જો આશુરા એ તમામ ઘટનાઓની યાદ મનાવવાનો બરકતી(ફઝીલતવાળો) દિવસ નથી, તો પછી એ તમામ ઘટનાઓ ખરેખર ક્યારે બની ?

વાંચવાનો સમય: 2 મિનિટ

મુસ્લિમોના મોટા ભાગના લોકોનું માનવુ એ છે કે આશુરા એક બરકતી(ફઝીલતવાળો) દિવસ છે, તે દિવસે અલ્લાહે નબીઓ/રાષ્ટ્ર કે અમુક લોકોને ઇલાહી નેઅમતો અતા કરી છે.તેઓ એ દાવો કરે છે કે અલ્લાહની આ નેઅમતોનો શુક્ર અદા કરવા માટે તે દિવસે રોઝો રાખવાની ખૂબજ ભલામણ કરવામા આવી છે.

બીજી બાજુ બીજા ઘણા મુસ્લિમ સંપ્રદાયો છે કે જેમણે આશુરાના દિવસે રોઝો રાખવાની ભલામણને ઈતિહાસ દ્વારા વખોડીયો છે કે કેહવાતો યહુદી લોકોનો રોઝો કે જે આશુરાના દિવસે રોઝો રાખવાની વાતની બુન્યાદછે તે હકીકતમાં રબ્બીઊલ અવ્વલ મહિનામાં હિજરતના સમયે હતો ન કે મોહરરમ મહિનામાં આશુરાના દિવસે.

શિયાઓએ તો પોતાના સ્ત્રોતથી એ પણ સાબિત કર્યું છે કે તે તમામ કહેવાતા પ્રસંગો કે જે જાદૂઈ રીતે(બનાવટી બનાવો) અનાયાસે આશુરાના દિવસે જ બન્યા હતા (જેમ કે બની ઉમ્મયાઓએ ફેલાવ્યું હતું કે ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદત ભૂલવાડવા) તે ખરેખર વર્ષના બીજા વિવિધ દિવસોમાં બનેલ છે.

અહીં એક ખુબજ રસપ્રદ બનાવ જનાબે મિસમે તમ્માર(ર.અ.)થી આશુરાના દિવસના બારામાં અને આશુરના દિવસના ખરા મહત્વને ભૂલવાડવા માટે કેવી રીતે એહલેબેયત(અ.મુ.સ)ના દુશ્મનોએ મુસલમાનોને આ દિવસ વિશે ખોટા પ્રસંગો ઘડી કાઢશે તે બારામાં ફરમાવ્યુ છે. સૌથી રસપ્રદ વાત તો એ છે કે જનાબે મિસમ(ર.અ.) એ પોતાના ઇલ્મને (ઇલમે મનાયા વ બલાયા) કે જે એમને તેમના મૌલા અમીરુલ મોમેનિન(અ. સ.)થી મળેલ હતું તેના દ્વારા  કરબલાનો બનાવ બને એ પહેલાજ પોતાના સાથીઓને આ વિષે ભવિષ્યવાણી કરી હતી.

જનાબે મિસમ(ર.અ.)એ પોતાના સાથીઓ(સહાબીઓ)ને કરબલાના દુઃખદ બનાવ વિષે અને ઇમામ હુસૈન(અ.સ)ની શહાદત અને કેવી રીતે તે દિવસને મુસલમાનો બરકતી દિવસ માનવા લાગશે તે વિષે જણાવ્યું હતુ.

રાવી જનાબે મિસમ(ર. અ.)ને પૂછે છે : અય મિસમ!કેવી રીતે લોકો તે દિવસને કે જે દિવસે ઇમામ હુસૈન(અ. સ.)ને શહિદ કરવામાં આવ્યા હતા તેને બરકતી દિવસ માની શકે?

જનાબે મિસમ(ર.અ.) રડવા લાગે છે અને કહે છે : જલ્દીજ તેઓ આ પ્રકારની વાતો ઘડી કાઢશે કે તે દિવસે  અલ્લાહે જનાબે આદમ(અ. સ.)ની તૌબાને કબુલ કરી હતી જ્યારે કે અલ્લાહે જનાબે આદમ(અ. સ.)ની તૌબાને ઝીલહજ મહિનામાં કબુલ કરી હતી. (અરફાના દિવસે જેને મોટા ભાગના મુસલમાનો માને છે).

અને તેઓ વાતો ઘડશે કે તે દિવસે અલ્લાહે જનાબે દાઉદ(અ.સ.)ની તૌબાને કબુલ કરી હતી જ્યારે કે અલ્લાહે જનાબે દાઉદ(અ.સ.)ની તૌબાને ઝીલ્હજ મહિનામાં કબુલ કરી હતી.

અને તેઓ વાતો ઘડશે કે તે દિવસે અલ્લાહે જનાબે યુનુસ(અ. સ.)ને માછલીના પેટમાંથી બચાવ્યા હતા જ્યારે કે અલ્લાહે જનાબે યુનુસ(અ. સ.)ને વ્હેલ માછલીના પેટમાંથી ઝીલકાદ મહિનામાં બચાવ્યા હતા.

અને તેઓ વાતો ઘડશે કે તે દિવસે જનાબે નુહ(અ. સ.)ની હોડી “જુદી” નામના પહાડ પર સ્થાયી થઈ હતી જ્યારે કે જનાબે નુહ(અ.સ.)ની હોડી જુદી પહાડ પર 18ઝીલ્હજના દિવસે સ્થાયી થઈ હતી.

અને તેઓ વાતો ઘડી કાઢશે કે તે દિવસે અલ્લાહે બની ઇસરાએલ માટે દરિયાને ફાડી કાઢ્યો હતો જ્યારે કે તે બનાવ રબ્બીઉલ અવ્વલ મહિનામાં બન્યો હતો.

અલ-આમલે શેખે સદુક(ર.અ.) પા 127 -128.

 

સ્પષ્ટપણે મુસલમાનોને ગેરમાર્ગે દોરવવામાં આવ્યા છે કે જેથી તેઓ આશુરાના દિવસનું સાચું મહત્વ એટલે કે ગમનો દિવસ કે જે દિવસે રસુલે ખુદા(સ.અ.વ)ના નવાસા અને તેમના સાથીઓને દર્દનાક રીતે કરબલામાં શહીદ કરવામા આવ્યા હતા તેને ભૂલી જાય. બની ઉમ્મયાની સાથે તેમના ખરીદેલા લેખકો અને મૌલવીઓએ આ ખોટી વાતોને સદીઓ સુધી આગળ વધારી. અન્ય સાચા મુસલમાનોએ તરતજ આશુરાના દિવસના સત્યની સાબિતી આપીને તેમના ખોટા દાવાને પડકર્યા છે કે ખરેખર આ બધા પ્રસંગો આશુરાના દિવસે નહીં પરંતુ વર્ષની બીજી તારીખોમાં બનેલ છે.

Be the first to comment

Leave a Reply