કયુ સાચુ છે ‘વ ઈતરતી’ (અને મારી એહલેબય્ત) અથવા ‘વ સુન્નતી’ (અને મારી સુન્નત (હદીસો)

વાંચવાનો સમય: 8 મિનિટ

હદીસ વિજ્ઞાનના વિધ્વાનો (મોહદ્દેસુન)એ હદીસે સકલૈન (બે અતીભારે મહત્વની વસ્તુઓની હદીસ) બે રીતે વર્ણવી છે અને હદીસના પુસ્તકોમાં નોંધી છે. તેમાંથી કઈ સાચી છે તેનું પરીક્ષણ કરવું રહ્યું:

  1. ‘કિતાબલ્લાહ વ ઈતરતી અહલબૈતી’ (અલ્લાહની કિતાબ અને મારી એહલેબયત) અથવા
  2. કિતાબલ્લાહ વ સુન્નતી’ (અલ્લાહની કિતાબ અને મારી સુન્નત (હદીસ))

જવાબ:

રસુલ (સ.અ.વ.)ની(5) પ્રમાણિત (સહીહ) અને પ્રમાણસિધ્ધ (સાબિત) હદીસ તે ‘વ એહલે બૈતી’ શબ્દ સમૂહવાળી છે. ‘એહલે બયતી’ની બદલે ‘સુન્નતી’ શબ્દવાળી હદીસની સનદ એટલેકે તેના રાવીઓની સાંકળ માન્ય નથી માટે તેને રદ (મરદુદ) કરવામાં આવી છે. જ્યારે ‘વ એહલે બયતી’ શબ્દ સમુહ વાળી હદીસના રાવીઓની સાંકળ તદ્દન શુધ્ધ છે.

‘વ એહલે બયતી’ ની રિવાયતના રાવીઓની સાંકળ

આ લેખ બે મુખ્ય અગ્રણી મોહદ્દીસોએ રિવાયત કરી છે.

  1. ઝયદ અલ અરકામથી મુસ્લીમે પોતાની ‘સહીહ’ માં: એક દિવસ રસુલુલ્લાહ (સ.અ.વ.) મક્કા અને મદીના વચ્ચે આવેલ ખુમ નામના તળાવ પાસે ખુત્બો આપવા ઉભા થયા. તે ખુત્બામાં તેમણે અલ્લાહની પ્રશંસા કરી અને લોકોને ઉપદેશ આપતા કહ્યું:

(આપણા વિષયને લગતું): અય લોકો, હું એક ઈન્સાન છું. મારા પાલનહાર તરફથી મારી પાસે એક સંદેશાવાહક આવશે (મૌતનો ફરીશ્તો) અને હું અલ્લાહના આમંત્રણને સ્વિકારીશ (તમારા વચ્ચેથી ચાલ્યો જઈશ) પરંતુ તમારી વચ્ચે બે મહા ભારે (મહત્વની) વસ્તુઓ મુકતો જાઉ છું. તેમાંથી એક અલ્લાહની કિતાબ જેમાં સાચુ માર્ગદર્શન અને નૂર છે તેથી તેને મજબુતીથી વળગી રહો.

આપ (સ.અ.વ.) (આપણને) અલ્લાહની કિતાબથી મજબૂતીથી વળગી રેહવાનો ઉપદેશ આપ્યો અને પછી કહ્યું: બીજુ મારી એહલેબૈત છે. હું તમને મારા કુટુંબીજનો (પ્રત્યેની તમારી જવાબદારી)ની યાદ આપું છું. હું તમને મારા કુટંબીજનો (પ્રત્યની તમારી જવાબદારી)ની યાદ આપું છું.(6)

દરમીએ પણ પોતાની સુન્નતમાં(7) આ લખાણનો ઉલ્લેખ કર્યો છે. ‘એ જોઈએ કે આ બન્નેના રાવીઓની સાંકળ સૂર્ય સમાન પ્રકાશિત છે અને તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

  1. તેઓના તે વર્ણન જેમાં (વ ઈતરતી એહલેબયતી) ‘મારી ઈતરત મારા ઘરવાળાઓ’ શબ્દો વાપર્યા છે તે બારામાં તિરમીઝી લખે છે કે નબી (સ.અ.વ.) એ ફરમાવ્યું:

