અબુબક્રનો ફદકના બારામાં સર્વસંમતિ(ઈજમા)નો દાવો નિરાધાર હતો

વાંચવાનો સમય: 4 મિનિટ

‘ફદક’નો વીષય અને ‘ઇલાહી પયગમ્બર (સ.અ.વ.)ના વારસા’ના બારામાં વિસ્ત્રૃત ચર્ચા (વાદવિવાદ)એ સૌથી જુની અને મુખ્ય બાબતમાંથી છે જે શિઆઓને બીજા બધાથી અલગ પાડે છે.

એઅતરાઝ:

બહુમતી મુસ્લીમોનો એ દાવો છે કે જ. ફાતેમા ઝહરા સ.અ. – પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના પૂત્રીનો ફદક પર કોઇ હક ન હતો, કારણકે અલ્લાહના પયગમ્બર (સ.અ.વ..) પોતાની પાછળ કોઇ વારસો છોડીને નથી જતા.

તેઓ પોતાના આ દાવાના સમર્થનમાં એજ વર્ષો જુની ‘ઇજમા’ (સર્વસંમતિ)નો આશરો લે છે. એટલે કે કેહવાતી મુસ્લીમ બહુમતી અને સહાબીઓએ અબુબક્રની એ વાત કે ‘ઇલાહી પયગમ્બર (અ.સ.) પોતાની પાછળ કોઇ વારસો છોડતા નથી’ નું સમર્થન કર્યુ હતુ. આ (કેહવાતી) જ. ફાતેમા ઝહરા (સ.અ.)ની વિરુધ્ધની સર્વસંમતિ સાબીત કરે છે કે અબુબક્ર સાચો હતો અને જ. ફાતેમા ઝહરા (સ.અ.) નો ફદક પર કોઇ હક ન હતો.

જવાબ:

આ વીવાદના ઘણા પાસાં છે અને એ સાબીત કરવાના ઘણા રસ્તા છે કે અબુબક્રે જેવી રીતે તેના જીવન દરમ્યાન અલગ અલગ પ્રસંગોએ ભૂલો કરી હતી તે જ પ્રમાણે આ બાબત પણ તેણે ભૂલ કરી હતી. શિઆ અને સુન્ની બન્ને ફીરકાના વિદ્વાનોએ  આ હકીકતને સાબીત કરી દીધી છે, અને સાબીત કરી દાધુ છે કે જ. ફાતેમા ઝહરા (સ.અ.)નો ફદકનો દાવો નિર્વિવાદીત છે (બીજા કોઇનો ફદકમાં હક નથી).

આપણે એક અલગ અભિગમથી આ બારામાં ચર્ચા કરીશું. એક મશહુર મુસ્લીમ વિદ્વાનએ આ અભિગમ અપનાવ્યો છે અબુબક્રની સર્વસંમતિની દલીલને રદ કરવા માટે તેના જેવી દલીલ જ. ફાતેમા ઝહરા (સ.અ.)ની તરફેણમાં રજુ કરીને સાબીત કર્યુ છે કે અબુબક્રનો દાવો ખોટો છે.

અલ-જાહેઝ નો પક્ષ  ફદકના વિવાદમાં :

અબુ ઉસ્માન અલ-જાહેઝ કે જેઓ એહલે સુન્નતનાં મશહુર શિક્ષક અને વિચારક છે, સય્યદ અલ-મુરતઝા આલમુલહોદા (અ.ર.) ને ટાંકે છે :

લોકો (સહાબીઓ)એ માની લીધુ કે કેહવાતી પવીત્ર પયગમ્બર (સ.અ.વ.)ની હદીસ જેને બે માણસો અબુબક્ર અને ઉમરએ વર્ણવી હતી – ‘અમો પયગમ્બર વારસામાં કોઇ ચીજ છોડી ને જતા નથી’ ની સચ્ચાઇ એ આધારે સાબીત થઇ જાય છે કે જ્યારે આ વાતને પયગમ્બર (સ.અ.વ.)ના નામથી બયાન કરવામાં આવી તો મુસલમાનોએ તેનો વિરોધ ન કર્યો, પણ તેઓએ તે બન્નેની વાતને સ્વિકારી લીધી.

