શું મુસલમાનોને તૌહીદની વ્યાખ્યા કરવાનો હક્ક છે?

વાંચવાનો સમય: 3 મિનિટ

એ સામાન્યપણે સંભાળવા મળે છે કે અમુક ચોક્કસ મુસલમાનો ઇસ્લામના સારી રીતે સ્થાપિત તરીકાઓ જેમકે તવસ્સુલ,કબરોનું બાંધકામ, કબરોની ઝીયારત વિગેરેને શિર્ક હોવાનું જાહેર કરે છે જો કે અહિયાં એ મૌકો નથી કે આ તરીકાઓની મંજુરીના વિષે ઊંડા ઉતરીએ. કારણકે આ બાબતને આ વેબસાઈટ પર ઘણા બધા લેખોમાં સાબિત કરી ચુક્યા છીએ આપણે એ બાબત તરફ ચર્ચા કરીશું કે શું તૌહીદ અને શીર્કની વ્યાખ્યા કરવાનો મુસલમાનોને અધિકાર છે?

તૌહીદની વ્યાખ્યા કરવાનો હક્ક કોને છે?

આ કહેવાતા મુસ્લિમો એક સામાન્ય ભૂલ કરી રહ્યા છે કે તેઓ તૌહીદને વ્યાખ્યાયિત કરવા અને મુસ્લિમ વિશ્વ તેનું પાલન કરે તે સુનિશ્ચિત કરવાને તેમની સ્વ-લાદિત ફરજ માને છે.અહી આગળ તેઓનો ભ્રમ એ છે કે તેઓએ એ બાબતની સ્પષ્ટતા કરવામાં નાકામયાબ થયા કે મુસ્લિમો તૌહીદની વ્યાખ્યા નથી કરતા બલકે તૌહીદ મુસલમાનોની વ્યાખ્યા કરે છે મુસલમાનો તૌહીદ કરતા ઉચ્ચ નથી કે તેઓ તૌહીદની વ્યાખ્યા કરે તૌહીદ તેઓથી ઉચ્ચ છે કે તે મુસલમાનોની વ્યાખ્યા આપે છે.

તૌહીદના ખોટા અર્થઘટનનું  ભયંકર પરિણામ,

કોઈનું તૌહીદની વ્યાખ્યા કરવાનું કાર્ય ઇસ્લામ અને મુસલમાનો માટે ભયંકર પરિણામોથી ભરેલું છે દા.ત. અગર અમુક ગુમરાહ મુસલમાનો કબરોને ખુદા માની લે તો શું આપણે આ મુસલમાનો માટે તૌહીદની પુનઃવ્યાખ્યા કરી શકીએ? અને કબરોને સમથળ કરવા લાગી જવું? શું આપણી પાસે તૌહીદની વ્યાખ્યા કરવાની સત્તા અધિકૃત ફરમાન અને ક્ષમતા છે? લોકો તૌહીદની વ્યાખ્યા કરે તેના કરતા તૌહીદ વધારે ઉચ્ચ છે શૈતાને તૌહીદની વ્યાખ્યા કરવા પ્રયાસ કર્યો તો તે ફરિશ્તાઓની હરોળમાંથી જહન્નમના છેલ્લા સ્તર તરફ ધકેલાઈ ગયો એ સ્તર કે જે ખુદાની સૌથી હલકી મખ્લુક માટે ખાસ છે શૈતાને જયારે દાવો કર્યો કે એક મખલુંક બીજી મખલુંકને કેવીરીતે સજદો કરી શકે અને તૌહીદને કેવીરીતે ત્યજી દે તો દેખીતી રીતે તે સાછો લાગતો હોય પરંતુ અલ્લાહની નજરમાં જે તૌહીદ છે તેના મુજબ આ (સજદો કરવો) સંપૂર્ણ તૌહીદ હતું અને સજદો “ન” કરવો એ શિર્ક હતું

અલ્લાહ સિવાય બીજું કોણ નક્કી કરી શકે છે કે તેની તૌહીદ ક્યાં ખોટી છે?

અગર આપણે આ કહેવાતા મુસલમાનોની જેમ તૌહીદની વ્યાખ્યા કરવા જઈએ તો દુનિયામાં એવો અવકાશ છે કે જે અમ્બીયાને કત્લ કરવામાં પરિણામે છે અગર કબરોને જમીન દોસ્ત કરવું એ જાએઝ હોત કારણકે લોકો તેની ઈબાદત કરે છે તો અલ્લાહે આ આયત હેઠળ હ.ઇસા અ.સ અને હ.ઓઝેર અ.સ પયગંબરને કત્લ કરવાનું જાએઝ ઠેરવ્યું હોતે.