ખચીતજ, હું તમારા વચ્ચે બે મહાભારે મહત્વની વસ્તુઓ મૂકતો જાઉ છું જેને તમે ચુસ્તપણે વળગી રેહશો તો તમો કયારેય ગુમરાહ નહી થાવ. એક બીજા કરતા મહાન છે. અલ્લાહની કિતાબ જે આસ્માનથી પૃથ્વી તરફ લંબાવવામાં આવેલું દોરડું છે અને મારી ઈત્રત મારી એહલેબયત આ બન્ને એકબીજાથી કયારેય જુદા નહી થાય ત્યાં સુધી કે મને હવઝે કવસર) પર મળે. તમે તેમની તરફ કેવી રીતે વર્તો છો તે વિષે સાવધ રહેજો.(8)

બન્ને મુસ્લીમ અને તીરમીઝી જેઓ ‘સહીહ’ અને ‘સોનન’ના સંકલન કરનારાઓમાંથી છે (એહલે સુન્નત જેમ હદીસના સંકલનને પ્રમાણભૂત ગણે છે તેમ) શબ્દ સમુહ ‘એહલેબય્ત’ને મહત્વતા આપે છે અને આ પુરાવા આપણી દ્રષ્ટિકોણને બળ આપે છે અને બન્ને હદીસના વર્ણન કરનારાઓની સાંકળ એટલી સચોટ અને વિશ્ર્વાસનીય છે કે તેમાં કોઈ ચર્ચા કે દલીલની જરૂરત રહેતી નથી.

‘વ સુન્નતી’ વર્ણનની રાવીઓની સાંકળ

‘એહલેબયતી’ને બદલે સુન્નતી શબ્દો ઉલ્લેખ કરતી હદીસ, ઘડી કાઢેલી હદીસ છે જેની માત્ર રાવીઓની સાંકળ કમઝોર નથી પરંતુ બની ઉમય્યાના મળતીયાઓએ તે ઉપજાવી કાઢેલી અને પ્રસારીત કરેલી છે:

  1. હકીમ નેશાપુરી આ વર્ણનને પોતાની મુસતદરક (અસ સ્સહીઅયન) માં નીચે મુજબના રાવીઓની સાંકળથી વર્ણવે છે.

‘અબ્બાસ ઈબ્ને અલી ઉવૈસ અબી ઉવૈસથી વર્ણવે છે જે યવર ઈબ્ને ઝયદ અદ દયલમીથી જે ઉમ્માંથી જે ઈબ્ને અબ્બાસથી કે રસુલુલ્લાહ (સ.અ.વ.) એ કહ્યું: ‘અય લોકો હું તમારી વચ્ચે બે વસ્તુ મુકતો જાઉ છું જેમને તમે વળગી રેહશો, તો તમે ગુમરાહ નહી થાવ: અલ્લાહની કિતાબ અને તેના નબીની સુન્નત (હદીસો).’(9)

આ વર્ણનના રાવીઓમાં ઈસ્માઈલ ઈબ્ને અલી ઉવૈસ અને અબુ ઉવૈસ પિતા અને જેઓ ભરોસાપાત્ર નથી અને તેમના પર જુઠ બોલવા, હદીસો ઘડવા અને ખોટા લખાણ કરવાનો આરોપ છે.

રીજાલના વિધ્વાનો આ બન્ને પ્રકારની હદીસ માટે શું કહે છે.

હાફીઝ અલ મીઝઝી(10) જેઓ રીજાલના(11) વિધ્વાનના સંશોધનકર્તા છે. તેઓ તેહઝીબ અલ કમાલમાં ઈસ્માઈલ અને તેમના પિતા વિષે લખે છે કે:

યહ્યા ઈબ્ને મોઈન (જે ઈબ્ને રીજાલના અગ્રણ વિધ્વાન છે) કહે છે: અબુ ઉવૈસ અને તેમના પુત્ર (ઈસ્માઈલ) કમઝોર (ઝઈફ) છે. એ પણ એહવાલ છે કે યાહ્યા ઈબ્ને મોઈન કહેતા રહેતા હતા: આ બન્ને લોકો હદીસની ચોરી કરતા હતા. ઈબ્ને મોઈન પુત્ર (ઈસ્માઈલ) વિષે કહે છે કે તેનો ભરોસો કરી શકાય નહી.

નિસાઈ પુત્ર (ઈસ્માઈલ) વિષે કહે છે: તે ‘કમઝોર’ અને બિન ભરોસાપાત્ર છે. અબુલ કાસીમ લાલકાઈ કહે છે નિસાઈએ તેના વિધ્ધમાં ઘણું કહ્યું છે તારણ એ કે તેની રિવાયતોને રદ કરવી જોઈએ.