પણ હું (જાહેઝ ) તે લોકોને કે જેઓ આ પ્રમાણે વિચારે છે તેઓને કહુ છુ કે જો હદીસની સચ્ચાઇ ફક્ત લોકો તેને સ્વીકારીલે એ કારણે સાબીત થઇ જતી હોય (સર્વસંમતિને મહત્વ આપીને) તો લોકોએ હ. અલી (અ.સ.) અને જ. ફાતેમા (સ.અ.)ના વીરોધ અને દાવા સામે પણ કોઇ વાંધો ઉઠાવ્યો નથી, આથી આ વાતનું લોકોનું સ્વીકારી લેવુ પણ હ. અલી (અ.સ.) અને જ. ફાતેમા (સ.અ.)ની સચ્ચાઇ ની સાબીતી ગણાશે.

કોઇએ પણ તેમના દાવાનો વીરોધ નથી કર્યો, ન તો કોઇએ એમ કહ્યુ છે કે તેઓ જુઠુ બોલે છે, જ્યારે કે જ. ફાતેમા (સ.અ.)  અને અબુબક્ર વચ્ચેના આ વીવાદ અને ચર્ચાનો સમયગાળો લાંબો હતો.

તેમની વચ્ચેની દુશ્મની એ સ્તરે પહોંચી હતી કે જ. ફાતેમા (સ.અ.)એ વસીયત કરી હતી કે તેમની દફનવીધીમાં અબુબક્રને શામીલ થવા દેવામાં ન આવે.

જ્યારે જ. ફાતેમા (સ.અ.) પોતાનો હક માંગવા અબુબક્ર પાસે ગયા તો આપ (સ.અ.) તેને સવાલ કર્યો – જ્યારે તુ મૃત્યુ પામીશ તો તારો વારસો કોને મળશે ?

અબુબક્રે જવાબ આપ્યો –  મારા કુટુંબ અને મારા સંતાનોને.

જ. ફાતેમા (સ.અ.) ફરમાવ્યુ – આવુ કેમ હોઇ શકે કે અમોને રસુલેખુદા (સ.અ.વ.)નો વારસો ન મળે, પણ તારા સંતાનોને તારો વારસો મળે ? !!

જ્યારે અબુબક્રે જ. ફાતેમા (સ.અ.)ને તેમના પિતાનો વારસો ન આપ્યો, તેમનો હક ગસબ કરી લીધો અને બહાના બતાવવા લાગ્યો અને જ. ફાતેમા (સ.અ.) તેની નિર્દયતા (ક્રૂરતા)નો ભોગ બન્યા અને પોતાને કોઇ મદદગાર વગરના એકલા પામ્યા, તો અબુબક્રને ધમકી આપી : અલ્લાહની કસમ ! હું અલ્લાહની બારગાહમાં તારા માટે બદદુઆ કરીશ

અબુબક્ર – અલ્લાહની કસમ ! હું અલ્લાહની બારગાહમાં તમારી સુખાકારી (ભલાઇ) માટે દુઆ કરીશ

જ. ફાતેમા (સ.અ.) – અલ્લાહની કસમ ! આજ પછી હું તારી સાથે ક્યારેય વાત નહી કરુ.

અબુબક્ર – અલ્લાહની કસમ ! હું ક્યારેય આપનાથી જુદાઈ નહી રાખુ.

