શું પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)એ તેમના ઉત્તરાધિકારી(જાનશીન)ની નિમણુંક કરી હતી કે નહીં તેના પર ચર્ચા:-

વાંચવાનો સમય: 2 મિનિટ

પરિચય:-

જ્યારે કે પવિત્ર પયગંબર (સ.અ.વ.)ના ઉત્તરાધિકારી(જાનશીન)ની વાત આવે છે તો તે બાબતે ઇસ્લામમાં બે સમુહ છે.એક સમૂહ દાવો કરે છે કે પવિત્ર પયગંબર(સ.અ.વ.)એ ઉમ્મતને કોઈપણ ઉત્તરાધિકારી અને માર્ગદર્શક વગરની છોડી દીધી (અલ્લાહે મનાઈ કરી છે).

બીજો સમૂહ એટલે કે શિયા ઈમામિયા પોતાના દાવાના સમર્થન માટે દલીલ અને અગાઉથી પુરાવા આપે છે કે અલ્લાહના પયગંબર(સ.અ.વ.)એ તેમના જીવનકાળ દરમિયાન જ મુસ્લિમો માટે પોતાના ઉત્તરાધિકારી(જાનશીન)ની નીમણુંક કરી હતી. નીચેની ચર્ચા એ શિયાઓ દ્વારા આપવામાં આવતો  એક એવો પુરાવો છે જે મુસ્લિમો માટે ઉત્તરાધિકારી અને માર્ગદર્શક તરીકે પવિત્ર પયગંબર (સ.અ.વ.) એ કરેલી  નિમણૂક માટે તર્કસંગત (અકલી) દલીલ સ્થાપિત કરે છે.

પવિત્ર પયગંબર(સ.અ.વ.)એ ઉત્તરાધિકારી(જાનશીન)ની નીમણુંક કરી છે તેના પર ચર્ચા :-

અબુલ હસન અલ-રેફાઅ જે  એક શિયા હતો, તેણે ઇબ્ને રમીનને જે એક  કાયદાશાસ્ત્રી અને શિયાઓનો સખ્ત વિરોધી હતો તેને કહ્યું.

જ્યારે પવિત્ર પયગંબર (સ.અ.વ.) મદીનાથી (તબુકના યુદ્ધ માટે)નીકળ્યા, ત્યારે તેમણે કોઈની પણ નિમણુક ન કરી હતી.

ઇબ્ને રમીને જવાબ આપ્યો – ના. તેમણે અલી (અ.સ.)ને નિયુક્ત કર્યા હતા.

અલ-રેફાએ જવાબ આપ્યો – કેવી રીતે? તેમણે મદીનાના લોકોને માત્ર એટલું જ કેમ ન કહ્યું કે તમે (તમારા શાસક)ને પસંદ કરો/ચૂંટી લો  કારણકે તમે ઇખ્તેલાફ (મતભેદ) પર ભેગા થશો નહીં?

ઈબ્ને રમીને કહ્યું – કારણકે આપ(સ.અ.વ.)ને ડર હતો કે (જો તેઓ આમ કરશે તો) તેઓ ઝઘડા અને તોફાનમાં ફસાઈ જશે.

અલ-રેફા: જો ઝઘડો અને દુષ્કર્મ થયો હોત, તો આપ(સ.અ.વ.) પરત ફર્યા પછી (મદીનામાં) તેને સુધારી લેત.

ઇબ્ને રમીન: આ વધુ સારું છે (કે તે ઉતરાધિકારીની નીમણુંક કરે તેના કરતા કે રાહ જુએ કે તોફાન અને દુષ્કર્મ-ફસાદ થાય અને પછી તેને સુધારે).

અલ-રેફા: શું આપ(સ.અ.વ.)એ તેમના મૃત્યુ પછી કોઈને નિયુક્ત કર્યા હતા?

ઇબ્ને રમીન: ના.