રીજાલના એક ઉલેમા ઈબ્ને અદી કહે છે: ઈબ્ને અબી ઉવૈસ, માલીકના મામા, વિચિત્ર હદીસો વર્ણવે છે. જે કોઈ સ્વીકારતું નથી.(12)

ઈબ્ને હજર (અલ અસકલાની) ફતહઉલ બારીની પ્રસ્તાવનામાં લખે છે:

જે રીતે નિસાઈએ ઈબ્ને અબી ઉવૈસ પર ઠપકાઓ ખડકયા છે તેના કારણે તેનાથી હદીસના (પૂરાવાપે) કયારેય સંદર્ભ ન લઈ શકાય.(13)

હાફીઝ એહમદ ઈબ્ને સાદિક સલમાઈ ઈબ્ને શય્બથી પોતાના પુસ્તક ફકહ અલમુલ્ક અલ આલાથી લખે છે કે: ઈસ્માઈલ ઈ. ઉવૈસને કેહતો સાંભળવામાં આવ્યો કે: જ્યારે મદીનાના લોકો કોઈ મુદ્દા પર બે ભાગમાં વહેચાઈ જતા હું હદીસ ઘડતો હતો(14)

આમ પુત્ર (ઈસ્માઈલ ઈ. અબી ઉવૈસ) પર હદીસ ઘડવાનો આરોપ છે અને ઈબ્ને મોઈન કહે છે કે તે જુઠુ બોલે છે. વધુમાં તેની રિવાયતો ન તો મુસ્લીમની સહીહમાં ન તરમીઝીની સોનનમાં અથવા કોઈ પણ સહીહમાં આવી છે.

અબુ ઉવૈસ માટે એટલું કહેવું પુરતુ છે કે અલ જરરાહ વદ તા’દીલમાં અબુ હાતમ અરરઝી કહે છે: તેના વર્ણનો લખાયા હોય પરંતુ (પુરાવા પે) તેમને રજુ કરાય નહી અને તેમની રિવાયતો ન તો સશકત (કવી) છે ન મક્કમ (મોહકમ).(15)

અબુ હાતમ જે ઈ. મોઈનથી વર્ણવે છે કે અબુ ઉવૈસ ભરોસાપાત્ર નથી. આ બન્નેથી કોઈપણ રિવાયત કોઈપણ પ્રકારે સાચી (સહીહ) નથી. વધુમાં તે સહીહ અને સાચી રિવાયતોથી સંમંત નથી. તે ધ્યાન લેવા યોગ્ય છે કે રાવી જેવાકે હકીમ નેશાપુરી આ હદીસની કમઝોરીને સ્વીકારી છે પરંતુ તેની સાંકળને ખરી કરવાને બદલે તેની રાવીઓની સાંકળની પૃષ્ટીમાં સાક્ષીઓ લાવ્યા છે. જેના રાવીઓની સાંકળ પણ કમઝોર અને વિશ્ર્વાસનીયતાથી વંચીત છે. આમ હદીસને વધુ મજબુત બનાવવાના સ્થાને તેની નબળાઈ વધુ સ્પષ્ટ થાય છે. ચાલો આપણે તે નબળા સાક્ષીઓને જોઈએ.

‘વ સુન્નતી’ વર્ણનની બીજી રાવીઓની સાંકળને જોઈએ

રાવીઓની સાંકળ જે પછીથી બતાવીશું હકીમ નેશાપુરી અબુ હોરૈરાથી નકલ કરે છે જે રિવાયતને ‘મરફ’(16) કહેવામાં આવી છે.

ખચીતજ હું તમારી વચ્ચે બે વસ્તુ મુકી જાઉ છું. જેને (તમે વળગી રહેશો) તો તમે કયારેય ગુમરાહ નહી થાવ. અલ્લાહની કિતાબ અને મારી સુન્નત (હદીસો) અને તેઓ (એકબીજાથી) કયારેય છૂટા નહી પડે ત્યાં સુધી કે તે મને હવઝ (કવસર) પર મળે.(17)

ઉપરોકત વર્ણનને હકીમે નીચે મુજબની રાવીઓની સાંકળથી વર્ણવી છે:

‘અદ્દબી એ સાલીહ ઈ. મૂસા અતતલહી જે અબ્દઅલ અઝીઝ ઈ. રાફી જે અબી આલેહય જેણે અબુ હુરૈરાથી.’

