝીક્રના દિવસ તરીકેનો જોરશોરનો વિરોધ જોવામાં આવે તે વિચિત્ર છે.

આપણે પોતાની જાતને એ સવાલ પૂછવો જોઈએ કે શું ૧૫ શાબાનના વિરોધનું કારણ એ  બાબતના કારણે છે કે હકીકતમાં શિઆઓ આ દિવસને ૧૨મા ઈમામ, ઈમામ મહદી (અલ્લાહ તેમના ઝુહુરમાં જલ્દી કરે)ના જન્મ દિવસ તરીકે ઉજવે છે, જેમનો જન્મ અને ઝુહુરની આગાહી, ફિરકા અને ફિકહના ભેદ વગર, મુસ્લિમોની કિતાબોમાં છે?

આ પૂર્વાગ્રહનું (હઠધર્મીનું) બીજું ઉદાહરણ છે જ્યારે કે સારી રીતે સુસ્થાપિત ઇસ્લામી અકાએદ અને અમલને બેહતર બનાવે છે.