આમ, જો અબુબક્રનું જ. ફાતેમા (સ.અ.)ને તેમના પિતાનો વારસો મેળવવાથી વંચિત રાખવાનું ‘ગુનાહીત કૃત્ય’, ફક્ત એ કારણે કે સહાબીઓએ તેની સામે વિરોધ ન હતો નોંધાવ્યો ‘સહીહ’ સાબીત થઇ જાતુ હોય તો એ કેહવું એટલુજ સાચુ ગણાશે કે જ. ફાતેમા (સ.અ.) પણ પોતાના દાવામાં સાચા હતા (કારણકે કોઇએ પણ આપ(સ.અ.)ના દાવા સામે વિરોધ નહતો નોંધાવ્યો).

મુસલમાનો માટે ઓછામાં ઓછુ આ જરુરી હતુ કે જો જ. ફાતેમા (સ.અ.) ઇસ્લામના કાયદા-કાનૂન ને જાણતા ન હતા તો તેઓ આપ (સ.અ.)ને તેની સમજણ આપે, અને જો આપ (સ.અ.) ભૂલી ગયા હતા તો તેમને યાદ અપાવે. અગર જો આપ (સ.અ.)નો દાવો નિરાધાર હતો અથવા આપ (સ.અ.) ખોટામાર્ગે હતા અથવા સંબંધો તોડી રહ્યા હતા  (નઉઝોબીલ્લાહ) તો તેઓએ આપ (સ.અ.)ને વિરોધ નોંધાવીને સુધારવા જોઇતા હતા.

 

આમ આ વાત સ્પષ્ટ થઇ જાય છે કે જો તે બન્ને શખ્સોનો કોઇએ વિરોધ ન હતો કર્યો અને ન તો કોઇએ જ. ફાતેમા (સ.અ.)નો વિરોધ કર્યો હતો – તો બન્ને પક્ષો એક બિજાની વિરુધ્ધમાં સમાન ગણાશે અને કોઇ પણ ‘મૌન સર્વસંમતિ’નો આધાર (બહાનુ) લઇને અબુબક્રની તરફેણ નથી કરી શકતુ. (કારણકે આ આધારે જ. ફાતેમા (સ.અ.) ના દાવાની પણ તરફેણ થઇ શકે છે).

આ બાબત આપણે વારસાના મૂળભૂત (અસલ) નીયમો અને વારસા ના બારામાં અલ્લાહના હુકમો (પવિત્ર કુરઆન માં) આવેલા છે તેના તરફ રજુ થવુ જોઇયે. આજ અનુસરણની સૌથી સારી રીત છે:

  • અશ્-શાફી , ભાગ – ૧ , પા. ૨૩૩, લે. સૈયદ મુરતુઝા (અ.ર.)
  • બૈતુલ અહઝાન, પા. ૧૬૫-૧૬૭

સ્પષ્ટ રીતે એહલે સુન્નતના સૌથી જુના વિદ્વાનો પણ એ મત ધરાવે છે કે ફદકના મામલે સર્વસંમતિની દલીલ અબુબક્રની તરફેણમાં મજબુત દલીલ નથી. કારણકે બન્ને પક્ષ પોતાની તરફેણમાં સર્વસંમતિની દલીલ રજુ કરી શકે છે. આ વીવાદના હલનો એકમાત્ર રસ્તો પવિત્ર કુરઆનના વારસાના બારામાં આવેલ હુકમોનુ પાલન છે. જ. ફાતેમા (સ.અ.) એ જાતે ફદકના બારામાં પોતાના ખુત્બામાં સ્પષ્ટ કર્યુ હતુ કે પવિત્ર કુરઆનમાં એકદમ સ્પષ્ટ જણાવ્યુ છે કે પિતા પોતાના સંતાન માટે વારસો છોડીને જાય છે અને ઇલાહી પયગમ્બરો જેમકે દાઉદ (અ.સ.) અને ઝકરીય્યા (અ.સ.) એ પોતાનાં વંશ માટે વારસો મુકીને ગયા હતા.

એ બુધ્ધિશાળી લોકો બોધ (ઇબ્રત) લ્યો !!

Be the first to comment

Leave a Reply