અગાઉના વર્ણનની જેમ આ વર્ણન પણ ઘડી કાઢેલુ છે અને સાલીહ હ. મૂસા અતતલહી જે એક રાવી છે તેના વિષે ઈલ્મે રીજાલના વિધ્વાનો કહે છે.

યાહ્યા ઈ. મુઈન કહે: સાલીહ ઈ. મૂસા અવિશ્ર્વાસનિય છે. અબુ હાતમ અર રઝી કહે છે તેની હદીસ કમઝોર (ઝઈફ) અને અસામાન્ય (મુનકર) છે, તે તેની અસહમત (મુનકર) હદીસો ભરોસાપાત્ર વ્યકિતઓથી વર્ણવે છે. નિસાઈ કહે છે: તેની હદીસને નોંધવી જોઈએ નહી. એક અન્ય જગ્યાએ તે કહે છે ‘તેની હદીસ રદ કરેલી છે (મતક)’(18)

તહઝીબ અત તહઝીબમાં ઈબ્ને હજર (અલ અસલ્તાની) લખે છે કે: ઈબ્ને હીબ્બાન કહે છે: સાલીહ ઈ. મૂસા ભરોસાપાત્ર લોકોથી એ વાતો નિમીત કહે છે જે તેમાંના શબ્દોથી સુસંગત નથી.’ પછી તે કહે છે ‘તેની હદીસ પાકા પુરાવા તરીકે દ્રષ્ટાંત નથી.’ અને અબુ નઈમ કહે છે: તેની હદીસ રદ થએલી છે અને તે હંમેશા અસામાન્ય હદીસો વર્ણવે છે.(19)

અત તકરીબમાં (20) ઈ. હર કહે છે: તેની હદીસ રદ કરેલી છે.’ અલ મશીકમાં (21) ઝહબી કહે છે: તેની હદીસ કમઝોર થઈ છે.’ મીઝાન અલ એઅતેદાલમાં (22) ઝહબી તેનાથી વિવાદગ્રસ્ત હદીસ વર્ણવે છે અને લખે છે કે તે તેની ‘હંમેશની’ હદીસોમાંથી છે.

વ સુન્નતીની રાવીઓની ત્રીજી સાંકળ

અત તવહીદમાં અબ્દ અતબર આ વર્ણનને નીચે મુજબના રાવીઓની સાંકળથી આ લખે છે:

અબ્દ અર રેહમાન ઈબ્ને યાહ્યા એહમદ ઈબ્ને સઈડથી જે મોહમ્મદ ઈબ્ને ઈબ્રાહીમ અદ કુબયલીથી જે અલી ઈબ્ને અત ફરાએઝીથી જે હુમૈનીથી જે કસીર ઈબ્ને અબ્દુલ્લાહ ઈબ્ને અમ ઈબ્ને ઔફથી જે પોતાના પિતાથી જેમણે તેમના દાદાથી(23) ઈમામ શાફેઈ કસીર ઈ. અબ્દુલ્લાહ વિષે કહે છે: તે જુઠાણાનો એક સંભ છે(24) અબુ દાઉદ કહે છે કે તે ખોટા બોલો અને જુઠો છે.(25) ઈ. હીબ્બાન કહે છે: અબ્દુલ્લાહ ઈબ્ને કસીર એ હદીસોનું પુસ્તક જેમાં તેના પિતા અને દાદાથી વર્ણવી છે જે બનાવટી લખાણો પર આધારીત છે. તેમાંથી અથવા અબ્દુલ્લાહથી કોઈપણ હદીસ વર્ણવવી હરામ છે સિવાય કે તે આશ્ર્ચર્ય વ્યકત કરવાના હેતુસર અથવા ટીકા કરવા માટે હોય.(26)

નીસાઈ અને દટકુતની કહે છે: તેની હદીસો રદ છે. ઈમામ એહમદ (ઈ. હમ્બલ) કહે છે: તે મુનકર અલ હદીસ (જે વિચિદ્ર હદીસો વર્ણવતો હોય) છે અને તે ભરોસાને પાત્ર નથી અને ઈ. મોઈન પણ તેવોજ અભિપ્રાય છે.