અલ-રેફા: આપ(સ.અ.વ.) માટે આ દુનિયાથી વિદાય તેમની જિંદગીની મુસાફરી કરતાં મોટી છે. આપ(સ.અ.વ.)એ પોતાના મૃત્યુ પછી પોતાની ઉમ્મતની કેવી રીતે સલામતી અનુભવી, આપ(સ.અ.વ.)ની જીંદગીની મુસાફરી  દરમિયાન અને આપ(સ.અ.વ.) હજી જીવંત હતા ત્યારે આપને  શું ડર હતો ?

ઈબ્ન રમીન પાસે કોઈ જવાબ નહોતો.

(બેહારૂલ અનવાર  ભાગ. ૨૩  પાના નં ૭૫ હદીસ નં 24 પછી)

પયગંબર(સ.અ.વ.) પાસે સૈન્યના નેતાની નિમણૂક કરવાનું  ડહાપણ હતું  પરંતુ  ઉમ્મત  માટે નેતા નહીં?

તે વ્યાપકપણે નોંધાયેલ છે કે આપ(સ.અ.વ)ના અંતિમ દિવસોમાં, પયગંબર(સ.અ.વ.)એ લશ્કરની  ગોઠવણી માટે વિસ્તૃત વ્યવસ્થા કરી હતી. આપ(સ.અ.વ.) ઓસામા ઈબ્ન ઝૈદને લશ્કરના નેતા તરીકે નિયુક્ત કર્યા અને લશ્કરમાં જોડાવા માટે અબુબક્ર અને ઉમરને હુકમ આપ્યો હતો, જ્યારેકે પયગંબર (સ.અ.વ.) તેમની ગેરહાજરીમાં ઉમ્મતનુ નેતૃત્વ કરવા ઉત્તરાધિકારી(જાનશીન)નું નામ લીધા વિના મૃત્યુ પામ્યા!!!

આ અને અન્ય અકલી(તર્કસંગત)દલીલો એ હકીકતને સ્થાપિત કરવા માટે પુરતી  છે કે પવિત્ર પયગંબર (સ.અ.વ.)એ મુસ્લિમોની હિદાયત (માર્ગદર્શન) માટે ઉત્તરાધિકારી (જાનશીન)ની નિમણુક કરી હતી. અન્ય કોઈપણ તારણ લાવવાનો અર્થ એ છે કે મુસ્લિમો અલ્લાહના પયગંબર(સ.અ.વ.)ને મૂળભૂત શાણપણ અને બુદ્ધિવિનાની વ્યક્તિ માને છે (અલ્લાહે મનાઈ કરી છે).

અથવા તેનો અર્થ એ છે કે તેઓ તેમના કહેવાતા ખલીફાઓને પવિત્ર પયગંબર(સ.અ.વ.) કરતા વધુ સમજદાર માને છે કારણ કે તેમના ખલીફાઓએ પોતાના માટે અનુગામી નિયુક્ત કર્યા હતા.

અથવા તેઓ પવિત્ર પયગંબર (સ.અ.વ.)ને મુસ્લિમ બનવાને લાયક પણ નથી માનતા(અલ્લાહે મનાઈ કરી છે) કારણ કે રસુલ(સ.અ.વ.)એ એવી ઘણી હદીસો વર્ણવી છે જે ભારપૂર્વક જણાવે છે કે જો કોઈ મુસ્લિમ વસિયત કર્યા વિના મૃત્યુ પામે છે તો તે ઇસ્લામના દાયરામાંથી બહાર છે.

આ અકલી(તર્કસંગત) પુરાવાઓ તે અનેક આયતો અને હદીસો ઉપરાંતના છે કે જે અલ્લાહના પવિત્ર પયગંબર(સ.અ.વ.) પછી અહલેબૈત(અ.મુ.સ.)ના માસુમ  ઈમામો (અ.મુ.સ.)ની ખિલાફતને  સાબિત કરે છે.

Be the first to comment

Leave a Reply