وَقَالَتِ الْيَهُودُ عُزَيْرٌ ابْنُ اللَّهِ وَقَالَتِ النَّصَارَى الْمَسِيحُ ابْنُ اللَّهِ

“અને યહુદીઓ કહે છે કે ઉઝૈર અલ્લાહનો પુત્ર છે; અને ખ્રિસ્તીઓ કહે છે કે મસીહ અલ્લાહનો પુત્ર છે”

(સુ.તૌબા-૩૦)

અગર અમુક મુસલમાનો કાબાને ખુદા ગણી લે જેવીરીતે કે અમુક બિન મુસ્લીમ આરોપ મુકે છે તો શું આપણે કાબાને જમીન દોસ્ત કરી દઈશું?

જ્યારે અમુક મુસલમાનો તેમની પત્નીઓને માતા ગણતા હતા ત્યારે શું અલ્લાહે પત્નીઓને સજાનો હુકમ આપ્યો કે પતિઓને સજાનો હુકમ આપ્યો?

وَالَّذِينَ يُظَاهِرُونَ مِن نِّسَائِهِمْ ثُمَّ يَعُودُونَ لِمَا قَالُوا فَتَحْرِيرُ رَقَبَةٍ مِّن قَبْلِ أَن يَتَمَاسَّا ۚ ذَٰلِكُمْ تُوعَظُونَ بِهِ ۚ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ

અને તમારામાંથી જે લોકો સ્વપત્નીઓને મા કહી કાઢી મૂકે, પછી તેઓ જે કાંઇ કહી ચૂક્યા છે તે પાછું ખેંચી લેવા માંગે તો તેમને એ પહેલાં કે તેઓ સંભોગ કરે એક ગુલામ આઝાદ કરવો અનિવાર્ય છે; આ ઉપદેશ તમને (એ માટે) કરવામાં આવે છે (કે તમે તે પ્રમાણે ચાલો); અને જે કાંઇ પણ તમે કરો છો તેનાથી અલ્લાહ માહિતગાર છે.

(સુ.મુજાદેલાહ આયત-૩)

અગર આ મુસલમાનો તેમના દાવા મુજબ ખરેખર તૌહીદના પરચમ બરદાર હોય તો પોતાની ખ્વાહીશાતનું અનુસરણ કરી તેને ખુદા ગણવા બદલ પોતાની જાતને મૃત્યુની સજા દેવી જોઈએ ભલે પછી તેણે ફક્ત એક જ વાર પોતાની ખ્વાહીશાતનું અનુસરણ કર્યું હોય

أَرَأَيْتَ مَنِ اتَّخَذَ إِلَٰهَهُ هَوَاهُ

શું તેં તેને જોયો કે જેણે પોતાની મનોવાસનાને પોતાનો ખુદા બનાવી રાખ્યો છે

(સુ.ફુરકાન આયત-૪૩)

أَفَرَأَيْتَ مَنِ اتَّخَذَ إِلَٰهَهُ هَوَاهُ وَأَضَلَّهُ اللَّهُ عَلَىٰ عِلْمٍ وَخَتَمَ عَلَىٰ سَمْعِهِ وَقَلْبِهِ وَجَعَلَ عَلَىٰ بَصَرِهِ غِشَاوَةً فَمَن يَهْدِيهِ مِن بَعْدِ اللَّهِ ۚ أَفَلَا تَذَكَّرُونَ

(હે રસૂલ !) શું તેં તે માણસની સ્થિતિ પર વિચાર કર્યો કે જેણે પોતાની વાસનાઓને પોતાના ખુદા બનાવી લીધા, અને અલ્લાહે પણ (તે) જાણી લઇને તેનાથી હિદાયતની પ્રેરણા ખુંચવી લીધી, અને તેણે તેના કાનો તથા અંત:કરણ પર મહોર મારી દીધી, અને તેની આંખો પર પડદો નાખી દીધો: માટે અલ્લાહે તેને છોડી દીધા પછી તેની કોણ રાહબરી કરશે ? છતાં તમે બોધ ગ્રહણ નહિ કરો ?

(સુ. જાસેયાહ ૨૩)

આ તમામ બનાવોમાં ગુમરાહ સમુહોને તેને સુધારવાના સ્પષ્ટ હેતુથી સજા કરવામાં આવે છે ઉલટાનું એમ નહિ કે મઝલુમને સજા કરવાના ગુમરાહી યુક્ત પગલા ભરવા કે તેને સંપૂર્ણ નાબુદ કરતા પગલા ભરવા

બાળકને ટબ સાથે ફેંકી દેવાનો આ ઉત્તમ બનાવ છે!!!