તે આશ્ર્ચર્યજનક છે કે અત તકરીબમાં ઈ. હજર કસીરના જીવન વૃતાંતમાં તે લોકો જે આને જુઠાણામાં કરાર હોવાનો આરોપ મુકે છે તેને ફકત ઝઈફ કમઝોરની વ્યાખ્યાથી સંતોષ માને છે. જ્યારે કે ઈલ્મે રેજાલના અગ્રણીઓએ તેના પર જુઠાણા અને જુઠ ઘડવાનો આરોપ મૂકયો છે. વધુમાં ઝહબી કહે છે: તેના વાકયો પાયા વિહોણા અને કમઝોર છે.

રાવીઓની સાકળ વગર વર્ણન

માલીકે પોતાની મુવત્તામાં(28) કોઈપણ રાવીઓ વગર વર્ણવીને આ હદીસને મુરસસ(27) કહી છે અને આપણે આ જાણીએ છીએ કે આવી રિવાયતનું કોઈ મુલ્ય હોતું નથી.

આ અવલોકનથી એ બાબત સ્પષ્ટ થઈ ગઈ કે ‘વ ઈતરતી’ (મારી એહલેબૈત)ની વિધ્ધ ‘વ સુન્નતી’ (મારી સુન્નત) નું વર્ણન બની ઉમય્યાથી સંકળાયેલા જુઠા રાવીઓએ તેનું કુટલેખન કરી અને ઘડી છે.

આથી, મસ્જીદોમાં ખુતબા આપનારાઓ, ધાર્મિક પ્રવચનકતર્ઓિ, ઈમામે જમાઅત માટે જરી છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.)થી સંબંધીત કરેલી પાયા વિહોણી રિવાયતોને તર્ક કરે અને લોકોને સાચી હદીસોથી પરિચિત કરાવે. મુસ્લીમે તેની સહીહમાં ‘એહલે બયતી’ થી તેને તીરમીઝીએ પોતાની સોનનમાં ‘ઈતરતી એહલેબયતીથી’ વર્ણવી છે તો ઈલ્મ મેળવવાવાળા તમામ પર તે ફરજીયાત છે કે હદીસ વિજ્ઞાનના નિયોમોનું પાલન કરે અને સાચી અને નબળી હદીસો વચ્ચે તફાવત કરે, નિષ્કર્ષ એ કે આપણે નોંધ લઈએ કે ‘એહલેબ બયતી’ શબ્દ પ્રયોગથી રસુલુલ્લાહ (સ.અ.વ.) પોતાની ઝુરરીયત (સંતની) મુરાદ છે. જેમકે હ. ફાતેમા સ.અ., હસન અ.સ., હુસૈન અ.સ.(29) જેમકે મુસ્મીમે પોતાની સહીહ(30) અને તીરમીઝીએ પોતાની સુન્નતમાં(31) આએશાથી રિવાયત લખી છે:

ખચીતજ અય એહલેબયત સિવાય તેના કાંઈજ નથી કે અલ્લાહ ચાહે છે કે તમારાથી દરેક પ્રકારની અપવિત્રતા દૂર રાખે અને તમને એવા પાક પવિત્ર રાખે જેવા રાખવાનો હક છે.(32) ઉમ્મે સલમાના ઘરમાં વહી આવી હતી.

નબી (સ.અ.વ.) એ જ. ફાતેમા સ.અ., હસન અ.સ., હુસૈન અ.સ.ને ચાદર તળે લીધા અને અલી તેમની પાછળ હતા. તેમને પણ ચાદર તળે લીધા અને ફરમાવ્યું: અય અલ્લાહ, આ મારી એહલેબયત (ઘરવાળાઓ) છે. તેમનાથી અપવિત્રતા દૂર રાખ અને તેમને સંપૂર્ણ રીતે પાક રાખ. ઉમ્મે સલમાએ કહ્યું: યા રસુલુલ્લાહ! શું હું તેમના સાથે છું? આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું: જ્યાં છો ત્યાં રહો અને તમે ભલાઈ (ખૈર) પર છો.(33)

હદીસે સકલૈનનો અર્થ

પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ ઈતરતને કુરઆનની સાથે વર્ણવી છે અને બન્ને ઉમ્મત માટે અલ્લાહની હુજ્જત વર્ણવી છે તો તેમાથી બે તારણો તારવી શકાય:

  1. કુરઆનની જેમ નબીની ઈતરત (ઘરવાળાઔ)ના કૌલ હુજ્જત છે એટલે તમામ ધાર્મિક મામલાઓમાં એટલે બંને સૈધાંતિક અને કાયદાકીય બાબતોમાં તેમના કૌલનું પાલન કરવું અને તેમના કૌલના પાલન વિષેના પુરાવા પછી તેમનાથી ફરી જઈ અન્યોનું અનુસરણ ન કરવું.

પરંતુ નબી (સઅ.વ.)ની વફાત પછી મુસલમાનો ખિલાફત અને ઉમ્મતના રાજકીય બાબતોના વહિવટ પ્રશ્ન બે ભાગમાં વેહંચાઈ ગઈ. દરેક સંમૂહ પાસે પોતાનો તર્ક અને આધાર હતો. તેમની પાસે એહલેબયત (અ.મુ.સ.) ના બૌધિક અધિકારના મુદ્દે કોઈ અસંમતી હોવી જોઈતી ન હતી કારણકે તમામ મુસલમાનો હદીસે સકલૈના પ્રમાણિત હોવા વિષે પૃષ્ટિ કરે છે. જે કુરઆન અને એહલેબૈતને માન્યતાઓ તથા એહકામમાં સત્તાધિકારી બતાવે છે અને મુસલમાનો જો આ હદીસને ર્જીવે તો તેમનામાં મતભેદ ઘટશે અને મુસલમાનોમાં એકતા માટેના માર્ગ ઉછડશે.

  1. કુરઆન અલ્લાહનો કલામ, ભૂલ તથા ત્રુટિથી મુકત છે. તેમાં ત્રૂટી કેવી રીતે હોય. જ્યારે અલ્લાહ તેના વિષે ફરમાવે છે:

કે જુઠઠાણું તેને ન અગાળથી લાગુ પડશે, ન તેની પાછળથી, તે હિકમતના સાહેબ અને સ્તૃતિને પાત્ર (અલ્લાહ)ના તરફથી ઉતરેલું છે.(34)

જો કુરઆન ત્રુટીથી મૂકત છે તો તેના ભાગીદાર અને પ્રતિપ એટલેકે ઈટરત પણ ત્રૂટી કે ભૂલથી મુકત હોવા જોઈએ. કારણકે ભૂલ કરતા વ્યકિત કે ભૂલ કરનાર લોકોને તેનાથી સાંકળવું યોગ્ય નથી.

આ હદીસ તેઓની કોઈપણ પ્રકારની અપવિત્રતાથી રક્ષીત હોવાની સાક્ષી છે. અહી એ નોંધવું ઘટે કે ઈસ્મત (તમામ ગુનાહોથી પર હોવું) તે કમી અંબિયાનો વિષેષાધિકાર નથી. તે કે તેણીનું ગુનાહોથી પવિત્ર રહેવું કોઈ વ્યકિત માટે અશકય નથી ભલે પછી તે કે તેણી નબી ન હોય.

નીચેની આયત મુજબ

હ. મરયમ તમામ ગુનાહોથી પવિત્ર છે તેમ છતાં કે તે નબી નથી.(35)

સૈયદ રીદા હુમૈની નસબના પુરીત ‘ધી શીઆ રીબ્યુટસ’ માંથી સાભાર જે આયતુલ્લાહ જઅફર સુબ્હાનીની દેખરેખ હેઠળ લખાઈ.

નોંધ:

  1. સંક્ષેપ (સં) અરબી અભર્યથતા વાકય ‘સલ્લાહુ અલયહે વ આલેહી વસલ્લમ’ અલ્લાહ તમારી અને તમારી આલ પર રહમત વરસાવે. આ પવિત્ર પયગમ્બર મોહમ્મદ (સં) ના નામ લેતી વખતે બોલાય છે.
  2. મુસ્લીમ, સહીહ, ભાગ-4, પાના નં. 1803 હદીસ નંબર 2504 (આવૃતિ અબ્દ અલબકી) અબ્દુલ હમીદ સીદ્દીકી (તરજુમો) સહીહ મુસ્લીમ (અંગ્રેજી તરજુમો) ભાગ-4, હદીસ નંં 5920 (તરજુમો)
  3. દરમી, સુનન ભાગ-2, પાના નં. 431-432
  4. તીરમીઝી, સુનન, ભાગ-5, પાના નં. 663, હદીસ નં. 37788
  5. હકીમ અલ નીશાપૂરી, મસ્તદરક (અલસ સહીયયન) ભાગ-1, પા 93
  6. હાફિઝ શભદીક અર્થ ‘કઠસ્ય કરનાર’ અને હદીસની પરિભાષામાં જેમકે આ પુસ્તકમાં તે વિધ્વાનને વર્ણવ્યા જેની યાદદાસ્ત ઉત્ત્ામ છે અને જેણે ઘણી હદીસો બયાન કરી છે.
  7. રીજાલ અથવા ઈલ્મ અર રીજાલ: હદીસ વિજ્ઞાનની એક શાખા જે તેના રાવીઓ અને નિવેદકોના જીવનદતાતને લગતી છે.
  8. હાફીઝ અલ મઝમી, તહઝીબ અલ કમાલ ભાગ-3, પા. 127
  9. ઈ. હજર અલ અસકલાની, ફતહ અલ બારીનો પરિચય (આવૃતિ દાર અલ મઆરીફ) પા. 391.
  10. હાફીઝ સય્યદ એહમદ: ફતહ અલ મૂલક અલ ઔલા, પા. 15.
  11. અબુહાતમ અર રઝી, અલ જરર્િ વત તાદીલ, ભાગ-5, પા. 92
  12. મટકૂ ‘અનૂરેખણીય’ એવી રિવાયત જેને મઅસુમ (એટલે નબી (સ.અ.વ.) તથા ઈમામ (અ.સ.)થી અનુરેખી શકાય તેમાં રાવીઓની સાંકળ અંખડ ન હોવા છતાં
  13. હકીમ અલ નીશાપુરી, મુસ્તદરક અલ સહીઅયન, ભાગ-1, પા. 13
  14. હાફીઝ અલ મઝઝી, તહઝીબ અલ કમાલ, ભાગ-13, પા. 96
  15. ઈબ્ને હજર (અલ અસ્કલાની) તહઝીન અત તહઝીબ, ભાગ-4 પા. 355
  16. ઈબ્ને હજર (અલ અસ્કલાની) અત તકરીબ (ભાષાતરીત આવૃતિ) નં. 289
  17. ઝહબી અલ કશીફ (ભાષાંતરીત આવૃતિ) નંબર 2412
  18. ઝહબી, મીઝાન અલ એઅતેદાલ, ભાગ-2, પા. 302
  19. અલ તમહીદ, ભાગ-24, પા. 33
  20. ઈબ્ન હજર (અલ અસકલાની), તહઝીબ અત તહઝીબ (દાર અલ ફીક્ર) ભાગ-8, પા. 377, તહઝીબ અલ કમાલ, ભાગ-24, પા. 138
  21. એજ નં.
  22. ઈબ્ને હીબબાન, અલ મજહીન, ભાગ-2, પા. 221
  23. મુરસલ: એવી હદીસ જેના રાવીઓની સંપૂર્ણ સાંકળ ખબર નથી. એટલેકે તેના રાવીઓમાંથી એક યા તેથી વધુનું નામ ખબર નથી. મુરસલ તો શબ્દીક અર્થ છે. આગળ વધારયું કારણકે હદીસને તાબેઈને આગળ વધારી અને સહાબીનું નામ જેણે તેને વર્ણવી તે ગૂમ છે.
  24. મલીક ઈબ્ને અનસ, અલ મુવ્વાતા, પા. 889, હદીસ નં. 3
  25. સંક્ષેપ (અ) અરબી અભયર્થના અલયહીસ સલામ, અલયહેમુસ સલામ અથવા અલયહસ સલામ (તેના, તેમના, તેણીના પર સલામ થાય) જે અંબીયા, ફરીશ્તાઓ, પવિત્ર પયગમ્બરના વંશમાંથી ઈમામો અને સંતો માટે વપરાય છે.
  26. મુસ્લીમ, સહીહ, ભાગ-4, પા. 1833, હદીસ નં. 2424, અબ્દુલ હમીદ સીદ્દીકી (તરજુમો) સહીહ મુસ્લીમ (અંગ્રેજી ભાષાંતર) ભાગ-4, હદીસ નં. 5955
  27. તીરમીઝી સોનન, ભાગ-5, પા. 663
  28. સૂ. અલ અહઝાબ 33:33
  29. હસન બીન અલી અશ શફફાક, સહીહ સીફા સલાત અન નબી (સ) પા. 289-294 માંથી નોંધેલ.
  30. સૂ. ફુસ્સેલાત 41:42
  31. સૂ. આલે ઈમરાન 3:42

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*